________________
૧૩૮
શુદ્ધ જૈન
સામાયિક અથવા શુદ્ધ
સંકલ્પાનુ
સેવન
( આગ્રાની સન્મતિ જ્ઞાનપીઠ પ્રકાશન સમિતિ તરફથી પ્રગટ થયેલ મુનિશ્રી અમચંદ્ર રચિત સામાશ્ચિક સૂત્ર ની પંડિત બેચરદાસે હિંદી ભાષામાં વિચારપ્રેરક પ્રસ્તાવના લખી છે તેના શ્રી. કમળાબહેન સૂતીયાએ પ્રબુધ્ધ જૈન'ના વાંચકા માટે ગુજરાતી અનુવાદ કરીને માકલ્યો છે જે અહિ' સાભાર પ્રગટ
કરવામાં આવે છે.
ત‘ત્રી )
સ્વરક્ષણુ વૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં જન્મથી જ હાય છે. આ સ્વરક્ષણ વૃત્તિને સČરક્ષણ વૃત્તિમાં ફેરવવાના સામાયિકના પ્રધાન ઉદ્દેશ છે. પ્રત્યેક માનવ સૌથી પ્રથમ તે પેાતાનાં જ દેહ, ઇંદ્રિયા તથા ભાગવિલાસેને વિચાર કરે છે. અને પરિણામે આ બધાના રક્ષણ માટે સારૂ' અથવા ખરાબ કાર્યું કરવા પશુ તૈયાર થઇ જાવ છે. જ્યારે તે માત્ર પેાતાના જ વિચાર છેડી પેાતાના કુટુંબને પણ વિચાર કરવા લાગે છે ત્યારે તેની આ સ્વરક્ષણુ કૃત્તિક વિશાળ થઈ પરિવારની સીમા સુધી પહોંચે છે. પરંતુ સામાયિક આપણને એ સમજાવે છે કે સ્વરક્ષણ વૃત્તિના વિકાસનું મહત્વ · માત્ર પેાતાના દેહ કે પરિવાર સુધીનું જ નથી. બલ્કે તે વ્રુત્તિને વિશ્વવ્યાપી બનાવપામાં જ છે. અને તે પણુ શાંતિ પરિષદ્ ( Peace Conference)ની માફક માત્ર વિચારમાં જ નહીં, પરંતુ વ્યવહારમાં પણ પ્રાણીમાત્રની રક્ષવૃત્તિમાં જ છે. જે માનવ વિશ્વ-રક્ષણુના ભાવ હૃદયમાં રાખે છે અને તે જ પ્રમાણે કાય' પશુ કરે છે તે જ માનવ સાચું સામાયિક કરે છે. પછી ભલે તે શ્રાવક હાય અથવા કાઇ અન્ય ગૃહસ્થ હાય, સન્યાસી સાધુ હાય કે કાઇ પણ સંપ્રદાય કે મતમાં માનનાર હોય, તે ભલેને ગમે તે દેશના હાય અથવા ગમે તે વિધિપર પરામાં માનનાર હોય; વિભિન્ન જાતિએ, વિભિન્ન ભાષાઓએ, વિભિન્ન વિધિઓએ સામાયિકમાં કોઇ પણ પ્રકારની બાધા-અડચણુ–કરી શકતી નથી, તેને રેકી શકતી નથી. જ્યાં સમભાવ છે, વિશ્વરક્ષણ વૃત્તિ છે તથા તેનુ' આચરણુ છે ત્યાં સાચી સામાયિક છે. બાહ્યભેદ તે ગૌણુ છે, મુખ્ય નહીં.
પ્રાણીમાત્રને આત્મવત્ સમજીને સર્વ પ્રકારના વ્યવહાર ચલાવવે તેનું નામ સામાયિક. સમકયકક-સામાયિક સમ– સમભાવ, સર્વત્ર આત્મવત્ પ્રવૃત્તિ; આય—લાભ, જે પ્રવૃત્તિથી સમતાની, સમભાવની અભિવૃધ્ધિ થાય તે સામાયિક.
તા. ૧૫-૧૧-૪૭
જૈન શસ્ત્રમાં સામાયિકના બે પ્રકાર બતાવ્યા છે. એક દ્રવ્ય સામાયિક, ખીજું ભાવસામાયિક, સમભાવની પ્રાપ્તિ, સમભાવને અનુભવ અને સમભાવતું જ પ્રત્યક્ષ આચરણુ-એ ભાવસામાયિક છે. આવુ ભાવસામાયિક કરવાને માટે—તેવુ સાયિક થઇ શકે માટે—જે ખાદ્ય સાધના તથા તરંગ સાધના યોજવામાં આવે છે, તેને વ્યસામાયિક કહે છે. જે દ્રવ્યસામાયિક ભાવસામાયિક સુધી આપણને ન પહાંચાડી શકે તે તે દ્રવ્યસામાયિક નહિ' પરંતુ અન્ય-સામાયિક છે, મિથ્યા–સામાયિક છે અને જો વધુ ઉગ્ર મત દર્શાવીએ તે તે માત્ર છલ-સામાયિક છે.
દ્રવ્યૂ સામાયિકને પ્રાન ઉદ્દેશ એ છે કે આપણે આપણા નિત્ય જીવનમાં હરહમેશ ભાવસામાયિકના પ્રયાણ કરતાં શીખીએ. પરિણામે આપણે ધરમાં હેાઇએ, દુકાનમાં હુએ, કાટ કચેરીમાં હાઈએ અથવા કાઇ પણ વ્યવહારિક કાર્યમાં કે કાઈ પણ સ્થળે હાઈએ તા પણ તે દરેક સ્થળે દરેક સમયે સામાયિકની મૌલિક ભાવના અનુસાર આપણા બધા જ લૌકિક વ્યવહાર ચાલી શકે છે. ઉપાશ્રયમાં સ્થાનકમાં; જ્ઞાવર્ડ્સનોમાં પદ્મયણામિ'- પાપયુક્ત પ્રવૃત્તિઓના હું ત્યાગ કરૂં છું –ની લીધેલી પ્રતિજ્ઞાની સાકતા તે વસ્તુત: આર્થિક, રાજનૈતિક તથા ધરવ્યવહારમાં પણ આપણી સામે જ હેાય છે. આપણા સમગ્ર જીવનમાં સામાયિક પ્રયાગની ભાવના અપનાવવાને માટે જ દૃઢ નિશ્ચય કરીને આપણે પ્રતિદિન ઉપાશ્રય વગેરે પવિત્ર સ્થાનમાં દેવગુરૂ સમક્ષ માર્ગનોમં પંચકૂલામિ'ની ઉદ્ઘોષણા કરીએ છીએ, અને સામયિકને પશુ વારવાર અભ્યાસ કરીએ છીએ. અભ્યાસ કરતાં કરતાં જ્યારે
આપણે જીવનના સર્વે વ્યવહારમાં સામાયિકને પ્રયોગ કરવાનુ શીખી લઇએ તથા તે ક્રિયામાં સારી રીતે સમર્થ થઇ જઈએ, ત્યારે જ આપણે! દ્રવ્ય સામાયિકના રૂપમાં કરેલા નિત્ય અભ્યાસ સફળ થઈ શકે છે, તથા ત્યારે જ આપણે સાચા સામાયિકનું પ્રત્યક્ષ પરિશુામ જોઇ શકીએ છીએ-અનુભવી શકીએ છીએ.
જે મનુષ્ય 'એમ કહે કે ઉપાશ્રય તથા સ્થાનકમાં તેા સામા યિક કરવુ' શકય છે, પશુ સત્ર તથા દરેક સમયે સાંમાયિક વી રીતે નભી શકે ? તે તેને હું કહીશ કે જ્યારે આપ દુકાનપર હા ત્યારે ગ્ર:હકને આપના સગા ભાઇ જેવા સમજો. પરિણામે તેની તરફ કોઇ પણ પ્રકારના છવ્યવહાર ન કરેા તાલ-માપમાં ઠગાઇ ન કરા, તે જેવા સાદે ઇચ્છે તેવા જ સેદે તે દુકાનમાં હાય તે ઉચિત ભાવથી કરો. કદાચ જો સોદા ખરેખર યોગ્ય ન હાય તે અથવા અનિષ્ટ હાય તે સ્પષ્ટ ઇન્કાર કરે। આ જાતની સત્ય વ્યવહારમય દુકાનદારીનુ નામ પણ સામાયિક જ છે. અલાત્ત તે સમયે તમારી પાસે મુદ્ગપત્તી, ચરવળા કે રો-હરણ, કટાસણુ` કે માળા કષ્ટ પશુ હશે નહીં; તેા પણ સમભાવમાં રહી સ યતવાણી ખેલતે મનુષ્ય ખરેખર ભગવાન મહાવીરે બતાવેલ સાચી સામાયિક વિધિનું અવશ્ય પાલન કરે જ છે.
આજ પ્રમાણે આપણા ધરના વ્યવહારમાં પણ સમજી શકાય: ધરમાં માતા, પિતા, ભાઈ, હેન, વહુ, પુત્ર, પુત્રી વગેરે સ્વજનેની સાથે આત્મવત્ વ્યવહાર કરવામાં સાવધાન રહે તે છતાં કદાચ અજ્ઞાનથી, મેહથી કે લોભથી ઉત્પાત થાય અથવા થવાની સંભાવના હાય તેા તે પેતે પેતાનું કર્તવ્ય સમભાવપૂર્વક વિચારે, ગમે તે પ્રકારનું મુખ્ય વાતાવરણ હોય તે પણ પોતાની ત્રિવેવૃત્તિ જાગૃન રાખે, તે પણ એક સાચુ સામાયિક જ છે. આ પ્રમાણે લેવડ-દેવડમાં, ખેતીના કામેામાં, મજુરા આદિના કાયડાઓમાં પણ બધું સરળ થઇ જાય છે. શાહુકાર, ખેડૂત અથવા કોઇપણ શ્રમજીવીને ઝધડે સમભાવરૂપ સામાયિકના સતત અભ્યાસ તથા વિવેક દ્વારા પ્રેમપૂર્વક પતાવી શકશે.
એક બીજી વાત એ યાદ રાખવાની છે કે સાચા સામાયિકનું ફળ વૈભવપ્રાપ્તિ નથી, ભાગ પ્રાપ્તિ પશુ નથી, અને પુત્ર તથા - રાજ્યપ્રાતિ પણ નથી, સામાયિકનુ' સાચું ફળ તે સર્વ પ્રત્યે સમમાવની પ્રાપ્તિ, સર્વ પ્રત્યે સમભાવને અનુભવ, પ્રાણીમાત્રમાં સમભાવની પ્રવૃત્તિ, માનવસમાજમાં સુખશાંતિના વિસ્તાર, અશાંતિને નાશ તથા કલહુ અને પ્રપંચને ત્યાગ છે. આજ સામાયિકનું ધ્યેય કે લક્ષ છે. આજ સામાયિકના ઉદ્દેશ છે. સામાયિક સમભાવની અપેક્ષા રાખે છે. સામાયિક મુહપત્તી, રજોહરણ, ચરવળ, કટાસણુ' વગેરે તથા મદિર વગેરેની અપેક્ષા રાખતુ નથી. ઉકત સર્વે ચીજોને સમ ભાવના અભ્યાસ માટેનાં સાધન કહી શકાય, પરંતુ જો એ ચીજો સમભાવનાના અભ્યાસમાં ઉપયોગી ન થઇ શકે તે તે પણ માત્ર પરિગ્રહ જ છે એમ કહેવું જોઇએ. અથવા તે તે માત્ર આડંબર જ છે. સામાયિક કરનારે લેભ, ક્રેધ, મેદ્ર અજ્ઞાન, દુરાચય, અન્યશ્રધ્ધા, સંપ્રદાયાન્તર દ્વેષ વગેરેને! ત્યાગ કરવાને અભ્યાસ કરવા જોઇએ, અન્ય સંપ્રદાયાની સાથે સમભાવથી વર્તવું, તથા તેના વિચારાને સરલભાવથી સમજવા એ સામાયિકના સાધકનું અતીવ વસ્થક કબ્જે છે.
કાઈ કાઇ સમયે તા વળી આપણું ધામિક ક્રિયા–કાંડેને તથા ધામિ'ક વિધિને આપણી પ્રપંચસિદ્ધિનું નિમિત્ત પણ બનાવી લઇએ છીએ, અને ધર્મના નામ પર જ ખુલ્લે ખુલ્લી રીતે