________________
તા. ૧૫-૧૧-૪૭
વરાહ
બીજી કડી હુ સરૂપ નિજ છાડી, રમ્યો પર પુગલે, ઝી ઉલટ આણી, વિષયતૃષ્ણા જળે; આસ્રવબંધ નિભાવ, કરૂં રૂચિ આપણી; ભૂલો મિથ્યા વાસ, દોષ દઉ પરભણી,
જીવનતત્વના આધ્યાત્મિક વિકાસક્રમમાં જે તત્ત્વ પર–છાપાને મેલ છોડી છેવટે તદન નિર્મળ રૂપે બાકી રહે છે તે જ તત્ત્વ પારમાર્થિક સત્ય લેખાય છે અને તે જ સાદય મનાયેલું છે, જે તત્ત્વ આધ્યાત્મિક સાધના દ્વારા જીવનમાંથી હંમેશને માટે સરી પડે છે તે જ પર-છાયા અથવા વૈજ્ઞાવિક કહેવાય છે. કવિ આધ્યાત્મિક માર્ગને પયિક છે, અને તેથી તે પિતાના જનપરંપરાનુસારી સંસ્કાર પ્રમાણે વિવેકથી પારમાર્થિક અને વૈભાવિક એ બે તને ભેદ જાણી પિતાની સ્વરૂપમ્યુતિનું વર્ણન બીજી કડીમાં કરે છે. કવિ એમ જાણે છે અને માને છે કે તે મૂળે તદન શુદ્ધસ્વરૂપી છે, પણ અકળ કળાથી અને અકળ કાળથી તે પિતાના એ સચ્ચિદાનંદ સાહજિક સ્વરૂ૫થી ચુત થઈ પરતમાં રત થયે છે અને પરને જ સ્વ માની પિતાનું સહજ ભાન ભૂલી ગયો છે. કવિ આટલા કથનથી જન પરંપરાના જીવ, અજીવ, આસ્રવ અને બંધ એ ચાર તાનું સૂચન કરે છે. ભારતનાં બધાં જે આત્મવાદી દશને આ ચાર તા ઉપર જ પિતતાનાં દર્શનની માંડણી કરે છે. સાંખ્ય દર્શનમાં જે પ્રકૃતિ-પુરૂષને વિવેક છે તેમ જ વેદાંતમાં જે નિત્યાનિય છે તે જ જન દર્શનમાં છવ-અજીવને વિવેક છે. આવા વિવેકને ઉદય તે જ સંખ્યદર્શન કહેવાય છે. આવા દશનથી જ આધ્યાત્મિક વિકાસક્રમમાં ચોથા ગુણસ્થાન કે ચોથી ભૂમિકામાં પ્રવેશ થાય છે.
કવિ કથન કરે છે તે કઈ ભૂમિકાએથી એ સમજીએ તે જ એના કથનને ભાવ સમજાય. અને કવિની ભૂમિકા આનંદધન કે શ્રીમદ્ રાજચંદ્રની પેઠે સમ્યગ્દર્શનની જ છે એમ માની લેવું જોઇએ. સમ્યગ્દર્શન એટલે આધ્યાત્મિક વિવેક. આ વિવેકમાં સાધક મુખ્ય પણે શ્રદ્ધાની ભૂમિકા ઉપર ઉભે હોય છે, છતાં એમાં એને પિતાના સંપ્રદાયમાં થઈ ગયેલા અનુભવી ઋષિઓના જ્ઞાનને વારસે પ્રતીતિકરૂપે હોય જ છે. સમ્પ્રદાય ભેદને લઈને આધ્યાત્મિક સાધકની ભાષા બદલાય, પણ ભાવ બદલાતું નથી. આની સાબીતી આપણને દરેક સંપ્રદાયના સતેની વાણીમાંથી મળી રહે છે. દેવચંદ્રજીએ બીજી કડીમાં સૂચિત કરેલ ઉપર્યુક્ત ચાર તે પૈકી જીવ અને અજીવ એ બે તત્વે સત્તત્વના અર્ધાતુ વિશ્વસ્વરૂપના નિદર્શક છે,
જ્યારે સ્ત્ર અને બંધ એ બે તવ જીવનલક્ષી છે, અનુભવાતું વકવન નથી એકલું ચૈતન્યરૂ ૫ કે નથી એકલું જડરૂ૫. એ તે બન્નેનું અકળ મિશ્રણ છે. તેના પ્રવાહની કોઈ આદિ લક્ષમાં આવે તેવી નથી. તેમ છતાં આધ્યામિક દ્રષ્ટાઓએ વિવેકથી એ વનનાં બે તવે એકમેકથી જુદાં અને સાવ સ્વતંત્ર તારવ્યાં છે. એક તવમાં છે શાશકિત અગર ચેતના તે બીજામાં છે જડતા. ચેતનસ્વભાવ જેમાં છે તે જીવ અને જેમાં એ સ્વભાવ નથી તે કમે અજીવ. એ જ બે તને અનુક્રમે સાંખ્ય પુરૂષ અને પ્રકૃતિ કહે છે, જયારે વેદાંત બ્રહ્ના અને માય અગર આમા-અનાત્મા કહે છે. દેવચંદ્રજી જીવ અને જડને જેવી રીતે વિવેક દર્શાવે છે તેવી જ રીતે સાંખ્ય અને વેદાંત આદિ દશમાં પણ છે અને એ દશનામાં પણ આધ્યામિક પ્રગતિ માટે એવા વિવેકનો ઉદય અનિવાર્ય રીતે સ્વીકારાયેલે છે, અને તે જ સમ્યગ્દશન તરીકે પણ લેખાય છે.' અપૂર્ણ
પંડિત સુખલાલજી. ગયા અંકમાં પ્રગટ થએલ ઇનમિ નિબંધ વિષે પત્રવ્યવહારનું ઠેકાણું નીચે મુજબ છે.
ઇનામી નિબંધ સમિતિ C/o આત્માનંદ જન સભા. ૧૭, ધનજી રટ્રીટ મુંબઈ ૩,
સદ્ગત જયંતિલાલ ચીમનલાલ શાહ.
અનેકરના વસુધરા' એ કહેવત મુજબ આજે જેને વિશાળ જનસમાજ બહુ જાણતા નથી તેવા અનેક સમાજસેવકો નાના મેટા ખુણે કોમના નામે, ગામના નામે, ધર્મના નામે જનતાના નાના મોટા વિભાગની સેવા કરી રહ્યા છે અને એ સેવા જનતાને એક યા બીજા પ્રકારની રાહત આપીને આજના વિષમ કાળમાં ટકી રહેવાનું, બે ડગલાં આગળ વધવાનું બળ આપે છે અને તેવા એકાદ કાર્યકર્તાને જ્યારે કાળ પોતાના મોઢામાં ઝડપી લે છે ત્યારે દુનિયા તે ચાલતી હતી એમ જ ચાલતી દેખાય છે, પણ જે ક્ષેત્રમાં તે વ્યકિત કામ કરતી હોય છે તે ક્ષેત્રમાં તેની ભારે મેટી ખાટ પડી જાય છે અને પાછળથી તેનું કાર્ય ઉપાડી લેનારના અભાવે તેનું આદયું અધરૂ રહી જાય છે. આવા એક અલ્પ પ્રસિદ્ધિને પામેલ ભાઈ જયંતીલાલ ચીમનલાલ શાહના તા. ૧-૧૧-૪૭ ના રોજ નિપજેલ અવસાનની નોંધ લેતાં બહુ દિલગીરી થાય છે. તેઓ અમદાવાદના વતની હતા અને ત્યાંની જૈન વીશા શ્રીમાળી જ્ઞાતિ એ તેમનું મુખ્ય કાર્ય ક્ષેત્ર હતું. તેઓ પોતાની જ્ઞાતિ માટે ઉભું કરવામાં આવેલ એક દવાખાનું બહુ જ વ્યવસ્થિત રીતે ચલાવતા હતા અને તેને લોભ સંખ્યાબંધ ભાઈ બહેન લેતા હતા. તે દવાખાનાને સાધારણું સ્થિતિમાંથી બહુ મોટા પાયા ઉપર તેઓ લઈ ગયા હતા. આજે તે સંસ્થા અમદાવાદની વીશા શ્રીમાળી જ્ઞાતિને એક મહાન આશીર્વાદરૂપ બની રહી છે. આ ઉપરાંત પોતાની જ્ઞાતિના પ્રાથમિક તેમ જ આધ્યાત્મિક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકે, શિષ્યવૃતિઓ તેમ જ કલાસ ફી વગેરેની મદદ મળે તે માટે આજથા તેણે વર્ષ પહેલાં તેમણે એક કાળે ઉભે કર્યો હતો અને તે કાર્ય પાછળ અત્યન્ત પરિશ્રમ લઈને અન્ય સાથીઓના સહકારથી આજસુધીમાં તેમણે સાડાચાર લાખ રૂપી આ એકઠા કર્યા હતા અને પિતાની કામના વિદ્યાર્થીઓ માટે એક મેટી સગવડ ઉભી કરી હતી. આ યોજનાનો લાભ લેતાં કોઈ પણ વિદ્યાર્થીના માબાપ જરા પણ સંકોચ ન કરે તે માટે જ્ઞાતિ તરફથી એવો પ્રબંધ કરવામાં આવ્યું છે કે જ્ઞાતિના શ્રીમંત, મધ્યમ કે ગરીબ સ્થિતિના સૌ કોઈ વિદ્યાર્થીઓએ પિતાને ભણવાનાં પાઠય પુસ્તકે આ સસ્થા પાસેથી જ મફત લેવા. આ સેવાના બદલામાં પાછળથી તે વિધાર્થીના મા-બાપ એ સંસ્થામાં દાન તરીકે નાણું ભરે એ જુદી વાત છે. આ કાર્યું પાછળ તેમણે સમય તેમ જ શકિતને ઘણે ભાગ આપ્યું હતું. તેમને સ્વભાવ અત્યન્ત માયાળ, નમ્ર અને નિરભિમાની હતા. તેમના અકાળ અવસાનથી અમદાવાદની વીશા મા માળા કામને એક સાચા દિલના સેવાભાવી કાર્યકર્તાની માટી ખેટ પડી છે. મુંબઈમાં જૈન હાઉસીંગ સોસાયટીઓ ઉભી
કરવાની ખાસ જરૂર શ્રી. કાન્તિલાલ જગજીવ ચોકશી આ સંબંધમાં જણાવે છે કેઃ
અત્યારના સંગમાં હાઉસીંગ સોસાયટીની સ્થાપના કરી મકાન જે તૈયાર કરવામાં આવે તે મકાનની હાડમારી દૂર કરીશકાય. વધુ ફાયદો તે એ છે કે મધ્યમ વર્ગના કુટુંબને જીદગી સુધી ભાડુઆત તરીકે ભરવું પડતું ભાડું બચાવી તેઓ પોતાનું મકાન નિપજાવી શકે, અને સહકારની પધ્ધતિએ જીવન જીવવાને અને વિકસાવવાની તેમને રસ્તા મળે. આવી સહકારી મંડળીઓની સ્થાપના અમદાવાદ પુના વગેરે સ્થળોમાં જોવામાં આવે છે. જ્ઞાતિવાર પણુ આવી મંડળીએ રચી એક એકમ તરીકે પોતાના જ્ઞાતિવ્યકિતત્વને દરેક દૃષ્ટિએ ખીલવી શકાય. આવી જન સહકારી મંડળીઓ અમદાવાદમાં જોવામાં આવે છે, જ્યારે મુંબઈ જેવા વગદાર શહેરમાં આવી એક પણુ મંડળીની હયાતીની જાણ નથી. મુંબઇ-} આગેવાન જન સંસ્થાઓ મુંબઈમાં અાવી સહકારી મંડળની સ્થાપવામાં સક્રિય રસ લે તે જૈન સમાજને તે અતિ ઉપયોગી ભેટ તે સંસ્થાઓ તરફથી મળે, એટલું જ નહિ પણ તે સંસ્થાએ પિતાની વગ વાપરીને આવી વધુ મંડળીઓ જુદાં જુદાં પરાંઓમાં જન સમાજ માટે સ્થાપી શકે, મુંબઈની આગેવાન જન સંસ્થાઓ આ પ્રવૃત્તિ હાથમાં લે તે જન સમાજના વિવિધ તવે સાથ આપવામાં પાછી પાની નહિ કરે એમ હું ચોક્કસ માનું છું.”