SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પ્રબુદ્ધ જૈન તા. ૧-૧૦-૪૭. * યુનીયનમાં નહિ જોડાવું પણ આપણને અનેક રીતે સાશંક બનાવી રહેલ છે. જુનાગઢને સ્વીકાર એ પાકીસ્તાને હિંદી યુનીયન ઉપર પશ્ચિમ બાજુએથી લંબાવેલે પલાદી પજો જ છે એ સહજમાં સુઝ પડે તેવી વાત છે. આમ હોવાથી સમસ્ત હિંદુ કેમે જહિદથી , સચેત બનવાની, અને સુખચેન અને આરામને ત્યાગ કરવાની જરૂર છે. દ્રવ્યલાલસા અને સ્થળ લાભાલાભની ગણતરીથી ભરેલો જીવનવ્યામોહ-આ બે કારણોએ હિંદુ જનતાને બાયલી, નિમોલ્ય, ડરપેક અને સ્વાર્થ ખાતર સંતાનનું પણ પદપ્રક્ષાલન કરવાને હંમેશા તત્પર-આવી સ્વત્વહીન પ્રજ બનાવી દીધેલ છે. ધર્મ અને અહિંસાના નામે નિર્માલ્યતા અને ભયની જ ઉપાસના આપણા ઉપાસના આપણી લકાએ કરી છે. આ સર્વ ગુટિઓમાંથી હિંદુ પ્રજાએ મુકત બનવું જ રહ્યું. જુનાગઢને પ્રશ્ન એ જુનાગઢની હિંદુ પ્રજાને જ નથી, માત્ર કાઠિયાવાડની જ હિંદુ પ્રજાને નથી; પણ આખા હિંદુસ્તાનની હિંદુ પ્રજાને છે એમ સમજીને આજે જે લડત શરૂ કરવામાં આવી છે તે લડતને સમસ્ત હિંદુ જનતાએ ધન, માલમીલકત અને પ્રાણ-સર્વસ્વની આહુતિ વડે પાર પાડવી જ રહી. આમાં લેશ માત્ર પ્રમાદ, સ્વાર્થપરાયણતા કે ભીરૂત દાખવવામાં આવશે તે તેમાંથી સર્વાવિનાશ જ પરિણમશે એ સૌ કોઈ બરાબર સમજી લે. જૈન સમાજ પણ આ લડતને શકય તેટલે ટેકો આપે. ગીરનાર જેવું તીર્થક્ષેત્ર જે રાજ્યની હદમાં આવેલું છે તે રાજ્યને પાકીસતાનનું ગુલામ બનતા અટકાવવું જ જેઉએ. આ પ્રશ્ન આ રીતે આખા જન સમાજને બહુ નિકટપણે સ્પર્શે છે, આજે પણ નવાબના રાજ્યતંત્રમાં ગીરનાર તીર્થ પરત્વે આપણી કેવી પરાધીનતા છે, લાચારી છે, આપણી જ જગ્યામાં તેની મંજુરી સિવાય આપણે એક ઈંટ પણ માંડી શકતા નથી-આ બધી હાલાકી, અને ગુલામીમાંથી જે જૈન સમાજ છુટવા ઇચ્છતા હોય, પિતાના તીર્થ ક્ષેત્રને પિતાની ઇચ્છા મુજબ વિકસાવવા માંગતા હોય તે તે માટે આ જ ખરી તક છે. તેથી આરઝી સરકારને બને તે રીતે મદદરૂપ બનવા જન સમાજને આગ્રહપૂર્વક વિનંતિ છે. અલબત્ત આજની લડતના પ્રમુખ સૂત્રધારેમાં કેટલાક જાણીતા જન કાર્યકરો છે. ગયા ગુરૂવાર તા. ૨૫-૯-૪૭ની સભાના પ્રમુખ શ્રી. ન્યાલચંદ મૂળચંદ શેઠ, શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી. અમૃતલાલ દલપતભાઈ શેઠ, તથા મુંબઈના કઠિયાવાડ પ્રજામંડળના નવા પ્રમુખ શ્રી. મોહનલાલ પાન-આ સર્વ બંધુઓ જન છે. આ ઉપરાંત આરઝી હકુમતના છ સભ્યોમાં બે સભ્ય શ્રી. દુર્લભજી ખેતાણી તથા શ્રી. મણિલાલ સુન્દરજી દેશી-ઉભય પણ જેન છે. શ્રી. ચીલનલાલ ચકુભાઈ શાહ મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ છે. શ્રી, દુર્લભજી ખેતાણી મુંબઈ જન યુવક સંધના એક આગેવાન સભ્ય છે. આ હકીકત જૈન સમાજને તેમ જ મુંબઈ જૈન યુવક સંધને અત્યન્ત ગૌરવ આપનારી છે અને તે એટલા માટે નહિ કે તે તે ભાઈઓએ જૈન ઈને અમુક અમુક સત્તાસ્થાનો પ્રાપ્ત કર્યા છે, પણ આ હકીકતનું ગૌરવ છે એટલા માટે છે કે પ્રજાએ આ સર્વે ભાઈઓને તેમની દરેકની મૃતા સ્વીકારીને પ્રસ્તુત લડતના અગત્યના સ્થાન ઉપર નિયુક્ત કર્યા છે અને આ ભાઈ- - એ જુનાગઢની પ્રજાના-કાઠિયાવાડની પ્રજાના રાજકારણી ઉદ્ધાર અર્થે ઉભી કરવામાં આવેલી આ જીવસટોસટની લડતમાં પિતાનું સર્વસ્વ અર્પણ કરવાની અને પિતાના સર્વ શક્તિઓને આ મહાન કાર્ય પાછળ ખરચી નાંખવાની અને જાતે ફના થઈ જવાની તમન્ના દાખવી છે. આમ છતાં પણું સામાન્ય જન સમાજને ઢંઢોળવાની અને દ્રપાર્જનની ઘેલછામાંથી મુક્ત બનાવવાની અને આજ સુધી સેવેલી ઉદાસીનતાને બાજુએ હડસેલીને આજે માથે આવી ઉભેલા નવા કર્તબધ મને જૈન સમાજ બરોબર સમજે અને પાલન કરે એ રીતે તેમને જાગૃત કરવાની ખાસ જરૂર છે. તેઓ આજની લડતને પિતાના તીર્થની લડત સમજે, પોતાના ધર્મની રક્ષાની લડત સમજે, પિતાની જાતને બચાવવાની લડત સમજે-એ જેટલું ઈષ્ટ છે તેટલું જ આવશ્યક છે. અને મુસલમાન ભાઈઓને પણ જો આ લખાણ કઈ રીતે પહોંચી શકતું હોય અને તેઓ મોસ્લમ લીગે ઉભા કરેલા ભયંકર પૂર્વગ્રહોને બે ધડિ બાજુએ રાખીને સમભાવથી બુદ્ધિ-' પૂર્વક બે વાત સાંભળવા માંગતા હોય તે તેમને પણ સવિનય વિનતિ કે જુનાગઢના પાકીસ્તાન જોડાણને વિરોધ કર એમ જેટલે હિંદુઓને ધર્મ છે એટલે જ તેમને પણ ધર્મ છે. કારણ કે જે પાયા ઉપર પાકીસ્તાનની માંગણી કરવામાં આવી હતી અને જે પાયા ઉપર પાકીસ્તાનને સ્વીકાર કરવામાં આવ્યું છે તે પાયા ઉપર જ જુનાગઢ રાજ્ય હિંદી સંધમાં જોડાવું જોઈએ એવી આપણી માંગણી છે. આ ઉપરાંત તેઓ-એટલે કે જે મુસલમાન ભાઈઓ હિદી સંધના પ્રજાજને છે તેઓ-પિતાને સ્વાર્થ, સહીસલામતી અને સુખચેન ઇચ્છતા હોય તે તે માટે પણ તેમણે આ પ્રજાના બળવાને પુરેપુરો ટેકો આપવો જોઇએ અને અન્યાય અને અધમ ઉમર ઉભા રહેલા નવાબી રાજ્યતંત્રને રૂખસદ આપવાના આ કાર્યમાં પ્રગટ રીતે પુરા મદદરૂપ થવું જોઈએ. પણ...પણ આ વાત તેમના ગળે ઉતરશે કે કેમ એક સવાલ છે અને તેથી હજુ ફરી ફરીને તેમને કહેવાનું મન થાય છે કે “તમે આજની વાસ્તવિક પરિસ્થિતિ બરાબર સમજો અને મનનાં વળણુ બદલે ! મેસ્યુલ લીગની પીશાચી નેતાગીરીએ અમારું, તમારૂં, આખા દેશનું સત્યાનાશ વાળ્યું છે. આ દેશ- ગાંધીજીના નેતૃત્વ નીચે અહિંસાની લોકોત્તર ભૂમિકાનું અવલંબન લઈને એક વિશિષ્ટ સભ્યતાપૂર્વક અંગ્રેજ સરકાર સામે વર્ષોથી લડત ચલાવી રહેલ હતા. ઝીણુ અને મેમ લીગની અસત્ય અને હિંસાથી પ્રચુર દરવણીઓ તમારા મગજ ભમાવ્યાં, અમારાં મગજ ભમાવ્યાં, તમારામાંના કેટલાયે ભાઇઓ હેવાન બન્યા, અમે પણ એ દિશાએ ખેંચાયા. કલકત્તા, નવાખલી, બીહાર, ગઢમુકતેશ્વર, પંજાબ, વાયવ્ય પ્રાન્તનાં એક પછી એક હત્યાકાંડ નિપજ્યા. એથી ત્રાસીને કોંગ્રેસે ભાગલા સ્વીકાર્યા. એમ છતાં પણ પંજાબમાં પાછો કેમ જવાળામુખી ફાટી નીકળે અને કાળો કેર વર્તી ગયે. આપણે બને એક માના જણ્યા બે ભાઈઓ હતા અને છીએ. પણ તમારા સરનશીન ઝીણાએ કહ્યું કે તમે અને અમે ભિન્ન ભિન્ન પ્રજાએ છીએ.' તમોએ ભેળાભાવે એ વાત માની લીધી, ગણ્યાગાંઠયા રાષ્ટ્રવાદી મુસલમાને સિવાય તમારામાંના કોઇએ પણ એ વાતને વિરોધ ન કર્યો. આપણી પેઢી દર પેઢીની મહેબત મુસ્લીમ લોગની ભરમાવ્યા તમોએ જાણે કે ઉપરનું એક કપડું હોય એમ ઘડિના છટ્ઠા ભાગમાં ફેંકી દીધી. આ બાબતનું અમારા દિલમાં બહુ ઉંડુ દુઃખ છે. આમ છતાં આજે પણ આપણે બધા ભાઈઓ છીએ અને એક જ માતૃભૂમિના સંતાને છીએ એમ અમે અન્તરથી માનીએ છીએ. પણ સાથે સાથે એ પણ અમારે તમને જણાવવું જોઈએ કે અમારા દિલના વિશ્વાસને તમોએ સખ્ત આઘાત લગાડે છે અને તેથી આપણા સંબંધો બહુ જ અળા બન્યા છે. આવી પરિસ્થિતિમાં તમારે અમારી સાથે સુખરૂપ સ્થિતિમાં રહેવું હોય તે તમારા સરનશીન કાયદે આઝમ ઝીણુએ શિખવેલા ધણુ પાઠ તમારે ભુલવા પડશે, તેના પ્રત્યેની વફાદારીને તમારે આમૂળ ત્યાગ કર પડશે, હિંદી સંધ પ્રત્યે તમારે સંપૂર્ણ વફાદારી દાખવવી પડશે. હવે ગુંડાગીરીના દિવસે ગયા છે. આજને હિંદુ એ ગઈ કાલનો હિંદુ નથી રહ્યો એ તમારે બરાબર સમજી લેવું પડશે. જુનાગઢ જેવા પ્રશ્નમાં તમારે હિંદુઓને પુરો સાથ આપવું પડશે. દેશમાં રહીને પાંચમી કતારનું તમારૂં કઈ પણ કામ હવે અહિંનું રાજ્ય કે પ્રજા લેશ માત્ર સહી
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy