________________
તા. ૧૫-૯-૪૭.
પ્રબુણ જેન
૯૭
હોવાથી હિંદુ કામમાં કરવામાં આવેલ જૈનેને સમાવેશ પ્રસ્તુત ધારાના હેતુઓના નિરૂપણુના શબ્દથી વિરૂદ્ધ જાય છે.
(૩) અમારી કોમનાં મંદિરો અમારી કેમના સભ્યએ ઉભા કરેલ છે અને તેમને નિભાવ પણ જન કેમના પૈસામાંથી જ થાય છે. અમારી કામના સભ્ય અમારા ધર્મના સિધ્ધાંત મુજબ પૂજા કરે અને આધ્યાત્મિક ઉન્નતિ સાધે તે હેતુથી આ મંદિરે ઉભા કરવામાં આવ્યાં છે, બીજી કામના માણસે અમારાં મદિરામાં પૂજા કરવા માટે આવતા નથી. મંદિરે જોવા માટે પણ બહુ જ ઘેડા લોકો આવે છે અને તેમને અમારી મંજુરીથી દાખલ થવા દેવામાં આવે છે. અમારા મંદિરમાં દાખલ થવાને તેમને કોઈ હક નથી તેમજ એવા હકકની તેમણે કદિ માંગણી કરી નથી. આ મંદિરો અમારી કોમની મીલકત છે અને તેના નિભાવ માટે અમારી કેમે જાહેર જનત: પાસેથી રાજ્ય સંસ્થા પાસેથી એક પણ પાઠ કદિ લીધી નથી. આમ હોવાથી અન્ય કામના માણસને આવા મંદિરમાં પ્રવેશ કરવાને હકક આપે તે ન્યાય અને નીતિના નિશ્ચિત્ત સિદ્ધાન્તની વિરૂદ્ધ છે.
(૪) જૈન ધર્મ અને તત્વજ્ઞાન હિંદુ ધર્મ અને તત્ત્વજ્ઞાનથી તદ્દન ભિન્ન પ્રકારનું છે, અને જૈન મંદિરમાં કરવામાં આવતી પૂજાવિધિ પણ અન્ય હિંદુ મંદિરેથી જુદા પ્રકારની છે. એ જાણીતું છે કે હિંદુ ધર્મ એટલે વૈદિક ધર્મ અને તે વૈદિક ધર્મની શૈવ, વૈષ્ણવ વગેરે કેટલીક શાખાઓ છે અને જૈન ધમ' હિંદુ ધમની શાખા નથી. એ પણ જાણીતું છે કે “શ્રમણ (જૈન) સંસ્કૃતિ અને બ્ર દ્વાણુ સંસ્કૃતિ એકમેકથી જુદી હોવાનું સ્વીકારાયલું છે અને અનાદિકાળથી એક સાથે અસ્તિત્વ ધરાવતી આવેલ છે.
(૫) અનાદિ કાળથી હિંદુસ્થાનમાં વૈદિક હિંદુ ધર્મ, જૈન ધમ, બૌદ્ધ વગેરે અનેક ધર્મો અરિતલ ધરાવતા આવ્યા છે. આજે મુખ્યત્વે કરીને વૈદિક અને જન એમ બે ધર્મો હયાતી ધરાવે છે અને તે બે ધર્મોની અનેક શાખાઓ અને ઉપશાખાઓ છે. એ જાણીતું છે કે જે ધમને અનુસરતા હજારો લોકોએ જૈન ધમને ત્યાગ કર્યો હતો અને હિંદુ ધર્મને સ્વીકાર કર્યો હતા અને આવી રીતે હિંદુ ધર્મને રવીકાર કરવાથી જન કેમના સભ્ય તરીકેના જે કાંઇ હકકો હોય તે હકકે તેમણે ગુમાવ્યા હતા. એવી જ રીતે ઉંચા વર્ણના હિંદુઓએ અને હિંદુ ધર્મને અનુ- રતા ભાવસારે, કણબીઓ જેવા શુદ્રોએ જૈન ધર્મને સ્વીકાર કર્યો છે અને આમ કરવાથી આવા માણસે જૈન મંદિરમાં દાખલ થ પાના અને પૂજા કરવાના હકદાર બન્યા છે. જાહેર હિંદુ મંદિરમાં પૂજને લગતે ક્રિયાકાંડ પૂજારીઓ કરે છે અને અન્ય ઉપાસકેકને મૂતિને સ્પર્શ કરવા દેવામાં આવતા નથી અને મંદિરના ગર્ભાગારમાં દાખલ થવા દેવામાં આવતા નથી. બીજી બાજુએ જિન મંદિરમાં દરેક જન ઉપાસક મંદિરના ગર્ભાગારમાં દાખલ થઈ શકે છે અને મૂર્તિને સ્પર્શ કરી શકે છે અને બધી પૂજનક્રિયાઓ પિતે કરી શકે છે. જેને નિરામિષાહારી છે અને તેમના ધર્મના કાનુનથી મધ સાંસ લેવાની તેમને સખત મના કરવામાં આવી છે. તેથી હરિ. જનો કે જેઓ મધમાંસાહારી છે તેમને હકની રૂઇએ મંદિરમાં દાખલ થવા દેવા તે અગ; છે, અન્યાયી છે.
(૬) એ સુવિદિત છે કે હરિજન જન ધર્મના અનુયાયી નથી, તેમ જ પૂજા કરવા માટે પ્રવેશ કચ્છની તેમણે કદિ માંગણી કરી નથી. બધા હરિજને હિંદુ ધર્મના અનુયાયીઓ છે અને તેથી જૈન ધર્મને અનુસરતા લેકે જે હકડ ભે ગવે છે તેમાંના કોઈ પણ હક કે તેમને આપવા એ યે નથી. આમ હોવા છતાં પણ જો તેમને કાયદાથી અમારા મંદિરોમાં દખલ થવાને હકક આપવામાં આવે તે તેઓ પોતાને મળેલ પ્રવેશકક પુરવાર કરવા માટે જ, અને નહિ કે પૂજા માટે, તેઓ જૈન મંદિરમાં દાખલ થશે અને બીનજરૂરી અશાન્તિ અને ઉપાધિ ઉભી કરશે.
(૭) છેવટે હિંદની બંધારણ સભાએ ન્યાયપૂર્ણ મૂળભૂત હકકોને લગતા જે ઠરાવ પસાર કર્યો છે તે તરફ અમે આપનું ધ્યાન ખેંચીએ છીએ. આ ઠરાવથી હિંદી સંસ્થાનમાં વસતી જુદી જુદી સર્વ કમેને સંપૂર્ણ અંશમાં ધાર્મિક સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. અને તેથી નમ્રતાપૂર્વક રજુ કરીએ છીએ કે આ ધાર ઉપર જણાવેલ મૂળભૂત હકના શખ અને ભાવનથી વિરૂદ્ધ છે, અને તેથી આ ધારાને કાયદાનું સ્વરૂપ આપવું ન જોઈએ. ન જોઈએ.
(૮) અમે માનીએ છીએ કે આ ધારે જાહેર જનતાના અભિપ્રાય અર્થે ચેતરફ ફેરવવામાં આવ્યું નથી. અનેક કમેના ધાર્મિક સ્વાતંત્ર્યમાં દખલગીરી કરતા આ ધારા સબંધમાં જાહેર : જનતાને પિતાને અભિપ્રાય વ્યકત કરવાની પુરી તક આપ્યા સિવાય અને જુદી જુદી કમેને અભિપ્રાય મેળવ્યા. પહેલાં આ ધારાને કાયદાનું સ્વરૂપ આપવામાં ન આવે એ અત્યન્ત જરૂરી છે.
આ સંયોગોમાં અમારી નમ્રતાપૂર્વક માંગણી છે કે જૈન કેમને હિંદુ સમાજમાં સમાવેશ થ ન જોઈએ અને કલમ ૨, ઉપકલમ “બી” રદ કરવી જોઈએ; નમ્રસેવક
મેધજી સેજપાળ-પ્રમુખ ચંદુલાલ વર્ધમાન શાહ
દામજી જેઠાભાઈ | મુખ્ય મંત્રીઓ, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ આ નિવેદન ત્રણ મુદ્દાઓ મુખ્યપણે આગળ ધરે છે.
(1) હિંદુ કોમમાં જૈન કેમને સમાવેશ કરી ન જ શકાય કારણ કે જન કેમ હિંદુ કોમથી એક અલગ કેમ છે.
(૨) જૈન મંદિરમાં જન સિવાય અન્ય કેઇને હક્કની રૂઈએ દાખલ થવાને અધિકાર નથી,
() હરિજનમાં કોઈ ન હોવાનું જાણવામાં નથી તેથી જૈન મંદિરમાં તેમના પ્રવેશનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.'
આમાંને પહેલો મુદો આપણે આગળના અંકમાં વિગતવાર ચર્યો છે. આપણું સાંપ્રદાયિક અભિમાન આપણી કોમ અને ધર્મને હિંદુ કામ અને હિંદુ ધર્મથી અલગ ગણાવવાને આપને આજે પ્રેરી રહેલ છે. પણ આ અલગપણાની ભાવના આપણી સમાજરચના, આધ્યાત્મિક ભાવના તેમ જ સાંસ્કારિક ઘડતર-એ સાથી વિરૂધ્ધ છે અને જન કામના તેમ જ ધર્મના વાસ્તવિક વાર્થ અને હિતમાં પણ ભારે અનર્થકારી છે. અત્યારે પુનરાવર્તનને દેષ વહેરીને ૫ણુ એ બાબત સ્પષ્ટપણે અહિં રજુ કરવાની મને જરૂર લાગે છે કે સમાજ બંધારણ, રચના અને સામાજિક વિશેષતાઓ તેમજ ત્રુટિએ-એ સર્વની દૃષ્ટિએ પારસી, મુસલમાન, યહુદી કે પ્રીસ્તી માફક જન કેમ એક અલગ કોમ નથી, પણ હિંદુ કોમમાં અન્તર્ગત થયેલી અને પ્રમુખસ્થાન ધરાવતી
એક શાખા કામ છે. આ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતાએ જ જૈન સમાજને આજ સુધી ટકાવી રાખે છે, આપણે હિંદુ કિમથી અલગ થઈ શકીએ એમ નથી, તેમાં ડહાપણ પણ નથી. આ સંબંધમાં પ્રસ્તુત નિવેદન જણાવે છે કે
જૈન ધર્મ અને તત્વજ્ઞાન હિંદુ ધર્મ અને તત્વજ્ઞાનથી તદ્દન ભિન્ન પ્રકારનું છે અને જન મંદિરમાં કરવામાં આવતી પૂજાવિધિ પણ અન્ય હિંદુ મંદિરથી જુદા પ્રકારની છે. એ જાણીતું છે કે હિંદુ ધર્મ એટલે વૈદિક ધર્મ અને તે વૈદિક ધર્મની શૈવ, વૈષ્ણવ વગેરે કેટલીક શાખાઓ છે અને જૈન ધર્મ હિંદુ ધર્મની શાખા . નથી. એ પણ જાણીતું છે કે શ્રમણ (જૈન, સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિ એકમેકથી જુદી હોવાનું સ્વીકારાયેલું છે અને અનાદિ કાળથી એક સાથે અસ્તિત્વ ધરાવતી આવેલ છે' આ વિધાને સત્ય હકીકતથી બહુ વેગળા છે, હિંદુ ધર્મ એટલે માત્ર વૈદિક ધર્મ નથી પણ એ ધર્મના બે વિભાગ છેઃ વૈદિક અને અવૈદિક. વેદને