________________
શ્રી મુંબઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેાકમચંદ શાહ, મુંબઈ : ૧ સપ્ટેમ્બર, ૧૯૪૭, સોમવાર
એ યાદગાર દિવસ
રાષ્ટ્રમુક્તિના અમૃતપાનમાં ચકચુર બનેલી જનતાના હર્ષોંન્માદને કાણુ વણુવી શકે? ટાળે 2ળાં મળીને નીકળી પડેલાં એ માનવી વૃન્દે-તે ગગનભેદી જયનાદો પેકારી રહ્યા હતા, એકમેક સાથે અથડાઇ રહ્યા હતા, પરસ્પરનું અભિનન્દન કરી રહ્યા હતા, આંખેામાંથી આન ંદનાં અશ્ર્વ વહાવી રહ્યા હતા-આવાં ઉન્માદધેલાં માનવીરૃન્દો નજરે પહેલાં કદિ નિહાળ્યા નહતાં, કાને કદિ સાંભળ્યા નહતાં.
વર્ષ
ક :
Regd. No B, 4% 76.
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
તે દિવસે જે જોયુ તે બધું શબ્દોમાં ઉતારવુ–વણ વવું-અશય છે. એ મધરાતની ડિ કે જ્યારે મુંબઇની વ્યાપારપરાયણ જનતા એક મ`ભેદી આનંદપૂર્ણ સંવેદનથી ક્ષુબ્ધ બનેલી માનવતામાં પલટાઇ ગઇ હતી-તે વખતે બની રહેલી ધટના કોઇ પાર્થિવ ધટના નહેાતી; એ તે। હતી કોઇ વિલક્ષણ દૈવી ધટના. તે શુક્રવારની રાત્રે જે જોવામાં આવતું હતું તે માત્ર નરનારીનુ ટાળુ નહેતુ'; એ તે। હતુ' આજ સુધી જે શૅ'ખલાએ તેમને ધૃણાપાત્ર ગુલામીમાં જકડી રહી હતી તે શૃંખલાની છેલ્લી કડી તેાડીને ઉત્થાન પામેલા રાષ્ટ્રના વિરાટ આત્માનું કોષ્ટક અલૌકિક દર્શન.
જ્યારે ચિત્ત કોઈ ઉત્કટ આનંદથી ક્ષુબ્ધ બને છે, ત્યારે વાણી એ આનદને વ્યકત કરવા માટે અસમથ નીવડે છે. જ્યારે આપણે લેાકાને તત્કાળ બંધનમુક્ત બનેલા જોઇએ છીએ, એ અદ્ભુત વિજયની અણુમેલ ડિએ તેમના દિલના ઊંડાણુમાંથી નીકળી આવતા આનંદભર્યા ઉદ્ગારા અને ષનાદો આપણે સાંભળીએ છીએ, અને તેમની સાથે આપણે પશુ કાષ્ઠ રોમાંચકારક નવનિર્માંણુના ઉદ્ગમને સમાન સંવેદનપૂર્વક અનુભવીએ છીએ ત્યારે ચિત્ત સ્તબ્ધ બની જાય છે, મનના તર્કવિતર્કો શમી જાય છે, એ આહ્વાદપ્રમ-ત જનતા સાથે એકરૂપ બની જવાનું, એ સમીપસ્થ જીવનક્રાન્તિમાં તપ બનવાનું આપણને સહજપણે મન થઇ આવે છે અને તે વિષે કાંઇ પણ ચર્ચા કે આલેાચના કરવી એ ઉદય પામેલી ક્રાન્તિની આશાતના-અવમાનના-કરવા ખરેખર લાગે છે,
આજનાં ઉત્સવસમારંભ દરમિઆન આવે જ અનુભવ થઇ રહ્યો હતા. સભાએ। જ્યાં ત્યાં મળી રહી હતી; શહેરમાં કરવામાં આવેલી–કદિ કલ્પનામાં ન આવે એવી−રેશનીનેા ઝળહળાટ આંખાને આંજી રહ્યો હતા; મુખ્ય પ્રધાન ખેરસાહેબ ખેલી રહ્યા હતા અને ઉદ્ગારે ઉદ્ગારે આપણી આંખામાંથી આનંદના, ઉલ્લાસના, ન કહી કે વણુવી શકાય એવા કાષ્ટ દિવ્ય સવેદનના આંસુએ વહાવી રહ્યા હતા. આ બધી ધમાલ, ધોંધાટ અને કલબલટ વચ્ચે જાણે કે આપણે ઘુંટણીએ પડીએ અને આવું અપૂર્વ દૃષ્ય નજરે નિહાળવાને હ્રાવા મળવા બદલ જેને લેકા શ્વર કહે છે, ખુદ્દા કહે છે, તે પરમ તત્વની નમ્રભાવે પ્રાથના કરીએ એવી કાઇ સ્ફુરણા આપણે અન્તરમાં અનુભવી રહ્યા હતા.
આ જનતાજનાદનનાં દર્શન કરવાં, બૈંક ગાઉ સુધી લંબાતુ સરધસ, ‘હામ ગાડું'ૐ'તે અપાયલા રાષ્ટ્રધ્વજની અણુવિધિ, સમ્કારી કચેરીમાં સ્વાતંત્ર્યવૃક્ષનું, આરાપણુ, પ્રધાનાની સેગવિવિધ, એવલના મેદાનમાં કરવામાં આવેલી ભવ્ય લશ્કરી વ્યુહરચના, નગરપતિના શાનદાર ભોજનસમારભ, ગોવાલિયા ટેંક ઉપરતુ ધ્વજવન્દન, કામગાર મેદાનની વિરાટ સભા, અને એ સવની ઉપર સેંકડે જુદા જુદા સ્થળાએ ભરાયલી પારિવનાની નાની નાની સભાએ કે જ્યાં લોકો મુક્ત મને પેાતાને સદાના પ્યારે ત્રિરંગી વાવટા કશી પણ રૂકાવટ વિના ફરકાવવાના આનંદ માણી રહ્યા હતા અને અપૂર્વ રેશમાંચ અનુભવી રહ્યા હતા-આસ જોવું, નજરાનજર નિહાળવુ, એ જીવનને મેટામાં માટે મહાવેલ હતા.
ઓગસ્ટની પંદરમી તારીખ આવી અને ગ! એ દિવસ સદાને માટે આપણા સ્મરણપટમાં સુવર્ણાક્ષરે કાતરાયલા રહેશે! અનુવાદક : પરમાનદ
૧૬-૮-૪૭ ના ક્રી પ્રેસ જલમાંથી ઉધૃત.
એ પ્રેરણાદાયી પ્રવચન
(ઓગસ્ટની ચૌદમી તારીખની મધરાતને એ સમય, દીલ્હીમાં મળેલી લેકપ્રતિનિધિ સભાની ભવ્ય બેઠક, જગતૂ આખુ જેની પ્રતીક્ષા કરી રહેલ હતુ તે અપૂર્વ ડે, લેકપ્રતિનિધિ સભાના પ્રમુખ બાબુ રાજેન્દ્રપ્રસાદ એ અપૂર્વ અવસરનું સાંગોપાંગ દંન કરાવતું પ્રતિભાપૂર્ણ પ્રવચન કરે છે, પડિન જવાહરલાલ નહેરૂ એકત્ર થયેલા સભ્યોએ લેવાની પ્રતિજ્ઞા રજુ કરતાં અદ્ભુત વાણીસ'યમથી શૈાભતુ પ્રસંગ-ચિત નાખ્યાન કરે છે, મેસ્લેમ લીગના પ્રતિનિધિ ચૌધરી ખલીકાઝમન તેમજ વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ન તેમનુ સમન કરે છે, રાત્રીના બરાબર બાર વાગે છે, શંખા ફુંકાય છે, દુભિ વાગે છે, તેપા છુટે છે, સ્વરાજ્યસ્થાપનાની જાહેરાત થાય છે, અને પ્રતિનિધિસભ્યો આજીવન દેશસેવા કરવાની પ્રતિજ્ઞા લે છે. સુચેતા કિરપલાણી ‘સારે જાંસે અચ્છા હિંદોસ્તાન હમારા ' ‘જનમન ગણમન અધિનાયક જય હે' ગાય છે અને સમારભ પુરા થાય છે. આ ભવ્ય પ્રસંગનું સવિસ્તર વર્ણન, એ પ્રસંગે અપાયલાં પ્રૌઢતાપૂર્ણ સેમાંચપ્રેરક વ્યાખ્યા એ સ અહિં આપવાનું આ નાના પત્રમાં સમાવવાનુંઅમે ગમે તેટલું ઇચ્છીએ તો પણ શકય નથી. તેથી પ્રસ્તુત પ્રસંગે બાબુ રાજેન્દ્રપ્રસાદે જે સર્વગ્રહી પ્રવચન કર્યું' હતુ. તેને જ માત્ર અહિં અનુવાદ આપીને અમારે સતેષ ધરવા પડે છે. તંત્રી)