SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ (10) a પ્રશુદ્ધ જૈન કાસખીનાં અંતિમ વચના (શ્રી. ધર્માનંદ કાસળીએ પેાતાની છેલ્લી માંદગી દરમ્યાન ડે. વાડદેકરને કેટલીક વાતે લખાવી હતી. મૂળ મરાઠીનુ ગુજરાતી અહીં આપવામાં આવ્યું” છે.) ૯ અને ૧૫ મે. વચ્ચે મહાત્મા ગાંધીજીએ (આમરણ ઉપવાસમાંથી ) મને બચાવ્યે એ સારૂં' કયુ" કેમ કે તે વખતે મારા શરીરને કશું કષ્ટ ન હતું. ક્રુત મનને જ કષ્ટ હતુ અને તેને પહોંચી વળવુ કાણુ જણાતું. હુમાં શરીરને કષ્ટ છે પણ મનને કશી અકળામણુ નથી. ૧૭-૫-૪૭ ગઇ કાલે એકાએક એક વિચાર મનમાં આવ્યા. મને પેાતાને એ ઉપયેગી નથી, પણ ભવિષ્યના લોકોને ધ મળે. એ હેતુથી નોંધી રાખવા જેવા લાગે છે. જુલાઇમાં ગયા ( ૧૯૪૬ ) જૂન દરમ્યાન હું માંદેા હતેા. સાજો થયા, પણ મનમાં વિચાર આવ્યે કે જીવીને હવે મારે હાથે કશુ કાય થવાનું નથી. માટે જેમ જૂના કાળમાં આપણા જનકાદિ રાજાએ અરણ્યમાં જઇ ને ત્યાં જ મરી ગયા તેમ હું પણુ જાણી જોઈને મરણ સ્વીકારૂં”, આવા વિચારથી દેહરીધાટના હરિજન ગુરૂકુળમાં જઇને ૨૨ મી ઓગસ્ટ ૧૯૪૬ થી મેં ઉપવાસ શરૂ કર્યો. આશ્રમના પ્રમુખ સ્વામી સત્યાદના એને ટકા હતા અને ‘ઉપવાસના ખાર કાઇને આપીશ નહીં,' એમ એમણે કબૂલ્યું હતું', પણ લખનૌમાં શ્રી ટ’ડન આગળ એ વાત કહેવાઇ ગઇ. એમણે સ્વામીજીને તરત બાપુ પામે મોકલ્યા, ગાંધીજીએ મને કાગળ મોકલ્યે, મેં ગાંધીજીને તાર દ્વારા જવાબ મેાકલ્યો કે “હુવે મને આગ્રહ (જીવવાના) કરશે। નહીં, મને સ્વસ્થપણે મરવા દેશે.” મહાત્માજીએ મારી એ વાત ન સ્વીકારતાં બીજા એ તાર કર્યો. હું મૂંઝાયે। અને આખરે નિર્ણાય ઉપર આવ્યા કે હવે વધુ ન તાણતાં ઉપવાસ છેડી દેવા જોઇએ. મને બનારસ લઇ ગયા. ત્યાં સજા થતાં લગભગ બે મહિના થયા. ડિસેમ્બર ૧૯૪૭ ના પ્રારંભમાં હું મુંબઇ આવ્યો અને મારી દીકરીને ત્યાં રહ્યો. ત્યાં ડાકટરે।એ મને તપાસીને કહ્યું કે રાગ કશા નથી. સ્નાયુ અશકત થયા છે. એને માટે વિટામિન ની લેવુ.' એ દવા લેનાંવેત-એક અઠવાડીયાની અંદર-શરીરે ખજવાળ શરૂ થઈ જે હજી કાયમ છે. ઇન્જેકશના લીધાં, પ્રકાળભસ્મ લીધી, સેવાગ્રામ આવીને નૈસગિક ઉપચારના પ્રયાગ કર્યા, પણ ખંજવાળ મટતી નથી. મુખ્ય વાત કહેવાની તે એ કે - દેહરીધાટ જઇ મે' જે ઉપવાસ શરૂ કર્યાં તે મારી ભૂલ હતી. એમાં કાયરતા હતી. ડો. રામમનોહર લેઢિયાએ ૧૬ જૂન, ૧૯૪૬માં જ ગેવામાં જે સત્યાગ્રહ કર્યાં હતા તે બહુ સફળ થયા નહીં, તે પણ તેને પરિણામે અમુક જાગૃતિ તે। થઈ જ. એ કામ હું કશી ધાંધલ વગર કરી શકત; અને ઘણું કરીને પોટુ ગીઝ રાજ્યકર્તાના સર્કજામાં ન આવત. પૂ. બાપુજી જેમ આખલીમાં એક છેડાથી બીજા છેડા સુધી કરતા રહ્યા છે, તે પ્રમાણે હુ' સહેજે કરી શક્ત. એમાં મને એક જ બીક લાગતી હતી કે ગાવાના ખેરાક-ભાત-હુ પચાવી ન શકત. મને કરી કરી સંગ્રહણી-ડિસન્ટ્રી–ને વિકાર થાત. પણ ખૂબ સાચવીને રહેત તે વર્ષ એ વ જરૂર જેમ તેમ નભાવી શકત અને એ રેગથી મરી જાત તે! એમાં કશુ ખાટું ન થાત. પણ હું ગભરાયા અને એ રસ્તે મે છેડી દીધા. આ સાચે કચેગ ન કહેવાય. કયેગીએ તા છેલ્લી ઘડી સુધી સત્કર્મ કરતા રહેવુ. જોષ્ટએ. બુદ્ધ ભગવાને એ જ' કર્યું. તે ત્રણ કે ચાર મહિના ભયંકર રીતે બીમાર હતા. એ જ તા. ૧૫-૭-૪૭ સંગ્રહણીના રાગથી તે પીડાતા હતા. તેમાંથી સાજા થતાંવેંત તેમણે પોતાનુ પ્રચારકાર્યાં શરૂ કર્યું. રસ્તામાં સહેજ અપથ્ થતાં એ જ રાગથી એકાએક પરિનિર્વાણ પામ્યા, એને જ હુ' સાચા સત્કમ'યોગ કહું છું. એ જ કામ આજ પૂ. બાપુજી કરી રહ્યા છે. હું બીકણુ નીવડયા. ખીજી વાત એ કે મે' મારૂં ક્ષેત્ર ભ્રૂણ' જ સ`કુચિત કરી મૂકયું. કેવળ ચાપડી જેટલુ જ હુ' જોવા લાગ્યા. ચેપડી લખવાનું સામર્થ્ય' જો મારામાં નથી તે જીવવામાં સાર શા ?– એવી દિશાભૂલ મેં કરી લીધી. આ સકુચિત ક્ષેત્રમાંથી નીકળી જઇ, ગાવા જખતે ત્યાંના લાખા લાકાને નહીં તેણે છાવના લેાકાને હું જગાડી શકીશએટલુ મને સુઝયુ* નહીં આ ઉપરાંત તે વખતે મે' જૈન ધર્મીનુ અધ્યયન ચલાવ્યુ હતું. એવું પણ મારા પર વિલક્ષણ પરિામ થયું. પ્રાચીન કાળના જૈન સાધુ અને ગૃહસ્થી ધડપણુમાં ઉપવાસ કરીને પ્રાણત્યાગ કરતા હતા. આ વ્રતને એમના ગ્રંથમાં મરાંતિકી સલેખના કહે છે. એ જ ઢબે એવા જ કઇંક ઉપવાસ કરી મરી જવુ એમ મને ઇષ્ટ લાગવા માંડયુ. ખેર. જનાનાં બધાં વ્રત વગેરેને હુ વખેડતા નથી. એમનાં વ્રત અને ઉપવાસનેા કઇ જ ઉપયોગ નથી એમ નથી. વિવેકપૂર્વક એ વ્રત આચરવાથી આજે પણ એથી લાભ થઇ શકે છે.. અને છતાં બુદ્ધના કયેાગજ-અથવા આજે પૂ. બાપુજી આચરી રહ્યા છે એ જ કયાગ મને અધિક પસદ છે. સત્કમ યાગીએ એટલી એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે. એક ક્ષેત્રમાં પેાતાની ગતિ ન ચાલે તે તે બદલીને ખીજામાં પ્રવેશ કરવા. લકા હસશે અથવા વખેડશે એને વિચાર સરખા કરવા નહીં. સેક્રેટિસને બધા લેકેએ હુમલાકનુ ઝેર પીવાની સજા કરી, ખ્રિસ્તને ક્રોસ પર ઠેકી દીધે, યુનાને વતા બાળી નાખવામાં આવ્યો. પણ આ ક યાગીઓએ દુનિયામાં કેટલી જબરદસ્ત ક્રાંતિ કરી દીધી ! કમ યાગ અથવા સત્કમયેાગ એટલે બાપદાદાએ ચલાવેલ ધંધા આગળ ચલાવવે એ નથી. જેથી કરીને બહુજનનું કલ્યાણ થાય તે જ . સાચા કયેગ-અને તે પણ અત્યંત અનાસક્ત બુધ્ધિથી કરવા જોઇએ, હવે શિત ક્ષીણ થતી ચાલી છે, ખેલવાની તાકાત રહી નથી. એટલે ભતુ હિરને નીચેના શ્લોક યાદ કરી વિરમું છું': માતર્ મેટ્રિનિ, સાત માસ, ભલે તેન, સુગંધો નન, भ्रातर व्योम, निबद्ध श्रेष भवतां धन्यः प्रणामांजलिः । युष्मत् संगवशोपजात सुकृत स्फारस स्फुरन् निर्मलज्ञानापास्त समस्त मोहमहिमा जीये परे ब्रह्मणि ॥ ‘હરિજનબ’”માંથી સાભાર ઉષ્કૃત, ડાહ્યાભાઇ બાલાભાઇ કારા નિધમાળા સ્પષ્ટીકરણ આ નિશ્રૃધલેખન સબંધી એ બાબતેાની ચેાખવટ કરવાની જરૂર જણાઇ છે. (૧) હિંદી ભાષામાં નિબંધ લખનારે હિંદ લિપિને જ ઉપયાગ કરવાના છે, ઉર્દુના નહિ. (૨) નિબંધ ડુસકેષ કાગળની અથવા મેટી સાઇઝના લેટર પેપરની એક બાજુએ લખવાને છે. (૩) નિબંધનું કદ ટુલ્સકેપ આ પેજીના ૩૨ છાપેલાં પાના આસપાસ હેાવુ જોઇએ એના અથ પુલ્સકેપ સાઇઝના લગભગ ૧૬ થી ૨૦ હાથનાં લખેલાં પાનાં થાય. મ`ત્રી, મુંબઇ જૈન યુવક સંધ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ. શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચ'દ શાહ, ૪૫–૪૭ મુદ્રણસ્થાન સૂ કાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રાડ, મુબઇ. ૨
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy