________________
તા. ૧૫-૧૧-૪૭
પ્રબુદ્ધ જેના
૧૪૫
-
કદરદાનીની કદર [ અમને જણાવતા આનંદ થાય છે કે અમારા સ્વર સાથી ભાઈ વ્રજલાલ ધરમચંદ મેઘાણી “આળાં હૈયાં' પ્રગટ થયા બાદ પોતાની કેટલીક પ્રગટ થયેલી અને કેટલીક નહિ પ્રગટ થએલો વાર્તાને સંગ્રહ કરીને એક બંડલમાં બાંધી રાખેલો જે હાથ લાગતાં તેમના કુટુંબીજને તરફથી અમને હમણાં જ સુપ્રત કરવામાં આવે છે. આ સંગ્રહ “આળાં હૈયાં જેટલો જ ભેટે છે. આમાંની એક વાત અહિં પ્રગટ કરવામાં આવે છે અને બીજી વાર્તાઓ અનુક્રમે પ્રગટ કરવામાં આવશે.
ત‘ત્રી શક્તિ, સાધન અને સંજોગની ત્રીપુટિને જયાં સુધી સુગ ન થાય ત્યાં સુધી સાચી શકિત પણ દબાઈ જાય છે અને પછી ધીમે ધીમે વિકસ્યા વગર જ કરમાઈ જાય છે. જે યોગ્ય સાધન અને સાનુકુળ સંજોગો મળી જાય તે આજની મામુલી લાગતી વ્યકિત પણ આવતી કાલે ઉપયોગી વિભૂતિ બની શકે. આવું તે અનેક સ્થળે જોઈ શકાય છે.
મુળજી જેઠા મારકેટમાં કાકાનું બિરુદ પામેલા ઘનશાળી શેઠ પહેલા તે ધણુ ગરીબ હતા. તેની સ્થિતિ એક ભીખારી કરતાં કાંઈ વધુ સારી નહોતી, પણ તેની ઈશ્વરદત્ત શકિત અને બુદ્ધિ દભાઈને મરી જાય તે પહેલાં એક શકિત પારખું સજજને તેને હાથ પકડ અને ધનાની શકિત ચમકી ઉઠી. રફતે રફતે એક કાળે કણ જેટલા સાધને કળશી જેટલી શકિત જન્માવી દીધી. એટલે કાઠીયાવાડને એ ભીખારી જે ધનકે મુંબઈનગરીમાં ધનાશાળી શેઠ બની ગયે અને આખી બજારમાં કાકાનું માનભર્યું બિરુદ પામે. બજારમાં તેની શાખ અને પ્રભાવ એટલા હતા કે તેના બેલ ઉપર બજાર થંભતી અને લાખની હોડ મંડાતી. વ્યાપારની આવતી કાલ તેના વળણું ઉપર નિર્ભરતી. બીજાઓ જ્યારે તેની શક્તિની વાત કરતા ત્યારે એ કાકા તે એટલું જ કહેતા કે, “આજે હું તમે કહો છો તો ધનાશાળી કદાચ હઈશ, પણ એક કાળે તે હું ધનાશાળી છે
'તે, ધનજી પણ નહિ પરંતુ ધન હતું. તે પણ થોડા જ માણસે જાણતા કે હું પણ પૃથ્વી ઉપર વસું છું. ત્યારે હું સસ્તા હતે. રોટલે બહુ માં હતા. અને અમને તે શુ પણ અમારા ભાવિ ત્રને પણ અમારે જન્મ ગમત નહોતે. અવશ્ય આજે તે લાગે છે કે ત્યારે મારા કરમમાં બધું હતું, પણ અડે કોઈ પાંદડુ પડેલું હશે એટલે દેખાતું નહોતું. એક શકિતપૂજક મુરબ્બીએ તે દેખ્યું અને ખસેડયું એટલે ચમત્કાર થાય તેમ ધન બની ગયે ધનાશાળી. એ ઉદાત્ત મદદગાર ન હોત, મારા જેવા ડુબંતાને દેરડું નાંખી બહાર કાઢનાર નહેાત તે મારી શક્તિ સુષુપ્તાવસ્થામાં જ રહેતા અને બીજા જાણે તે પહેલાં ભરી જાત. કાષ્ટ્રમાં અગ્નિ અને દી૫કમાં તેજ હોય છે પણ
જ્યાં સુધી પેટાવનાર ન હોય ત્યાં સુધી તે અદિત જ રહે છે તેમ માણસમાં હોય તે પણ કોઈ નથી. શકિત, સાધન અને સંજોગની ત્રીપુટીને જ્યારે એક જ સ્થળે ભેટ થાય છે ત્યારે જ અષ્ટ રિદ્ધિ અને નવમ સિદ્ધિ સાંપડે છે.”
કાકા પાસે ઠીકઠીક પ્રમાણમાં દ્રવ્ય હતું. દિલ ઉદાર હતું પણુ છે. ચાલુ અર્થહીન દાન કે છાશવારે શરૂ થતાં ફાળાઓમાં કંઇ ન આપતાં
પિતાના ભૂતકાળ ઉપરથી તેણે એક સિધ્ધાંત નકકી કર્યો હતો કે કે ઈની દટાયેલી શકિતને બહાર કાઢવી, અણુવકસી શકિતને વિકસાવવી અને સહાયક બનીને નવાં બળા ઉપન કરવાં એ જ દ્રવ્યને કે દાનને સાચે ઉગ છે. ઘણી વખત પિતાને ભૂતકાળ યાદ આવતા તે કહેતા કે “ડાક ટેકાને અભાવે જ તેની શકિત મરતી હતી, કોઈએ અણીને વખતે હાથ આપે છે તે જીવી ગઈ. સાધારણું દોરડાને અભાવે ઘણી વખત ડુબતે માણસ મરે છે. દોરડું ફેંકવામાં આવે તે તે ઉમરી જાય છે. તેના બચપણમાં તેણે જોયેલું કે બરાબર તેના ઘરની સામે જ કાયમ સદાવ્રત ચાલતું હતું, તેની બાજુની ધર્મશાળામાંથી વારંવાર કપડાંલતા કે મીઠાઈનાં દાન દેવાતાં હતાં. અનેક વખતે તેણે પોતે પણ
તેને લાભ લીધું હતું. પણ તેની પાછળ મોક્ષની કે પુણ્યની પારલૌકિક દૃષ્ટિ સીવાય આલેકની કોઈ દષ્ટિ ન હોવાથી તેમાંથી જરાય શક્તિ જન્મી ન હતી, પણ નિત્ય તેવાં દાન લેવાની લોલુપતા રહેતી. ધાર્મિક જલસાઓ, ઉજવણાંઓ અને મોટા મેટા ધાર્મિક સમારંભ યોજાતા હતા. તેમાંથી પણ કોઈ ખાસ શક્તિ કે નવું જીવન આવ્યું હોય તેમ દેખાતું નહોતું. એટલે જુદા જુદા પ્રકારનાં દાનમાંથી ન તે તેણે જો કોઈ શક્તિનો ઉદ્દભવ કે ન તે જોયાં તેવા દાન લેનારાઓને ભીખના વ્યવસાયમાંથી છૂટતા. તે ઉપરથી તેણે પિલી કીર્તિની પાછળ કંઈ ન ખચંતા પડેલાને ઉઠાડવા, સાધન વાંકે અટકી જતી કુચકદમ આગળ લંબાવવા અને સાધન આપીને નવી શક્તિ સરજાવવાની બાબતમાં પિતાના દ્રવ્યને ઉપયોગ કરવા માંડશે. જુનવાણી રૂઢિચુસ્તાની ટીકાને જવાબ આપતાં તે કહેતા કે “ ભાઈ આ ધન મારૂં નથી. તો હજુ તેને તે ધનકે જ છું. તે તે કઈ શકિતપૂજકે શેાધીને મને તેની સુચના મુજબ નવી શકિત જન્માવવાના કાર્યમાં વાપરવા માટે સેપ્યું છે. અર્થહીન કાતિના કોટડા બાંધવાનો મને મોહ પણ નથી અને મારો તે અધિકાર પણ નથી.”
તેણે અનેક અણખીલી શકિતઓ ખીલવી. ઘણાને હાથ આપીને ઉંચા આપ્યા. ઘણાના ઉગતા ધંધામાં ટેકો આપીને તેમને પગભર કર્યા. અને ઘણું સાધન વાંકે ટીંગાઈ રહેલાને ટેકો આપ્યો. આવી ચોક્કસ દૃષ્ટિથી તેની શકિતવાળી ચકોર આંખ માનવજીવનમાં પડેલી ગુપ્ત શકિતને પારખી કાઢવામાં નિપુણ થઈ ગઈ હતી. એક વખતે “મેલું નામના તેના એક મુસલમાન રંગરેજમાં તેણે એ શકિત જોઈ. તેનામાં છૂપાઈ રહેલી કળા, કુશળતા અને દક્ષતાનાં કાકાને દર્શન થયાં. જે તેને યોગ્ય સાથ આપવામાં આવે તે વિદેશી કારીગરની, હરિફાઈ કરી શકે તેવો અને કારીગર બની શકે તેવાં બધાં લક્ષણો તેણે તેનામાં જોવાં, પણ તે વિકસવાને બદલે તેના શેઠની બેદરકારીથી મારતા હતા અને બિયારે જુની ઘરેડમાં ઘણીના બળદની માફક પ્રગતિનું માપ જાણ્યા વિના જ્યાંને ત્યાં જ ફરતું હતું. તેથી તેણે એક દિવસ તેને પૂછયું કે
મેલુ-આ શેઠમાં કેટલાં વરસ થયાં કામ કરે છે ?”
શેઠ, બાર વરસ થયાં. અઠાવીસ વર્ષે આવ્યા હતા. આજે ચાળીસ થયાં.”
“પગાર કેટલે આપે છે?”
“પચતર રૂપિયા. કારખાનું જ્યારે શરૂ થયું ત્યારે પંદર રૂપિયાથી નોકરીમાં રહ્યો હતો. અમે કારીગરે કાળી મહેનત કરીને શેઠને લાખો રૂપિયા રળી આપ્યા, પણ શેઠને તેને હિસાબ નથી. કારખાનાનું કામ વિકસાવવા તેની રંગાઈ, છપાઈ અને ધોલાઈના અખતરાઓ પાછળ અંખડ ઉજાગરા કર્યા છે. ડ્રોઇંગ અને બીબાં બનાવવાનું કામ શીખે. શેઠને તો બીજા ઘણાં ધંધા ચાલે છે એટલે તેને તે ખબર પણ નથી કે કારખાનું કેમ ચાલે છે. આજે અહમદ ખત્રીનું કારખાનું મુંબઈમાં પહેલે નંબરે આવે છે તે આ મેલુએ લેહીનું પાણી કરીને કામ કર્યું તેનું ફળ છે. આજે બાર વરસે મારો પગાર વધી વધીને પચે તેર થયે ત્યારે શેઠને ત્યાં સોનાની નદીઓ વહી ગઈ છે. મનમાં બધું સમજું છું. પણ બયરવાળ માણસ, કોઈને ઓથ નહિ એટલે જાઉં કયાં? પડ છું સાહેબ! અમને ન આપ્યું તે તે ઠીક પણ તેને કારખાનું વિકસાવવું પણ સુઝતું નથી. ઘણા જુદા જુદા અખતરા કરવાનું અને મશીનથી ન બની શકે તેવું કામ હાથથી કરવાનું મન થાય છે, પણ તે માટે પૈસા ખર્ચવાની શેઠની મુદલ તૈયારી નથી. એટલે તે મરી રહ્યો છું. પણ એક સારી કારીગરી પણ મરી રહેલી છે. મનમાં નિત નવા ઘડા ઉઠે છે. પણ આજે તે સૌને મનમાં સમાવીને બેઠું છું. સાધન મળે છે જરૂર દેખાડી આપું કે હિન્દુસ્તાના કારીગરે પિતાના મુલકમશહુર રમવા, છાપવાની કળા ભૂલ્યા નથી. પણ જવા દો એ બધી વાત.