________________
તા. ૧-૧૧-૪૭
પ્રસંગે પશુ એ જ વાત બતાવતા હાય એમ લાગે છે અને શ્રી મહાવીર ભગવાનને આખા ઇતિહુાસ, એ જ વાત બતાવે છે. આવા વિશાળ ધમમાં ભગવાનના મંદિરમાં અમુક પ્રાણી પ્રવેશે કે નહિં એવા પ્રશ્ન. મને ધની નજરે, ઇતિહ્રાસની નજરે, પ્રચારને અંગે, અને મૂર્તિપૂજાની આખી ભવ્યતાને અંગે ભારે દુઃખ કરાવનાર અને મૂળગત બાબતને સ્પર્શતા લાગે છે.
છતાં એમાં આગ્રહને કાંઇ કારણ નથી. મેં આ સવાલને અનેક દૃષ્ટિબિંદુથી અતિ વિદ્વાન મુનિરાજો અને નિષ્ણુાત જૈન પડિતા સાથે ચર્ચ્યા છે અને એક પણ સૂત્ર એવુ લાધ્યું નથી કે જેની રૂએ ઢેઢ જાગીને મંદિરમાં પ્રવેશ કરવાની ધદૃષ્ટિએ ના કહી શકાય. શારીરિક સ્વચ્છતાની વાત જુદી છે અને તે તે સર્વ પ્રાણીને લાગુ પડતી છે, પણ અમુક કુળમાં ઉત્પન્ન થયા તે ખાતર તે મંદિરમાં આવી શકે નહિ એ વાત મને સમજાણી નથી. કાષ્ઠ વિદ્રાન શાસ્ત્રના • પાઠો કે દાખલા સાથે સમજાવે તે મને વિચાર કરવાને વાંધે નથી. પશુ હું અમુક સસ્થામાં જઉ આવુ છું તેથી મારા પૂર્વગ્રહ બંધાઇ ગયે છે એ આક્ષેપ્ત અનુચિત છે. મેં વરસે પહેલાંથી જિજ્ઞાસારૂપે મહાન આચાર્યં સાથે આ જ પદ્ધતિએ વાત કરી છે. અને હજુ સુધી આ અભિપ્રાય ફેરવવાનુ એકપણુ કારણ મને મળ્યું નથી.
બીજો સવાલ હાલમાં ચર્ચાય છે તે જૈન ’તે હિંદુ શબ્દમાં સમાવેશ કરવો કે નહિં તેને અંગેના છે. આ સવાલ બહુ સાદે છે અને વિચાર કરીને સમજવા જેવો છે.
શબ્દ
શબ્દ પરથી એ શબ્દ
હિંદુ શબ્દ આધુનિક છે. તમને જુના સાહિત્યમાં એ મળશે જ નહિં. ‘ સિન્ધુ આવ્યા છે. 'િદુસ્તાન માટે અસલ શબ્દ ભારતવર્ષ છે. ભારતવર્ષના લાકા માટે એક શબ્દ નહેાતા. તેમાં હિંદુસ્તાન શબ્દથી મેળામ્યા અને ત્યાંના અસલ રહેનાર અને ત્યાં સંસ્કાર મેળવનાર માટે એ શબ્દના ઉપયોગ થયો. એને માટે કારિકા નાચે પ્રમાણે જાણીતી છે.
श्रासिंधुसिंधुपर्यंता यस्थ भारतभूमिका, जन्मभूः पुष्यभूश्चैव स एव हिंदुरिति स्मृतः
એટલે સમુદ્રથી માંડીને સિન્ધુ નદી સુધીની ભારતભૂમિકા જેની જન્મભૂમિ અને ધર્માંપત્તિભૂમિ હાય તે હિંદુ કહેવાય.
જન્મભૂમિ અને ધર્માંના ઉદ્ભવની ભૂમિ હિંદી કે બંગાળી મહાસાગરથી માંડીને સિંધુ નદીની વચ્ચેના પ્રદેશમાં ભારતભૂમિમાં હાવી જોઇએ. તે જેની હુંય તે હિંદુ કહેવાય. એમાં મુદ્દો એવો છે કે તેની પોતાની ઉત્પત્તિનું સ્થાન અને ધર્મના મૂળનું ઉદ્ભવસ્થાન એ અને ભારતભૂમિમાં હોય તે હિંદુ. એ રીતે સિલેનીઝ કે જાપાનોઝના મીતે બુધીઝમ વગેરે ઉદ્દભવનું સ્થાન ભારતભૂમિ ખરી પણ એમની પેાતાની જન્મભૂમિ ભારતવર્ષ નહાવાથી તે હિં'દુ નહિ. તે જ પ્રમાણે પારસીઓની જન્મભૂમિ ભારતવષે ખરી પણ ધર્માંદ્ભવ (ઝેરા આરટીઆનીઝમ) તે ઉદ્દભવ ઇરાનમાં એટલે એ હિંદુની વ્યાખ્યામાં ન આવે. એ જ ધેારણે મુસલમાન (ખા, મેમણ પઠાણુ, વારા, શિયા) વગેરેને જન્મ ભારતભૂમિમાં ખરા પણ એના ધર્મના ઉદ્દભવ અરબસ્તાનમાં માટેએ હિંદુ નહિ.
આ વ્યાખ્યા પ્રમાણે જૈનને હિંદુ ગણવામાં આવે તે વાંધ દેખાતા નથી. હિન્દુ એટલે વેદને અનુસરનારા વેદાનુયાયી કે વેદને અપૌક્ષ્ય ગણનારા એવા અથ' થતા નથી અને એ વાત સ્વીકારાયલી છે. હિન્દુ મહાસભા એ ધેારણે જ ચાલે છે.
જો હિંન્દુ શબ્દથી વેદને માનનારા એવા અર્થ થતા હાય તે જૈન હિન્દુ ન ગણાય, પણ ભારતવર્ષમાં ઉત્પત્તિ અને ધમભૂમિ જેની હાય તેને હિંદું ગા એ વ્યાખ્યા માન્ય હોય તે જૈનતે સાથે ગણવામાં વાંધે નથી. હિંદુ શબ્દની આ સ્વીકારાયલી વ્યુ.ખ્યા છે. બાકી મોટી સંખ્યામાં હિંદુ વેદના અનુયાયી હાવાથી
પ્રબુદ્ધ ન
હિંદુ શબ્દમાં ગણાવા જતાં જૈને પણ વેદના અનુયાયી થઇ જશે એ ભય અસ્થાને છે. અત્યારે આવા ભેદને સ્થાન નથી અને જરૂર પણ નથી. નૈયાયિક સાંખ્ય વૃદાંત યાગ પૂર્વ મિમાંસા ઉત્તર મિમાંસા એ વેદવિહિત સ'પ્રદાયા છે. - એ ભારતવષય ભા છે. તે જ માત્ર હિંદુ છે એવુ નથી. આ દૃષ્ટિએ વિચારતાં અને જનાને વેદ'નુયાયી સાથે થયેલા સપર્ક સબંધ અને નાની સંખ્યાને અંગે ઉપજતી પરિસ્થિતિને અંગે જંનેને જુદા ગણાવું પાલવે કે પરવડે તેવું પણ નથી. રીતરિવાજ, કાયદા અને જીવન, અરસ્પરસ એટલા બધા આતપ્રેત થઇ ગયા છે કે જુદા પાડવામાં અનેક વિચારક તત્ત્વો વ્યવહારની દૃષ્ટિએ પશુ વિચારવા જેવા છે, અને કન્યા વ્યવહાર, ભેજન વ્યવહાર અને નવયુગતી સ્વતંત્ર વિચારસરણી તથા ગામડાંના જનેની એકલ અટુલી સ્થિતિ પર વિચાર કરતાં ભારતવષ થી છુટા પડવુ' એ ઇચ્છનીય પણ નથી. આ વાત ગંભીર વિચારણા માગે છે એમાં તાત્કાલીક આવેશમાં આવી જવા જેવુ' નથી, છતાં એક વાત ચેકખી છે. ૬. વેદતે આધારભૂત માનનાર એ જ જો હિં‘દું ગણવામાં આવે અને ઉપરની વ્યાખ્યા સ્વીકારાય નહિ તે જૈને હિંદુ નથી. એટલે િંદુ શબ્દની વ્યાખ્યાની ચેખવટ કરવા જેવુ છે. બાકી જનાએ ગભરાવાતી કે ઉતાવળું પગલું ભરી નાખવાની જરૂર નથી.
૧૨૯
ઉપરના વિષયે પર મૂળ પાઠે, દાખલાઓ અને વિદ્વાનાના અભિપ્રાયા રજૂ કરવા જેટલા સમય રહ્યો નથી, તેથી બહુ મુદ્દાઓ અગત્યના લાગ્યા તે અત્રે રજૂ કર્યાં છે. આયદે એ વિષય પર વિસ્તારથી લેખ લખવાની ઇચ્છા છે. આવા વિચારા જાહેર કરવામાં રહેતુ જોખમ અને જવાબદારીના પૂરતા ખ્યાલ રાખી ધણા સમયથી મનમાં ધડાયલા વિચારેને મૂર્ત સ્વરૂપ આપ્યું છે તેને અંગે કોઇ પર આક્ષેપ કરવાના છરાદો નથી. હું જૈન ધમ' જેવા સમજ્યા છું તેવા આકારમાં તેને ભાવી વિકાસની દૃષ્ટિયે અત્રે રજુ કર્યાં છે. મેાતીચઢ ગીરધરલાલ કાપડીયા (જૈન પત્રમાંથી સાભાર ઉષ્કૃત) ઈનામી નિબંધ
શ્રી આત્માનંદ જૈન સભાના મંત્રીએ જણાવે છે કે સામાજીક રાજકીય અને ધાર્મિક દ્રષ્ટિએ જૈન સમાજનું ભાવિ' એ વિષયપર ગુજરાતી અથવા હિંદીમાં નિબંધ લખી મેાકલવા માટે તમામ જૈન અમે અને હેને તથા સાધુયત્તિવ તે વિનંતિ કરવામાં આવે છે. આ નિબંધમાં શ્રમણસંસ્થા, શ્રાવકસંસ્થા, આદિત્ય મંદિર, તીર્થાં, વ્યાપાર ઉદ્યોગ, રાજકીય સમસ્યા વગેરેને નુતન યુગની દૃષ્ટિએ સંપૂર્ણ રીતે વીચાર થવા જોઇએ.
૧ નિબધ ૪૦૦ લીટી જેટલા હવે જોઇએ.
૨ ફુલસ્કેપ કાગળની એક બાજુ લખેલે હેવા જોઇએ. ૩ તા. ૩૧-૧૨-૪૭ પહેલાં નીચેના સ્થળે પહોંચતા કરવા જોઇએ.
આ નિબ’ધની પરીક્ષા નીચેના બધુએની બનેલી સમીતી કરશે. (૧) શ્રી મોતીચ ́દ ગીરધરલાલ કાપડીઆ, (૨) શ્રી તેચં ́દ ઝવેરભાઇ શાહ,
(૩) ધીરજલાલ ટામ્રરસી શાહ.
નિબંધો પૈકી પ્રથમ આવનારને રૂા. ૧૦૧, તથા બીન આવનારને રૂા. ૫૧ નુ ઇનામ આપવામાં આશે,
આ નિબંધ પ્રગટ કરવાને સર્વ હક સંસ્થાને હસ્તક
રહેશે.