SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પ્રબુદ્ધ જૈન પોતાનું અપમાન લાગે છે. એટલે અત્યારે આપણે . ગાંધીજીને મહાત્મા કહીએ તે જ ઠીક છે, અને મહાવીર ભલે ભગવાન કહેવાય, પણ તેથી બન્નેની મહત્તામાં કશો ફેર પડે છે એમ મને વાગતું નથી. કેટલાક જૈન આચાર્યને મેઢેથી સાંભળ્યુ છે કે ગાંધીજી તે હજી મિથ્યાત્વ ગુણસ્થાનથી પણ ઉંચે ગયા નથી અને ભગવાન મહાવીર તા સિદ્ધ થઇ ગયા. એ બન્નેની તે વળી તુલના,શી? આવું ખેલનારાઓની વાતને સ્વીકાર તેમને હા જી હા કરનારા અગર વ્યાખ્યાન સભામાં ‘જી. સાહેબ’ કરનારા સિવાય અન્ય કાઇ કરી શકે તેમ છે નહિ'-એટલે એ ચર્ચામાં ઉતરવુ* નકામું છે. બાકી સૂતે કાંઇ છાબડીથી ઢાંકી શકાતા નથી. કદાચ એમ સ’ભવે ખરૂં કે એવું • ખેલનારા પોતે જ પ્રથમ ગુરુસ્થાનેથી ઉચા ગયા જ ન હોય. ભગવાન મહાવીરની અને મહામા ગાંધીજીની સાધનામાં પણ એક તફાવત છે પરંતુ એ તફાવત વસ્તુતઃ કાળબળને લઇને છે, એ ભૂલવું' જોઇએ નહિ. એ તફાવત છતાં બન્નેની મહત્તામાં અથવા આધ્યાત્મિક શક્તિમાં મૂળતઃ ભેદ હાવા જોઇએ એમ માનવાને કાંઇ કારણુ નથી. એ સમયના ત્યાગીઓનુ ધ્યેય હતું કે બાહ્ય અને આધ્યાત્મિક બંધનોથી મુક્ત થવુ અને મુનિના માર્ગ એટલે સંસારત્યાગ. એ જમાનામાં ધરબારાડી પુત્ર-પત્નીને માતાપિતાના ત્યાગ કરી ભિક્ષાવૃત્તિ ઉપર રહી નિળ ભાવે પેાતાના ક્રોધાદિ કાયા ઉપર વિજ્ય કરવા એ મુક્તિમાર્ગોના પથિક માટે આવશ્યક શત હતી. એવા ત્યાગ કર્યાં પછી તપસ્યા અને ધ્યાનદ્વારા પૂવને પામવા ત્યાગી પ્રયત્ન કરતા, સાધનાકાળમાં ધમપ્રચાર કે મતપ્રચાર અથવા આજના શબ્દોમાં કહીએ તે આંદોલન સામાન્ય રીતે કરવામાં ન આવતું. ત્યાગીને જ્યારે એમ લાગે હવે પાતે પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે જ તેએ ઉપદેશ આપવા અને જગત કલ્યાણ કરવા નીકળી પડતા. પૂલને ખ્યાલ વ્યક્તિશઃ નિરાળા જ રહે અને તે રહેતા એ નિઃસશય છે, પરંતુ સમય જતાં આ ખ્યાલેમાં સુધારો થયે અને જગતકલ્યાણુ અને આધ્યાત્મિક સાધના એ નિરાળી વસ્તુ છે એ માન્યતા દૂર થઇ અને મનાવા લાગ્યું કે જગતનું કલ્યાણુ કરવું એમાં જ સાધના સમાયેલી છે. સાધના માટે સૌંસારત્યાગની જરૂર નથી, પુત્ર-પત્ની કે સબધીઓને છે।ડવાની જરૂર નથી, પરંતુ પેાતાના મમત્ત્વના વિસ્તાર કરવાના છે. માત્ર પેાતાના પુત્રમાં જે મમત્વભાવ હોય અગર પત્ની સાથે જે સ્નેહભાવ અગર મૈત્રી હોય તેને શુદ્ધ કરી વિકસાવી સમસ્ત જગતને પોતાના કુટુંબી બનાવી રહેવુ' એ જ પરમ સાધના છે. નિર્મામ થવાની જરૂર નથી, મા કાઇ નથી એમ કહેવાની જરૂર નથી, પરંતુ સ’પૂર્ણ સસારના જીવે મારા છે અને તેમને હું છુ.”આમ મમત્વભાવને વિસ્તારવાને છે. આમ કરવાથી જેમ પોતાના પુત્ર અગર પત્નીને દુઃખી જોઇ વિદ્યુળ થઇ જવાય છે તેમ સંસારના કાઈ પણ જીવને દુ:ખી જોઇ જીવનમાં વ્યાકુળતા વ્યાપી જાય છે અને કાંઇક કરી છૂટવાની તમન્ના જાગે છે. આ સાધનાની નવી ભાવના બહુ જુની છે, પરંતુ ભગવાન મહાવીરના સમયમાં આ ભાવના અજ્ઞાત હતી એટલે તેમણે સાધનાના પ્રથમ ભા પકડયા અને ગાંધીજીની શતાબ્દિ જ એવી છે કે જે ભાવના ભગવાન મહાવીરે અપનાવી તે માત્ર રૂઢ લેકા સિવાય ભાગ્યે જ કાઇને આકર્ષી શકે. એટલે ગાંધીજીએ સાધનાને નવા માર્ગ પકડયા છે. । બાકી અને મહાપુરૂષોનું ધ્યેય કષાય–વિજય યા મારવિજય છે એમાં તે શકા નથી જ, ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધીમા આત્મવિશ્વાસ, સાહસ અને નિ યતાની માત્રા એકસરખી જણાય છે, લોકોએ રોકયા છતાં ભયંકર ચડકાશી નાગ જે રસ્તે હતા તે જ રસ્તે ભગવાન મહાવીર ગયા અને પોતાની અહિંસાશક્તિ-મૈત્રીને કારણે વિષધર સપને શાંત કરી દીધો એ કથામાં એમના આત્મવિશ્વાસ, સાહસ અને નિર્ભયતા-એ ગુણાની ઝાંખી થાય છે એટલું જ નહિ. પણ તા. ૧-૧-૪૭ અહિંસાની શકિતની પરીક્ષા પણ તેમાં સન્નિહિત છે જ. તેમને વિશ્વાસ હતા કે પોતામાં જો સ`પૂણુ` મૈત્રીભાવના હાય તે। વિરાધીતે પશુ પીગળાવી નાંખવાની તાકાત આપણામાં સહજ આવે છે. એ પેાતાના વિશ્વાસની પરીક્ષા તેમને કરવી હતી, એટલે જાણી જોઈને જ તેઓએ ભયંકર માગે જાય છે અને વિજયી વીર જેમ તેમાં પસાર થાય છે. પાતાની પરીક્ષા કરવાને—અમર પેાતાની શકિત કે ગુણેની પરીક્ષા કરવાને—અવસર તેઓ હમેશા–ફાધતા એ વસ્તુ તેમના જીવનની અનેક ધટનાએથી સાબીત કરી શકાય તેમ છે. અનાય, અસસ્કારી અને ક્રૂર લેાકાથી વસેલા તે વખતના લાઢ દેશમાં તે પોતાને કટ સહન કરવા પડશે તેનીજાણુ હેાવા હાવા છતાં એક બહાદુરની જેમ ગયા. તેમાં તેમને હેતુ પેાતાની શક્તિઓને આકરી કસેટીએ કસી જોવા સિવાય બીજો શા હતા? ત્યાં તેમને અનેક કષ્ટા પડયાં, નગ્ન હાવાથી લોકએ તેમના ઉપર કૂતરાં છેડયાં, નાના છેાકરાંઓએ પથરા માર્યાં અને એવાં એવાં અનેક કબ્જે તેમણે સંહન કર્યાં, પણું હાર્યાં નહિ. નિર્મળ કાંચન જેમ અગ્નિપરીક્ષામાંથી તેએ પસાર થઇ ગયા. આ જ વસ્તુ ગાંધીજીના જીવનમાં છે. તેમનુ આખુ" જીવન સાહસમય અને નિર્ભયપણે વીત્યુ' છે. આજે તે ગુંડાઓના દેશમાં—જ્યાં શસ્ત્રધારી પેાલીસે પણ જવાનું સાહસ કરી શકતા નહિ ત્યાં—મારી નજરમાં કાષ્ટ ગુડી નથી. અગર આપણે સૌ ઓછા વધતા ગુંડા જ છીએ' એ ભવ્ય ભાવના સાથે ઘર-ધરમાં ફરી રહ્યા છે. અને એ ગુંડાઓને મનુષ્ય બનાવી રહ્યા છે અને કહે છે કે “ત્યાં તે મારી અહિંસાની પરીક્ષા કરવા જાઉ” છું. મારી મૈત્રીભાવના ખેદી તે નથી તે,? એની મારે પરીક્ષા કરવી છે. ગાંધીજીના જીવનમાં આ સાહસ આ નિર્ભયતા, આ કટસહિષ્ણુતા કયા સ્રોતમાંથી આવ્યાં? સ્ત્રોત એકજ છે અને તે અહિંસા એ અહિંસાને વિકાસ ગાંધીજી અને મહાવીરમાં એકસરખા નથી એમ કાણુ કહેશે? જૈન સાધુઓ જેએ માત્ર અહિંસાની પ્રતિજ્ઞા શબ્દશઃ ખેલે છે. પણ તેના મમ` સમજતા નથી તેઓ કહેશે કે ગાંધીજીની અહિંસા નવ કિટની નથી. પરંતુ મહાવીરની અહિંસા તે। નવક્રાટિની હતી. આ કાં જેવા તેવા ભેદ છે ?' આમ કહી તેઓ ભગવાન મહાવીરથી તે શું પણ એક સામાન્ય જૈન સાધુથી પણ ગાંધીજીની અહિં’સાને હીન કોર્ટની ઠેરવે છે. આવું ખેલનારા અહિંસાને સમજ્યા જ નથી. શું માત્ર નિષ્ક્રિયતામાં જ અહિં'સા સમાયેલી છે? જો તેમજ હાય તે। એક પત્થર સૌથી વધારે અહિંસક બની જાય. જે અહિંસા, જે મૈત્રી તેના પ્રત્યક્ષ ફળ ન બતાવી શકે તે હીનકાટિની કે જે અહિંસા સામે વિધી પણ મિત્ર બની આવે તે? પ્રથમને જ ઉતરતી કહેવી પડશે. અને અહિંસાના પ્રત્યક્ષ ળે ગાંધીજી અને મહાવીરમાં જો એકસરખાં દેખાતા હોય તેા તેમની અહિંસામાં તરતમતાના વિચાર કરવા એ નરી માલિશતા છે. ગાંધીજીએ વિવિધ ક્ષેત્રામાં પેાતાની અહિંસાને કસી જોઈ છે અને એવી કસેટીનો અવસર ભ. .મહાવીરને હતા જ નહિ. કારણ અહિંસાની કલ્પના અને તેની શક્તિઓને પરિચય એ જમાનામાં આટલી હ્રદે સભવને જ નહુતે, છતાં બન્નેની અહિંસામાં મૌલિક ભેદ નથી. ગાંધીજીએ નવાં નવાં ક્ષેત્રમાં એના વિસ્તાર કર્યાં અને જમાનાની આવશ્યકતા પ્રમાણે એનુ ક્ષેત્ર વિસ્તીણુ થયુ, પરંતુ મૂલ શક્તિસ્ત્રોત સુધી જઈએ તા ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધીજીની અહિંસાના મૂળમાં એ જ નિ યતા, એ જ સાહસ અને એ જ ક્ષમાશીલતા છે એમાં મને સશય નથી. ભગવાન મહાવીરના સત્યના આગ્રહમાંથી જ જૈન અનેકાંતવાદના ઉદ્ગમ થયો છે. ભારતીયદ નાના વિવાદને ઉપશમાવનારી એ અપૂત્ર ઔષધિ છે. ભગવાન મહાવીર કહેતા ક ( અનુસ ધાન પૃષ્ઠ ૧૪૭ જીએ)
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy