SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૪૭ પ્રબુદ્ધ વજન આ બજન પ્રમાણે, મીરાં પિતાના ગુરૂ જેવા કોઈ સ્થિતપ્રજ્ઞ યેગીને. વિનવે છે કે એ એને છોડીને જાય નહિ. જોગી શા માટે છોડી જાય છે? મીરાંને જોગી પાસેથી શું જોઈએ છે? ગુરૂ ગસાધનામાં માનતે હશે અને મીરાં પ્રેમલક્ષણા ભકિતમાં રાચતી હશે. ગુરૂએ જોયું કે જ્યાં આટલે સાધનાભેદ છે, ત્યાં પોતે શી રીતે સહાયક બની શકે ? એ જવા તૈયાર થયે. - મીરાંને પોતાના પ્રેમભકિતના માર્ગ ઉપર અવિચળ શ્રધ્ધા છે. . એને એમાં અનુભવને ટેકો પણ મળે છે. પણ સાથે સાથે ગમાર્ગ પ્રત્યે એને અશ્રદ્ધા નથી એટલું જ નહિ, પણ ગમાર્ગે એના જોગીએ સિદ્ધિ મેળવી છે એનેય તે સ્વીકાર કરે છે. યેગી પ્રત્યે એનામાં અવિચળ શિષ્યભાવ છે, તેથી સમસ્ત અભિ ભાન તજને “પાંવ ૫ડું મૈ તેરી” કહીને એ પિતાના ભકિતમાર્ગને ગુરૂના માર્ગે આગળ ગૌણુ કરવા પણ તૈયાર છે. પહેલીજ લીટીમાં એની આતં વાણી યેગીને ન જવા માટે ઉત્તરોત્તર વેદનાથી વિનવે છે. છતાં જ્યારે એને શંકા જાય છે કે એ તે જવા જ નીકળે છે, ત્યારે “જોગી” શબ્દ ઉપર તે એટલી સફળતાથી ભાર મૂકે છે કે જાણે કહેતી હોય કે “હે જોગી, તું કેમ ભૂલે છે કે તું યેગી છે ? યેગી થઈને ત.રાથી જવાય ખરું? જે સાચો યોગી હોય એનાથી કર્તા ભ્રષ્ટ થયા વગર જવાય જ કેમ ? યૂતિકા રોય પિતાનાં ગાયનમાં “યેગી' શબ્દ પરને એ આખો ભોર એક જ વાર મૂકે છે, પણ તે હૃદયને વીંધી નાંખે છે ! - ત્યાર પછી મીરાં મનમાં જ યોગીને જવાબ કપે છે. જો યોગી કહે કે “હું હારીને નથી જતો, ઉપેક્ષાથી નથી જતો, પણ આપણું માગ જુદા છે. ભક્તિમાર્ગ મીરાંને ગમાણ જોગી શી સાધના બતાવી શકે ?” એના જવાબમાં મીરાં કહે છે કે “ભક્તિમાર્ગ છોડી તે ન શકું, પણ ગમાર્ગે આગળ એને ગૌણ કરતાં મને સંકોચ નથી. જે એ બન્ને પંથ ઇશ્વરને સાક્ષાત્કાર કરાવનારા જ હોય તે એ બે વચ્ચે વિરોધ હોઈ જ ન શકે. એક જ કરીને શિખરે ચઢનારા અનેક માર્ગો નીચલી ભૂમિકાએ ભલે ભિન્ન દેખાય, પણ ટોચ ઉપર તો એ બધા એક જ થઈ જાય છે–એક થવો જ જોઈએ. માટે જોગી પાસેથી પથપરિચય કરાવનારી સૂચનાઓ લેવામાં એને વાંધો નથી. ભકિતને પ્રારંભ ભક્ત અને ભગવાનનાં દંતમાંથી જ ઉત્પન્ન થાય છે. દૈત વગર ભકિત સંભવતી જ નથી. ભકિતને રસ જ દૈતમાંથી ઉત્પન્ન થતાં આકર્ષણ છે. પણ ભકિતની પરિણતિ અદ્વૈતમાં જ થાય છે. બે મટીને એક જ રહે, ત્યારે જ ભકિત કૃતાર્થ થાય છે. ગમાર્ગ પણ અંતે એજ સાધના માંગે છે. ભકિતને માગ રસિક હોઈ સહેલો ગણાય છે. પણ એમાં એ રસ્તાને નકશે ક્યાંય દેરેલે હેતે નથી. વચલા મુકામે પણ ચોક્કસ ગોઠવેલાં હોતાં નથી. ભકિતમાં ચકરાવો ઉત્પન્ન થઈ શકે છે. એમાં આગળ વધવાપણું પણ હોય છે અને પાછળ પડવાપણું પણ હોય છે. એને સાધનાક્રમ વિચિત્ર હોય છે. માટે જ એમાં આશાનિરાશાનાં દેલને સહન કરવા પડે છે. ગમાણને રસ્તા ભલે અઘરે હેય પણ એમાં ધેરી રસ્તે અને એની ગલીકુચીઓ બધી નિશ્રત છે. એના નકશાઓ દોરેલા છે. યોગી એ બધાને ભેમી હોઈ એણે એ બધા સાથે પરિચય કરાવવો જ જોઈએ. એટલી સેવા કર્યા વગર એનાથી ન જ જવાય! હરિજનમદિરપ્રવેશ ધારે અને જેનો થોડા દિવસ પહેલાં તા. ૧૧-૭-૬૭ ના રોજ મળેલી જૈન વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સની સ્થાયી સમિતિની સભામાં હરિજન મંદિર પ્રવેશ ધારાને પ્રશ્ન નિર્ણય માટે ઉપસ્થિત થયે હતો. હરિજન મંદિર પ્રવેશ ધારામાં ‘હિંદુ' શબ્દના અર્થમાં જૈનોને સમાવેશ કરવામાં આવ્યું છે અને એ કારણે આ ધારે જૈન મંદિરોને પણ અન્ય હિંદુ મંદિરે જેટલે જ લાગુ પડે છે. આ બાબતમાં આમારે શું કરવું એમ બે ત્રણ સ્થળોએથી કેન્ફરન્સના મંત્રીઓને પુછાવવામાં આવેલું અને એ રીતે આ નવા કાયદાની બાબત કોન્ફરન્સની સ્થાયી સમિતિ સમક્ષ રજુ થઈ હતી. આ પ્રશ્ન ઉપર એકત્ર થયેલા સભ્યો વચ્ચે ખુબ ચર્ચા થઈ હતી અને આખરે એક યા બીજી બાજુએ કશે પણ નિર્ણય ન લેવાતાં, આ બાબતમાં જન જનતાને અભિપ્રાય એકત્ર કરવાનું અને ત્યાં સુધી પ્રસ્તુત પ્રશ્ન ઉપર નિર્ણય કરવાનું મુલતવી રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. કોન્ફરન્સની સ્થાયી સમિતિને આ નિર્ણય બે રીતે યોગ્ય નથી, એક તે આ ધારે આ ઓગસ્ટ માસમાં મળનાર મુંબઈની ધારાસભાની બેઠકમાં રજૂ થવાનો છે. એ પહેલાં આ પ્રશ્ન સાથે સંબંધ ધરાવતા ભિન્ન ભિન્ન સંપ્રદાએ તેમ જ સંસ્થાઓએ આ નવા ધારા સંબંધે પિતપેતાના અભિપ્રાય જાહેર કરવા જરૂરી છે. એમ કરવાથી જ એવા અભિપ્રાયની અસર મુંબઈની ધારાસભાના સભ્યો ઉપર પ્રસ્તુત કાયદાને મંજુરી યા નામંજુરી આપતાં પહેલાં પહોંચી શકે, અને સામાન્ય પ્રજા તેમ જ જુદા જુદા વર્ગોનું આ બાબતમાં શું વલણ છે તેને તેમને કંઇક અંદાજ ખ્યાલ આવી શકે. જન જનતાને સર્વદેશીય અભિપ્રાય આ સમય પહેલાં મેળવી શકાય અને ત્યારબાદ ભિન્ન ભિન્ન અભિપ્રાયેની તુલના કરીને કોન્ફરન્સની સ્થાયી સમિતિ પિતાને નિર્ણય જાહેર કરી શકે એ શકય જ નથી. પ્રસ્તુત નિર્ણયના અનૌચિત્ય સંબંધમાં બીજી બાબત એ છે કે કોન્ફરન્સની સ્થાયી સમિતિ ભિન્ન ભિન્ન વિચારપક્ષે ધરાવતી અને છેલ્લા અધિવેશનમાં ચુંટાયેલા પ્રતિનિધિઓની બનેલી છે. આવી સમિતિ પાસેથી હરિજન મંદિર પ્રવેશ સંબંધમાં ભિન્ન ભિન્ન સ્થળના મંદિરના વહીવટકર્તાઓ તેમજ આરાધકે માર્ગદર્શનની અપેક્ષા રાખે એ તદન સ્વાભાવિક છે. અને આવી સ્થાયી સમિતિએ જૈન સમાજને આવા અગત્યના અને સામે આવીને ઉભેલા પ્રશ્ન ઉપર ચેકસ અને સ્પષ્ટ માર્ગદશન આપવું જોઈએ એ એટલું જ આવશ્યક છે. આમ કરવાને બદલે એટલે કે હરિજન મંદિર પ્રવેશ સંબંધે પિતાને સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવાને બદલે સ્થાયી સમિતિ પોતે જ જૈન સમાજન-જન જનતાને-અભિપ્રાય એકત્ર કરવાનો ઠરાવ કરે–પોતે માર્ગદર્શક બનવાને બદલે ઉલટું વિશાળ જૈન સમાજ પાસે માર્ગદર્શનની અપેક્ષા કરે–એ સ્થાયી સમિતિના ગૌરવને તેમજ ધર્મને અનુરૂપ નથી. આ તો કોન્ફરન્સની સ્થાયી સમિતિના ઠરાવના સામાન્ય સ્વરૂપની આપણે આલેચના કરી. હવે એ પ્રશ્નને લગતી જે ચર્ચા થઈ હતી તે દરમિયાન પ્રસ્તુત ધારાના વિરોધમાં કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા, જેને અહિં આપણે થડે વિચાર કરીએ અને તે એ હેતુથી કે જ્યારે જન સમાજની અંગભૂત વ્યક્તિઓને તેમજ પ્રમુખ સંસ્થાઓને આ બાબતમાં સ્થાયી સમિતિ તરફથી તિપિતાને અભિપ્રાય વ્યકત કરવાનું કહેણુ આવવાનું છે ત્યારે તે તે વ્યકિતઓને અને સંસ્થાઓને પિતપતાનો અભિપ્રાય ચેકસ કરવામાં આ ચર્ચા અમુક અંશે ઉગી નીવડે. પ્રસ્તુત ધારાના વિરોધમાં મુખ્યપણે ત્રણ મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા. જેથી આજ * ભલે નથી. અહિ ગીતને એક ખંડ પૂરો થાય છે. બીજા ખંડમાં બક્તિની અને ગની સાધના એક જ છે. ભકિતનું જીવન પ્રાકૃત જીવન તે ન જ હોય. સાધનામાં જે શરીરને અન્ને લેપ કરવાનું હોય છે તે શરીર પણ ભક્તિના કમિયાથી ચંદન બની ગયું છે. હવે એ ચંદનની જ ચિતા રચવાપણું હોય છે. ભકિતએ શરીરનું ચંદન કર્યું તે સંધરવા માટે નહપણ બળીને સુવાસ આપવા માટે. તેથી એ ચંદનની ચિતાને અગ્નિને સ્પર્શ કરાવવાનું કામ ભેગીનું છે. એ કર્યા વગર પણ યોગી જઈ જ ન શકે. (અનુસંધાન પૃષ્ઠ 9૦ જુએ)
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy