SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ અક ૯ : ૧૨ શ્રી સુબઈ જૈન યુવક ષનું પાક્ષિક સુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી : મણિલાલ માકમચંદ શાહ મુંબઈ : ૧૫ આકટાખર, ૧૯૪૭, બુધવાર, Regd. No. B. 4266 ‘શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક’ સમર્પણ સમારંભ તા. ૨૮-૯--૪૭ રવિવારના રાજ ભાવનગર મુકામે શ્રી. વ વિજયજી જૈન ગ્રંથમાળા તરફથી અમદાવાદવાળા શ્રી. છે।ટાલાલ ત્રીમદાસ પરિખના પ્રમુખપા નીચે પડિત સુખલાલજીને શ્રી વિજયધમસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક' સમર્પણ કરવાના સમાર’ભ યેજવામાં આવ્યા હતાં. પ્રસ્તુત સાહિત્ય ચંદ્રકની યેાજના કેવી રીતે ઉપસ્થિત થવા પામી તે સબંધમાં શ્રી. યશેોવિજયજી ગ્રંથમાળાના મંત્રી શ્રી ભાઈચ'દ અમરચંદ શાહે માહીતી આપતાં જણાવ્યું કે ગયા મે માસ દરમિયાન ઉવારસદ મુકામે ઉજવવામાં આવેલ સ્વરથ શ્રી. વિજયધમસૂરિની રજત જયંતી પ્રસંગે આ સાહિત્ય-ચંદ્રકની યોજના ઉદ્ભવ પામી હતી, અને આ માટે ભાવનગર મહાલક્ષ્મી મીસવાળા શ્રી. રમણીકલાલ ભેગીલાલ તરફથી રૂા. ૧૦૦૧ તથા ઉવારસદ સંધ તરથી શ. ૫૦૧ એમ રૂા. ૧૫૦૧ એકઠા થયા હતા અને આ અને આવી રીતે બીજી એકઠી થાય તે રકમના વ્યાજમાંથી દર વર્ષે કે દર ત્રણ વર્ષે જૈન સાહિત્યના વિકાસમાં મહવનો ફાળો આપનાર કેઇ પણ જૈન જૈનેતર વ્યકિતને એક સુવર્ણ ચંદ્રક આપવા એમ નકકી કરવામાં આવ્યું હતું. આ ચંદ્રક આપવાનુ આ વર્ષથી જ શરૂ કરવામાં આવે એ હેતુથી પહેલા વર્ષના સુવર્ણ ચંદ્રકને ખાશે। હરગોવિંદદાસ રામજીએ આપવા ઇચ્છા દર્શાવી હતી. આ પ્રથમ ચંદ્રકની યેાગ્યતાનુ માન પ‘ડિત સુખલાલ∞તે આપવું. એવા નિણૅય તેને લગ નીમાયેલ વિદ્વાન પંડિતેની સમિતિએ જાહેર કર્યું હતું અને એ કારણે પ્રસ્તુત સમારંભ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી યશોવિજયજી ગ્રંથમાળાના પ્રમુખ શ્રી. ભીનજીભાઈ હરજીવન સુશીલે પોતાના વિવેચન દરમિયાન જણાવ્યુ હતું કેઃ— કે! પણ સાહિત્યની ઉત્તમ કૃતિને અવલોકવાની અમારી પાસે આંખ નથી તેમ એવી કૃતિઓ સંગ્રહવાની શકિત પશુ નથી. ૫. સુખલાલજીને પણ અમે કહીએ છીએ કે આને તમે કદરદાની ન સમજતા, અમે તમારા પરીક્ષક છીએ અને તમે પરીક્ષામાં પાસ થયા છે. એમ પણુ કૃપા કરીને ન માનતા. ધૃતર ભાઇઓને હું કહું છું કે પડિતજીને અમે સન્માન્યા છે, સન્માનવાની ઉદારતા બતાવી છે એ વાત મનમાંથી કાઢી નાંખજો. આ ઉત્સવ તે એટલા માટે જ છે કે પડિતજીને અમે કહીએ છીએ કે તમે જે ઉત્તમ સાહિત્ય રચી રહ્યા છે, તેની અમે આથી પહેાંચ આપીએ છીએ. કાઇ આળસુ માસ પાતાના આત્મીય જનના સે કાગળ મેળવ્યા પછી એક કાગળના જવાબ લખે એના જેવુ આ છે. આપ તે ખરૂ જોતાં અમારા કાક્લાના મુસા જ નથી, આપની મુસાક્ી તે। શ્રી સિદ્ધસેન દિવાકર, ઉમાસ્વાતિ, અકલક, પ્રમા' જેવા ધુધર વિદ્વાન અને તેની સાથે શે ભે. વાર્ષિક લવાજમ ३४ પશુ વચ્ચે કાળને એક માટે દરિયા આવી પડયો. આપના જ્ઞાનબિંદુમાં આપે પ્રાચીન આચાયૅના દાનિક સિદ્ધાંતાની જે સરખામણી કરી છે તે જોતાં તે આપ અકસ્માતથી જ અમારી વચ્ચે આવી પડયા હા એમ લાગે છે, “જન સંધમાં કળા અને સાહિત્યને આટલે ભકિતભાવ કયાંથી આવ્યો ? ક્ષત્રિય અને વૈશ્યના આ સમાજમાં કળાભક્તિ, સૌદ પ્રીતિ, શિલ્પપ્રેમના ઝરા કયાંથી છુટી નીકળ્યા ? રૂપિયા, માના, પાઇમાં રાચનારો વગ વળી મહાકાવ્યો રચતા, શિલ્પસમૃદ્ધિ રચતા શી રીતે બન્યા ? ધણું કરીને આપણામાં થઇ ગયેલા સમય બ્રાહ્મણુ આચાર્યોને એ વારસા હશે અને એથી આગળ જઈએ તેા કાકા કાલેલકરે કહ્યું છે તેમ સ ́પ્રદાયના મુળ પુરૂષમાં જે કળા અને સૌંદય પૂજા હાય છે તે એના અનુયાયીઓમાં ઊતર્યાં વિતા રહેતી નથી. એટલે બ. મહાવીરના હૃદયમાં સતાયેલે એ વારસા આ રીતે પ્રગટ થયા છે અને વિકસી રહ્યો છે. ” (‘જૈન’ પત્રમાંથી ઉષ્કૃત. ) ત્યાર બાદ પ. ખેચરદાસ જીવરાજ દેશી, અધ્યાપક પ્રતાપરાય મેદી, શ્રી પદ્મનાભજી, શ્રી જીવરાજ એધવજી દોશી, શ્રી શિવજી દેવશી, તથા શ્રી રતિલાલ દીપચંદ દેસાઇ વગેરે કેટલાએક વિજ્ઞાન વકતાઓએ પંડિતજીના જીવનના પ્રસંગે તેમ જ સામાજિક, ધાર્મિક, રાજનૈતિક તેમ જ આધ્યાત્મિક પ્રશ્નો વિષેની તેમની ઉડી સમજણ તથા અન્યને યથાસ્વરૂપે સમજાવવાની તેમની અદ્ભુત કળા, વિશદ વિચારસરણી, માનવ પ્રેમ, તેમ જ રાષ્ટ્રવાદી તમન્ના વગેરે અનેક બાબતે વિષે બહુ સુન્દર વિવેચન કર્યાં હતા. છેવટે સભાના પ્રમુખ શ્રી હેટાલાલ ત્રીકમદાસ પારેખે પડિત સુખલાલજીને અ'ગત સ્નેહ અને આદરને વ્યકત કરતી અંજલિ આપતાં નીચે મુજબ પ્રવચન કર્યું હતું : “પડિતજી સાથેના મારા પરિચય અને સબંધ બનારસ યશેોવિજયજી જૈન પાઠશાળાના સ્થાપનકાળથી છે. હું તે વખતે એક સેક્રેટરી હતા, બીજા સેક્રેટરી મારા વડિલ સ્વ. માસ્તર રતનચંદ્ર મૂળચાંદ મહેતા હતા. પાઠશાળામાં ભણુવા માટે બનારસ જતા પહેલાં, નિયમ મુજમ્ પડિતજી અમેને વીરમગામ મળેલા, અને તેમને વીરમગામથી બનારસ મોકલેલા તેનું મને ઝાંખું સ્મરણ છે. કેટલાંક વર્ષો બાદ મારા પાઠશાળા સાથેને સંબંધ પૂરો થયો. પરન્તુ પંડિતજી સાથેતા મારા સંબંધ અને સ્નેહુ આજ સુધી જારી રહેલ છે. પંડિતજીના જીવનને ટુ। પરિચય છું. મારી સમજ અને -સ્મૃતિ મુજબ આપવા ઇચ્છું છું. વઢવાણ કેમ્પ પાસે આવેલા લીમડી ગામના વીશાશ્રીમાળી વણુિક જ્ઞાતિના, ખાનદાન અને મેોટા સંધવી કુટુંબના તે એક સજ્જન છે. તેમને સે.ળ વષઁની વયે શીતળા માતા નીકળવાથી કસભાગ્યે તેમણે આંખે ગુમાવી, અને 9
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy