________________
ત. ૧-૯-૪૭
પ્રબુદ્ધ છે
રીતે કોઈ રાજા કરી શકતો નથી. ભૌગોલિક, આર્થિક, રાજકીય, સાંસ્કારિક સંબંધ અને પ્રજાનો અભિપ્રાય લક્ષમાં લઈને જ આ નિર્ણય થાય એ ખુલ્લી વાત છે. લોર્ડ માઉન્ટબેટને ખૂબ આગ્રહપૂર્વક રાજાઓને આવી સલાહ આપી અને એકંદરે રાજાએ.ને મેટો ભાગ ડહાપણ વાપરી હિન્દી યુનીયનમાં જોડાયે. પણ બધા મુસલમાની રાજાઓનું વલણ જુદા જ પ્રકારનું માલુમ પડયું. હૈદ્રાબાદથી માંડીને નાના નાના બાંટવા કે માણાવદર સચીન કે ખંભાત જેવા રાજ્યના રાજવીઓ પણ ઉધાડા સત્યને એવગણી કાંઈક રમત રમવા માંડયાં બધા મુસલમાન રાજાઓનું આ વલણ કોઈ અકસ્માતું ન હતું. એ કઈ જનાનું પરિણામ હેય તેમ લાગ્યા વિના રહે નહિ. હિન્દી યુનીયનમાં જોડાવા માટે સબળ અને અનિવાર્ય કારણે જેને છે તેવા મુસલમાન રાજાઓ પણ રાહ જોઈ રહ્યા. કેટલાક છેવટ જોડાયા, બીજાઓ હજી પણ સદેહભર્યું વલણ રાખી રહ્યા છે. તેમાં જુનાગઢના નવાબે પહેલ કરી. અને પાકીસ્તાનમાં જોડાવાને પિતાને નિર્ણય જાહેર કર્યો.
જુનાગઢના નવાબ મુસલમાન છે તે એક હકીકત સિવાય પાકીસ્તાનમાં જોડાવાનું જુનાગઢને કોઈ કારણ કે નથી. વસ્તી ૮૨ ટકા હિન્દુ છે અને તેને મત સુવિદિત છે. ભૌગો આર્થિક રાજકીય સામાજીક અને સાંસ્કારીક દ્રષ્ટિએ જુનાગઢ રાજ્ય કાઠીયાવાડનું અવિભાજ્ય અંગ છે. આ રાજ્યના પ્રદેશ હિન્દુ, જૈન અને બૌધ્ધ ત્રણે ધર્મોના મહાન અને પ્રાચીન તીર્થક્ષેત્રની પવિત્ર ભૂમિ છે, ભગવાન કૃષ્ણચંદ્રની ભૂમિ છે, નેમ-રાજુલની ભૂમિ છે, અશોકના ધર્મસ્તોની ભૂમિ છે, ભગવાન સોમનાથનું ધામ છે, નરસિંહ મહેતાનું નિવાસસ્થાન છે.
ત્યારે જુનાગઢના નવાબે પાકીસ્તાનમાં જોડાવાને નિર્ણય કેમ કર્યો? હૈદ્રાબાદ પણ જે નથી કરી શક્યું તે જુનાગઢ જેવાં નાના રાજ્ય કરવાની હીંમત કેમ કરી? જુનાગઢને આ નિર્ણય જુનાગઢની પ્રજાને અને કાઠીયાવાડની પ્રજાને દ્રોહ છે, વિશ્વાસઘાત છે. 11 મી એપ્રીલે જુનાગઢ જાહેર કર્યું કે કાઠીયાવાડની એકતામાં જુનાગઢ માને છે અને કાઠીયાવાડને એક એકમ બનાવવાની યોજના તેની પાસે છે. આ જાહેરાતનું ૨૨મી એપ્રીલ અને ૧૫મી મે–એમ બે વખત ફરીથી જાહેર રીતે ગેઝેટમાં બહાર સમર્થન કર્યું અને જુનાગઢ તથા કાઠીયાવાડની પ્રજાને ખાત્રી આપી. આવી જાહેરાતોની અવગણના કરીને જુનાગઢ એકાએક પાકીસ્તાનમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો. આ નિર્ણય જુનાગઢના નવાબનો નિર્ણય નથી. આ નિર્ણય મી. મહમદઅલી ઝીણુને છે. આ નિર્ણયના ગંભીર અને હિંદવ્યાપી પરિણામે મી. ઝીણાને લય બહાર ન હોય. હિંદુસ્તાનની ધરતી ઉપર પગપેસારો કરવા અને હિંદની સંરક્ષણ-હરળ અને દરિયા કીનારો ભેદવાને આ માર્ગ છે. જે ઘેરણે હિંદના ભાગલા મુસ્લીમ લીગે ભાગ્યા અને આપણે સ્વીકાર્યા તે ધોરણની આમાં સંપૂર્ણ અવગણુના છે. મુસલમાનની બહુમતીવાળા પ્રદેશ મુસલમાન રાજ્યમાં રહે, જેથી હિન્દુ મુસ્લીમ વચ્ચે શાન્તિ રહે એ સિદ્ધાંતે પાકીસ્તા- નને જન્મ આપે. પણ હીટલર પેઠે મી. ઝીણાની મહત્વકાંક્ષાને કોઈ મર્યાદા નથી. હિન્દુઓ અને હિન્દુસ્તાનની શકિત માપવાને તેમણે આ પગલું ભર્યું છે. જુનાગઢ પાકીસ્તાનમાં જોડાય તે પ્રશ્ન માત્ર જુનાગઢની પ્રજાને નહિ, માત્ર કાઠિયાવાડનો નહિ પણ સમસ્ત હિન્દનો છે. બે રાજ્યો વચ્ચેને એ પ્રશ્ન છે. મી. ઝીણાની દાનત સાફ હેત તે જુનાગઢના નવાબ બેવકુફીથી પાકિસ્તાનમાં જોડાવા જાય તે પણ મી. ઝીણાએ સાફ કહેવું જોઇએ કે અમો જુનાગઢને પાકીસ્તાનમાં લઈ શકતા નથી. - હિન્દી સંધે, આ સંબંધે જે કાંઈ પગલાં લેવા જોઈએ તે તો તે લેશે જ, પણ જુનાગઢ અને કાઠીયાવાડની પ્રજાને તે એ ધમાં થઈ પડે છે કે જુનાગઢના નવાબને આ નિર્ણય કોઈ વાતે
સંઘ સમાચાર
આઝાદી ઉદ્યાપન તા. ૧૫-૮-૪૭ શુક્રવારના રોજ સવારે ૮ વાગે શ્રી મહાવીર જન વિધાલયની વ્યાખ્યાનશાળામાં સ્વાતંત્ર્યદિને નોમન શ્રી મુંબઈ જૈન યુવક સંધના સભ્યનું એક સ્નેહસંમેલન ગોઠવવામાં આવ્યું હતું. મુંબઈની ધારાસના પ્રમુખ શ્રી કુંદનમલ ફીદિવા પ્રમુખસ્થાને બીરાજ્યા હતા. પ્રારંભમાં બહેનોએ 'જનમનગણુ આધિનાયક જ્ય હે!' ગાઈ સંભળાવ્યું. ત્યાર બાદ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆએ શ્રી કુંદનમલજી ફીદિયાને આજે સમસ્ત રાષ્ટ્રને પ્રાપ્ત થતી સ્વતંત્રતાનું રહસ્ય સમજાવવા અને તે અંગે આપણને પ્રાપ્ત થના કર્તવ્યને ખ્યાલ આપવા વિનંતિ કરતાં રાષ્ટ્રીયતાની દષ્ટિએ અન્ય જૈન સંસ્થાઓની અપેક્ષાએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વિશિષ્ટતા રજુ કરી હતી અને સંધના સુખપત્ર “પ્રબુધ્ધ જન’ના પાને પાને આઝાદીની તમન્ના આળેખાયેલી છે અને તેથી આજનો દિવસ શ્રી મુંબઈ જૈન યુવક સંધ દષ્ટિએ અતિ મહત્વનું છે અને એ કારણે જ સંઘ તરફથી આજનું સંમેલન ગોઠવવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું. ત્યાર બાદ શ્રી કુંદનમલ ફીરોદીએ આજના દિવસની અપૂર્વતા, ૨૦૦ વર્ષની ગુલામી બાદ દેશમાં થતી સ્વાતંત્ર્યની પ્રતિષ્ઠા, હિંદના ગ્લાનિજનક . બાગલા, બંગાળા અને પંજાબનું દુ:ખદાયી વિભાગીકરણ, આઝાદીના જનક ગાંધીજીની મહત્તા, ગાંધીજી અને મહાવીરસ્વામી-ઉમયે મૂળે અહિંસા ઉપર ભાર, સ્વાતંત્ર્યસિધિ દ્વારા પ્રગટ થત આંહ સામે વિજ્ય, વૈરભાવ વિરૂધ્ધ સંયમ, મન વાણી અને કર્મના નિગ્રહની. આદરણીયતા, લાહોર અમૃતસરમાં પ્રજવલિત થયેલા કોમી દાવાનળની ભયાનકતા, આજની કક્ષાએ સુલેહ શાંતિની પરમ આવશ્યકતા, રાજકીય આઝાદીના અનુષંગમાં આર્થિક તેમજ સામાજિક આઝાદીની અનિવાર્ય અગત્યતા --આવી અનેક બાબતે પિતાના પ્રવચન દ્વારા ચચી હતી. એ પ્રવચન પુરૂં થતાં શ્રી. કુંદનમલજી રદીયાને શ્રી. વેણીબહેન કાપડીઆએ આભાર માન્યો હતો. ત્યારબાદ “વદે માતરમ' ગવાયું હતું અને ત્યારબાદ પ્રસંગચિત અલ્પાહાર પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગિની સમાજ તરફથી ચાલતા સેવામંદિરની હરિજન બહેને એ કેટલાંક રાષ્ટ્રગીત સંભળાવીને સભાનું મન રંજિત કર્યું હતું. આ સમારંભ હરિજન બહેનોના આગમનથી સવિશેષ સાર્થક બન્યું હતું.
શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિની એક સભા તા. ૨૩-૮-૪૭ શનિવારના રોજ મળી હતી, જે પ્રસંગે સત
અમલમાં આવવા દે નહિ. જુનાગઢના નવાબ અને પાકીસ્તાનની સરકાર કેટલી હદે જવા તૈયાર છે તે જોવાનું રહે છે. સંભવ છે કે પ્રજાશક્તિ અને સંગઠ્ઠન મજબૂત હશે તે તેઓ પીછેહઠ કરશે. પણ જરાપણ નબળાઈ દેખશે તે પિતાનું બળ અજમાવશે. કાઠીયાવાડના બીજા રાજવીઓને પણ પિતાની પ્રજા અને રાજ્યના રક્ષણ માટે . જુનાગઢના નવાબના આ નિર્ણયને પિતાની શક્તિ વાપરી વિરોધ કરવાનો ધર્મ છે. રાજવીઓ પિતાના આ ધર્મમાં ચૂકશે તે સંભવ કે જુનાગઢના નવાબ પ્રજાને એક નવો જ માર્ગ બતાવશે અને સમસ્ત રાજવી સંસ્થાને નાશ નોતરશે, પ્રજા આ અધમ કઈ વાતે સાંખી શકશે નહિ. હિન્દુસ્તાનમાં વસતા મુસલમાને શાંતિથી રહેવા ઇચ્છતા હોય અને હિન્દી સંધને અનેક વફાદારીની જે ખાત્રીઓ હવે તેઓ આપે છે તે શુદ્ધ દાનતની હોય તે તેમણે અને જુનાગઢના મુસલમાનોએ જુનાગઢના નવાબને સ્પષ્ટ કહેવું જોઈએ કે જુનાગઢ કોઈ પણ્ સંજોગોમાં પાકીસ્તાનમાં જોડાઈ શકતું
ચીમનલાલ,