________________
તા. ૧૫ ૧૦ -૪૧૭
-
-
સ્થિતિનું ભાન હવે સવિશેષપણે થવા લાગ્યું, ને ઇષ્ટ શિક્ષણ લેવા છતાં, અનેક જાતનાં હદયને હચમચાવી નાખે એવાં મંથન પણ શરૂ થયાં.
મારા પ્રાથમિક શિક્ષણની વેલ જે સ્થાનકવાસી પંથની વાડને અવલંબી થેડીક વિસ્તરેલી તેણે ધાર્મિક માન્યતા વિષયક કેટલાક સએટ સંસ્કાર મન ઉપર નાંખેલા, જેમાંથી ત્રણેકને નિર્દેશ કરે અનિવાર્ય બને છે. મૂર્તિની માન્યતા બિલકુલ ધર્મવિરૂદ્ધ છે અને તે જીવનને પડનાર છે એ એક સંસ્કાર; મોઢે મુહપત્તિ બાંધ્યા વિના ધર્મની પુર્ણાહુતિ નથી થતી એ બીજે સંસ્કાર અને બત્રીસ આગમ બહાર બીજું કાંઈ શાસ્ત્રીય જ્ઞાન રહેતું જ નથી, ભગવાન મહાવીર આદિ સવા રૂએ જે કાંઈ કહ્યું છે તે બધું બત્રીસ આગમમાં જ આવી જાય છે અને તે આગમને અક્ષરે અક્ષર તેમણે જ ઉચ્ચારેલા છે એ ત્રીજો સંસ્કાર. કાશીમાં સંસ્કૃત શિક્ષણ તે યથાસાધક ચાલતું જ હતું, પણ હવે આ નવશિક્ષણની વેલીને બીજા પંથની વાડને અવલંબી વિસ્તરવા અને વિકસવાનું હતું. એ બીજો પંથ એટલે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરસ. માં પરંપરાની ધાર્મિક માન્યતાઓ ઉપરના ત્રણે સંસ્કારથી સાવ જુદી અને વિરૂદ્ધ, તેથી કાશીના વાતાવરણમાં મારા મને ભારે મથન અનુભવ્યું અને તે એટલે સુધી કે પહેલાના જન્મસિધ્ધ બળવાન સંસ્કાર અને આ નવસંસ્કારો વચ્ચે શું સત્ય છે અને શું અસત્ય છે એને નિર્ણય ન થવાથી હું તદન અસ્વસ્થ થઈ જતો અને મારી. વેદના કેઈની સમક્ષ કહેતે પણ નહીં. બહારથી હું પૂર્ણપણે કાશી યશવિજય પાઠશાળાના શ્વેતાંબર મૂર્તિપૂજક વાતાવરણને અનુસરત,
છતાં મનમાં એ વિષે પૂરી બુદ્ધિપુર:સર ખાતરી થઈ ન હતી પણ , મન તે સત્યશોધનની દિશામાં જ ગતિ કરતું. તે માટે વાંચવું
જોઇએ તે વાંચત, વિચારવું જોઈએ તે વિચારતે અને કયારેક ક્યારેક વિશ્વસ્ત મિત્રો સાથે ભીરૂ મનથી, અપ્રકટ ચર્ચા પણ કરતે. પરંતુ પરસ્પર વિરોધી એવા ઉપર સૂચિત ત્રણે સંસ્કાર માંથી સત્ય તાવવા જેટલે શાસ્ત્રીય જ્ઞાનને પરિપાક પણ નહીં થયેલ અને સ્વતંત્રપણે નિર્ણય બાંધવા જેટલે માનસિક વિકાસ પણ નહીં થયેલે. કદાચ એમ પણ કહી શકાય કે એ માનસિક વિકાસ થયેલ, પણ જન્મથી પડેલ અને બીજા દ્વારા સચેટપણે પેલાયેલ પપ્રત્યયનેય બુદ્ધિના સંસ્કારો જ એ વિકાસને વેગ્ય દિશામાં જતા રોકતા. ગમે તેમ છે, પણ આ મંથનકાળ બે ત્રણ વર્ષથી વધારે ન ચાલ્યો. મને એટલી તે પ્રતીતિ થઈ ગઈ કે જે ત્રણ સંસકારે જન્મથી પડેલા છે તે બહુ ભ્રાન્ત છે, નિરાધાર છે અને એક અથવા બીજી ભૂલમાંથી જ પિષણ પામતા જાય છે. મને ધીરે ધીરે કોઈની બાહ્ય પ્રેરણા વિના સ્વદિય ચિંતન અને શાસ્ત્રી વાચનથી સાધારણપણે એમ સમજાતું ગયું કે મૂર્તિની માન્યતાને જીવનને ઉક્રાન્તિક્રમમાં અમુક સ્થાન છે જ, અને એ પણ સમજાયું કે મેઢ મુહપતિના બંધનની માન્યતા એ માત્ર ઍકાતિક અને હઠધામ છે. એ પણ દી જેવું ભાસ્ય' કે જન શ સ્ત્ર માત્ર બત્રીસ આગમમાં જ સમાઈ જાય છે તે વસ્તુ ત૬ 1 અજ્ઞાન અને શ્રમનું પરિણામ છે.
મૂર્તિ માન્યતા - એક વાર કયારેક મંદિરમાં નવપદની પૂજા થાણાવાતી. શરૂઆતમાં તે હું પણ દેખાદેખીથી ગતાનુગતિકતાને અનુસરી ત્યાં બેઠેલો. પણ એ ભણાવાતી પૂજાના અર્થચિંતન અને તેમાં થયેલ ચિત્તનિમજજનને પરિણામે મારા મન ઉપર એક ને ચમકારે થયે. અને મારું કઠિન હૃદય પણ ભકિતજન્ય અશ્રુ વાહને ખાળી ન શકયું. આ વખતે મને ઉપાસ્યરશૂલ આલંબનની અમૂક ભૂમિકામાં સાર્થકતા અનુભવસિદ્ધ થઈ. થોડાં ધણાં શાસ્ત્રો તે સાંભળ્યા અને વાંચ્યા જ, પણ અચાનક બનેલી, બીજી એક ઘટનાએ ઉપાધ્યાય થશેવિજયજીને પ્રતિમાશતક નામના ગ્રંથને અવલોકવા
મને પ્રેર્યો. એનાં શાસ્ત્રીય સચોટ પુરાવાઓને બાજુએ મૂકુ' તેય તેમાંની એક પ્રબળ યુક્તિએ મૂર્તિ માન્યતા વિરૂદ્ધને મારા જન્મસિદ્ધ પુષ્ટ સંસ્કારને ભાંગી ભૂકો કરી નાખ્યું. પણ મારી સંસ્કાર પરિવર્તન પ્રક્રિયા હજી ચાલુ જ હતી.
* નવાં વિચારક્ષેત્રે એક ઘટના એવી બની કે મને દિગંબર સંસ્થા નજીક રહેવાને અવસર પ્રાપ્ત થયેલ. દિગંબર સંસ્થાના ત્યાગી – વર્ગ પંડિતગણ અને વિશિષ્ટ શાસ્ત્રરાશિને સવિશેષ પરિચય સાધવાની એ તક મેં આદરપૂર્વક વધાવી લીધી. એને લીધે મારા અમુક સંસ્કારમાં કાંઈક પરિવર્તન થયું અને વિચારવા એક નવું ક્ષેત્ર પણ મળ્યું. ત્યાર બાદ અનેક પ્રસંગે તેરાપંથ અને બીજા એવા જ ફાંટાઓ વિષે પણ વિચારવાનું પ્રાપ્ત થયું. છેવટે હમણું હમણું કાનમુનિના વલણ વિષે વિચારવાનો પ્રસંગ આવ્યું. જેને પરંપરાના જુના અને નવા વિવિધ નાના મેટા ફટાઓ વિષે પશુ તાત્વિક દૃષ્ટિએ, અતહાસિક દષ્ટિએ, સાહિત્યક કે શાસ્ત્રીય દષ્ટિએ મુકત મને નિબંધપણે વિચારવા અને અભ્યાસ કરવાની પ્રક્રિયાને લગભગ ૫૦ વર્ષ જેટલો ભાગ આજલગીમાં વીત્યા છે. દરમ્યાન બીજા અનેક દાર્શનિક પ્રવાહ અને ધર્મ વિષે પણ જાણવાનું પ્રાપ્ત થયું છે.
પૂર્વસંસ્કારના નવાં રૂપાન્તરો
કાશીમાં તે મુખ્ય પણે ન્યાય, વૈશેષિક, સાંખ્યોગ અને પૂર્વઉત્તરમીમાંસાના પ્રામાણિક અને પ્રાચીન શાસ્ત્રી જ ગુરૂમુખથી પરંપરાગત રીતે શીખે. પણ એ અધ્યયન દરમ્યાન મારૂં જન્મપ્રાપ્ત જનસંસ્કાર ધરાવતું માનસ જૈનતત્વજ્ઞાન અને ધર્મ વિષે પણુ કાંઈ ને કાંઈ જાણવા, વિશેષ ઉહાપેહ કરવા ચૂકતું નહિ. પણ હજ લગી ભારતીય સંપ્રદાય માંના એક પ્રમુખ સંપ્રદાય-બૌદ્ધધર્મ વિષે કાંઈ વિશેષ જાણેલું નહિ, જેને અવસર આગળ જતા આવ્યા અને તે વખતે મેં બૌધ્ધ પરંપરાની સ્થવિરમાર્ગ અને મહાયાન બને શાખાઓના શાસ્ત્રોને સમજવા અને તેના મને પકડવા ઠીક ઠીક મહેનત કરી. મારી ઇતિહાસ અને તુલનાની દૃષ્ટિ અમુક અંશે વિકસતી જતી હતી, ૫શુ તેને વધારે વેગ તો ત્યારે જ મળે, કે જયારે હું માત્ર અધ્યાપન અને વાચનના મારા પ્રિય કામ સાથે સાથે લેખનનું કામ કરવા લાગ્યા. લખવું તે પ્રમાણભૂત જ લખવું, અને બને ત્યાં લગી પ્રાચીન વારસામાં કાંઈક નવો ફાળો આપવો એવી ઉગ્ર નિમાંથી ઈતિહાસ અને તુલ-ષ્ટિને વધારે વેગ મળે. એ વેગમાંથી વધારે ને વધારે નિર્ભયતા અને તટસ્થતા પણ આવતી ગઈ. હવે જનપરંપરા અને તેની શાસ્ત્રી કે વ્યાવહારિક દરેક બાજુ વિષે હું યથાશક્તિ નવેસર વિચરતે થશે અને દરેક ફાંટા વિષે | મારા પહેલાનાં સંસ્કારો નવું રૂપાંતર પામવા લાગ્યા, તેમ જ વધારે સચોટ અને સ્પષ્ટ પણું થતાં ગયા. આવા રૂપાંતરની પ્રક્રિયામાં માનસિક મર્યાદાઓ ઉપરાંત સામાજિક અને સાંપ્રદાયિક ઘણી મર્યાદાઓ આડે આવતી. જે વસ્તુ આગળ જતા સાવ સહેલી લાગી, તે જ સામાજિક અને સાંપ્રદાયિક દબાણ કે ભયસ્થાનને લીધે શરૂઆતમાં બહુ અઘરી લાગેલી. મને છેવટે અનુભા થયે કે મૃતક જે, ફેકી દેવાને લાયક સંસ્કાર પણ છુટતાં કેટલી શક્તિને ભાગ લે છે? હું ઘણી વાર પાછો પડે છું, પણ વિચાર કરતાં છેવટે જે સત્ય દેખાય તેને સ્વીકારવામાં ખુલ્લો એકરાર કરવામાં કદિ હાર્યો હs’ એમ યાદ નથી. એનું કારણ વિચારતાં મને એમ લાગે છે કે અણીને પ્રસંગે ગમે તેવી લાગણ, ગમે તેવી પ્રતિષ્ઠા' - કે ગમે તેવો લાભ જતો કરવાનું જે માનસિક સાહસ મટયું તણે જ ભારે મદદ કરી. મેં કેટલાય પહેલાનાં શિષ્ય અને મિત્રે ગુખ. , કેટલાક ધનિની સહાનુભૂતિ ગુમાવી છે, એટલું જ નહિ પણ કેટલાકની ખફામરજી અને કેટલા યનો વિરે પણું વહે છે, પણ તે હસતે મેઢે-મને એમાં લેશ