________________
૯૮
પ્રબુદ્ધ જૈન
- તા, ૧૫ ૯-૪૭
સ્વાતંત્ર્ય પ્રવેશ - પ્રવતિની મહાસતીજી ઉજવલકુમારીજીના
પ્રવચનને સાર સં. નટવરલાલ કપુરચંદ શાહ આજે પંદરમી ઓગસ્ટે આપણે આઝાદ થઈએ છીએ. આખું ભારત વર્ષ આજના આઝાદીના પર્વને ઘણું જ ઉત્સાહથી મનાવી રહ્યું છે. આઝાદી, સ્વતંત્રતા થી મુક્તિ એજ આપણે સામાજીક, રાજકીય, અને ધાર્મિક આદર્શ છે. અનેકવિધ મુક્તિમાંની એક મુક્તિ આજે આપણે હાંસલ કરી છે. તેને અપાર આનંદ માનવિના હૈયે હૈયે ઉછળી રહ્યા છે.
સ્વાધીનતામાં જ જન્મસાફલ્ય છે; તેથી આવો હર્ષ થ સ્વાભાવિક જ છે, પણ આટલાથી જ આપણે સંતોષ માની લેવાને નથી.
જ્યાં સુધી માણસ કુવાસનાઓથી ઘેરાયેલો છે, પરિસ્થિતિથી જકડાયેલ છે ત્યાં સુધી તે પરાધીન જ છે અને પરાધીનતાથી મરણ કંઈ જુદું નથી. રાજકીય સ્વાતંત્ર્યની સાથે બીજી દરેક દિશાનું પૂર્ણ સ્વાતંત્ર્ય આપણે મેળવી લઇએ તો જ સાચા સ્વતંત્ર બની શકીએ. આપણું શરીરને સ્વસ્થ અને સશક્ત બનાવી રોગ અને દુર્બળતાથી મુક્ત કરવું જોઈએ; બુદ્ધિને અજ્ઞાન, ખોટા વિચારો , અને વહેમમાંથી મુક્ત કરવી જોઈએ; કઠોરતાની લોખંડી સાંકળેથી જકડાયેલા હૃદયને આઝાદી આપવી જોઈએ. ભય, લાલચ, લાચારી, કામ, ક્રોધ, લોભ, અને શુદ્ર સ્વાર્થની જંજીરેથી જકડાયેલ મનને સ્વતંત્ર કરવું જોઈએ, હાથ પગને કર્મવેગમાં જોડી, જડતા અને આલસ્યના બંધન તેડી નાંખવાં જેએ; કાન, આંખ અને જીલ્લાના દુરૂપયોગોને અટકાવવા જોઈએ. આટલું કર્યા પછી જ આપણે પૂર્ણ સ્વતંત્ર બની શકીએ..
પશ્ચિમની સંસ્કૃતિ માને છે કે સ્વતંત્રતા એ માણસને જન્મસિદ્ધ હક છે. દરેક માણસ જન્મથી સ્વતંત્ર છે. વિચાર સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્રય, મત સ્વાતંગ્ય, આચાર સ્વાતંત્ર્ય, ભ્રમણ સ્વાતંર, અપૌરૂષય માને અને સર્વોપરિ પ્રમાણુ તરીકે સ્વીકારે તે વૈદિક ધર્મ. વેદની અપૌરુષેયતા અને પ્રમાણુ–સર્વોપરિતા ન માને તે અવૈદિક હિંદુ ધર્મ. અવૈદિક વિભાગમાં માત્ર જનો તેમ જ બૌદ્ધો જ નહિ પણ આજીવક સંપ્રદાય, શાકત સંપ્રદાય, કબીર પંથ, રામાનંદી પંથ, પાશુપત સંપ્રદાય જેવા બીજા પણ અનેક પંથો અને સંપ્રદાયોને સમાવેશ થાય છે. હિંદુ કીલે ફીનું એવું એક પણ નિરૂપણું જોવામાં નહિ આવે કે જેમાં આ વૈદિક સંપ્રદાય અને પંથને સમાવેશ કરવામાં આવેલ ન હોય. આવી જ રીતે હિંદુ સંસ્કૃતિને પણ બે વિભાગમાં જ વિચાર કરવામાં આવે છે. બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ, અને આ શ્રમણ સંસ્કૃતિમાં માત્ર જૈન દર્શનને જ સમાવેશ થતો નથી પણ બૌધ્ધ દર્શન, સાંખ્ય દર્શન, વેગ દર્શન તેમ જ કબીર, તુકારામ, નાનક, દાદુ આદિ મહાત્માઓ દ્વારા ઉપસ્થિત થયેલાં અર્વાચીન દર્શનેને પણ સમાવેશ થાય છે. આ શ્રમણ સંસ્કૃતિએ બ્રાહ્મણશ્રેષ્ટત્વને, વર્ણવ્યવસ્થાનો, અસ્પૃશ્યત્વ, વેદ, યજ્ઞનો વિરોધ કર્યો છે અને સર્વસમાનતા અને ક્રિયાકાંડની અપેક્ષાએ જીવનશુદ્ધિ ઉપર વધારે ભાર મૂકે છે. આ બંને પ્રવાહ એકમેકથી છુટા પડતા અને સંકળાતા અનાદિ કાળથી હિંદુસ્તાનમાં ચાલતા આવ્યા છે અને તે ઉભય પ્રવાહને સમગ્રપણે હિંદુ સંસ્કૃતિના સર્વસામાન્ય નામથી ઓળખવામાં આવે છે. આ રીતે વિચારતાં જેને હિંદુઓમાં સમાવેશ થતો નથી એમ કહેવું લેશ માત્ર ઉચિત નથી, ઇતિહા- સસંમત નથી, વર્તમાન પરિસ્થિતિનું સમ્યક્ પ્રકારે નિરૂપક નથી.- અપૂર્ણ.
પરમાનંદ,
મુદ્રણ સ્વાતંત્ર્ય, ખાન પાન સ્વાતંત્ર્ય, વગેરે આપણે પશ્ચિમની સંસ્કૃતિમાંથી શીખ્યા છીએ; પરંતુ આપણી પૂર્વની સંસ્કૃતિ એથી તદ્દન જુદું જ શીખવે છે. પૌય તત્વચિંતક કહે છે કે માણસ જન્મથી બદ્ધ છે. બદ્ધ અવસ્થામાં જ તેને જન્મ થાય છે. અથવા તેથી જ જન્મ લે છે. સ્વતંત્ર તો એક ઈશ્વર છે અને જ્યાં . સુધી આપણે ઈશ્વર થયા નથી ત્યાં સુધી બદ્ધ જ છીએ. આપણે બધાએ સ્વતંત્ર થવું રહ્યું છે. ઈશ્વરી ગુણ આપણામાં આવ્યા વિના આપણે સ્વતંત્ર થવાના નથી. ઈશ્વર પ્રેમસ્વરૂપ છે; તેનામાં વિશ્વવાત્સલ્ય છે. એ ગુણ જ્યારે આપણામાં આવશે ત્યારે આપણે સ્વતંત્ર થઈ શકીશું. એ ગુણ મહાત્માજીમાં આવવાથી જ તેઓ પૂર્ણ સ્વતંત્ર બની, ભારતને લોહીનું એક પણ બિંદુ વહેવરાવ્યા વગર આઝાદ બનાવી શક્યા છે. આ ઇતિહાસમાં અનોખી ઘટના છે.
જેને પ્રેમ વિશ્વ સુધી નથી પહોંચ્યો તે બદ્ધ છે; જેને વાસના છે તે બદ્ધ છે; જેને સ્વાર્થ છે તે બદ્ધ છે. બદ્ધ છે. તે સ્વતંત્ર હેઈ શકતો જ નથી. તેનું નિયમન બીજાએ જ કરવું જોઈએ. આંધળાને ભ્રમણ સ્વાતંત્ર્ય ન અપાય; મૂખને વિચાર સ્વાતંત્ર્ય ન અપાય; ઉન્મત્તને આચાર સ્વાતંત્ર્ય ન આપવું જોઈએ; બાળકને મત સ્વાતંત્ર્ય ઘટતું નથી; કજીયાખેરને વાક સ્વાતંત્ર્ય અપાય નહિં; ટુંકામાં અજ્ઞાની અને અનાચારીને કોઈ પણ જાતને સ્વાતંત્ર્યને અધિકાર નથી. સ્વાતંત્ર્ય એ દરેક જણનો હક નથી પણ અત્યંત યોગ્ય મનુષ્યને મળો અધિકાર છે. ટુંકામાં તૃષ્ણા એ બધ્ધતા છે અને તપ્તિ એ સ્વતંત્રતા છે. તેથી જ સાચો સ્વતંત્ર છે.
આજ કાલ સ્વતંત્રતા શબ્દને ઘણો દુરૂપયોગ થઈ રહ્યો છે. સ્વતંત્રતાના નામે કેટલાક સ્વછંદી બની રહ્યા છે. પણ ભુલવું ન જોઈએ કે સ્વતંત્ર શબ્દમાં સ્વ જેટલું જ મહત્વ તંત્ર એટલે. નિયંત્રણનું છે. પિતાનું પતા પર નિયંત્રણ તેનું નામ સ્વતંત્રતા છે. આવી સ્વતંત્રતાને સ્વચ્છેદ સાથે કોઈ પણ જાતને સંબંધ નથી; સાચી સ્વતંત્રતા સંયમ વગર ટકી જ ન શકે. સંયમથી સજજ થયેલી સ્વતંત્રતા જ સાચી સ્વતંત્રતા છે.
શસ્ત્રો પણ તે જ સાચાં કહેવાય જે માણસને આઝાદી મા મુક્તિ આપી શકે. સાધુએ પણ તે જ શ્રેષ્ઠ જે માનવ સમાજને સર્વ પ્રકારના દાસત્વમાંથી આઝાદ બનાવે. આજે મહાત્માજીને આપણે શ્રેષ્ઠ કાટીમાં ગણી શકીએ છીએ. રાજકીય દાસત્વમાંથી આપણુને મુકત કરવામાં તેમને જ મોટો ફાળો છે અને કેટલાક સામાજીક અને ધાર્મીક દાસત્વમાંથી પણ હિન્દી જનતાને તેમણે મુક્તિ અપાવી છે. વળી આશ્ચર્યની વાત તો એ છે કે આવા ચાલીસ કરોડની આઝાદીના પ્રાપ્તિ સમયે તેઓ કયાંય આધા જઈને બેસી ગયા છે !
સેંકડે વર્ષમાં નહી મનાઈ હુંય એવી દીપમાલિકા આજે હિંદુસ્તાન મનાવશે મુખ્ય સ્થાન પર ભારતને આઝાદ ધ્વજ ફરકશે. એ ધ્વજ પણ કંઈક-અનેખા સંદેશાઓ આપી રહ્યો છે, એમાં રાજકીય આઝાદી અને ધાર્મીક મુકતિને સંદેશ ભરેલ છે. એના ત્રણ રંગે દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ ત્રણ મોક્ષમાર્ગના દ્યોતક છે. કેસરી રંગ શ્રદ્ધા બતાવે છે, સફેદ રંગ જ્ઞાનસુચક છે. અજ્ઞાન અંધારાને દૂર કરી જ્ઞાન, ઉજવલ પ્રકાશ પાથરે છે. લીલો રંગ ચારિત્ર્ય બતાવે છે. ચારિત્ર્યથી આત્મગુણો હર્યા ભર્યા થાય છે. એનું વચ્ચેનું ચક્ર દર્શન, જ્ઞાન, ચારિત્રનાં પ્રતીકસમ છે. બીજો . એને અર્થ શૌર્ય, પ્રેમ અને શાંતિને છે. અને ચક્ર શ્રી કૃષ્ણના સુદર્શનચક્રની જેમ અન્યાય અને જુલ્મને પ્રતિકાર કરવાનો સંદેશ આપી રહ્યું છે. ભારતના આઝાદ ધ્વજને કેવળ આકાશમાં ચડાવી જ સતેલ ને માનતા તેના સંદેશને મસ્તકે ચડાવી હૃદયમાં ધારણ કરજો. અંતે ભારતને આ આઝાદ વજ દરેક માનવીને સર્વદેશીય મુકિત આપે એ જ શુભ કામના !
' “જૈન પ્રકાશ માંથી સાભાર ઉદ્ભૂત.