SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વ આ લ ક : 2 શ્રી મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર પ્રભુધ જૈન તંત્રી : મણિલાલ માકમચંદ શાહ, મુઈ : ૧૫ ઑગષ્ટ, ૧૯૪૭, શુક્રવાર, ૧૫ મી ઓગસ્ટ: આઝાદી દિન. ‘ જય મંગળ પ્રિય જન્મભૂમિનું ગાવીએ !' ખીસકેાલીના આત્મસાષ Regd. No. B, 4266 શ્રી રામચંદ્રજીએ રાવણુ ઉપર ચઢાઇ કરવાની તૈયારી કરી. શ્વેતબિંદુ રામેશ્વર પાસે સર્વ સૈન્ય એકઠું થયું. લકા પહેાંચવા માટે વચ્ચે આવતી સમુદ્રની નીક એળંગવાની હતી. વાનરાએ મેટી મેટી શિલાએ ઉપાડી લાવીને એક મોટા સેતુ બાંધ્યા, એક ખીસકૈલીને પણુ ઇચ્છા થઇ આવી કે ભગવાન રામચંદ્રજીના આ મહાન કાર્યમાં હું પણ કાંઇક ફાળે આપું. તેણે પણ જમીન ઉપરથી કાંકરી કાંકરી લઇને સમુદ્રમાં ફેંકવા માંડી. ભગવાન રામચંદ્રજીનું સૈન્ય સેતુ ઉપર થઇને સમુદ્ર એળંગી ગયુ, રામચદ્રજીએ રાવણના નાશ કર્યો, અને સીતા પુનઃ પ્રાપ્ત કરી. આ પ્રસ ંગે સૌ કોઇના આનંદને પાર ન રહ્યો. ખીસાલી પણ મેં મારાથી બનતું કાંઈક કર્યુ છે. એવે આત્મસંતાષ અનુભવવા લાગી. વાર્ષિક લવાજમ રૂપિયા ૪ આ દેશમાંથી અંગ્રેજ સત્તાનો નાશ કરવા અને ગુમાવેલી આઝાદી પુનઃ હસ્તગત કરવા ગાંધીજીએ પ્રજાને આન્દ્વાહન કર્યું; રાષ્ટ્રીય મહાસભાને દેરવણી આપી; અનેક લોકોએ પારવિનાનાં બલિદાન આપ્યાં; કેટલાંયે જાન ગુમાવ્યા; કેટલાયે પોતાની માલમીલ્કત કુના કરી. પરિણામે સરકારી સત્તા નાબુદ થ; પ્રાતે આઝાદી પુન: પ્રાપ્ત થઇ. આઝદીપની આઝાદ થાય છે; ખસે હકુમતને! આજથી અંત કરેલા રાજ્યા ધારણ હાથે આજથી અમલ પ્રમુદ્ધ જૈન છેલ્લાં આઠ વર્ષથી જનસમાજની યથાશક્તિ સેવા કરી રહ્યું છે, તેના સંચાલન પાછળ રાષ્ટ્રની આઝાદી એ હુંમેશા પ્રધાન અને પ્રેરક હેતુ રહ્યો છે. એ સંકલ્પ ઉપર જ પ્રબુદ્ધ જૈન આજસુધી ગતિમાન રહ્યું છે. જૈન સમાજ આગળ પણ તેણે ખીજી અનેક બાબતે સાથે આ બાબત હંમેશા મુખ્યપણે આગળ ધરી છે. દેશનેતાઓ અને પ્રજાજનાનાં અપૂર્વ અલિદાન ખાગળ પ્રધ્યુ જૈનના નાના સરખા ફાળાને શુ હિસાબ ? એમ છતાં પણુ આજે જ્યારે અંગ્રેજ સરકાર વિદાય પામે છે, રાષ્ટ્ર સ્વાધીન અને સ્વતંત્ર બને છે, સરકાર સત્તાસ્થાનેા ઉપર રાષ્ટ્રીય ધ્વજ ફરકવા માંડે છે, સમસ્ત પ્રજાજનાનાં દિલ આનંદ અને ગૌરવથી જ્યારે ઉછળી રહ્યાં છે ત્યારે પ્રબુદ્ધ જૈન પણ પોતાના આજ સુધીના જીવનની મુખ્ય મનીષા સફ્ળતાને પામેલી જોઇને ચિરતા'તા અનુભવે છે પેલી ખીસકેાલી માક આ મહાન સિધ્ધિમાં પોતાથી ખનતે કાંઇક કાળા આપ્યા છે એવા આત્મસંતેષ અને ધન્યતા પ્રબુધ્ધ જૈન અનુભવે છે. જેમ પ્રજાજીવનમાં તેમ જ પ્રબુદ્ધ જૈનના જીવનમાં આજના દિવસ એક અપૂર્વ પ` સમાન છે. તંત્રી, પ્રબુધ્ધ જૈન. પર્યાલાચના આ પંદરમી તારીખથી આપણે! દેશ વર્ષોંથી દેશભરમાં સ્થાપિત થયેલી બ્રીટીશ આવે છે. આપણા પ્રતિનિધિઓએ મજુર અનુસાર આપણા રાજ્યવહીવટને આપણા જ શરૂ થાય છે. જે આઝાદીની લડત એક રીતે ૧૮૫૭ માં શરૂ થઈ હતી, જે લડતે ૧૯૦૫/૬માં બંગભંગના કારણે નાના સ્વરૂપમાં દન દીધું હતુ, અને જે લડત ૧૯૨૦/૨૨, ૧૯૩૦/૩૨ અને અને ૧૯૪૨/૪૫ દરમિયાન ઉત્તરેત્તર વધારે ને વધારે વ્યાપક આકારમાં રાષ્ટ્રવ્યાપી બની હતી તે લડતને આજે અંત આવે છે અને જે તેમથી એ લડતના પ્રારંભ કરવામાં આવ્યા હતાં. એ તેમ આજે પ્રજા સિધ્ધ કરે છે. ૧૯૨૦-૨૨ ની અસહકારની લડત, ૧૯૩૦-૩૨ ની સત્યાગ્ર અને કાયદાભગની લડત, અને ૧૯૪૨-૪૫ ની ક્વીટ ઇન્ડી’—‘હિંદ છેાડી જાઓ'ની લડત-ત્રણે લડતા રાષ્ટ્રીય મદ્યાસભાની પ્રેરિત અને પ્રયાજિત હતી અને જો કે ત્રીજી લડતે અમુક અંશે ભાંગફાડનું હિંસક સ્વરૂપ પકડયું હતું' એમ છતાં પણ મહાત્મા ગાંધીજીની દૈરવણી નીચે રાષ્ટ્રીય મહાસભા પ્રત્યેક લડતના કાર્યક્રમમાં અહિંસાની નીતિને એકસરખી વળગી રહી હતી અને એ રીતે આજે આપણા હાથમાં આવતુ' સ્વરાજ્ય એક દર રીતે અહિંસાની સાધના અને પ્રજાના અમાપ બલિદાનનું પરિણામ છે એમ કહેવામાં આપણે લેશ માત્ર અતિશયતા કરતા નથી. વર્ષોંથી જે સ્વપ્ન આપણે સેવી રહ્યા હતા તે આજે સિદ્ધ થાય છે, જે કામના આપણાને અખૂટ ઉ-ત્તેજના અને બળ આપી રહી હતી તે કામના લિતાથ બને છે, જે વસ્તુ આપણું ઝંખી રહ્યા હતા તે આપણા હાથમાં જાણે કે એકાએક અને અણુધારી ઝડપે આવી પડે છે. ૧૯૪૨ ની લડતને અંગ્રેજ સરકારે અમાનુષી દમન અને જુલમ વડે દાબી દીધી હતી. પ્રજામાં નિરાશા અને અનુસાહ વ્યાપેલાં હતાં આ સરકારને આ દેશમાંથી કાઢવા માટે હ્રન્તુ વષઁ જોઇશે અને હજુ કેટલાંયે અલિદાન આપવા પડશે એમ .સૌ કાઇને લાગતું હતું. બીજા વિશ્વયુદ્ઘના અન્તે આપણા દેશની આવી કલાન્ત મ્લાન મનેાદશા હતી. પણ આ વિશ્વયુધ્ધે દુનિયાની પરિસ્થિતિ ઉલટ પાલટ કરી નાંખી હતી, દુનિયા ઉપરનું બ્રીટીશ પ્રજાતુ” પ્રભુત્વ નષ્ટ કરી નાંખ્યુ હતુ. એક બાજુ અમેરિકા અને બીજી બાજુ રશી એમ બે રાક્ષસી સત્તાએનો ઉદય થયા હતા. એશીઆના સર્વ દેશે! જાગૃત થયા હતા અને પરદેશી ધુંસરીને હવે કાઇ પણ રીતે સહી લેવાને તૈયાર નહોતા. હિંદી પ્રજાને પણ આરપાર માનસપટા થઇ ચૂકયા હતા. એ જ માનસપલટા હિંદી સૈન્યને પણ સ્પર્શી ચુકયેા હતેા. આઝાદ હિંદ ફોજના સેનાપતિઓની દીલ્હીના લાલકીલ્લામાં જે ઐતિહાસિક તપાસ ચાલી હતી અને તે વખતે દેશભરમાં જે વિદ્વેગી આંદેલન પ્રગટયું હતું. તેણે અંગ્રેજસરકારની આંખ ઉધાડી નાંખી. 0
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy