________________
-
૫૮
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૭-૪૭
| |
શકાય. આવા સ્થાનની શોધ ચાલતી જ હતી ત્યાં અનુકુળ સયાગ લાધ્યું.
ગયા જુલાઈ માસના અંતમાં જ્યારે મેં કૌશાંબીજીને દેહરી. ઘાટ વિષે વાત કરી અને કહ્યું કે હું ત્યાં જવાનું છું ત્યારે તેમણે પણુ જે જાઉં તે એકવાર આવવાની ઇચ્છા દર્શાવી. દેહરીઘાટ એ કાશીથી ૫૦-૬૦ માઈલ દૂર આવેલ એક સરયૂનદીને પ્રસિદ્ધ ઘાટ છે અને ત્યાં જવાનું મારું આકર્ષણ મુખ્યપણે સ્વામી સત્યાનંદજીને લીધે હતું. સ્વામીજી મૂળે એ પ્રદેશના બ્રાહ્મણ અને આય સમાજ પણ પાછળથી લાલા લજપતરાય દ્વારા સ્થાપિત લેક-સેવકસમાજના આજીવન સભ્ય થએલા.. તેઓ ગ્રેજયુએટ છે અને સ્વભાવથી જ સેવાની જીવિત મૂર્તિ છે. તેમણે તે ધાટ ઉપર સ્થાપેલ હરિજન-ગુરૂકુળ” એક પ્રાણવાન સંસ્થા છે જેમાં યુ. પી. જેવા કટ્ટર જાતિભેદવાળા પ્રદેશના કેટલાક બ્રહાણે કઈ પણ જાતના ભેદભાવ સિવાય હરિજને સાથે રહે છે. હવામીઝની અનેકવિધ પ્રવૃત્તિમાં એક મુખ્ય પ્રવૃત્તિ ગામડાંઓમાં ચરખા ચલાવવાની અને સ્વાવલંબી ખાદીઉત્પાદનની છે. હું સ્વામીજીને પહેલેથી જ જાણુતે. હમણાં તેઓ જેલમાંથી શ્રી ૧૯૪૨ માં પોલીસે એ બાળી તેમ જ નઇભ્રષ્ટ કરી નાંખેલ ગુરૂકુળના પુનરાધાર--કાર્યમાં પરોવાયા હતા. મને એ વિષે. રસ હોઈ ત્યાં એકવાર જવું પસંદ હતું. સ્વામીજી પણ કાશી મારે ઉતારે આવેલ હતા. એમ તે કૌશાંબીજી પણ સ્વામીજી વિષે થોડુંક જાણુતા; પણ જ્યારે મેં બંને વચ્ચે વિશેષ પરિચય કરાવ્યો ત્યારે કૌશાંબી તેમની સાથે જવા લલચાયા. હ પલાંક બીજ કારણસર તે વખતે સાથે જવા અશકત હતા તેપણું સ્વામીજીના આશ્વાસનથી કૌશાંબીજી તે તેમની સાથે દેહરીધાટ ગયા જ, ત્યાં જઈ જોયા પછી ઠીકલાગે તે તેએ અનશન લેશે એમ તે તેમની વાતચીત ઉપરથી હું જાણતા જ હતા. એ પ્રસંગે પરિચર્યા અને સેવાને પૂરત પ્રબંધ કરવાની ચિંતા મને હતી જ. સ્વામીજીને તેમના સહકાર્યકર્તા અને ત્યાં રહેતા હરિજન વિદ્યાર્થીઓ ઉપર ભરોસે તે હવે જ, પણ કોઈ જાણીતો અંગત સેવાભાવી માણસ સાથે જાય અને રહે એ અમને બધાને ઇષ્ટ હતું. દેવયોગે એ પણ સુયોગ સાંપડયે.
L૧૮૩૬ ના એપ્રિલની ૨૦ મી તારીખે કલકત્તાથી પાછા ફરતાં કાશી ઉતરે ને ત્યાં જ રોકાયેલે. દરમ્યાન ચૈતન્ય જે કયારેક ચુનીલાલજી નામે સ્થાનકવાસી મુનિ હતા અને જે લગભગ ૧૩-૧૪ વર્ષ થયાં મુનિષ છોડી સંતબાળની પેઠે રાતદિવસ સમાજ-સેવાનું કઠણ તપ આચરે છે તે હાપુડથી મારા બેલાવ્યા કાશી આવ્યા હતા. તેમની સેવાવૃત્તિ અને સરળતાથી હું તદ્દન પરિચિત હતો. તેઓ પ્રાકૃતિક ચિકિત્સાના અભ્યાસી અને તે વિષે ઊડે રસ ધરાવનાર છે. ઉપવાસ, અનશન આદિ પ્રસંગે કેમ વર્તવું એ બધું તેઓ સહેજે જાણે છે. અને વધારામાં કૌશાંબીઝના પરિચિત પણ ખરા. મેં તેમને જ કાશબાજી સાથે જવાનું કહ્યું અને તેએ ગયા પણ ખરા. દેહરીધાટ જતાંવેંત કૌશાંબીજીએ પ્રથમ તે એકાશન શરૂ કર્યા. પછી ધીરે ધીરે માત્ર દૂધ ઉપર આવ્યા. ક્રમે ક્રમે દૂધનું પ્રમાણુ પણ ધટાડતા ગયા અને છેવટે એને પણ ત્યાગ કર્યો. માત્ર પાણી લેતા. અને પાછળથી ચૈતન્યજીએ તેમને પાણીમાં લીંબુને રસ પણ આપવા માંડે. એકાશનની શરૂઆતથી અનશનના પ્રારંભ અને તેના ત્યાગ સુધીના રોજેરોજના પૂરા સમાચાર ચેતન્યજી અમને પોસ્ટથી પાઠવતા અને કાંઈક સૂચના પણું માંગતા. સાથે સાથે તેઓ કૌશાંબીઝના શારીરિક અને માનસિક બધાં ફેરફારની નેધ રાખતા જેની ડાયરી હાજી તેમની પાસે છે. ચૈતન્યજીએ પરિચર્યાને એ સુંદર અને સર્વાગીણ પ્રબંધ કર્યો હતું કે કૌશાંબીજની ઉગ્ર પ્રકૃતિ પણ તેથી પૂર્ણપણે સંતોષાઈ હતી. ચૈતન્યજી ડે. સુશીલા નાયર અને ગાંધીજી પાસેથી કેટલીક સુચનાઓ મંગાવતા. કૌશાંબીજી ગમે તેટલું ગેપવવા ઇચ્છે છતાં
એમના જે વિશ્વવિખ્યાત માસ અનશન ઉપર ઉતરે અને એ વાત સાવ અછતી રહે એ અસંભવ હતું. સ્વામીજીને પિતાના કામે અલાહબાદ, દેહલી, લખનૌ વગેરે સ્થળે જવાનું બન્યા કરતું. પુરૂષોત્તમદાસ ટંડને સ્વામીજીને કહ્યું કે, ગમે તે ભેગે કૌશાંબીજીને પ્રાણ બચાવે. એ માણસ ફરી નહિ મળે. ગાંધીજી દીલ્હીમાં હતા. તેમણે ચૈતન્યજીને તાર કર્યો કે, કૌશાંબીજી ઉપવાસ છોડી દે. કૌશાંબીજીએ જવાબ અપાવ્યું કે, બાપુજી અહીં આવી મારા મનનું સમાધાન કરે તે જ હું ઉપવાસ છોડવાનો વિચાર કરૂં. એક બાજુ કૌશાંબીઝને અટલ નિર્ણય હતું અને બીજી બાજુ ચેમેરથી ઉપવાસ છોડાવવાના પ્રબળ પ્રયત્ન પણ થતા. સૌથી વધારે ધ્યાન ગાંધીજીના કથન ઉપર અપાતું. કૌશાંબી સાવ ક્ષીણ થઈ ગએલા. પડખું પણ ફેરવી ન શકતા. બેલી પણ ન શકતા. બધી શારીરિક હાજતે સુતા સુતાં જ ચૈતન્યજીના યોગકૌશલ્યથી પતાવવામાં આવતી. કૌશાંબીઝની સ્મૃતિ. જાગૃતિ અને પ્રસન્નતામાં કાંઈ ફેર પડયે ન હતું. છેવટે લાંબા ઉપવાસ પછી કૌશાંબીજી ગાંધીજીના દબાણને વશ થયા ને પારણું કર્યું. પારણા પછી ઉત્તરઘર માંદગી વધી. ચૈતન્યજી પણ મુંઝાયા. છેવટે એમને કાશી લાવવામાં આવ્યા. મને કૌશાંબી કહે, “પંડિતજી! હું ઘરની કે ઘાટને રહ્યો નથી. ઉપવાસ તે છોડશે પણ માંદગી વધી અને બીજા પાસેથી સેવા ન લેવાની જે વૃત્તિએ મને અનશન તરફ ધકેલ્યા હતા તે જ વૃત્તિને દબાવી આજે અનેક પાસેથી વિવિધ સેવા લેવી પડે છે.” અમે એમને લેશ પણ ઓછું ન આવે તે જ રીતે બધા વ્યવહાર કરતા. એમના સદાના યજમાન છે. પવાર અને બીજા અનેક ડોકટર-વૈદ્ય આદિ મિત્રે એમને માટે શ્રદ્ધાપૂર્વક ખડે પગે રહેતા. એમના પુત્ર અને પુત્રી તરફથી અમારા ઉપર ઉપરાઉપર અનેક પત્રો આવતા કે અમારા પિતાની કીંમતી છંદગી ગમે તે રીતે બચાવ અને ઈતિ બધો ખર્ચ
ફ્ટથી કરો. એમના પુત્ર ચેક મોકલ્યું જ જતા. અમે પાસેના મિત્રે પણ કશી ગણતરી કર્યા વિના જ તેમને આરામ આપવા બધુ કરતા. છેવટે ત્રણેક માસ પછી તેઓ કાંઈક બેસતા-ઊઠતા થયા, બેટાં પડેલ અંગે કાંઈક ક્રિયાશીલ થયાં. મેં તેમને કહ્યું કે, એકવાર મુંબઈ જાઓ ને કુટુંબને મળે. એમનું મન પણ એવું હતું કે ગાંધીજીને મળવું અને શકય હોય તે સેવાગ્રામમાં જ જઈ વસવું. તેઓ મુંબઈ ગયા, ને પાછા વર્ધા આવ્યા. વર્ષા ક્યારે આવ્યા તે હું નથી જાણતા પણ તેમની માંદગીના ઉડતા સમાચાર મળેલા. જુનની ૧૦ મી તારીખે કાકા કાલેલકર અણધારી રીતે મને કલકત્તામાં સિંધીપાર્કમાં મળ્યા ત્યારે તેમણે કૌશાંબીજીના અનશન વિષે વાત કરતાં કહ્યું કે તેઓ ૨૭ દિવસ લગી માત્ર જળ ઉપર રહ્યા અને છેલ્લા ત્રણ દિવસમાં તે જળને પણ ત્યાગ કરે. કૌશાંબીજી કાકાને મળવા ઇંતેજાર હતા. ને જેવા કાકા બહારગામથી આવ્યા ને મૌનપણે એકબીજાએ આંખ મેળવી કે થોડી જ વારમાં તેમને પ્રાણપંખેરૂ ઉડી ગયે. કાકાએ કહ્યું કે, છેલ્લી ક્ષણ લગી કૌશાંબીજીની રકૃતિ, જાગૃતિ અને પ્રસન્નતા અખંડ જ હતાં. મને આ સાંભળી આનંદ થયે અને એમ થયું કે દેહરીઘાટવાળું અનશન એ છેલ્લા અને પૂર્ણ અનશનની તૈયારીરૂપ જ નીવડ્યું. એ અભ્યાસે તેમને, છેલલા માસિક અનશન દ્વારા સમાધિ-મૃત્યુ સાધવામાં ભારે મદદ આપી.
કૌશાંબી આ લેક છોડી ગયા એમ હરકેઈને લાગે, પણ જ્યારે એમની જીવતી. વિવિધ કૃતિઓ અને અખંડ પુરૂષાર્થના સમાજપ્રાણમાં સંક્રાન્ત થએલા સંસ્કારોનો વિચાર કરું છું ત્યારે અને તેઓ અનેક રીતે જીવતા જ દેખાય છે. પુનર્જન્મને વ્યવહારૂ અને સૌની બુધિમાં સહેલાઈથી ઉતરે એવો આ એક જ ખુલાસે છે. એમનું આટઆટલું લખાણુ, એમના આટઆટલા સંસ્કારગ્રાહી શિષ્ય, એમની આટઆટલી સેવા અને ત્યાગવૃત્તિ, એમને સંસ્કારી