SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૪૭ પ્રશ4 જેના ૧ ૦ ૯ નહિ શકે. આવા લોકો માટે પાકિસ્તાનનાં દરવાજા ઝીણા સાહેબે ખેલ્યા છે. કંઈ પણ સમજુ માણસ-હિંદુ કે મુસલમાન -જુનાગઢ રાજ્યના આ આપખુદ અત્યાચારને સહી ન જ શકે. આ લડતનું ઉપનું સ્વરૂપ કોઇને કદાચ કમી લાગે, પણ વસ્તુતઃ આ કંઈ કેમી લડત નથી. આ તે અત્યાચારની પરંપરાથી નિષ્ફર બનેલા અને ભાગવિલાસના નીશામાં જડ બનેલા નાલાયક નવાબ અને તેના દુષ્ટ કર્મચારીઓને સ્થાનભ્રષ્ટ કરવાનું-અધિકારભ્રષ્ટ કરવાનું-ધર્મયુધ છે. બીજા કેટલાયે રાજ્ય પાકીસ્તાનમાં જોડાયા છે તે સામે કોઈએ જ રા પણ વાંધો ઉઠાવ્યો નથી. જુનાગઢના પાકીસ્તાનમાં જોડાવામાં નવાબની બેવકુફી અને તેના કર્મચારીઓની ગુંડાગીરી સિવાય બીજું કોઈ પણ કારણ નજરે પડતું નથી” આ આખી વસ્તુસ્થિતિને સાર સમજીને કાઠિયાવાડના મુસલમાનભાઈએ આ લડતમાં પુરો સાથ આપે એવી આશા ક૯પના પ્રદેશમાં તે જરા પણ વધારે પડતી લાગતી નથી. બાકી હજુ પણ તેમને કોમી નીચે ઉતર્યો ન હેય, હજુ પણ કાયદે આઝની હિંદીસંધ ઉપર લટકતી કુવાડીના હાથા બનવાનું જ તેમને સુઝતું હોય તે પછી જેવું તેમનું નસીબ! એને અર્થ તે એટલો જ કે જેવી ગતિ તેવી મતિ ! હજુ હમણાં જ આજના દૈનિક પત્રમાં વાંચવા મળે છે કે કાઠિયાવાડ મુસ્લીમ લીગના પ્રમુખ હાજી દાદા હાજી વલીમહમદે અને રાજકોટના અન્ય મેસ્લેમ પ્રતિનિધિઓએ આ લડત પર તટસ્થતાની નીતિ જાહેર કરી છે. તેમને અને તે દ્વારા સર્વે મુસલમાન ભાઈઓને આપણે સ્પષ્ટપણે જણાવવું રહ્યું કે આવી તટસ્થતાની ગોળ ગોળ વાતેથી હવે નહિ ચાલે, હવે ઉપર ઉપર સહકાર, મેઢાની વફાદારી અને ફાવે ત્યારે ફરી બેસવું-એ નીતિ નહિ ચાલે. અમારાં સૌજન્ય, સરળતા, સભ્યતાને તથા અિવની ઝંખનાને તમારી મોહેન લીગના આગેવાનોએ ખુબ લાભ ઉઠાવ્યો છે અને જયાં જયાં તેમનું વર્ચસ્વ હતું ત્યાં ત્યાં ન્યાય નીતિનાં સર્વ ધરણો બાજુએ રાખીને હિંદુ પ્રજાનાં હાલહવાલ કરી નાંખ્યા છે, કતલ, સ્ત્રીઓનાં અપહરણ અને બળાત્કાર અને ફરજિયાત ધમ પરિવર્તન-એ નીતિને તેમની પ્રેરણાદ્વારા ચોતરફ એકસરખા અમલ થયો છે. આના છાંટા હિંદુ અને શિખ કોમ ઉપર પણ પડયા છે અને એવી જ હેવાનિયત તેમના હાથે પણ કેટલાએક સ્થળાએ નીપજી છે એ આપણે શરમ સાથે કબુલ કરવું જોઇએ, પણ એ જંગલીપણના માર્ગે મુસલમાન અને હિંદુઓને લઈ જવાની સર્વ જવાબદારી મોસ્લમ લીગ અને તેના સરનશીન કાયદે આઝમ ઝીશાની છે. આ જ કારણે આજે કેવળ મીઠી વાણીને 'કાઈને વિશ્વાસ પડે તેમ નથી. કેવળ તટસ્થતાની વાત જ સામા પક્ષને શંકાવ્યાકુળ બનાવે તેવી છે. “Caesar's wife must be above suspicion” “સીઝરની પત્નીના શીલમાં કઈ પણ શંકાને સ્થાન રહેવું ન જોઈએ' આ જાણીતી લોકોકિત મુજબ મુસલમાન ભાઈઓએ તેમના વળણુ તેમ જ વૃત્તિમાં લેશ માત્ર શંકાને સ્થાન ન રહે એવું વર્તન દાખવવું જોઇએ અને એ પ્રકારને સાથ આપણને આપવો જોઈએ. મુસલમાન ભાઈઓ જે આટલું સમજે અને તે મુજબ વતે તે પછી આપણી અને તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું અન્તર ચિન્તવવાને કારણું રહેતું નથી. આજની નવી પલટાયેલી પરિસ્થિતિમાં મુસલમાન કેમ પાસેથી આ શું વધારે પડતી આશા અને અપેક્ષા છે? પણ મુસલમાનભાઈએ સાથ આપે કે ન આપે-આજે ઉપાડેલું કા–જુનાગઢના નવાબશાહીને ખતમ કરવાનું અને તેના રથાને પ્રજાતંત્રની સ્થાપના કરવાનું કાર્ય આપણે પાર પાડવું એ આપણું સર્વથી પ્રથમ કર્તવ્ય બને છે. આ માટે નીમાયલી આરઝી સરકારને સૌ કોઈ પિતાથી બને તેટલે સાથ આપે, કરાય તેટલું કરી છુટે. કારણ કે આ લડતની સફળતા ઉપર માત્ર જુનાગઢની પ્રજાના ઉદ્ધારને જ આધાર નથી, પણ દેશી રીયાસતની પ્રજાનું ભાવી પણુ આ પાછળ ઘડાઈ રહ્યું છે, પાકીસ્તાનના વિકરાળ આંક્રમણને ફેલાતાં અટકાવવાને આધાર પણ આની ઉપર રહેલે છે, હિંદી સંધ અને તેની સાથે જોડાયેલાં સર્વ દેશી રાજ્યની શાન્તિ, સહીસલામતી, અને આબાદીને આધાર પણું આ ઉપર જ રહે છે. જુનાગઢ આરઝી સરકાર ઝીંદાબાદ ! પરમાનંદ, જુનાગઢની લડતઃ હિંસક કે અહિંસક ? . જ્યારથી રાષ્ટ્રીય મહાસભાએ સ્વરાજ્યનું ધ્યેય સિદ્ધ કરવા માટે બંધારણ પુરઃસરની હીલચાચાલને ત્યાગ કરીને ગાંધીજીના નેતુત્વનીચે અંગ્રેજ સરકાર સામે સીધાં પગલાંની લડત શરૂ કરી ત્યારથી તે આજ સુધીની આપણી રાજકીય લડત સાથે અહિંસાને ખ્યાલ એટલે બધે ગાઢપણે સંકળાયેલું છે કે આજે જ્યારે જુનાગઢ રાજય સામે કાઠિયાવાડની જનતા એવી જ એક રાજકીય લડ. તનાં મંડાણ માંડી રહેલ છે ત્યારે પ્રસ્તુત લડત પણ પુરેગામી લડત માફક અહિંસક રહેવાની છે કે હિંસક એ પ્રશ્ન આપણી સામે આવીને ઉભે રહે છે. આજે આ લડતનું સૂત્રસંચાલન જેના હાથમાં છે તેમનાં નિવેદને વાંચતાં સાંભળતાં પ્રસ્તુત લડતને અહિંસક પદ્ધતિ સાથે કરશે પણ સીધે સંબંધ હોય એમ માનવાને જરા પણ કારણ નથી. અને આમ છે તે આપણા જ કાર્યકરોના પ્રસ્તુત લડતના આગેવાપોમાં અહિંસામાંથી હિંસામાં આવો એકા એક પલટે કમ આ એ પ્રશ્ન વિચારવા લાયક બને છે. આ પ્રશ્નની પાછળ મૂળભૂત પ્રશ્ન તે એ રહે છે કે આપણે જેને અહિંસક લડત કહેતા હતા તે ખરા અર્થમાં અહિંસક લડત હતી ખરી? અલબત્ત આપણી લડતના દષ્ટા, નેતા તેમજ સૂત્રધાર ગાંધીજી હતા અને તેમની અહિં સક વૃત્તિ અને વર્તન શુદ્ધ અને સાંગોપાંગ હતાં. આ વિષે બે મત હોવા સંભવ નથી. આપણી લડતનું બાહ્ય સ્વરૂપ જે મુખ્યત્વે કરીને અસહકાર, સત્યાગ્રહ * તથા સવિનયભંગ દ્વારા મૂર્તિમન્ત થયું હતું તે પણ સામાન્તઃ અહિંસક હતું એ પણ નિર્વિવાદ હકીકત છે. પણ આપણું દિલ, આપણી ચિત્તવૃત્તિ-જે આપણે એનું આજે પૃથકકરણ કરીએ તે–ખરેખર અહિંસક હતું એમ આપણે નહિ જ કહી શકીએ. આપણું દિલમાં અંગ્રેજ સરકાર સામે પુરે રોષ ભરેલો હતે. આપણી વૃત્તિ અંગ્રેજોને જરા પણ હૃદયપલટ કરવાની હતી જ નહિ. આવા હૃદયપલટામાં આપણને કદિ શ્રદ્ધા જ નહતી. આપણી સમગ્ર વૃત્તિ અંગ્રેજ સરકાર ઉપર બને તેટલું, દબાણ લાવવાની, તેને મુંઝવવાની, અકળાવવાની, તેને કોઈ પણ રીતે ફરજ પાડવાની હતી. આપણે નિઃશસ્ત્ર હતા, તેથી આવું દબાણ કેમ લવાય તેની આપણુને સુઝ પડતી નહોતી. ગાંધીજીએ શુદ્ધ અહિંસાદૃષ્ટિ ધ્યાનમાં રાખીને આપણને કેટલાક ઉપાયે દેખાડયા. આ ઉપ સાથે અહિંસાના ધોરણે અન્તરંગ શુદ્ધિ અત્યન્ત અપેક્ષિત હતી, પણ એ અન્તરંગ શુદ્ધિને આપણે કદિ વિચાર જ નહોતો કર્યો. ગાંધીજીએ સૂચવેલા બાહ્ય ઉપાયે આપણે અજમાવ્યા; અસહકાર અને સવિનયભંગના ભાગે આપણે તેમની સાથે આજ સુધી પ્રવાસ કર્યો અને એ પ્રવાસનું ઓગસ્ટની ૧૫મી તારીખે થયેલા સ્વરાજ્ય પ્રાપ્તિમાં શુભ પરિણામ આપણે નજરોનજર નિહાળ્યું. પણ આપણા દિલમાં કોઈ કાળે સાચી અહિંસાની પ્રતિષ્ઠા થઈ જ નહોતી. ગાંધીજીના સતત ઉપદેશ-માર્ગદર્શન-દ્વારા અહિંસાનું કાંઈક ઝાખું દર્શન આપણને થઈ રહ્યું હતું. એ માર્ગે પ્રજા ગુમગુ પગલાં માંડી રહી હતી. પણ પ્રજાનું માનસ સાચી અહિંસાના સાક્ષાત્કારથી અત્યન્ત દૂરનું દૂર જ હતું. આજ બાબત ગાંધીજીએ, અમેરિકાના એક અધ્યાપક ટુઅર્ટ નેલસન જે ગાંધીજીને ગયા ઓગસ્ટ માસમાં કલકત્તા ખાતે મળેલા તેમની સાથેના વાર્તાલાપમાં, બરોબર સ્પષ્ટ કરી છે. “પ્રોફેસર નેલસને ગાંધીજીને પૂછ્યું કે શાન્તિનાં સાધન વડે પિતાની સ્વતંત્રતા હાંસલ કરવામાં એકંદરે સફળ થનારા હિંદી એ જ ઈલાજો વડે દેશની પ્રજાની માંહે માંહેની લડાઈની
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy