SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પ્રશુદ્ધ જૈન માન્યતા તેમને હ્રાડે!હાડ વ્યાપી હેય તે તે સ્વાભાવિક છે. જન પરપરાની ભૂગાળમાં મહાવિદેહ નામના ક્ષેત્રનું ખાસ સ્થાન છે. જંબુદ્રીપ ઉપરાંત ખીજા ખંડમાં પણ ભાવિદેતુ નામનાં ક્ષેત્રે છે. અને તે બધાં મળી પાંચ છે. મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વિચરતા હાય ઍવા વીશ જિતેનુ અસ્તિત્વ જૈન પરંપરા સ્વીકારે છે. એ વિધમાન તીય કરા વિહરમાણુ જિન કહેવાય છે. જેને ઉદ્દેશી પરંતુત સ્તવન રચયું છે તે વીશ પૈકી અગીયારમા છે અને તેમનું નામ વધર સ્વામી છે. વીશ વિહરમાણુમાં પહેલાં જિન તરીકે ‘સીમધર' સ્વામીનું નામ આવે છે. અને આ નામ બાકીના વિદ્ધરમાણેા કરતાં એટલુ બધુ પ્રસિદ્ધ છે કે એવા ભાગ્યે જ કાઈ જૈન હશે કે જેણે સીમધર સ્વામીનું નામ સાંભળ્યું ન હાય, એમનુ પદ્મવિજયજીકૃત ‘સુણા ચા’થી શરૂ થતું સ્તવન જેટલુ ભાવવાહી છે તેટલુ જ જાણીતુ' છે. સીમંધર સ્વામીનું નામ લેતાં જ મહાવિદેહ ક્ષેત્ર અને તેમાં વિચરતા ખીજા જિનેનુ` કલ્પનાચિત્ર મન સમક્ષ ખડુ થાય છે. સીમધર સ્વામી અત્ય’ત પ્રસિદ્ધ હાઇ તેમના નામની આસપાસ અનેક ચમત્કારી વાતા તેમજ માત્ર શ્રધ્ધાથી જ માની શકાય એવી ગૂથણીઓ ગૂંથાયેલી છે. અને તે જૈન પરંપરાના કઇ કે તે એક ફિરકા માત્રમાં નહિ પણ તેના દરેક દરેક ક્િરકામાં અસ્તિત્વ ધરાવે છે, અને તેવી ગૂંથણીએના પુરાવા લગભગ પંદરસેા વ જેટલા તેા જૂના છે જ. જેવી રીતે દિગંબર પરપરામાં આચાય શ્રી કુંદકુંદના શ્રુતની પ્રતિષ્ઠાના આધાર તેમના પેાતાના મહાવિદેહ ક્ષેત્રમાં જવા ઉપર તેમ જ ત્યાંથી સીમધર સ્વામી પાસેથી તે શ્રુત લાવવા ઉપર છે તેવી જ રીતે આચારાંગ અને દશવૈકાલિકની ખબ્બે ચૂલિકાઓની પ્રતિષ્ઠાના આધાર પણ સ્થૂલિભદ્રની હેનેાએ જાતે જઇને સીમ ધર સ્વામી પાસેથી તે ચૂલિકા લાવવા ઉપર છે. ગમખ્રુનથી આગળ વધી -ત શ્રુતના સમયમાં પણ આવી જ એક ઘટના નાંધાયેલી છે. જૈન ન્યાયમાં પ્રસિધ્ધ એવા એક શ્લોક મહાવિદેહ ક્ષેત્રમાંથી લાખ્યાની નોંધ પણ જૂની છે. આટલી હકીકત જૈન પરંપરાનુ શ્રદ્ધાળુ માનસ સમજવા માટે પૂરતી છે. આવું શ્રધ્ધાળુ માનસ જો અત્યારના વૈજ્ઞાનિક અને પરીક્ષાપ્રધાન યુગમાં પણ પેાતાનુ કાર્ય કર્યે જતુ હાય અને શ્રી કાનજીમુનિ જેવાની મહાવિદેહ ક્ષેત્રમાં સીમધર સ્વામીને જઈ મળી આવ્યાની વાતે વિષે કશી જ શંકા ઉઠાવતુ ન હેાય તે આજથી અઢીસે વર્ષ જેટલા જીના સમયમાં વર્તમાન શ્રી દેવચંદ્રજી મહારાજ પાતાની કૃતિમાં એ મહાવિદેડની જૂની પરંપરાને લઇને કાંઇ વધ્યુન કરે તે તેમાં અચરજ કે શકાને સ્થાન જ કેવી રીતે હાઇ શકે? તા ૧૧-૧૧-૪૭ કલ્પના ભલે ન હાય, પશુ એમના સ્તવનના ભાવ પૂરેપૂરો સમજવા માટે રૂઢશ્રદ્ધાળુ અને પરીક્ષક શ્રધ્ધાળુ બન્ને માટે ઉપર સૂચવેલ મહાવિદેહ તેમજ વિહરમાણુ જિનની આધ્યામિક કલ્પના એક સરખી ઉપયોગી છે, તેમ જ નિશ્ચયષ્ટએ વિચાર કરતાં એ જ છેવટે ધાર્મિક પુરૂષને આધ્યાત્મિક જીવન જીવવામાં સહાયક બની શકે તેમ છે, એ પશુ સંભવ છે કે પ્રચી । કાળના ચિદંતકાએ મૂળમાં એવી જ કોઇ આધ્યાત્મિક કલ્પનાને સાધારણુ જનતાને ગ્રાહ્ય બને એ દૃષ્ણુિએ રૂપકનું સ્થૂલ રૂપ આપ્યું હાય અને સાધારણ જનતા તે જ રૂપને વાસ્તવિક માનતી થઈ ગઇ હાય, અને જતે દિવસે તે રૂપકે કથાસાહિત્યમાં અને ખીન્ન પ્રસંગે માં વાસ્તવિકતાના ઊંડા મૂળ નાંખ્યાં હાય. શ્રધ્ધાળુ કે પરીક્ષક બન્ને પ્રકારના ધાર્મિક તત્વજ્ઞે તે એક સરખી રીતે સમજાય એવે ભાર પ્રસ્તુત સ્તવનમાંથી તારવવે એ અહિં મુખ્ય ઉદ્દેશ છે. જળ, સ્થળ અને આકાશના માલેમાઇલની નોંધ રાખવા મયતા અને ચંદ્રલોક તેમ જ મગળગ્રહના પ્રદેશ સુધી પહેાંચવા પ્રયત્ન કરતાં એવા વČમાન યુગની ભૌગોલિક તેમ જ ઐતિહાસિક દૃષ્ટિને આપણે સતેષી ન શકીએ તે પણ આપણાં માટે એટલું પૂરતુ છે કે મહાવિદેહ અને તેમાં વિચરતા વિહરમાણુ તીથ કરીને કવિનું એક રૂપક માની તેના કલ્પનાચિત્રમાંથી કુલિત થતા ભાવેાને જ સમજીએ, અને પ્રસ્તુત સ્તવનને અર્થ એ દૃષ્ટિએ તારવીએ, મહાવિદેહ એ બ્રાહ્મણુ, બૌધ્ધ અને જૈન શાસ્ત્રોમાં આવતા વિદેઢુ દેશજ છે કે ખીજો કા જૈનમાન્યતા મુજબના દરતી સ્વતંત્ર પ્રદેશ છે અને તેમાં વિચરતા કહેવાતા કઈ તીર્થંકર છે કે નહિં એ તપાસી તે વિષે નિણૅય આપવાનું કામ અત્યારે અપ્રસ્તુત છે. તેમ છતાં પ્રસ્તુત વિવેચન તા એટલા આધારે પણ કરી શકાય તેમ છે કે આધ્યામિક દૃષ્ટિએ, દેઢુ ઉપરની મમતાથી મુકત હેવું એ મહાવિદેહ ક્ષેત્ર અને એવી સ્થિતિમાં જીવન જીવનાર, હાય તે હરકેાઇ વિહરમાણુ જિન, દેવચંદ્રજી મહારાજની દૃષ્ટિમાં આવા મહાવિદેહ અને આવા વિહરમાણુની કલ્પના સ્તવનનું સામાન્ય સ્વરૂપ પ્રસ્તુત સ્તવનમાં ચાર પાદની એક એવી સાત કડીઓ છે. સ્તવન પ્રધાનપણે વિનતિરૂપ હોવાથી એ વાટે મુખ્યપણે કવિને ભક્તિયોગ યા શ્રધ્ધાતત્ત્વ જ વહેતું દેખાય છે. તેમ છતાં એ ભક્તિ જ્ઞાનયોગથીયા વિવેકજ્ઞાનથી શૂન્ય નથી. એક ંદર રીતે આખું સ્તવન જ્ઞાનયેગ અને ભક્તિયોગના સુમેળ પૂરા પાડે છે, જેને જન પરિભાષામાં સમ્યગ્દર્શન કહેવાય. ભક્તિતત્ત્વ પ્રધાન હોવાથી કવિના ભક્તિપ્રઋણુ ઉદ્ગાર ભકિતને જ અનુરૂપ એવા લહેકાદાર કામળવી છંદમાં પ્રગટ થયા છે. અકિતતત્ત્વમાં ભકત તેમ જ ભકિતપાત્રનુ મૈં ઔાય તે અનિવાય છે. એટલું જ નહિ પણ તેમાં ભકિતપાત્ર પ્રત્યે ભકત અતિ નમ્રન વે-અતિ દીનભાવે–જાણે પોતાની જાતને તદ્દન ગાળી ન દેતે હૈાય તેવા લાધાથી ઉભા રહી પેતાની વીતક કથા અનુતાપયુકત વાણીમાં કયે છે. તેથી એ કથામાં શૌય કે પરાક્રમને વ્યકત કરે એવા ઉદ્દીપક શબ્દો અગર છંદને સ્થાન નથી હેતુ'. પણ એવા આંતરિક અનુતાપવાળા ઉદ્ગાર માં નમ્રપણું. અને દીનપણું વ્યકત કરે એવા જ છ૬ સાહજિક બને છે. કવિએ જૈન અને વૈષ્ણવ પૂર્વાચાર્યોએ વાપરેલ એવા જ છદની પસંદગી કરી છે. એની હલક એવી છે કે જો ગાનાર યોગ્ય રીતે . ગાય તે એમાંથી કવિના હૃદયમાં પ્રગટ થયેલ અનુનાપયુકત ભકિતભાવ અને વિવેક એ બન્ને, અના ઉડા વિચાર સિવાય પશુ, શ્રોતાનાં મન ઉપર અંકિત થાય છે. દરેક પાદને અંતે આવતે અનુપ્રસ ગેય તત્ત્વની મધુરતામાં ઉમેરા કરે છે અને શ્રોતાના મન ઉપર એવે રણકારા પાડે છે કે તે ફરી ફરીને સાંભળવાની કે ગાવાની લલચ સેવ્યા જ કરે અને એ સેવનના પુનરાવર્તનમાંથી અના ઉંડાણમાં આપોઆપ સરતા જાય. પહેલી કડી વિહરમાન ભગવાન, સુણેા મુજ વિńત, જગતારક જગનાથ, છે ત્રિભુવનપતિ; ભાસ લેાકા લેાક, તેા પણ વિતક વાત, નિષે જાણા છતી, કહું' છું તુજ પ્રતિ, ૧. કવિ જાણે છે કે રતુલદેવ સર્વજ્ઞ હાવાથી પેાતાનું વકતવ્ય પણ જાણે છે, અને તેથી તેમના પ્રત્યે કાંઇ પણ કહેવું એ તા માત્ર પુનરૂક્તિ છે—પિષ્ટપેષણુ છે. આમ જાણવા છતાં કવિ પુનઃરૂક્તિ અને પિષ્ટપેષણુના દેષ વહેારી લે છે તે એના હૃદયગત સાચા અનુતાપનું સૂચન છે. જ્યારે હૃદયમાં ખરેખરા અનુતાપ એટલે કે ભૂલના હુબહુ ચિતાર ખડા થાય છે ત્યારે માણુ પુનરૂક્તિ કે પિષ્ટપેષણુદેષ વહેરીને પણ પોતાનુ દિલ પેાતાના ભક્તિપાત્ર પ્રત્યે ખાલી કર્યા વિના રહી શકતા નથી. એ જ વસ્તુ પડેલી કડીમાં સૂચિત થાય છે.
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy