SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ , , , ': : ',' ૧૫ તા: ૧-૨-જઉં " • : s “દરેકની શક્તિ એક જાતની નથી હોતી. ભાઈ મેધાણી મેટા કર્મવીર ન હતા, પણ કુદરતે એક બક્ષીસ તેમને આપી હતી તે તેમની કલમ. તેમનું અન્તરનું દર્દ તે વાટે વહ્યું હતું. તેમણે જ્યાં જ્યાં દુઃખ દર્દ અનુભવ્યું તેના નિવારણ અર્થે અને સમાજને આત્મા જાગ્રત કરવા પિતાની કલમ ચલાવી. સાક્ષરતા બતાવવા કે કળાને ખાતર તેમણે એક શબ્દ પણ લખ્યું નથી, પણ પિતાના અંતરમાં જે માનવપ્રેમ અને કરૂણા વહેતાં હતાં તેણે તેમની કલમને વહેતી કરી, હજારનાં અંતર દ્રવતાં કર્યા હતાં. માણસે અમર થવાને કાંઈક ફાંફા મારે છે. ધનાઢયે પિતાના પૈસાથી, સત્તાશાળી પિતાના કીર્તિસ્તંભો રચાવીને, મહાત્વાકાંક્ષીઓ બીજી અનેક રીતે અમર થવા પ્રયત્ન કરે છે, સાચે અમર 'એ થાય છે જે બીજાનાં અંતરમાં પિતાનું સ્થાન મેળવે છે. ભાઈ મેઘાણીએ હજારોનાં અંતરમાં એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તે આજે ખબર પડે છે. તેમની મૂક સેવાની આજે સાચી કદર થાય છે. તેમના જેવાં પ્રમાણમાં નાના ક્ષેત્રમાં વિચરતી એક વ્યક્તિ માટે સ્મશાનમાં જે ૨૫-૩૦ હજાર જેટલી રકમ સ્મારક માટે એકઠી થાય, અનેક શોકસભાઓ જાય, હજારો માણસે તેમના મૃત્યુને આધાત અનુભવે તે બતાવે છે કે તેમણે સૌના અંતરમાં કેટલું ચિરંજીવ રસ્થાન પ્રાપ્ત કર્યું છે. તે નથી કોઈ પૈસાથી, સત્તાથી કે કોઈ વિશિષ્ટ શક્તિથી પણ તે હતું માત્ર તેમનામાં રહેલ માનવપ્રેમ અને કરૂણાને લીધે. તેમના જીવનને આપણને આ સંદેશ છે. તેમના મૃત્યુને આ બેધપાઠ છે. ઇશ્વર તેમના આત્માને ચિરંજીવ શક્તિ આપે એવી આપણા સૌની પ્રાર્થના છે!” ત્યાર બાદ શ્રી મણિલાલ મોકમચંદ શાહ, પરમાનંદ કુંવરજી કાપડીઆ, ચુનીલાલ કામદાર, શ્રી ઝવેરચંદ મેઘાણી, મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ, મણિલાલ જેમલ શેઠ * આદિ ગૃહસ્થાએ પ્રસંગચિત વિવેચને કર્યા હતાં. આ પ્રસંગે સ્વામી આનંદ તેમ જ વીરચંદ પાનાચંદ શાહના સંદેશાઓ વાંચી સંભળાવવામાં આવ્યા હતા અને છેવટે પ્રમુખસ્થાનેથી શ્રી કેદારનાથજીએ નીચે મુજબ ઉપસંહાર કર્યો હતો : ડે. મેઘાણી સાથે મારો પરિચય બહુ અલ્પ હતે. પ્રબુધ્ધ જૈનમાં એમના લેખે અને વાર્તાઓ પ્રગટ થતી હતી તે હું વાંચતો હતો. “આળાં હૈયાં ” એ નામનું એમનું પુસ્તક મેં વાંચ્યું છે. એમના લેખે ઉપરથી એમના મનનું અને વિચારોનું સ્પષ્ટ દર્શન થાય છે. એમની સાહિત્ય ઉપાસના કેવી હતી એ વિષયમાં અહિં અન્ય વકતાઓએ જે કાંઈ કહ્યું છે તે સર્વ મને માન્ય છે. હું માનું છું કે તેઓ માનવતાના એક મોટા ઉપાસક હતા. એમણે સાહિત્ય માટે કલમ હાથ ધરી નહોતી, પણ માનવતાને માટે તેમની ( કલમ ચાલતી હતી. એમનું જીવન સેવામય હતું. દુઃખી અન્યાયપીડિત માણસે તરફ એમની કરૂણ દ્રષ્ટિ દેડતી હતી. ડાકટરી કામ તેઓ પૈસા માટે નહેાતા કરતા પણ જનસેવાની દૃષ્ટિથી જ કરતા હતા. એ કામ કરતાં કરતાં-રેજની નેકરી બજાવતાં બજાવતાં–તેમને દેહાન્ત થયું છે. એમના મૃત્યુમાં કેટલું ગાંભીર્ય ભર્યું છે, કેટલે અર્થ ભર્યો છે, એમના મૃત્યુએ કેટલે મહરવપૂર્ણ પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત કર્યો છે અને હૃદયને હચમચાવી મૂકીને આપણને કેવા જાગૃત કર્યા છે એનું વર્ણન શ્રી. ઝવેરચંદ મેઘાણીએ તથા શ્રી. અમૃતલાલ શેઠે હમણું જે કાંઈ કર્યું છે તેમાં હું કશે વધારો કરી શકું તેમ નથી. આજની સભા કેવળ શેકસભા હેવાથી એ બે ભાઈઓએ આ ગંભીર તેમ જ દુઃખદ ઘટનાની બાબતમાં પોતાના ભાષણમાં મર્યાદા જાળવીને જે સંયમ દાખવ્યા છે અને મૃત્યુનું કારણ તેમ જ તેને ઉપાય–જના વગેરે બાબતો વિષે એમણે જે મૌન ધારણ કર્યું છે તે મને બરાબર યોગ્ય અને સમાચિત લાગે છે, અને " આ બાબતમાં ઐમનું જે અનુકરણ કરવું ઉચિત ધારૂ .' - “ડે. મેઘાણી પિતાનું કર્તવ્ય બજાવતાં બજાવતાં આપણી વચ્ચેથી અચાનક ચાલી ગયાં ! હવે આપણે એમના કાર્યની-એમનાં જીવનની-કંદર શી રીતે કરીએ તે આપણે વિચારવાનું રહે છે. ખરી રીતે એમની કદર તો વિધાતાએ એમના મૃત્યુની વિશિષ્ટ ઘટના દ્વારા જ . કરી બતાવી છે એમ જે અમૃતલાલભાઈએ પોતાના ભાષણમાં જણાવ્યું છે એ યથાર્થ છે, પરંતુ એ તે વિધાતાની યોજનાની વાત થઈ. પણ આપણે એ મૃત્યુ ઉપરથી શું બેધ લે તેને આધાર તે આપણું જીવનમાં તેમના ગુણોનું અનુકરણ કરવાનો .. આપણે કે પ્રયત્ન કરીએ છીએ તેના ઉપર રહે છે. ડે. મેઘાણીના મિત્રનાં આપે જે ભાષણ સાંભળ્યો તે ઉપરથી ' ડ. મેવાણીની યોગ્યતાને આપને ખ્યાલ આવ્યું હશે. આમાંના ઘણા ખરા એમને પ્રત્યક્ષ પણ જાણતા હશે. આમ છતાં પણ આપને હું સપ્રેમ આગ્રહપૂર્વક કહું છું કે શ્રી પરમાનંદભાઈએ પ્રબુદ્ધ જનમાં એમના વિષે જે લેખ પ્રગટ કર્યો છે તે આપ જરૂર વાંચશે. છે. મેધાણીનું જીવન માનવતાની દૃષ્ટિથી કેટલું મૌલિક હતું અને માનવતાને માટે કેવા પ્રકારની સાધના તેઓ જીવન પર્યન્ત કરી રહ્યા હતા તે ૫ એ લેખ ઉપરથી બરોબર જાણી શકશો. સાથે સાથે મિત્રના વિષયમાં સાચા મિત્રનું હૃદય કેવું હોય છે અને ગુણાનુરાગદષ્ટિથી મિત્ર મિત્રનું કેવું ગુણગૌરવ કરે છે આ પણ આપ જાણી શકશે. આટલો સાયપૂર્ણ, બીલકુલ અતિશયતા રહિત અને વિવેક અને લાગણીથી યુક્ત મૃત્યુલેખ આજ સુધી મારા વાંચવામાં આવ્યું નથી. “ “મનુષ્યની પરીક્ષા હું કઈ વિશિષ્ટ વિચારષ્ટિથી કરું છું. સિદ્ધાર્થ ગૌતમ, વર્ધમાન મહાવીર અને એ કેટિના અન્ય મહાપુરૂએ બતાવ્યું છે કે શ્રેષ્ઠ પુરૂષ માં મૈત્રી, કરૂણ, મુદિતા અને ઉપેક્ષા એ ચાર વૃત્તિ રહે છે; બાકીની વૃત્તિઓ નષ્ટ થઈ જાય છે. મારું માનવું છે કે ડે. મેઘાણીમાં પણ એ ચાર વૃત્તિઓ જ મુખ્યપણે કામ કરતી હતી. એમનામાં મૈત્રીભાવ નિઃસંશય ભરપૂર હતા. જો એમનામાં એ ભાવ ન હોત તે એમની પાછળ એમનું ગુણગૌરવ કરવા માટે આટલે બહુસંખ્ય મિત્રગણ જગ્યાએ જગ્યાએ એકઠા કેમ થયું હતું અને આટલે શોકમગ્ન કેમ બન્ય હેત? દુઃખી જનો સંબંધમાં એમના હૃદયમાં જે લાગણી હતી તે કરૂણાના રૂપમાં બહાર પ્રગટ થતી હતી અને એ લાગણી એમના હૃદયમાં એટલી બધી ભરેલી હતી કે એમનું કારૂણ્ય એમના ' જીવનને પ્રધાનસુર બની ગયે હતો. બુદ્ધિવિકાસના કારણે મનુષ્ય અન્ય પ્રાણીઓ કરતાં પિતાને શ્રેષ્ઠ લેખે છે; પરંતુ મનુષ્યમાં પ્રખર તેમ જે કુશાગ્ર બુદ્ધિ હોવા છતાં પણ એનામાં કાર્ય ન હોય તે , માનવતાની દૃષ્ટિથી એની કેવળ બુદ્ધિવિશેષતા શું કામની છે ? માનવતાની સિદ્ધિ માટે જે કરૂણાવૃત્તિની આવશ્યકતા છે તે છે. મેધાણીમાં વિશેષ રૂપમાં હતી. અને બીજાને સુખી જોઈને એમનું દિલ આનંદથી ઉભરાઈ જતું હતું એ ઉપરથી એમનામાં રહેલી છે મુદિતાને પરિચય થતું હતું. મૃત્યુના સમયે એમના દિલમાં કેવી લાગણું થઈ આવી હશે એ જાણવાનું આપણી પાસે કેઈ સાધન છે નથી, જે શ્રધ્ધાથી એ પોતાના કર્તવ્યનું પાલન કરતા હતાઅમે કેઇનુ બુરું કર્યું નથી-ઈચ્છયું પણ નથી, તે મને કોણ દુઃખ દેવાનું છે?—આ શ્રદ્ધાપૂર્વક તેઓ જોખમકારક ક્ષેત્રમાં કામ હરહંમેશ જતા હતા અને પિતાનું ડોકટરી કામ-લે કોને દુ:ખદદથી મુક્ત કરવાનું કામ-કર્યા કરતા હતા તે શ્રધ્ધાથી વિરૂધ્ધ અનુભવ કરાવતા ઘાતકેના હાથથી તેમને મૃત્યુવશ થવું પડ્યું એ વખતે એમને શું લાગ્યું હશે–જીવનભર પિષેલી પવિત્ર અને ઉદાત્ત શ્રધ્ધા અને આમ છિન્નભિન્ન બનતી જોઇને તેમને મનમાં શું શું વિચારો આવ્યા હશે-તેની તે આપણે હવે કલ્પના જ કરવાની રહી ! પરંતુ આ એમની સચ્ચારિત્રતા અને મૃત્યુપર્યન્તની એમની સજજનતા : ' વિગેરે વિચાર કરતાં આપણને લાગે છે કે મૃત્યુના વખતે પણ. ઘાતક સંબંધમાં એમના દિલમાં ક્ષમાવૃત્તિ જ જાગૃત થયેલી હતી. આ અમારી વાણી
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy