________________
પ્રબુદ્ધ જૈન
તા.' ૧-૯-૪૭.
અને મથે અસર ની તાનારી મહાત્મા ગાંધી સાથે સિદ્ધિ
કૃતજ્ઞતા નિવેદન આપણા ઇતિહાસની આ યાદગાર ઘી કે જ્યારે દેશના રાજ્યવહીવટ માટેની સર્વ સત્તા આપણે હસ્તગત કરી રહ્યા છીએ ત્યારે આપણને પ્રાપ્ત થતી આઝાદી માટે જેણે જેણે જહેમત ઉઠાવી છે, અને દુખો સહન કર્યા છે તે સર્વની સેવાઓ અને બલિદાનનું આપણે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ! આકરી કસેટીઓ અને ભયંકર યાતનાઓથી ભરેલા આ લાંબા. વર્ષો દરમિ' યાન જેમણે આપણને ચાલુ પ્રેરણા અને દોરવણી આપી છે અને વૃધ્ધાવસ્થાની અસર નીચે દબાયેલા હોવા છતાં, જે હજુ કરવાનું બાકી છે તે કાર્ય જેઓ પોતાની રીતે પુરૂં કરી રહ્યા છે તે આપણુ વર્તમાન ઇતિહાસના નિર્માતા મહાત્મા ગાંધીજીને આ ઐતિહાસિક મંગળ પ્રસંગે આપણે વન્દન કરીએ . સાથે સાથે આપણે એ પણ કૃતજ્ઞતાપૂર્વક જાહેર કરીએ કે જો કે આજની સિદ્ધિ આપણે ભગવેલી યાતનાઓ અને આપેલાં બલિદાનને કાંઈ ઓછી આભારી નથી, એમ છતાં પણ દુન્યવી બળેએ તેમ જ આસપાસ બની રહેલી ઐતિહાસિક ઘટનાઓએ આવું સુખદ પરિણામ લાવ. વામાં ઓછો ભાગ ભજવ્યું નથી, એટલું જ નહિ પણ દુરંદેશી બ્રીટીશ રાજ્યકર્તાઓએ અને આગેવાનોએ દીર્ઘદ્રષ્ટિ વાપરીને આપણને જે વચન આપ્યાં હતાં તે વચને આજે વાસ્તવિક સ્વરૂપે અમલી બની રહ્યાં છે અને બ્રીટીશ પ્રજાની લેકશાસનની ઐતિહાસિક પ્રણાલિ આજની ઘટનામાં મૂર્ત સ્વરૂપે પ્રગટ થઈ રહી છે. એ પ્રજાના પ્રતિનિધિ તરીકે બર્માના વાઈકાઉન્ટ માઉન્ટબેટન અને તેમનાં પત્ની કે જેમણે એક મહાન નાટકની આવી સુન્દર પૂર્ણાહુતિ નીપજાવવામાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે અને છેલ્લા દિવસો દરમિયાન જેમણે ઘણી જહેમત ઉઠાવી છે તે દંપતીયુગલનું આજે આપણી વચ્ચે તેવું અત્યન્ત સુખપ્રદ છે. હિંદ ઉપરની અંગ્રેજી હકુમતને આજે અન્ત આવે છે અને બ્રિટન સાથેને હવે પછીને આપણા સંબંધ પરસ્પર સદ્દભાવ પિોષાય અને લાભદાયી નીવડે એવી સમાનતાની ભૂમિકા ઉપર સ્થપાય છે.
હિંદની વાસ્તવિક એક્તા આજનો દિવસ નિઃશંકપણે અતિ આનંદ છે. પણ માત્ર એક વિચાર આજની સુખદ ઘટનાને આધત પહોંચાડે છે અને તે ઘટના પાછળ રહેલી આનંદમયતામાં ઉણપને અનુભવ કરાવે છે. હિંદ જેને ઇશ્વરે અને કુદરતે એક બનાવ્યું છે, અને હજારો વર્ષની સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસે પણ જેની એકતાનું સદા સમર્થન કર્યું છે તે હિંદના આજે ભાગલા પડે છે. આજે એક સીમાની બીજી બાજુએ એવા ઘણાવે છે જે આપણે સાથે આ બાજુ જોડાયેલા રહેવાનું જરૂર પસંદ કરતે. તેમની પ્રત્યે આપણે દિલસે છ વ્યકત કરીએ, તેમના ત્રત્યેના આપણા મમત્વની તેમને ખાત્રી આપીએ અને ગભરાટ કે નિરાશા નહિ સેવતાં પોતાના પાડોશીઓ સાથે સુલેહપૂર્વક શ્રધ્ધા અને ધ ધારણ કરીને તેઓ રહે અને વફાદાર નાગરિકના ધર્મો યોગ્ય રીતે બજાવીને પિતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરે એવો આપણી તરફથી તેમને સંદેશો પાઠવીએ. તે બાજુ આજે સ્થપાઈ રહેલા નવા સંસ્થાનને પણ આપણી શુભેચ્છાઓ પાઠવીએ અને નવા રાજ્યવહીવટની મુશકે. લીઓને પહોંચી વળવાના અને ત્યાં વસતા સર્વ નાગરિકોને સુખી અને સમૃદ્ધ બનાવવાના વિકટ કાર્યમાં તેને પુરી સફળતા મળે એમ આપણે અન્તરથી ઇચ્છીએ. જેઓ આ ભાગલા પાડવાનો આગ્રહ સેવી રહ્યા હતા અને ભાગલા ઉભા કરવામાં જેઓ નિમિત્ત- ભૂત બન્યા છે, તેઓ પણ હિંદની મર્મભૂત એકતાને સ્વીકાર કરતા થાય અને આપણે બધા ફરી પાછો એકત્ર થઈએ એ - દિવસ જદિર ઉગે એવી આપણે આશા રાખીએ કે પ્રાર્થના કરીએ. સાથે સાથે આપણે એ પણ બરાબર સમજી લેવું જોઈએ કે આ એકતા બળજોરીથી આવી નહિ શકે, પણ આપણું દિલને
પુરેપુરૂં ઉદાર બનાવવા વડે જ અને જેઓ આપણાથી છુટા પડયા છે તેમને સાચે ધડે મળે એવી રીતે આ બાજુને વહીવટ ચલાવીને જ આપણે ગુમાવેલી એકતા પુનઃ પ્રાપ્ત કરી શકીશું. આવી ક૯૫ના કેઈને એક તરંગસમાન લાગશે, પણ જેમણે ભાગલાની માગણી કરી તેમની ક૯૫નાથી આ કપન કાંઇ વધારે વિચિત્ર કે કઢંગી નથી અને સંભવ છે કે આજે આપણે કપી શકીએ છીએ તે કરતાં પણ વધારે જદિથી ઉપરનું અખંડ એકતાનું આપણું સ્વપ્ન વાસ્તવિકતામાં પરિવર્તન પામે.
હિંદનું ધ્યેય આજનો દિવસ આનંદને છે એ કરતાં પણ વધારે તે જે ભાવી હિંદનું આપણે સ્વપ્ન સેવી રહ્યા હતા તે હિંદના નિર્માણ અર્થે આપણી જાતને અર્પણ કરવાને આ અવસર છે એ આપણે. બરાબર સમજી લઈએ. ભૂતકાળ ઉપર ચેટલી આપણી નજર ઉખેડીએ અને ભવિષ્ય ઉપર આપણું દષ્ટિ સ્થિર કરીએ. અન્ય પ્રજાઓ અને રાષ્ટ્ર સાથે આપણને કોઈ પણ તકરાર નથી, અને આપણી સાથે કોઈ કદિ કશે ઝગડે ન કરે એવી અ.પણે પ્રાર્થના કરીએ છીએ. ઇતિહાસ અને પરંપરાથી આપણે શાતિપ્રિય પ્રજા છીએ અને હિંદ આખી દુનિયા સાથે સુલેહ શાન્તિથી વર્તવા ચાહે છે.
હિંદનું અન્ય દેશે ઉપરનું સામ્રાજ્ય બીજા સામ્રાજ્ય કરતાં ભિન્ન પ્રકારનું હતું. હિંદે અન્ય દેશો ઉપર વિજય મેળવ્યું હતે તે વિજય પૌલિક નહોતો; આધ્યાત્મિક હતા. એ દિવિજયે અન્ય પ્રજાઓ ઉપર લેઢાની કે સેનાની બેડીઓ લાદી નહોતી પણ અન્ય પ્રજાઓને અને અન્ય દેશોને સેનેરી રેશમની-સંરકૃતિ, અને સભ્યતાના-ધમ અને વિજ્ઞાનના-બંધન વડે બાંધ્યા હતા.
એજ પરંપરાને આજે પણ આપણે અનુસરીશું અને જે વ્રજ નીચે આજે આપણે વિજયને પ્રાપ્ત કર્યો છે તે વજને ઉચે રાખીને આ યુદ્ધવ્યાકુળ દુનિયામાં શાન્તિ અને સ્વતંત્રતાની સ્થાપના કરીશું અને જેણે અડવું અપૂર્વ પરિણામ સિદ્ધ કરી આપ્યું છે તે અહિંસાના શસ્ત્ર વ્યવહારૂ આકાર દુનિયાના દેશે સમક્ષ રજુ કરીશું. આવા ઉદાત્ત ધયેય પાછળ આપણી નાની સરખી શક્તિને ફાળો આપવા સિવાય આપણને અન્ય કેદી મહત્વાકાંક્ષા નથી. હિંદને ભાવી દુનિયામાં ઘણો મે.ટો ભાગ ભજ-.. વવાને છે. તેના પ્રાણુ અને સંસ્કૃતિમાં એવું કાંઈક છે, જેને લીધે કાળના અનેક હુમલાઓ સામે તે આજ સુધી ટકી રહ્યું છે અને જે આપણે આપણા આદર્શ અને ભાવનાઓને વફ દાર પુરવાર થઈશું તે આજે એક એવા યુગને ઉદય આપણે નિહાળી રહ્યા છીએ કે જેમાંથી નિઃશંક વિશ્વ કલ્યાણવાહી પરિણામે નિપજશે.
આપણું સ્વરાજ્ય કેવું હશે? આ દેશમાં આપણે એવા સંગે અને એવી પરિસ્થિતિ પેદા કરીશું, આપણને મળેલા સ્વરાજ્યનું એવું ઘડતર ઘડીશું કે જેના ગરિણામે દરેક દેશવાસી સ્વતંત્ર બનશે, આત્મીય વિકાસ સાધી શકશે, અને પિતામાં રહેલી શકયતાઓ પ્રગટ કરવા માટે તેને પુરેપુરે અવકાશ અને સગવડ પ્રાપ્ત થશે, જ્યારે દારિદ્રય, બેકારી, અજ્ઞાન અને અનારોગ્ય અદૃષ્ય થયાં હશે, જ્યારે નીચા અને ઉંચા વચ્ચે, ગરીબી અને તવંગર વચ્ચે , ભેદ લય પામ્યો હશે, જયારે પિતાની ધાર્મિક માન્યતા જાહેર કરવાની, તેને પ્રચાર કરવાની અને તે મુજબ વર્તવાની , દરેકને પુરી છુટ હશે, એટલું જ નહિ પણ દેશના ધર્મો એકમેકને જુદા પાડનારા વિભેદક બળ તરીકે નહિ, પણ માણસ માણસ વચ્ચેના ભેદ શમાવનારા અને એકમેકને નજીક લાવનારા-સાંધનારા-સાંસ્કૃતિક બળા તરીકે કામ કરતા હશે જયારે અસ્પૃશ્યતા કેઈ ગ્લાનિ ઉપવતા રાત્રીનું માફક ભુલાઈ ગયેલી વસ્તુ બની ગઈ હશે,