________________
૧૨૨
તા. ૧૫-૧-૪૭.
ધર્માશિક્ષણને જેટલો આગ્રહ રાખે છે, ઓછામાં ઓછું તેટલું બહુમાન તે ધર્મશિક્ષક પ્રત્યે તમારે રાખવું જ ધટે. જો તમે ધર્મશિક્ષકને હાર્દિક આદરથી નહીં જોતાં હે અગર ન જોઈ શકે તો ખરી રીતે એમાં ધર્મશિક્ષણની જ હત્યા છે. જૂની પ્રણાલીમાં દેશ જોનાર નવા શિક્ષિત ગણાતા વર્ગે પિતાને આશ્રયે ચાલતાં વિદ્યાલય કે છાત્રાલયમાં પણ ધર્મ કે તત્ત્વજ્ઞાનના શિક્ષણ વિષે કોઈ ધ્યાન ખેંચે એ સુધારે કર્યો નથી એ એક દેવ છે. ઘણીવાર એમ જ લાગે છે કે નવશિક્ષણ પામેલ વકીલ, સેલીસીટર, બેરીસ્ટર, ડોકટર, કે વ્યાપારી-એ બધા નવી સંસ્થાઓમાં ધર્મ અને તત્વજ્ઞાનનું શિક્ષણ આપે–અપાવે છે તે માત્ર તીર્થ પુરે હિતની વૃત્તિ જેવું છે. એવા પુરોહિતે જે તીર્થમાં રહે તેની પવિત્રતા અને મહત્તાનાં ગુણગાન કરે છે તે ફકત યાત્રાળુઓની શ્રદ્ધા સતેજ કરી તે દ્વારા ધન મેળવવા. કેમકે પહિતે પોતે જ એ તીર્થોની પવિત્રતા ભાગ્યે જ સાચવતા હોય છે. એ જ રીતે ઘણીવાર કહેવાતી નવી સંસ્થાને સુત્રધારે પણ ભલે ધર્મ અને તત્વજ્ઞાનના શિક્ષણના નામે ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર ધનવાનોની શ્રદ્ધાને સંસ્થાના હિતમાં દેરવાની સદ્ગત્તિથી પ્રેરાયા હેય, છતાંય તેઓ છેવટે ધર્મ અને તત્વજ્ઞાનના શિક્ષણમાં મહત્વને કઈ ફેરફાર કરી શકતા નથી. અને જૂની પાઠશાળાઓની નવી આવૃત્તિ ઊભી કરતા દેખાય છે. વિશેષતા એ હોય છે કે જુની પાઠશાળાના
કે કુલા વિદ્યાર્થીઓ બંડખેર નથી હોતા, જયારે કોલેજ અને યુનીવર્સીટીના છાત્રે પૂરા બંડખેર હોવાથી વિદ્યાલય કે છાત્રાલયના સંચાલકની પૂરેપુરી ઠેકડી કરે છે. અને એ રીતે ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાનની વગોવણું થાય છે તેથી આ પ્રશ્ન નવેસરથી તકાળ વિચારણા માગે છે.
પ્રાચીન પુસ્તકોના આજના સંપાદક પ્રાચીન પુસ્તકનાં પ્રકાશન અને સંપાદનને નાદ લાગે છે તે એક રીતે સારી જ વસ્તુ છે. પણ દુવે એમ બન્યું છે કે આ ક્ષેત્રમાં કામ કરનાર માટે ગુરૂવર્ગ કે પતિવર્ગ એ દ્વારા સમાજ કે જ્ઞાનની કોઈ ઉન્નત ભૂમિકા સાધવાને બદલે પિતાપિતાની નામને, પિતાપિતાની જુદી પેઢી અને પોતપોતાના જુદા કાને પોષવા ખાતર
જ, કચરાપટ્ટી જેવાં પ્રકાશન કે સમ્પાદનકાર્યમાં સમાજની અને પિતાની સમગ્ર શક્તિને અપવ્યય કરે છે. જ્ઞાનમાં કે વિચારમાં ન ફાળે આપવાની વાત તો બાજુએ રહી, પણ ઘણી વાર એવાં ભાષાન્તરે અને નવી ટીકાઓ રચાતાં છપાતાં દેખાય છે કે જ્યાં મૂળને સમજવા માટે એક ગુરૂની જરૂર હોય ત્યાં તેની સંસ્કૃત ટીકા સમજવા અનેક ગુરૂની જરૂર પડે. જુદા જુદા ચાકાની સ્પર્ધા પણ એવી કે એક સાધુ અણસમજુ શ્રદ્ધાળુ શ્રાવકને અમુક ગ્રંથનું મહત્વ હસાવી તેની મદદ લે તે બીજે તેથીય ઉતરતા ગ્રંથનું તેથીય વધારે મહત્વ પિતાના અણસમજુ શ્રાવકને સમજાવી તેની પાસેથી વધારે મદદ લે. આમ જ્યાં દેખો ત્યાં પ્રકાશન સંસ્થાની અવિવેકી હરિફાઈને લીધે નથી એગ્ય સાહિત્યનું યોગ્ય રીતે સમ્પાદન થતું, નથી જરૂરી નવું તવ દાખલ થતું કે નથી પિષ્ટપેષણ અટકતું.
મતભેદો અને પક્ષાપક્ષીનાં તુમુલ યુધ્ધ
ભારતીય દર્શન સાહિત્યની એક વિશેષતા જૈન સાહિત્યમાં પણું આવી છે. પરંતુ તે વિશેષતા ગુણરૂપે પરિણમવા કરતાં દેષરૂપે જ વધારે પરિણમી છે. એ વિશેષતા એટલે નાના કે મોટા ગમે તે મુદ્દા પરત્વે મતભેદ હોય ત્યાં બીજાનું ખંડન અને પિતાનું મંડન કરવાની શૈલી આ શિલી. માત્ર વાદરૂપ ન રહેતા વિવાદમાં પરિણામ પામી છે. એક તો જૈન સમાજ નાને, તેમાં ત્યાગી કે પંડિત વર્ગ તેથી યે નાને, તેમાં અનેક ફિરકા અને ગચ્છભેદે વચ્ચે અરસપરસ નજીવા મતભેદમાંથી મોટી તકરારો અને વિવાદો ઉભા થાય એટલે એવા પ્રસંગે શિક્ષણ વખતે વારસામાં મળેલા ખંડનમંડનની શૈલી ઉગ્ર વિવાદરૂપે અને ઘણીવાર મૂખમીસૂચક ચર્ચારૂપે બહાર આવે છે. જૈન પંડિત અને જૈન ત્યાગીઓને બધા
અંદરોઅંદર જ વાદવિવાદમાં ઉતરવું પડે છે. બીજા બળવાન સંપ્રદાય કે દેશના વિદ્વાન સમક્ષ તેઓ ભલે ચૂપકીદી પકડે, છતાં ઘણુવાર તેઓ અંદરોઅંદર આખડે છે. એવા વખતે વારસામાં મળેલ અકાતને પ્રાણુભૂત સમન્વયસિદ્ધાંત બાજુએ રહી જાય છે અને સામસામી છાવણીઓ રચાય છે. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક, દિગંબર અને તાંબર, તેરાપંથી અને સ્થાનક વારસી એ જ પક્ષે અંદરો અંદર આખડતા હતા તેય બહુ ન હતું. પણ હવે તે આ રોગ એટલે સુધી વધ્યું છે કે એક જ ફિરકાના અને એકજ ગચ્છના બે જુદા જુદા ગુરૂ ધરાવનાર પક્ષે પણું તિથિભેદ જેવી નજીવી બાબતમાં મહાયુધ્ધના મોરચા માંડે છે. અને સમાજમાં અલ્પાંશે જીવતું રહેલ સૌમનસ્ય અને ઐકય ધર્મરક્ષાને બહાને વેડફી નાંખે છે. માત્ર પંડિતો કે માત્ર સાધુઓ અંદરોઅંદર લડી મરતા હતા તે બહુ કહેવાપણું પણ ન રહેત. અહીં બંને પક્ષકારો શ્રાવકગણને પણ સંડવે છે. શ્રાવકે પણ એટલા બધા શાણા અને ઉદાર છે કે પિતાનું સમગ્ર શાણપણુ અને ઔદાય હીટલર તેમ જ સ્ટેલીનને ચરણે ધરી દે છે. મને તો એ જ નથી સમજાતું કે જેઓ મહાવતી અને મહાશાસ્ત્રધર કે મહાવકતા હોય તેઓને તેમને અહિંસા અને સ્થાવાદ સિધ્ધાંત આવા વિષમ પ્રસંગે સૂઝતે કેમ નહિ હોય અગર તેમને સદાયક થતે કેમ નહિ હોય ? જે ભગવાનના અહિંસા-અનેકાન્તના સિધ્ધાં તનું સામાજિક જીવનમાં આવું દેવળું જ કાઢવાનું હોય તે આપણે બીજા સમક્ષ કયે મેઢે તેનું મહત્વ બતાવી શકીશું? એ
જરા વિચારો અને જો આપણે આ રીતે વૈમનસ્ય અને તકરાનું | વિષપાન કરતા રહ્યા તેમ જ એવી તકરારના મેવડીઓને માન
આપતા રહ્યા તે શું આપણે એવી આશા રાખી શકીએ કે કયારેક પણ જૈન સમાજના જુદા જુદા ફિરકાઓ સર્વમાન્ય સામાન્ય સિદ્ધાંત ઉપર ખરા દિલથી એક તખતા ઊપર એકત્ર થવાના ? આજ લગી ગમે તેમ ચાલ્યું અને નળ્યું હોય પણ હવે આ સ્થિતિ એક ક્ષણ પણ નભાવી લેવા જેવી નથી. મને આવા શુદ્ધ મતભેદની મહા તકરારનું મૂળ કારણ વિચારતાં એ લાગ્યું છે કે ધર્મક્ષેત્રને કુરુક્ષેત્ર બનાવનાર પંડિતે અને ત્યાગીઓની સામે કોઈ . મહાન રચનાત્મક આદશ નથી. એટલે તેમની ફાજલ પડેલી શકિતઓ વારસામાં મળેલ ખંડનશૈલીને આશ્રય લઈ બીજા સામે બાથ ભીડવાની અશકિતને લીધે અંદર અંદર અફળાય છે. અને સમાજને છિન્નભિન્ન કરી નાખે છે. નિવારણને ઉપાય એ જ છે કે તેવા વિદ્વાન ગણાતા પંડિત અને ત્યાગીએ; સાહિત્ય, સમાજ કે રાષ્ટ્રના કોઈ પણ નવપ્રદેશમાં પિતાને રચનાત્મક ફળ આપે. જ્યારે તેઓ કાંઈ પણ નવસર્જન કરવા પ્રેરાયા હશે ત્યારે તેમને નકામાં બેસવા, લખવા કે તકરાર કરવા જેટલી ફુરસદ જ નહિ રહે. જો સમયસર કોઈ નહિં ચેતે તો થોડા જ વખતમાં તેવા વર્ગને અને તે વર્ગના
આશ્રયભૂત શાસ્ત્રને કઈ સમજદાર ભાવ પણ નહિ પૂછે. . -
ઉપરની ચર્ચા સાંભળનાર એક પ્રશ્ન જરૂર કરી શકે કે સમાજને નવસજનને ન ફાળો આપ્યાની સર્વમાન્ય કસેટી શી?
મારે ઉત્તર એ છે કે શાસ્ત્ર, શિક્ષણ, સમાજ કે રાષ્ટ્ર વગેરે કોઈ પણ ક્ષેત્રમાં કરાયેલ સર્જક પ્રયત્નનું મુલ્ય જ જૈનેતર સમાજમાં અંકાય અને જૈનેતર લો કે માટે પણ અનુકરણીય બને તે જરૂર સમજવું કે જેનેનું એ નવસર્જન સમાજને યુગાનુરૂપ
આઇ પણ નવપ્રકરવા પ્રેરાયા હે
નહિ રહે. જો
જૈન સંસ્કૃતિ સંશાધન મંડળ
પ્રારંભમાં જ કહ્યું છે કે આ ચંદ્રક અર્પણ વૈતિક નથી. જો એને પ્રેરક હેતુ શાસ્ત્રઉપાસના અને સત્ય સંશોધનવૃત્તિ હોય તે તે ચંદ્રક પણ છેવટે તેને જ કાળે જવો જોઈએ. હું અત્યારે વ્યક્તિગત રીતે સ્વીકારું તેથી તે પચે તે એવા પ્રેરક હેતુને જ. તેથી આ ચંદ્રક હું જન સંસ્કૃતિ સંશાધન મંડળી ભેટ આપું છું, કેમકે એ મંડળ પહેલેથી જ તેવા સત્ય સંશોધન