________________
તા. ૧૫-૮-૪૭
પ્રબુદ્ધ જૈન
અવસર છે કે
ગ્રહણ કરવું' જોઇએ. હિંદુસ્થાનમાં દિવ્યાપી સામ્રાજ્યેા જરૂર સ્થપાયા છે અને લય પામ્યાં છે. અંગ્રેજો પહેલાં મેગલ સામ્રાજ્યે આ દેશના ધામેટા ભાગ ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કયુ* હતું. ઉંડા ભૂતકાળમાં અશેકની અને ગુપ્તરાજ્યાની રાજ્યસીમા હિંદુસ્થાનના લગભગ સરખુણુાઓને સ્પશી રહી હતી, પણુ તે બન્ને સામ્રજ્યેા રાજશાહીના પાયા ઉપર રચાયલાં હતાં, તેમાં લેાકશાસનનું તત્ત્વ નહિ જેવું હતું અથવા તે ખીલકુલ હતું જ નહિં, હિંદના પ્રતિહાસમાં આ પહેલે જ જ્યારે લોકશાસનના ધેારણુ ઉપર હિંદની પ્રજાના પ્રતિનિધિ પેાતાનુ રાજ્યબંધારણ ઘડી રહ્યા છે અને હિંદુસ્થાનના રાજ્યવહીવટ પ્રજાના નીમેલા પ્રતિનિધિ હસ્તક ચાલવા શરૂ થયેા છે. દુનિયાના ઈતિહાસમાં આ પહેલા જ પ્રસંગ છે કે જ્યારે એક જબરજસ્ત રાજ્યસત્તા આટલા મેાટા દેશ ઉપર પથરાયલી પેાતાની રાજ્યસત્તા સંકેલી લેવાને પેાતાના નિણૅય એકાએક જાહેર કરે છે. અને તેને અમલ સત્વર શરૂ કરે છે. આજથી શરૂ થતા યુગની ભવ્યતા અગાધ છે, અવર્ણનીય છે. હજુ સપૂર્ણ સ્વાતંત્ર્યના યુગ શરૂ થવાને ઉંબરે આપણે ઉભા હતા. એવામાં ઇન્ડોનેશીયા ઉપર ડચ લેાકાનું આક્રમણ શરૂ થયું અને સ ંયુક્ત રાજ્યેાની સંસ્થા ઉપર દબાણ લાવીને આપણે ડચ લોકોના વધતા જતા આક્રમણને અટકાવી શકયા. હિંદમાં સ્વરાજ્ય સ્થપાવા સાથે કેટલાંયે સત્તાસ્થાને, કાર્યક્ષેત્રે આપણા માટે ખુલ્લાં થશે; દેશમાં રહેલી અમાપ બુદ્ધિશક્તિને દેશાયેગી રાકાણુના અવકાશ મળશે; પ્રજાના આત્મા પરદેશી પ્રજાની ગુલામીના રૂધનમાંથી મુક્ત થતાં સ્વાતંત્ર્યની-સ્વત્નીઉષ્મા વડે સેળે કળાએ ખીલી ઉઠશે.
અને પાકીસ્તાનના શ્રાપની સવળી બાજુ પણ આપણે કાં ન વિચારવી ? અાજ સુધીનું' હિંદી રાજકારણ, કાઇ પણ રીતે આપણી વચ્ચે એકતા ઉભી થાય તે તમન્નાના કારણે, મેસ્લેમ લીગની ઉત્તરાત્તર વધતી જતી અન્યાયમરી અને હિંદની બહુમતી કોમના હકા અધિકાર ઉપર અતિ આક્રમણ કરતી માંગણીઓના ચાલુ સ્વીકાર ઉપર જ અવલંબિત હતુ. અને આ બધા સાથે કેબીનેટ મશીનની યાજનાના પરિણામે હિંદી એકતા નામની જળવાઇ રહે અને હિંદના પાંચ પ્રાન્તનુ એક બળવાન પાકીસ્તાન જ ઉભું' થાય-એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. વળી મેસ્લેમ લીગની ચાલુ પ્રત્યાધાતી નીતિ અને જ્યાં ત્યાં આડખીલે જ ઉભી કરવાની પદ્ધતિ હિંદી રાજતંત્રને સુખરૂપ ચાલવા દે એવા કાઇ સબવ દેખાતા નહે તે; આજના નવા નિર્માણમાં બ્રીટી હિંદના ધણા મોટા ભાગ એક હિંદી યુનીયનના તંત્ર નીચે મુકાય છે. મધ્યવતિ તત્ર હવે શિથિલ અને અલ્પ સત્તાવાળુ‘ નહિં રહે, પ્રાન્તા ફાવે તેમ વર્તી શકે એ અરાજકતા દૂર થશે, કોઇ પણ ક્રાન્તિકારી યોજના કે રચના હાથ ધરતાં મેસ્લેમ લીગની આડે આવતી ચાલુ આડખીલી દૂર થશે, પરદેશી રાજ્યનીતિ પણ દ્વિધા અને ઢ’ગી મટીને એકરૂપ અને આપણા આદર્શીને અનુરૂપ કેળવી શકાશે, શિક્ષણુ અને કેળવણીના પ્રદેશમાં પશુ કામી ખ્યાલાથી મુકત રહીને રાષ્ટ્રવનને જે રીતે વિકાસ થાય અને ઉન્નતિ સધાય એ રીતેના રાષ્ટ્રવ્યાપી પ્રયાગને આપણે અમલમાં મુકી શકીશું, કામી નતાધિકાર દૂર કરીને સયુક્ત મતાધિકારની સ્થાપના કરી શકીશું', મુસલમાનને ધારા સભા, મ્યુનીસીપાલીટી, લોકલ એડ . વગેરેમાં મળતુ અણુધટતું પ્રતિનિધિત્વ-પ્રમાણ દૂર કરી શકાશે, અને સર્વાંગીણુ પ્રગતિ સરળતાથી સુસાધ્ય બનશે.
- અને દેશી રાન્યાના લગભગ ૯૦ થી ૯૫ ટકા ભાગને હીંદી યુનીયનમાં જોડાવુ જ પડશે. અમુક મેટા રાજ્ગ્યા એ ધડી નાચવું હાય તેટલુ નાચી લે, હૈદ્રાબાદ સાથે સંભવ છે કે ત્યાંની પ્રજાને અને કદાચ હિંદી યુનીયનને થે । વખત ટક્કર ઝીલવી પડે, પશુ આખરે તેના માટે પણ ખીજો ભાગ રહેવાને નથી.
૭૩
સ્વાતંત્ર્ય દિન
૧૫મી ઓગસ્ટે હિબ્રુ વિદેશીઓની પરાધીનતામાંથી મુક્તિ મેળવશે. ‘વિદેશીઓની પરાધીનતા' શબ્દ હેતુપૂર્વક વાપર્યાં છે કારણું કે સપ્રકારની પરાધીનતામાંથી મુક્તિ મળે છે તેમ કહી શકાય તેવું નથી, અત્યારે પ્રાપ્ત થતી સ્વતંત્રતા, રાજકીય સ્વતંત્રતા છે, સર્વ દેશીય સ્વતંત્રતા માટે આ પ્રથમ પગલુ છે. પરદેશીઓનુ શાષણ દૂર ન થાય ત્યાં સુધી ખીજા કોઇ વિકાસના અવકાશ રહે નહિ. આપણે જે સ્વરાજ્ય કલ્પ્ય છે તે તે હજી ધણું દૂર છે. તેવું સ્વરાજ મેળવવા કેટલાય ભેગ આપવા પડશે. છતાં અત્યારે જે પ્રાપ્ત થાય છે તે ખરેખર, મહાન, ઐતિહાસિક અને અપૂર્વ છે. હિન્દુસ્તાનની પ્રજા માટે જ નહિ પણ જગતભરને માટે, ૪૦ કરાડની પ્રજાની મુકિત જે હવા ફેલાવે, જે આંદોલના પેદા કરે તેમાં બીજા બધાય પરાધીન દેશની સ્વાધીનતાનાં બીજ ાપાય છે. બ્રટીશ પ્રજા માટે પણ આ બનાવ ગૌરવ લેવા જેવા છે, સ્વેચ્છાએ સામ્રાજ્ય જતુ કરવાને જગતના ઇતિહાસમાં આ પહેલા જ દાખલા છે. સામ્રાજ્યો તેમના સડાથી જ નષ્ટ થયા છે પણ સ્વેચ્છાએ એક પ્રજા કે રાજ્ય બીજી પ્રજા કે રાજ્ય ઉપરનું આધિપત્ય જતું કરે એવા આ પહેલે જ બનાવ છે. એ સાચુ છે કે કાળબળ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિએ આમાં મદદ કરી છે, છતાં કાળબળને પારખવું અને તે પ્રમાણે વર્તવું સહેલુ નથી. જે વગ નાશ થવાને સજા હાય તે કાળખળને એળખી શકતા નથી, તેને દાખલે। આપણા રાજાએ. બ્રીટીશ પ્રજા આવું મહાન પરિવત ન લેાહી રેડયા વિના કરે છે તે બતાવે છે કે તેના આત્મા હજી જાગૃત છે. હિં*સાથી ઘેરાયેલા વાતાવરણુમાં આજે આપણને ન સમજાય તે પણ એ નિર્વિવાદ હકીકત છે કે અહિંસક સાધનાને લને જ હિંદને આ વિજય ટુંકસમયમાં અને ઓછામાં ઓછે ભાગે મળ્યા છે. અહિંસાની મિ’માસા કરવાનું આ સ્થાન નથી પણ ભવિષ્યના ઇતિહાસકાર તેનુ સાચું મૂલ્ય અને સ્થાન નક્કી કરશે.
આવા મહાન અને અપૂર્વ પ્રસંગ છતાં પ્રજાહદયમાં ઉત્સાહ કેમ નથી ? આઝાદીની મસ્તી કેમ નથી ? તેનાં કારણેા સમ શકાય તેવાં છે. એક તે આ બનાવનું મહત્વ હજી
અને પાકીસ્તાન સાથે આપણે હંમેશાં અથડાયા જ કરીશું એમ માની લેવાને કશું જ કારણુ નથી. આપણને તેની સાથે મીઠા સંબંધ રાખવાને જેટલાં કારણે છે તે કરતાં તેણે હિંદી યુનીયન સાથે સલુકાઇ જાળવવાનાં વધારે બળવાન કારણો છે. આજની તંગદીલી જરા ઢીલી પડે, વાસ્તવિકતા તરફ્ બધાંની નજર જરા વધારે કેન્દ્રિત થાય, પછી પરસ્પરના સ્વાર્થી જ પ્રત્યેકને એવી સદ્ગુદ્ધિ અને સુઝ આપશે કે જેમાંથી બન્ને યુનીયનને સલગ્ન કરે એવું અને એ રીતે હિંદી એકતાને મહદ્ અંશે પુનર્જીવિત કરે એવુ' પરસ્પર સહકારી યુનીયન ઉભું થયા વિના નહિ રહે.
આ રીતે ધાર તિમિરમાંથી, લેાખડી જજિરામાંથી, સર્વવ્યાપી પ્રજાશાષણમાંથી આપણા ઉધ્ધાર કરતુ, વિકાસ અને ઉન્નતિનાં નવાં દ્વારા ખેાલતુ', ‘સત્ય, શિવ અને સુન્દર'ના નિત્યનવીન અને સદા ચેતનવન્તા પ્રદેશમાં પ્રવેશ કરાવતું આજનું આઝાદી આપણે પુરા આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ અને જેણે જેણે પેાતાના બલિદાન અને ભેગ વડે, શક્તિ અને સામર્થ્ય વધુ આ ઉજળા દિવસ આપણી સમક્ષ આટલા સમીપ લાવવામાં કળા આપ્યા છે તે સવ પ્રત્યે આપણા દિલની કૃતતતા દાખવીએ અને જેમની દે।રવણી વિના આજે આપણે કેટલાયે હત્યાકાંડ નિર્માણુ કરી બેઠા હાત અને એમ છતાં પણ રાષ્ટ્રની આઝાદી હજી દૂરની દૂર રહી હેાત તેવા રાષ્ટ્રવિધાતા જગન્ધ મહાત્મા ગાંધીજી પ્રત્યે આજના મંગળપ્રભાતે આપણા અન્તરના આદર અને ગુસ્વીકાર નમ્રતાપૂર્વક પ્રગટ કરીએ. પરમાનદ,