________________
પ્રબુદ્ધ જૈન
, ૧-૯-૪૭
નિર્માલ્ય દશામાંથી કેમ ઉંચે લાવું, તેમનામાં આત્મવિશ્વાસ શી રીતે ઉભા કરૂં, નિર્ભયતાને શી રીતે સંચાર કરૂં એ જ મારા દિલની બળતરા છે.” આવું જ કાંઈક ગાંધીજીને ત્યાં આજે પોકારી રહ્યો હોય એમ ભાસે છે.
આમ એક મહામાનવ પશ્ચિમ પ્રદેશને શહેનશાહ બને છે; અન્ય મહામાનવ પૂર્વ પ્રદેશની પ્રજાને ચરણકિંકર બને છે. એકનું પ્રભુત્વ ઐહિક સત્તા અને પશુબળ ઉપર નિર્ભર બન્યું છે; અન્યનું પ્રભવ આધ્યાત્મિક ભાવના અને અપાર અનકંપા ઉપર નિર્માયલું છે. એકે એક હતા તેને બે કર્યા છે; અન્ય અનેકને એક બનાવ્યા છે અને આજે પણ તુટેલું સાંધવા પાછળ, ધવાયલું રૂઝવવા પાછળ, ભેદાયલું સુજિત કરવા પાછળ પોતાની સર્વ શક્તિઓ અને પ્રાણુને ખરચી રહેલ છે. - હિંદમાં આવીને ગાંધીજી સાબરમતીના સત્યગ્રહ આશ્રમમાં સ્થિર થયાં હતા; ૧૯૩૦-૩૨ ની લડતમાં ધાયુ ધ્યેય સિદ્ધ ન થયું અને તેથી પોતાની પ્રતિજ્ઞા મુજબ એ આશ્રમને તેમણે વિખેરી નાંખે અને વધુ ખાતે સેવાગ્રામમાં આવીને તેઓ વસ્યા. કોમી હત્યાકાંડોએ અને કલ્પનાતીત અત્યાચારોએ તેમને આકુળવ્યાકુળ બનાવી દીધા. સેવાગ્રામને ફેંકી દઇને આજે અગોચર પ્રદેશમાં, પ્રતિકુળ વાતાવરણમાં, પરાયી બનેલી વસ્તીમાં તેઓ પગલાં માંડી રહ્યા છે. નિર્મમ અને કરૂણાને આ દાખલ ભાગ્યે જ અન્યત્ર જોવા કે સાંભળવા મળશે.
નામદાર ઝીણા મૂળ મુંબઈવાસી. કેટલાક સમયથી તેઓ લગભગ દીલ્હીવાસી બન્યા હતા અને ત્યાં બેઠા બેઠા મત્સર અને વૈરઝેરને વરસાદ વરસાવ્યે જતા હતા અને કામ કેમ વચ્ચે કંકાસ, કલહ, મારામારી, કાપાકાપીનાં બીજે વાગ્યે જતા હતા. તેમાંથી પાકીસ્તાન મૂર્ત રૂપે ઉંગી ઉઠયું. તે પાકીસ્તાનની લાણી કરવા તેઓ હવે કરાંચી સિધાવ્યા છે. મહત્ત્વાકાંક્ષા, સં ભ, સરમુખત્યારી તેમને જ્યાં લઈ ગઈ ત્યાં તેઓ ગયા છે. આમ તેમણે પણ ઉતરોત્તર સ્થળાન્તરે જ કર્યા છે. પણ એના સ્થળાન્તરમાં અને બીજાના સ્થળાતરમાં કેટલો બધે તફાવત છે? જેટલો ફરક રાત્રી અને દિવસમાં છે, અમાવસ્યા અને પૂર્ણિમાંમાં છે, ગ્રીષ્મ અને વર્ષોમાં છે, હુતાશનિ અને દીવાળીમાં છે. એક બાજુએ અંહકાર અને સત્તા પ્રિયતામાં અને બીજી બાજુએ નમ્રતા અને વિશ્વબંધુતમાં છે તેટલો જ ફરક આ બન્ને મહામાનની પ્રકૃતિમાં અને તેમના વિચાર, વાણી અને વર્તનમાં છે.
આમાંથી એક ઈસ્લામી સંરકૃતિને પ્રતિનિધિ છે અને અન્ય હિંદુ સંસ્કૃતિને પ્રતિનિધિ છે એમ કહેવું યંગ્ય નથી. ઇસ્લામી સંસ્કૃતિમાં અહિંસા ઉપર જોઈએ તેટલો ભાર મૂકવામાં આવ્યા નહિ હોય, પણ શ્રી ઝીણાની પ્રચારનીતિ અને કાર્યપદ્ધતિ જે અસત્યના ચાલુ અવલંબન ઉપર રચાયેલી છે તે અસત્યને ઈસ્લામી સંસ્કૃતિમાં કોઈ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે એમ કહી નહિ શકાય. ઇસ્લામના પયગંબર મહમદ સાહેબ અહિંસાવાદી નહાતા એ ખરું, પણ તેમની સત્યનિષ્ઠા વિષે બે મત હોવા સંભવ નથી. વિશ્વબંધુત્વ એ તે ઇસ્લામને પામે છે. એવી જ રીતે અહિંસા અને સત્ય ઉપર ભાર મૂકતી હિંદુ સંસ્કૃતિ અસ્પૃશ્યતાના કલંકથી અને ઉચ્ચ નીચની ભાવનાથી આરપાર દુષિત થયેલી છે. વળી પુરાણકાળથી માંડીને આજ સુધીના ઇતિહાસમાં ઝીણની આવૃત્તિ સમા હિંદુ માનવપુંગવે નહિ જ મળે અથવા તે ગાંધીજીની આવૃત્તિ સમાં મુસલમાન સન્તો નહિ જ મળે એમ નહિ કહેવાય. શ્રીમદ્ ભગવદ્દગીતામાં આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિનાં કેટલાંક લાણે આપવામાં આવ્યા છે તે લક્ષ્યમાં લેતાં ઝીણા આસુરી સં૫- ત્તિના સ્વામી છે અને ગાંધીજી દૈવી સંપત્તિના સ્વામી છે એમ આપણે કહી શકીએ. આ રીતે એક આસુરી સંસ્કૃતિને પ્રતિનિધિ બનેલ છે, અન્ય દૈવી સંસ્કૃતિને પ્રતિનિધિ છે એમ કહેવામાં આપણે
- જુનાગઢ
હિન્દની રાષ્ટ્રીય એકતાના વિરોધી બે મુખ્ય તત્વે હતા. એક મુસ્લીમ લીગ અને બીજું દેશી રાજાઓ. બન્નેનાં બીજ અંગ્રેજોએ વાવ્યા હતા અને બંનેને અંગ્રેજોનું પોષણ હતું. મુસ્લીમ લીગની માગણી અંતે કબુલ કરવી પડી અને હિન્દના ભાગલા થયા. દેશી રાજાઓના જે કાંઈ કેલકરાર હતા તે હિન્દી સરકાર સાથે હતા. ઈસ્ટ ઇન્ડીયા કપની કે બ્રીટીશ સરકાર સાથે તે હોય તે પણ હિન્દી સરકાર તરીકે હતા. પણ પિતાની શાહીવાદી નેમ પુરી પાડવા અને ફટફુટ પાડી રાજ્ય કરવાની નીતિ અનુસાર ૧૯૨૦ માં બટલરકમીટી નીમી એક તુત અંગ્રેજ સરકારે ઉભું કર્યું કે દેશી રાજાઓના કેલકરાર હિન્દી સરકાર સાથે નહિ પણ બ્રીટીશ તાજ સાથે છે. આ સુતને ૧૮૩૫ ના ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયા એકટમાં કામ કર્યું અને વાયસરોય અને તાજના પ્રતિનિધિ એવી બે પદવી સ્વકારી દેશી રાજાઓને તાજના પ્રતિનિધિ સાથે જોડયા. ૧૯૪રમાં ક્રીસમીશન અને ૧૯૪૬ માં કેબીનેટ મીશન સમયે આ નીતિ ચાલુ રહી. ૧૯૪૭ માં બ્રિટનમાં મજુરસરકાર આવતાં આ નીતિ કાંઈક બદલાઈ, પણ તેમને જે વારસે મળ્યો હતો તે ફેરવી ન શક્યા અને હિન્દની એકતા રાખવી જરૂરી છે તે ભાન થયું તે પણ મુસ્લીમ લીગની માંગણી રવીકારવી પડી અને બ્રીટીશ સત્તા જતાં દેશી રાજાઓ સ્વતંત્ર છે એમ સ્વીકારવું પડયું. આમાનાં કઈ રાજા સ્વતંત્ર હતા નહિ અને આજની દુનિયામાં સ્વતંત્ર રહી શકે તેમ નથી એ નિર્વિવાદ હકીકત છે. તેથી હિંદ સ્વતંત્ર થતાં, બ્રીટીશ સરકારે એમ જાહેર કર્યું કે દેશી રાજ્ય સ્વતંત્ર થાય છે પણ તેમણે એક અથવા બીજા ફેમીનીયનમાં જોડાવું પડશે. બ્રીટન સાથે સીધે સંબંધ રાખવા કેટલાક રાજાઓએ પ્રયત્ન કરી જોય પણ તેમાં નિષ્ફળ ગયાં. સ્વતંત્ર રહેવાનાં કેટલાકે પ્રયત્નો કરી જોયાં અને કેટલાકના પ્રયને હજી પણ ચાલુ છે, પણ પરિસ્થિતિ વિચારતાં એક બે રાજ્ય સિવાય બીજાં બધાં એક અથવા બીજા ફેમીનીયનમાં જોડાવા તૈયાર થયા. કયા ડેમીનીયનમાં જોડાવું તેને નિર્ણય કરવાનો અધિકાર જાણે રાજાને જ હોય અને તેમાં પ્રજાનો કાંઈ અવાજ ન હોય તેવી રીતે કેટલાક રાજાઓ વર્તી રહ્યા છે. કયા મીનીયમમાં જોડાવું તેને નિર્ણય મનરવી લેશમાત્ર અયુકિત કરતા નથી. આ આસુરી સંસ્કૃતિ એટલે જેમાં સાધ્ય તેમ જ સાધનની વિશુદ્ધિને કઈ ખ્યાલ ન હોય, ચક્કસ સાધ્ય નક્કી કર્યા બાદ કોઈ પણ સાધન વડે એ સાધ્ય સિદ્ધ કરવું એ જ એકાન્ત નીતિને જેના પાયામાં સ્વીકાર હોય, જેને સત્ય અહિંસાની કશી કીંમત ન હોય, ઐહિક મહત્તા અને સત્તા એ જ જેના આરાધ્ય દેવતા છે. અને દૈવી સંસ્કૃતિ એટલે કે સાથ અને સાધનની સંપૂર્ણ વિશુદ્ધિ, સત્ય અને અહિંસનું નિરપવાદ અવલંબન, આત્મવિલેપન અને જનકલ્યાણની સાધના એ જ જેની મુખ્ય વૃત્તિઓ. ઇતિહાસમાં જે પરંપરા રસીકંદર, અને સીઝરથી શરૂ થઇ , છે અને આધુનિક કાળમાં નેપાલીયન, કૈસર, મુસેલીની, અને હીટલરમાં મૂર્તિ મન્ત થઈ છે એ જ પરંપરાના કાયદેઆઝમ ઝીણું વારસદાર છે. બીજી બાજુએ રામ, બુદ્ધ, મહાવીર, સેક્રેટીસ અને ઈશખ્રીસ્તની જગવિખ્યાત પરંરાને શોભાવનાર મહાત્મા ગાંધી છે. હિંદ અનેક વૈચિને નિર્માણ કરતે દેશ છે. આવી બે મહાન પરસ્પરવિરોધી માનવશકિતઓ એક જ કાળે એક જ દેશમાં પાકે, પરસ્પરના સંધર્ષણમાં આવે, એક પાર્જિત પાકીસ્તાનમાં સિંહાસનારૂઢ બને, અન્ય પાર્જિત સવરાજ્યમાંથી સ્વેચ્છાએ નિર્વાસિત બની પૂર્વ બંગાળાના અરણ્યમાં જઈને વસે-આ કાંઈ ઓછું ગઢ વૈચિત્ર્યનિર્માણ નથી. આની પાછળ કઈ ઈશ્વરી લીલા હોય તે તે ખરેખર અગાધ છે !
પરમાનંદ,