SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧-૮-૪૭ વુિં ઘટે છે કે તે પણ કેશરથી ખુશી તે નથી લેવું ઘટે છે કે તેલથી- અન્ન થનારા કોઈ હમાન હશે કે નહિ તેની મને ખબર નથી, પણ કેશરથી ખુશી થનારા અને એવા ભકતજનની મને કામના પુરી કરનારા કોઈ કેશરીમાજી તે નથી જ અને કદાચ એવા કોઈ કેશરીઆઇ હોય તો તે કોઈ જ તીર્થકર તે ન જ હોઈ શકે એ હું ખાત્રીપૂર્વક કહી શકું છું. આ વાત દીવા જેવી સ્પષ્ટ છે. એમ છતાં પણ કેશરીઆજી ઉપર કેશર તોળવાની અને એ રીતે હજારો રૂપીઆ બરબાદ કરવાની પરંપરા ચાલ્યા જ કરે છે. આને વિરોધ નથી કોઈ સમજી શ્રાવક કરતા કે નથી કોઈ સુજ્ઞાત જન સાધુ કરતે. જાણે કે અને દેરનારા પણ એટલા જ અંધ હોય એવી. માનવીની બુદ્ધિને શરમાવનારી કેવળ મુખઈ અને અજ્ઞાનથી ભરેલી આ કેશરપરંપરા કંઈ કાળથી ચાલ્યા જ કરે છે. હવે અહિંથી આપણે આગળ ચાલીએ. કેશરીઆજીમાં પડયા એને એક મોટો વર્ગ છે. તેઓ કેશરી આજીની યાત્રાએ આવતા જેન યાત્રાળુઓની વંશપરંપરાના ચૅપડા રાખે છે અને પિતાને પડે નોંધાયેલા યાત્રાળુઓને કેશરીઆઇમાં કયાં રહેવું, શું કરવું વગેરેની બધી સગવડ કરી આપે છે, અથવા તે સુઝાડે છે. આવી સેવાના બદલામાં યાત્રાળુઓ જ્યારે વિદાય થાય છે ત્યારે પિતાના પંડયાઓને પિતાની શકિત અને પંડયાઓના દબાણ મુજબ કંઇને કંઈ દ્રવ્ય આપે છે અને આના ઉપર આ પંડયાના કુટુંબને સાધારણ રીતે નિર્વાહ ચાલે છે. આ તીર્થોપજીવી વગ સાધારણ રીતે ધણા તીર્થોમાં હોય છે. પાલીતાણામાં ભાટ લેકે યાત્રાળુઓની આવી જ ગરજ સારે છે. મથુરાના ચબાઓ જગવિખ્યાત છે. સેવાના બદલામાં આર્થિક મદદ આપવામાં આવે એ સામે કોઈને કશું કહેવાપણું ન જ હોય. પણ આ પંડયાઓ યાત્રાળુઓની નમ્રભાવે સેવા કરવા માત્રથી જ સંતોષ માનીને બેસી રહેતા નથી. તેમના કેશરીઆઇના તીર્થ ઉપર જાત જાતના લાગા હોય છે. પ્રક્ષા ન, પૂજા, આરતિ વગેરેનીહોરે રૂપીઆન ઉછાણી જે કેશારીજીના ભંડારમાં જ જવી જોઈએ તેના બદલે તે સીધે સીધી પંડયાના ભંડાર માં જ ઠલવાય છે. આવા લાગા સામે કોઈ આંગળી ચીંધવાની હીં'મત ધરી શકતું નથી. રાજ્યને તેમને આ બાબતમાં પુરો સાથ છે. આ કારણે કેશરીના પંડયાઓ માતેલા સાંઢની જેમ વતે છે અને દેવદ્રવ્યની આ રીતે - લુંટ ચલાવે છે. આ બાબત દરેક - યાત્રાળું જાણે છે. એમ છતાં આવી ઉછાણીઓમાં યાત્રાળુઓ હજારે રૂપીઆ વેરી નાંખે છે અને નિરૂધમી પંડયાએ આ આવક ઉપર તાગડધીન્ના કરે છે, તીર્થે જવું. ભગવાનનાં દર્શન કરવા, ભક્તિ કરવી, પૂજા કરવી, આરાધના કરવી એ એક વાત છે પણ , ભકિતના નામે ચાલતી આવી ઉછાણીઓમાં ભાગ લે અને પંડયાઓની ઝોળી ભરવી એ તદન બીજી વાત છે. આની પાછળ ભક્તિની ઘેલછા અને બુદ્ધિનું દીવાળું જ રહેલું છે. પ્રક્ષાલન, પૂજા અને આરતિની ગાંડપણભરી હરીફાઈ ઉપર જ આ પ્રથા ચાલી રહી છે. શાણો ગણાતે જન સમાજ આવી બેવકુફીને ચાલું • ભોગ કેમ બની રહ્યો છે એ ખરેખર ભારે આશ્ચર્યજનક છે. આથી પણ આગળ ચાલીએ. આ તીર્થની યાત્રાએ આવતા . ' શ્રધ્ધાળુ યાત્રાળુઓ કેશરીયાજીના ભંડારમાં પણ પુષ્કળ દ્રશ્ય ભેટ ધરે છે. આ દ્રવ્યને ભંડાર ઉદેપુર રાજ્યના . કબજામાં રહે છે અને તીર્થની બધી આવક પણ ઉદેપુર રાજયમાં જમે થાય છે. આ તીર્થને વહીવટ રાજ્ય કરે છે અને એ વહીવટ ઉપર જેને કશે કાબુ નથી કે જેને કશે અવાજ નથી. આ તીર્થના ભંડારમાં એકત્ર થયેલી અને થતી સર્વ રકમને ઉદેપુરના મહારાણા પિતાને ઠીક લાગે તે ઉગ કરી શકે છે એ આપણે હજુ હમણું જ મહારાણાએ જાહેર કરેલ દેવસ્થાનનિધિ અને પ્રતાપ વિશ્વવિદ્યાલયની યોજનાઓ દ્વારા બબર જોઈ શક્યા છીએ. આ બધું જાણવા છતાં પણ દર દીવાળીએ ચોપડી- પૂજન કરતી વખતે જેને પિતાના ચેપડાના પહેલા પાને શ્રી કેશરીઆઇને મંડાર ભરપુર હો” એમ લખે છે અને એ ભંડાર માં હજારો રૂપીઆની અમે ઠલવ્યે જાય છે. આ પણ એક પ્રકારની આપણી વિચારબધીરતા નહિ તે બીજું શું છે? પરમાનંદ. * સંધ સમાચાર સંઘના સભ્યોને વિજ્ઞપ્તિ સંધના સભ્યનાં લગભગ ત્રીજા ભાગના લવાજમ હજુ સુધી આવ્યાં નથી, તે જે સભ્યનાં લવાજમ બાકી હોય તેમને સંધના કાર્યાલયમાં પિતાના લવાજમ તુરત મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. નજીકના લવાજમે તે માણસ મારફત વસુલ કરવામાં આવે છે, પરંતુ દુર દરેક ઠેકાણે લવાજમ વસુલ કરવા પહોંચી શકાતું નથી અને એક આંટે લવાજમ ન આપવાની મોટા ભાગના સભ્યની ટેવ હોય છે, આને લીધે વર્ષ દરમિઆન પુરેપુરા લવાજમે વસુલ કરતા બહુ જ મુશ્કેલી પડે છે. તે લવાજમ માણસ લેવા આવે ત્યારે પહેલે જ આંટે આપવા અને જે સભ્ય દૂર રહે છે તેમને સંધના કાર્યાલયમાં લવાજમ તુરત મોકલી આપવા ફરીને આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે. સંધનું કામ થોડું હળવું બનાવવા માટે દરેક સભ્ય પાસે આટલા સહકારની જરૂર આશા રાખી શકીએ. તા. ૧૬-૧૧-૪૬ ના રોજ મળેલી અસાધારણ સામાન્ય સભામાં થયેલે નીચેને ઠરાવ પણ દરેક સભ્યોની સ્મૃત્તિ માટે નીચે આપેલ છે. * “જે કોઈ સભ્ય ચાલુ વર્ષનું લવાજમ એ વર્ષની આખર સુધીમાં ન ભરે તે સભ્ય આપે૫ સભ્ય તરીકે રદ થયેલો ગણાશે.” મંત્રીઓ, શ્રી. મુંબઇ જૈન યુવક સંધ.. જૈન કુટુંબો માટે રાહતની યોજના શ્રી. માનવ રાહત સમિતિ અને શ્રી મુંબઈ જેન સ્વયંસેવક મંડળ સંચાલિત શ્રી. વિશ્રામ મંદિર સમિતિ તરફથી મુંબઈ તથા પરામાં વસતા જૈન કુટુંબ માટે એક રાહત યોજના શરૂ કરવામાં આવી છે. તેમાં રેશનીંગના અનાજના બીલનાં જે પૈસા ચુકવાયા હેય તેના પચ્ચાસ ટકા આપવામાં આવશે એમ નકકી કરેલ છે. તે ઉપરની યેજનાનો લાભ લેવા ઇચ્છતા જૈન ભાઈ બહેનોએ પાયધુની ઉપર આવેલા ગોડીજીના દહેરાસરે લગાડેલા બોર્ડમાં જણાવેલા રાહત કેન્દ્રોને મળવું, વિદ્યકીય રાહત શ્રી મુંબઈ જેન યુવક સંધ તરફથી મુંબઈ અથવા પરામાં વસતાં જૈન કુટુંબોને વૈદ્યકીય રાહત એટલે કે ડોકટરી મદદ, દવા. ઇંજેકશન વિગેરે દરદીને જરૂરિઆત પુરતી શકય મદદ આપવામાં આવે છે. કોઈ પણ ભાઈબહેનને આવી રાહતની અપેક્ષા હોય તેમણે શ્રી મુંબઇ જન યુવક સંધના કાર્યાલય (૪૫-૪૭ ધનજી પહેલે માળે, સંબઇ-૩ ) માં મળવું. . ' રતીલાલ ચીમનલાલ કોઠારી * મંત્રી વૈદ્યકીય રાહત સમિતિ - સ્વ. ડે, વ્રજલાલ ઘરમચંદ મેધાણી સ્મારક ૨૧૪૯૪ તા. ૧-૭-૪૭ ના અંકમાં સ્વીકારેલા. . , ૨૫) શ્રી. દલીચંદ નાનચંદ ૨૫] , વનેચંદ કાળીદાસ - ૧૫ ,, દેવચંદ કુંવરજી ૧૧ ,, ત્રીકમલાલ મગનલાલ ૫) , વેણીબહેન કાપડીઆ ૨૨૮૦પાત્ર શ્રી મુંબઈ જન યુવક સંધ તરફથી ગોઠવાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૧૧-૯-૪૭ થી તા.૧૮-૯-૪૭ સુધી રાખવામાં આવેલ છે. . . .
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy