SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૪૭ પ્રભુષ જેન ધર્મનું આચરણ કરવા માંડીએ છીએ. આમ કેમ થાય છે ? આમ થવાનું કારણ એ છે કે ખરી રીતે આપણે એ વિધાનનું સાચું રહસ્ય જ સમજવા નથી, અને તેને ભાવ પણ સમજતા નથી. અર્વાચીન ધર્મો તથા સંપ્રદાય તથા વિશેષ કરીને તેના અનુયાયીએનું પ્રત્યક્ષ આચરણ તથા તેમનાં ધર્મ વિધાને આ બાબતની સાક્ષી આપી રહ્યાં છે. બીજું કારણ આપણી ફૂટ કે કુસંપની મનોવૃત્તિ છે-ધાર્મિક કલેશ-મતમતાંતરના કલેશ-ને આપણે લઇએ. આપણા પૂર્વજો તથા સુધારકોએ સમયે સમયે યુગાનુકૂળ તથા ઉચિત એવાં સામાજિક સંશોધન તથા ક્રાંતિની ભાવનાથી પ્રેરાઇને જીર્ણશીણું ધાર્મિક ક્રિયાકાંડેમાં થેડા ધણા નવા ફેરફાર કર્યો. પરંતુ આપણે તે તે ફેરફારને જ કલેશનું કારણ બનાવી દીધા. અને ભેદભાવને જ આદર્શ સિદ્ધાંત માની લીધે, જૈન સમાજના શ્વેતાંબર તથા દિન બર સંપ્રદાય, તથા વેતાંબર સંપ્રદાયમાં પણ મૂર્તિપૂજક, સ્થાનકવાસી વગેરે ભેદ, દિગંબર સંપ્રદાયમાં પણ તારણ પંથ ને તેરા પંથની વિભિન્નતા-આ બધું ઉપર જણાવેલી મનોવૃત્તિનું જ પ્રતીક છે. ધાર્મિક મતમતાંતરે કુસંપને ફેલાવી રહ્યા છે. ધર્મના નામ પર નિંદનીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અને પ્રાચીન-શાસ્ત્રોના શબ્દ પર ઝઘડા ભચી રહ્યા છે. આમ ધમની બાબતમાં એક લાયંકર અરાજકતા ફેલાઈ ગઈ છે. સમાજમાં બે પ્રકારના મનુષ્યો હોય છે. એક તે પંડિત વર્ગ જેમની આજીવિકા તથા પ્રતિષ્ઠા શાસ્ત્રો પર નિર્ભર છે. પંડિત વર્ગમાં અમુક તે વસ્તુતઃ નિઃસ્કૃત, ત્યાગી, સ્વ તથા પરનું શ્રેય જ સાધવાવાળા સમભાવી હોય છે અને બીજા આથી વિપરીત એટલે કે સર્વથા સ્વાર્થથી જ જીવનારા દુરાગ્રહી અને પ્રતિષ્ઠાપ્રિય હેય છે. બીજી શ્રેણીવાળા પંડિત ગતાનુગતિક, પરંપરાપ્રિય, રૂઢિવાદી અજ્ઞાનીઓ જ હોય છે. અત્રે એ કહેવાની કંઈ જરૂર નથી કે પંડિત-વગમાં મોટે ભાગે પ્રાયઃ એવા લોકો જ હોય છે કે જેઓ સ્વાર્થઝવી તથા દુરાગ્રહી અને પ્રતિષ્ઠ:પ્રિય હોય છે. સમાજ પર એમને જ પ્રભાવ રહે છે. પરિણામે જનતાને વાસ્તવિક સત્યની પ્રેરણા જ મળતી નથી. ઉલટું એ લોકો એકબીજાને જૂઠા તથા નાસ્તિક, નિદ્ભાવ, આદિ કઠોર શબ્દથી સંબધી ઘેર હિંસાની, પારસ્પરિક દૂષની પ્રેરણા જ ફેલાવે છે. આવા વાતાવરણમાં શુદ્ધ ધર્માચરણનું પ્રતિબિંબ તે આપણા વ્યવહારમાં આવી જ શી રીતે શકે ? આપણે તે પાખંડી આચરણ, સાંપ્રદાયિક દેષના જ ભક્ત બની જઇએ છીએ. અને વ્યવહારના આચરણને તથા ધર્મના આચરણને તદ્દન અલગ જ માની લઈએ છીએ. આપણી સાંપ્રદાકિ હઠ પ્રત્યેની મમતા જ આપણુને દબાવી દે છે, સંપ્રદાયના સૂત્રધાર આપણને સય પ્રતિ દોરી જતા નથી પરંતુ ભ્રાંતિમાં જ પાડી દે છે. ધમના નામ પર આજે જે ચાલી રહ્યું છે તે સત્યની એક મહાન વિડંબના નહીં તે બીજું શું છે? ધાર્મિક મનુષ્યનું ધર્માચરણું માત્ર અમુક પ્રચલિત ક્રિયાકાડેમાં જ પરિસમાપ્ત થતું નથી, પરંતુ પ્રત્યેક ધર્માચરણનું પ્રતિબિંબ આપણા નિત્ય વ્યવહારમાં પણ પડવું જોઈએ. સંક્ષેપમાં કહીએ તે શુદ્ધ તથા સત્ય વ્યવહારનું નામ જ સામાયિક ધર્મ છે. જ્યારે હયવહાર તથા ધર્માને આપણે સર્વથા અલગ જ સમજીએ છીએ ત્યારે જ ગરબડ ઉત્પન્ન થાય છે અને સર્વ સાંપ્રદાયિક કર્મ-કાંડ પાખંડ બની જાય છે. પરંતુ જો આપણે શુદ્ધ વ્યવહારને જ ધર્મોચરણ સમજીએ તે પછી અનેક મતમતાંતરો હોવા છતાં પણ કોઈ પણ જાતની હાનિ થવા સંભવ નથી. ધર્મ તથા મત-પંથ ગમે તેટલા જ હોય, પણ જો તેઓ સત્યના ઉપાસક હય, પારસ્પારિક અખંડ સૌહાર્દના સ્થાપક હોય, આધ્યાત્મિક જીવનને જ સ્પર્શનારા હોય તે તે સમાજનું કલ્યાણ જ કરે છે. પરંતુ જ્યારે મુમુક્ષા ઓછી થઈ જાય છે, સાધનાવૃત્તિ શિથિલ થઈ જાય છે, અને કેવળ પૂર્વજો પરને અનુરાગ અથવા પિતાને હઠાગ્રહ બળવાન બને છે, ત્યારે સંપ્રદાયના સંચાલકો પુરાણુ વિધિ વિધાનની અમુક અમુક હયાખ્યા કરવા લાગે છે અને જનતાને ભ્રાંતિમાં પાડી દે છે. આવી દશામાં ગતાનુણતિક સાધારણ જનતા સત્યના કિનારે ન પહોંચતા માત્ર શુષ્ક ક્રિયાકાંડેના વિકટ અને ભયંકર વમળમાં ફસાઈ પડે છે. જ્યાં લગી સાધારણ જનતામાં અજ્ઞાન જ પ્રચલિત છે, વિવેકશક્તિનો અભાવ છે, ત્યાં સુધી કોઈ પણ અશુદ્ધ કર્મ-કાંડથી લાભને બદલે હાનિ જ થવાની. ધાર્મિક કર્મ-કાંડથી હાનિ નથી, પરંતુ જનતાનું અજ્ઞાન તથા ઉપદેશકો દ્વારા આપવામાં આવેલ મિથ્થા ઉપદેશ જ હાનિનું કારણ છે. સંક્ષેપમાં કહેવાને ભાવાર્થ એટલે જ છે કે જે ધાર્મિક ક્રિયા-કાંડ દ્વારા જનતાને ખરે લાભ પહોંચાડવાની ઇચ્છા હોય તે ધાર્મિક કર્મકાંડમાં પરિવર્તન કરવાની ઘણી જ અપેક્ષા છે, અને તગત અજ્ઞાનને પણ દૂર કરવાને પ્રયત્ન કરે જઈએ. હું આજના જનહિતી આચાર્યોને પ્રાર્થના કરું છું કે તેઓ મુમુક્ષુ જનતાને ધાર્મિક કર્મકાંડેની ભીતરમાં જે સત્ય છૂપાયેલ છે તેને પ્રકાશિત કરે અને નિષ્ણાણુ ક્રિયાકાંડમાં પ્રાણ પુરવાના પ્રયત્ન કરે. આપણા પ્રાચીન ધર્મગ્રંમાં એટલા જ માટે કહ્યું છે કે“જે વર્ગ ધર્મગુરૂ યા ધમપ્રજ્ઞાપકનું પદ ધારણ કરે છે, તેઓએ ગંભીરતાથી અતં મુખ બની શાસ્ત્રોનું અધ્યયન તથા મનન અને પરિશીલન કરવું જોઈએ. માત્ર શાસ્ત્રીય સિદ્ધાંત પર રાગષ્ટિ રાખવાથી જ તેનું યથા રાખવાથી જ તેનું યથાયોગ્ય જ્ઞાન થઈ જાય તે પણ એવું જ્ઞાન શાસ્ત્રોના પ્રજ્ઞાપનમાં નિશ્ચિત તથા પ્રમાણિક બની શકતું નથી.” “જે ધર્મગુરૂ બહુત તરીકે જનતામાં પ્રસિદ્ધ થાય છે, જેને લોક-સમાજ-આદર કરે છે, જેમની શિષ્ય પરંપરા વિસ્તૃત હેય છે, તેમની જે શાસ્ત્રીય જ્ઞાનની પ્રરૂપણા નિશ્ચિત ન હોય તે તે જે ધર્મના આચાર્ય છે તે જ ધર્મના શત્રુ બને છે. અર્થાત્ એવા ધર્મગુરૂ ધર્મશત્રનું કામ કરે છે.” દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય, દેશ, સંગ તથા ભેદ ઈત્યાદિને લક્ષમાં રાખીને શાસ્ત્રોનું વિવેચન કરવું જોઈએ. અધિકારી જિજ્ઞાસુની ભૂમિકાનું ધ્યાન રાખ્યા સિવાય વિવેચન કરવું તે વકતા તથા શ્રોતા બંનેનું અહિત કરે છે. ધમસાધનાને માટે બાહ્ય સાધનો ત્યાગ કરી દે એ કોઈ સાધના નથી. સાધનના ત્યાગ માત્રથી જ વિકારી મનોવૃત્તિનો અંત આવી નથી જતું. કલ્પના કરો કે એક મનુષ્ય પોતાની કલમથી અસ્લીલ શબ્દ લખે છે. તેને કોઈ ધર્મોપદેશક કહે કે કલમથી અશ્લીલ શબ્દો લખાય છે, માટે, કલમને ફેંકી દે તે શું થશે? તે કલમ ફેંકી દેશે. તથા કલમથી અશ્લીલ શબ્દો લખવાનું પણ બંધ થઈ જશે. પરંતુ હવે તે પેન્સીલથી લખવાનું શરૂ કરશે. જે તે પણ છેડાવી દેવામાં આવશે તે ખડી તથા કેયલાથી લખવા માંડશે. જો તેને પણ આ અધમ થાય છે કહીને ફેંકાવી દેવામાં આવશે તે નખથી રેખાઓ વડે અશીલતા અંકિત કરવાની ભાવના તેનામાં જાગૃત થશે. આ પ્રમાણે સાધનને ફેંકવા અથવા બદલવાથી મનુષ્ય કદી પણ અસ્લીલ પ્રવૃત્તિઓને પરિત્યાગ નહીં કરી શકે. તે માત્ર સાધને બદલતા રહેશે પણ ભાવનાઓ તે કદી નહીં બદલે. આથી ધર્મોપદેશક ગુરૂએ વિચાર કરવો જોઈએ કે જનતાની અશ્લીલ પ્રવૃત્તિનું મૂળ ક્યાં છે? અશુભ સંક૯૫ એ જ અજ્ઞાનનું મૂળ છે. આવી પરિસ્થિતિમાં અશ્લીલ પ્રવૃત્તિઓને રોકવાને માટે આપણા હૃદયમાં જે અશુદ્ધ સંક૯પ છે તેને જે પરિહાર કરવો એ આવશ્યક છે. ઉદાહરણ તરીકે અશ્લીલ લેખન લઈએ. અશ્લીલ લેખનને રોકવા માટે કલમ કંકાવી દેવી આવશ્યક નથી. આવશ્યક તે એ છે કે મનુષ્ય પિતાના હૃદયમાં વસનારા અશુધ્ધ સંક૯પે તથા બુરા ભાવોને ત્યાગ કરવો તે. અસ્તુ. અશુદ્ધ સંકલ્પના
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy