SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૪૭ આ તે દ્રવ્ય કે દુરૂપયેગ? એક જનાચાર્યના ઉપદેશથી જૈનોએ શત્રુંજય પહાડ ઉપર એક આગમમંદિર લાખાને ખર્ચે બંધાવ્યું છે. આ મંદિરમાં જૈનોના આગમ-સૂત્રોના પાઠ આરસપહાણ ઉપર કોતરાવીને તેને ચેડવામાં આવ્યા છે. જૈનના પીસ્તાલીસ આગમોના લાખો લેક એ રીતે પત્થર પર ઉતારવામાં આવ્યા છે. આ કામ તેમણે શા માટે કર્યું ? જૈનાચાર્યને લાગ્યું કે જ્ઞાનના ભંડારરૂપ આગમો પુસ્તકોમાં લખવાથી વહેલા મોડા નાશ પામી જશે, પરંતુ શિલામાં કોતરાવીને રાખવામાં આવશે તે ચિરંજીવી રહેશે. જૂના વખતના શિલાલેખ આપણી સામે આજે મેજૂદ છે, તે જોઈને તેમને પથરના લેખોની ચિરંજીવિતામાં વધુ વિશ્વાસ બેઠે અને તેમણે તે કામ પાછળ શ્રાવકોના લાખો રૂપિયા ખર્ચાવ્યા. એક બાળક પણ સમજી શકે તેવી વાત છે કે આ વિમાન અને બમ્બના જમાનામાં પત્થરનાં બાંધેલા મંદિરો અને પત્થરના કોતરેલા લેખ કેવાક ચિરંજીવી લેખાય! અને આ વિશાળ દનિયામાં એક પહાડ પર કાતરેલા શિલાલેખેનું મંદિર બાંધવાથી જ શું એમાંનું જ્ઞાન ચિરંજીવી રહે ખરું? એ આગમ મંદિરનું કામ પૂરું થયું અને પછી એ જેનાચાર્યને ખ્યાલ આવ્યું કે એ પથરને આગ–પાણીથી બચાવ થાય, પણ બેમ્બમારા આગળ તે ટકી શકે નહિ; એટલે હવે એજ આચાર્યે તામ્રપત્રમાં જૈન આગમો કોતરાવીને સુરતમાં તેનું તામ્રપત્ર-- મંદિર બંધાવી ૧૦ લાખ રૂપિયા ખર્ચવાના કામને પ્રારંભ કર્યો છે ! સુરતમાં એ કામને પ્રારંભ કરવામાં આવ્યું ત્યારે એક અગ્રે. સર શ્રાવકે ભાષણ કરતાં કહ્યું હતું કે “ આગમ જ્ઞાન અંતે દુનિયાની ગૂંચવણોને નિકાલ કરશે, તે વખતે અહિંસાના સંદેશ ઘેર ઘેર પહોંચશે અને તેમ થશે ત્યારે આપણું આગમનું જ્ઞાન કેટલું અમૂલ્ય છે તે દુનિયા સમજશે. પણ એ ઉજળે દિવસ આવે તેટલા વખતમાં આપણું આગમ સાહિત્ય જાળવી રાખવું જોઈએ. એની મહત્તા કે ઉપગિતા માટે બે મત નથી, પણ તેને જાળવી રાખવા માટે અનેકવિધ પ્રયત્ન કરવા જોઈએ. આગમના ખાસ અભ્યાસી શ્રીમાન સાગરાનંદ સુરીશ્વરે આરસ ૫ર એને પાકા કરી શ્રી પાલીતાણામાં આગમમંદિર સ્થાપી કાયમ કર્યા. એને લઇને આગ–પાણીના ભયથી આગામે મુક્ત થયા; પણ પથરને ધરતીકંપ . વગેરેનો, આકાશમાંથી બેમ્બવર્ષાનો ભય પણ ગણી શકાય, તે પછી તેને તાંબાના પત્તરા પર કાયમ કર્યા હોય તે બે હજાર વર્ષ સુધી તે એનું કાયમીપણું જળવાઈ રહે. કદાચ રાજ્યવિપ્લવ, ક્રાન્તિ કે બીજા અવનવા પ્રસંગો આવે તો પણું એ વસ્તુ જળવાઈ - રહેશે તે તેને લાભ લેનાર જરૂર નિકળશે. આ દૃષ્ટિથી આગમના અદ્દભુત જ્ઞાનને તાંબાને પતરે કાયમ કરી તેને જાળવી રાખવાનો વિચાર એજ આગદ્ધારક સુરિપુંગવને થયે. આપણે અત્યારે અશોકના સમયનાં તામ્રપો તે નજરે જોઈએ છીએ, અને બે હજાર વર્ષ માટે ગોઠવણ થાય તે ભવિષ્યમાં વળી કોઈ શુરવીર નિકળી આવી તેને ફરી ઉધાર કરશે.” કઈ વચલો માર્ગ શોધી જ ન શકીએ ? આ આપણું સર્વ માટે ભારે શરમની વાત છે. આ અમારા એકલાનું જ તીર્થ છે એ ઘમંડમાંથી આ સર્વે અનર્થો જમ્યા છે. આ આપણું સહીયારૂં તીર્થ છે એટલી વાત સ્વીકારવાની સાથે સમાધાનનાં દ્વારા સહજપણે ખુલ્લો થશે. વેતાંબરને મન દિગંબર અને દિગંબરને મન વેતાંબર પિતાને ધર્મબંધુ છે એ તથ્યનાં સ્વીકાર સાથે આપણા હક્કો ઉપર અઘટિત તરાપ મારવામાં આવી છે, આપણું કેશરીઆજીને ભંડાર આપણને પુછયા સિવાય ઉચાપત કરવામાં આવ્યું છ-આ ડંખ જેના વિષે આપણને સાલી રહ્યો છે તે રાજ્ય સામે આપણે જેસભેર લડત ચલાવી શકીશું અને આપણું ગુમાવેલું જરૂર પાછું મેળવી શકીશું. આજે થઈ રહેલી શિક્ષામાંથી આટલો બોધપાઠ આપણે લઈએ અને હવે શું કરવું તેને સૌ સાથે મળીને વિચાર કરીએ. પરમાનંદ આ કથનમાં સારાસારને જરાયે વિવેક જોવામાં આવતા નથી. અઢી હજાર વર્ષ પર થઈ ગયેલા મહાવીર સ્વામીએ આપેલા. ઉપદેશોનું જ્ઞાન આજ સુધી અખંડ રહ્યું અને હવે પછીના વિજ્ઞાનના, છાપખાનાના, ફિલ્મના, રેકર્ડોને અને હવાઈ વિમાનના યુગમાં તે અખંડ નહિ રહે એમ માનવાનું કોઈ જ કારણ નથી. બેમ્બવર્ષોથી પત્થરનું મંદિર નાશ પામે. તે એટમ બોમ્બથી તાંબુ અને સુવર્ણ પણ ભસ્મ થઈ જાય એને વિચાર કેમ ન કરવામાં આવ્યું ? પથર અને તાંબું પુરાતન કાળથી વપરાતું આવ્યું, તે આજના વિમાનયુગમાં તે જ વાપરવું એવી પરંપરાભક્તિમાં નરી અણસમજ જ રહી છે. જ્ઞાનના સાધનના સંરક્ષણ માટે ભલે લાખ ખર્ચવામાં આવે, પણ તે આવી રીતે ? પત્થર કે તાંબામાં ઉતારેલા લેખો નાશ પામતાં વાર નહિ લાગે, પણુ ટકાઉ કાગળ ઉપર છાપેલા બે-પાંચ હજાર આગમ ગ્રંથો જે દુનિયાની બધી લાયબ્રેરીઓમાં મૂકવામાં આવ્યા હોય તે તે ગમે તેવા વૈજ્ઞાનિક વિનાશ છતાં તદ્દન નાબૂદ તે ન જ થાય. બે-પાંચ હજારમાંથી બસો પાંચસે લાયબ્રેરીમાં એ આગમ હશે તેને ફરી છપાવીને તેમાંનું જ્ઞાન સહેલાઈથી પ્રવાહિત રાખી શકાશે, તેનો વિચાર શું કઈ જ જૈનને આવ્યો નહિ; કે જ્ઞાનને અખંડ રાખવા લાખોના ખર્ચે પત્થર અને ધાતુનો આશ્રય લેવાનું યોગ્ય માન્યું ? જ્ઞાન તો પ્રવાહ દ્વારા જ ચિરંજીવી રહી શકે છે. મહાવીર ભગવાનના આગમો હજાર-બાર વર્ષ સુધી તે સાધુ-શ્રમણોની સ્મૃતિમાં જડાયેલા રહીને ઉત્તરોત્તર સજીવ રહ્યા. પછી તે ગ્રંથારૂઢ : થયા. તેને પણ હજાર વર્ષ વીતી ગયાં. તાડપત્ર ઉપર એ જ્ઞાન સેંકડો વર્ષ રહ્યું, છૂટા કાગળ પર પણ સેંકડે વર્ષ ચાલ્યું અને હવે પુસ્તકમાં પ્રવાહિત રહ્યું છે. એ પ્રવાહ વડે જ જ્ઞાન સજીવ રહ્યું છે. જે કોઈ ધનિકે આગમગ્રંથને સોનાનાં પતરામાં કેતરાવીને રાખ્યા હતા, પરંતુ પરંપરા દ્વારા. એમાંનુ જ્ઞાન પ્રવહિત ન રહ્યું હોત તો આજે એ સેનાનાં પતરાંની શી દશા હોત તેની કલ્પના કરોને ! જેવી રીતે જ્ઞાન વિનાનો માણસ દેવ-દેવીની મૂર્તિને પગથિયાંના પત્થર તરીકે વાપરે છે, તેવી જ રીતે, જ્ઞાન વિનાને માણસ એ સેનાનાં પતરાંમાંના અક્ષરને નિરૂપયોગી માનીને તેનાં ઘરેણાં કે વાસણ કરાવત, કિંવા કોઈ રાજાના હાથમાં એ પતરાં આવ્યાં હતા તે તે કયારનાય ગળાઇને ટંકશાળમાં સીકકાનું રૂપ પામ્યાં હોત. કાન્તિકાળમાં રશિયાના દેવમંદિરે ત્યાં ઇસ્પીતાલો, સંગ્રહસ્થાને કે મોટરોના તબેલાનું રૂપ પામ્યાં છે, તેવી જ કઈ ક્રાન્તિ હિંદમાં આવશે તે આગમ–મંદિરના ઓરડામાં કોણ જાણે કેણ રહેવા જશે-અને તામ્રપત્રો ય અખંડ રહેશે તેની ખાત્રી આ પરિવર્તનશીલ જગતમાં મહાવીર ભગવાનને સિધ્ધાંત પણ આપી શકે તેમ નથી. પરંતુ એવા કાળમાંય આગમો એક સ્થળે જડ આકારે પુરાઈને રહેવાને બદલે હજારો પુસ્તકાલયમાં પુસ્તક રૂપે રહ્યાં હોય, તેમાંનું જ્ઞાન એ રીતે પ્રવાહિત રહ્યું હોય તે કાળાંતરે પણ એ જ્ઞાન સજીવ રહેવા પામે, કે જેવી સજીવતા પત્થર કે તાંબામાં . આંકેલા અક્ષરોની ક૯પી પણ શકાતી નથી. આ રીતે લાખો રૂપિયા ખર્ચનારા જૈનાએ એકાદ “ અર્ધ ભાગધી કેલેજ” સ્થાપીને જૈનાગમના અભ્યાસ માટે યુવાનને અને વિદ્વાનોને ઉત્તેજન આપ્યું હતું, પરદેશના પંડિતને પણ આકર્ષા હોત, તે આગમજ્ઞાન કેવું પ્રવાહિત અને ચિરંજીવી રહ્યું હોત તેની કલ્પના પણ કોઈ જનને આવી નહિ, અને આવા મંદિર બાંધવાનું જ સૂઝયું ત્યારે તે કહેવું જોઈએ કે જેમાં જ્ઞાનભૂખ નથી પણ ધનિતાએ નીપજાવેલી કીર્તિભૂખ જ વહી રહી છે અને તેમના વિદ્વાને તથા આચાર્યો અને સુરીશ્વરો પણ એ ભૂખને આ રીતે તૃપ્ત કરી રહ્યા છે. (બહુરૂપી”માંથી સાભાર ઉધૃત) પથિક
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy