SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ ન જૈન ધનિકની કર્તવ્ય બુદ્ધિ 1 [તા. ૧૨--૧૦-૪૭ ના 'હરિજનબ''માંથી ઉષ્કૃત કરવામાં આવેલા નીચેના લેખમાં સર્વાંનન્દસૂરી રચિત .‘જગપૂ યતિ'માંથી ચુટી કાઢેલા "ટલાક શ્ર્લોકાને અનુવાદ અને સાથે અનુવાદિત મૂળ લેાટા આપવામાં આન્યા છે. આ લેખમાં વિશ્વવાસલ્યની મૂર્તિસમાં જગડૂશાની અપ્રતિમ ઉદારતા અને મહાનુભાવતાને સુન્દર આળેખ આપવામાં આળ્યે છે અને ખરૂ જૈનત્વ કેવું હોય તેને આદશ તેમાં આબેહુબ રજી કરવામાં આવેલ છે. આજના શ્રીમાન જેની જગફૂશાને પગલે ચાલે અને બહુજન સમાજના સર્વામુખી કલ્યાણ પાછળ પોતાની સંપત્તિના સર્વ પ્રવાહેા વહેતા કરે છે એજ પ્રાર્થના ! પરમાનંદ] અને કણપીડમાત્રમાં ધાન વેચાવા આવે તે બધું રાખી લઇ તે કાહારમાં ભરી રાખ. કચ્છ દેશમાં ભદ્રેશ્વર નામે સુંદર નગર હતું. श्रस्तीह भद्रेश्वरनामधेयं पुरं वरं कच्छुकृतैकशोभंम् ॥ સાનમૂર્તિ-જ્ઞાનૂરત ॥ ૨-૧ || એનાં દેવાલયેામાં રાત ને દિવસ ઘટાનાદ થયા કરતા તે કલિના કાનને કહેાર લાગત. नक्तं दिवं देवतमन्दिरेषु घंटारवादतिर मुख्य चासीत् ॥ २-३ ॥ એના જુવાનિયા એવા રૂષ્ટપુષ્ટ તથા રૂપાળા હતા કે જાણે ભગવાન્ ચંદ્રશેખરને પરાજિત કરવા સારૂં થઈને રતિપતિએ સહસ્રાવાધ રૂપ ધર્યો ન હેાય એમ લાગતું હતું. महेश्वरस्यैकजयाय कामश्चकार रूपाणि सहस्रशोऽपि । यत्राद्भुताकार विशेषभाजां दग्भेन रंगत्तरुणब्रजानाम् २-६ ॥ એની તરૂણીઓ અજવાળી રાત્રિએ ગગનચુ’ખી પ્રાસાદેાની અગાશીએ ચડીને એવા મીઠા રાસડા લેતી કે ચંદ્રમાના મૃગલા ત્યાં મુગ્ધ થઇને ઉભા રહી જાય તે કેમેય કરતાં હાલે નહીં. निशासु सौधोपरिसंस्थितानां मृगीदृशां यत्र च चारुगानम् । બ્રાયન્તે સ્વમૂળ સુધાંશુŕતાય ૢડ્ડાવવાંચમૂવ |-૨ ૬ ॥ એવા આ ભદ્રેશ્વરમાં શ્રીમાળી વણિક વસતા હતા, જે કહેતા કે અમે તે જગદબા રમાદેવીએ પેાતાને શ્રીમસ્તકે ધારણ કરેલી કુસુમમાળા ઉપરથી અવતર્યા છીએ. એ શ્રીમાળીમાં અગ્રેસર જગડૂ (=જગતદેવ ?) શેઠ હતા, જેણે વેપારવણજ કરીને બહેાળુ ધન મેળવ્યું હતું: સ ંઘપતિ બનીને ‚ણે શત્રુંજયરે તક આદિ તીર્થાની યાત્રા કરી હતી, ૧૪૪ श्रसङ्ख्यसंघलोकेन समं यात्रां विधाय सः । शत्रुन्जयं रैवतकं प्राप चात्मपुरं वरम् ॥ ६-४१ ॥ સધપતિના હાથાધેડા તથા રથયક્રના વેગને લીધે આકારામાં ઉડેલી ધૂળથી મન્દાકિનીને તીરે એવો તે કાદવ થાય કે તેમાં ખૂતેલા સવિતાનારાયણના રથને જોડેલા સાત સાત ઘેાડા રયને માંડ માંડ ખેંચી શકે. तथा च नदीतीरे ससंघ पङ्कतां रजः । यथा ममकश्वा रथमू हुः कथम्चन ॥ ६-३८ ॥ જગડૂએ કંઇક મદિર ચણાવ્યાં, અને એના ધનમાં સૌના ભાગ છે એમ તે માનતા એટલે પેાતાના ગામમાં મસીદ પણ ચણાવી. मसीति कारयामास पीमलीसंज्ञितामसौ । भद्रेश्वरपुरे ग्लेच्छलक्ष्मीकारणतः खलु ॥ ६-६४ ॥ ગામે ગામે તથા નગરે નગરે જગડૂએ સુધમધુરાં પાણીની વાવ ચણાવી. शतश: 'कारयामास ग्रामे ग्रामे पुरे पुरे । सुधास्वादुजला वापीजगडूः क्षितिभूषणम् ॥ ६-६२ ॥ સંવત ૧૩૧૨ માં પરમદેવસૂરિ નામે જૈન સાધુએ જગડૂતે કહ્યુ', દેવાનાં પ્રિય, માજીસને ભગવાન પૈસા આપે છે તેને અંગે એને માથે કા ભાર આવી પડે છે, અને હવે વસમી વેળા આવવાની થઈ છે, ' એટલે ધનાઢયને ધર્મો પાળવાને, અને જેની મિત્રતાને કારણે મહાવીરસ્વામીએ સંસારનો ત્યાગ કર્યાં તે પ્રાણિમાત્રની સેવા કરવાના અપૂર્વ અવસર તને આવશે. ૧૩૧૨નું વર્ષ વીતે એટલે ત્રણ વર્ષના વિધિ લગી દુષ્કાળ પડરો. ૨ ૧૩ ૧ द्वन्द्रा चिन्द्रवर्षेषु व्यतीतेष्यथ विक्रमात् । दुर्भिक्षं सर्वदेशेषु भावि वर्षत्रयावधि ॥ ६-६८ ॥ ‘એટલે તુ તારા ચતુર માણુસાને એક એક દેશમાં મેાકલ, ; તા. ૧૫-૧૧-૪૭ या खिलेषु देशेषु विदग्धानात्मपुरुषान् । सर्वेषामपि धान्यानां स्वं तैः काव्य संग्रहम् ॥ ६-६६ ॥ ‘અને દુકાળ પડે એટલે તારા કાહાર તુ જનતાને ચરણે ધરી દેજે, તથા ક્ષીરસાગરના તરગના જેવી નિર્માળ કાતિ કમાજે’ हीरोदवीचिविमलं त्वमर्जय यशोभरम् । समग्रजगतीलोक संजीवन निदानतः || ૬-૭ || આ પ્રમાણે જગો ધાન્યસ’ગ્રહ કર્યો અને દુકાળમાં ભૂખ્યાંને અન્ન આપ્યુ. प्रचक्रमे कान्दातुमयं सोलतनूभवः । दुर्भिक्षपीड्यमानायै जनतायै कृपानिधिः ||६ - ७४ ॥ દુષ્કાળનાં બે વર્ષ પછી ગુજરાતના રાજા વીસલદેવને પણ ધાનની તાળુ પડી, એટલે એણે જગડૂને પેાતાની સભામાં ખેલાવ્યા તથા તેની આગળ ધાન માગ્યું, કેમ કે એણે સાંભળ્યું હતું કે જડૂ પાસે હજી ૭૦૦ અન્નપૂર્ણ કાઠાર છે. सप्तान कणकोष्ठकः शतानि तव निश्चितम् । श्रुत्वा मया त्वमाहूतः साम्प्रतं कणकादिक्षणा ॥ ६ ८४ ॥ જગડૂ કહે, ‘હે રાજન, ધાનની એક કણી પણ કયાંય મારી છે નહીં.' ऊचे नाथ न सन्त्यत्र मम क्वापि कणाः खलु ॥ ६-८ ॥ અને મારી વાત તારા માન્યામાં ન આવે કારમાં તામ્રપત્ર ઉપર લેખ કોતરેલા છે તે જોઇ લે. मद्वाक्ये यदि सन्देहः ककोष्ठेषु तेष्वपि । श्रिष्टकान्तःस्थ सताम्रपत्रं विलोकय ॥ ६-८६ ॥ વીસન્નદેવે જોયુ તે તામ્રપત્ર ઉપર આમ લખેલું 'હતું : जगडूः कल्पयामास रङ्कार्थ हि कणानमून् ॥ ६-८ ॥ રાંકને અર્થ' જડૂએ આ ધાન સકલ્પેલુ છે. ' ‘ એટલે, ' જગડૂ હવે ખેા, * એક પણ માસ જો ભૂખે મરી જાય તે એની હત્યા મને લાગે, तम्मे पापं त्रियन्ते चेज्जनाः दुर्भिक्षपीडिताः ॥ ६-८६ ॥ પછી એણે વીસલદેવને ૮,૦૦૦ મેટલા ભરીને ધાન દરિદ્ર નારાયણુને દેવા આપ્યું. ददाष्टसहस्राणि स तस्मै कण्टकान् । श्रीमालान्वय कोटीर त्रिधा वीरत्वमाश्रितः ॥ ६-६० ॥ એવી જ રીતે એણે સિન્ધ, ઉજ્જૈન, દિલ્લી, બનારસ ને સ્ક્રન્થિલ ( =? )ના રાજાઓને પણ સહાયતા કરી, અને ૧૧૨ દાનશાલા (સદાત્રન) ઉઘાડી. द्वादशास्याधिकं दानशालाशतमुदारधीः । जगडू: सुकृताधारी जगज्जीवातुगतनोत् ॥ ६-१३० ॥ વળી એ લાડવામાં સાનૈયા મૂકતા અને એ લાડવા સંભાવિત લોકાને ઘેર છાનામાના રાતવખત પહેોંચાડતે. 1 स्वदीनारसंयुक्तान् लज्जापिण्डान् स कोटिशः निशायामर्पयामास कुलीनाथ जनाय च ॥ ६-१३१ ॥ આમ એણે દુકાળમાં ૯,૯૯,૦૦૦ માટલા ભરીને અન્નદાન કર્યુ” તથા ૧૮ કૅટિ રૂપૈયા વાવયું. नवनवति सहस्रयुतान्व लक्षान धान्यमंटकानी सः । અષ્ટાZશરજોટીથિમ્યોડવુન્ન દુ:સમયે ૬-૧૨૨ ॥ દેસાઈ વાલજી ગોવિંદજી
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy