SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રબુદ્ધ અંકમાં પ્રગટ કરવામાં આવ્યું છે તેની શરૂઆતમાં આ કમીટીના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. ઉપર મુજખની રજુઆત તેમ જ જુખાનીએ લેવાયા બાદ ધ્વજદંડ કમીટીએ કયારે રીપોર્ટ કર્યાં અને શુ' રીપે કર્યો તે વિષે આજ સુધી ઉદેપુર રાજ્ય તરફથી કાર પણ પ્રકારની માહીતી અહાર પાડવામાં આવી નહેતી. માત્ર ઉપર જણાવેલ તા. ૫-૬-૪૭ ના હુકમમાં પહેલી જ ખાર આપવામાં આવે છે કે ૧૯૩૪ માં નીમાયેલ ધ્વજદંડ કમીટીએ ૧૯૩૫ ના એપ્રીલ માસની ૧૦ મી તારીખે પેાતાના રીપોર્ટ રજી કર્યાં હતા. અને ત્યાર બાદ એ રીપેટમાં કૃલિત થયેલી કેટલીક હકીકતાને એ હુકમમાં નિર્દેશ કરવામાં આવ્યા છે, જેમાં એક હકીકત નીચે મુજબ છે; “રીખવદેવજીનું મૉંદિર મૂળ તા દિગમ્બર મંદિર છે તે યે કંઇ કાળથી હિંદુઓ-જેમાં ભીલેને સમાવેશ થાય છે-અને બધા જ જન સૌંપ્રદાયા તેની પૂજા કરતા આવ્યા છે,” આ પ્રતિપાદિત હકીકતના અન્વયે ઉદેપુર રાજ્યે જે હુકમ કર્યાં છે તેના પરિણામે આ મદિરની પ્રતિષ્ટા કરવાનો કે ધ્વજદંડ ચઢાવવાના હકક માત્ર જૈનેાને જ નહિ, પણ જૈન જૈનેતર સૌ કાઇ હિંદુઐને આપવામાં આવ્યા છે અને એ વિધિ સૌથી વધારે ઉછાણી જે કાઇ ખેલશે તેને તેના પોતાના સપ્રદાયની રીત મુજા કરવાની રહેશે એમ એ હુકમમાં જણાવવામાં આવ્યુ છે. આ એક ભારેમાં ભારે અન્યાય કરવામાં આવ્યું છે. કાઈ પશુ તીય અનેકમાન્ય હાવુ એ એક બાબત છે; પણ તે તીય'ની પ્રતિષ્ઠા, ધ્વજદંડ-આરોપણ વિગેરે ક્રિયાએ તે તીય જે સૉંપ્રદાયનું હેાંય તે સપ્રદાયની રીત રસમ મુજબ જ થવી જાઈએ અને એ ક્રિયા કરવાના હુક પણુ એ સ...પ્રદાયના અનુયાયીઓ સિવાય અન્ય કાષ્ટને હાઈ ન જ શકે. કેશરીઆજીને ભીલ, કણુખી કે કાળી કાષ્ટ પણુ ભલે માનતા હાય, પણુ એ તી' જૈન સંપ્રદાયનુ છે એ વિષે કાઇથી પશુ ના કહી શકાય તેમ છે જ નહિ. આવા તીયની અગત્યની ધાર્મિક ક્રિયા કરવાના હક્ક' સૌ કાઇ હિંદુને આપવે એ તીના મૂળ સ્વરૂપને સદન્તર પલટાવી નાંખવા ખરેખર છે. આ આખા પ્રકરણમાં આશ્ચર્યજનક ઘટના તે એ છે કે ધ્વજદંડ ચઢાવવાના હુક સંબંધી મૂળ ઝગડા માત્ર વેતાંબર દિગબરા વચ્ચેના હતા. ૧૯૨૮ તે હત્યાકાંડ પણ આ બે વગની અથડામણમાંથી ઉભે થયેા હતેા. પ્રસ્તુત ધ્વજદંડ કમીટી પણુ આ બે વર્ગો વચ્ચેના ઝગડાને નીકાલ લાવવા માટે ઉભી કરવામાં આવેલી. પેાતપેાતાના હકક સાખીત કરવા માટે લગભગ લાખ લાખ રૂપીઆને ખેંચ પણ માત્ર આ છે સમુદાયે જ કરેલા. અને એ કમીટીના રીપે ઉપરથી રાજ્યના તા. ૫-૬-૪૭ ના રોજ જે હુકમ કરવામાં આવે છે તે હુકમ દિગમ્બર વેતાંબર વચ્ચેના વિષે કશું પશુ નહિં જણાવતાં પ્રસ્તુત તીય' સર્વાં‘િદુ-માન્ય છે એવી એક હકીકતને આગળ કરીને ધ્વજદંડ ચઢાવવાના હકને સહિંદુસુલભ બનાવી દે છે. કમીટીની આખી તપાસ શ્વેતાંભર દિગમ્બરના હકના મુદ્દા ઉપર ચાલતી હતી અને આજે એ હાંકના લાભ જેણે કદિ માગ્યા યે કે વાંયે નહેાતે। એવા સ હિંદુસમુદાયને આપવામાં આવે છે. આથી વધારે ન્યાયવિડ બના બીજી કઇ હાઇ શકે ? ઉદેપુર રાજ્યના પ્રસ્તુત હુકમમાં રહેલા અન્યાય પાછળ એક એવી દૃદ્ધિની ગંધ ખાવે છે .કે આ તીથ ઉપર જન સમાજને કાઈ ખાસ હકક લાગતા નથી-આ તી આખા હિંદુ સમાજનુ છે—પ્રેમ સ્થાપિત કરવુ અને પછી એ રીતે પેાતાને હસ્તક ચાલતા અન્ય હિંદુ તીર્થીની માલમીલ્કતના ઉદેપુરતુ રાજ્ય જેવા ઉપયાગ કરી શકે છે તેવા જ ઉપયોગ કેશરીઆછ તીયના ભંડાર તેમ જ માલ મીલ્કતનેા કરી શકે છે એવા રાજ્યના અધિકાર આગળ ધરવા. આ આખા હુકમ ભારે કઢંગા છે; કાંઈ ફાઇ કલમના અથ' કે આશય પણુ સ્પષ્ટ સમંજાતા નથી; વળી એક ઝગડા જૈન તા. ૧૫-૭-૪૭ ઠેકાણે તે એવુ' અજ્ઞાન દર્શાવવામાં આવ્યુ છે કે આ ઠરાવના ધડનારા ધ્વજદંડ વિધિ શું... તે જ બરાબર સમજતા ન હેાય એમ આપશુને લાગી આવે. આ ધ્વજદંડ ચઢાવવાના હુક સંબધે જણાવવામાં આવ્યુ છે કે * ક્રિયા શરૂ કરવાના હ્રકા માટે બે પક્ષે વચ્ચે હરીફાઇ થાય તા, આ હકકનું લીલામ કરી, વધારે રકમ આપ નારને રાખવા. તે જ પ્રમાણે બેથી વધારે પક્ષા હોય તેા તે પછીના પક્ષાએ પણ પોતપોતાના વચ્ચે આ હકક માટે ઉપર મુજબં લીલામ કરવું. આ કલમ લડનારાઓને કાંઇક એવા ખ્યાલ લાગે છે કે જેવી રીતે પૂજા કરનારાઓની હરીકાઇમાં પહેલી પુખ્ત, ખીજી પૂજા એમ ઉછાણી ખેલવામાં આવે છે એમ જ ધ્વજદંડ ચઢાવવાની ક્રિયા પણ ઉત્તરાત્તર એક પછી એક પક્ષ કરતા હશે. ધ્વજદંડ તે એક કાર ચઢયે તે ચઢયા, ચઢાવવાની ક્રિયા કાંઇ એ ત્રણ વાર કરવામાં આવતી નથી. આ તે સામાન્ય અનુભવની વાત છે. પણ આ હુકમ ધડનારનું ધ્યાન તે લીલામની આવક કેમ વધે અને આગળ ઉપર જેવું આપણે વિવેચન કરવાના છીએ એ દેવસ્થાનનિધિમાં કેમ જાય તે ઉપર જ ચોંટેલુ છે. તેથી અધિકસ્ય અધિક ફૂલ' એમ · ધ્વજદ'ડ ચઢાવવાની ક્રિયાક્ષે ત્રણ વાર થતી હાય અને એ રીતે વધારે આવક થઈ શકતી હાય તે તેને લાભ શું કામ ન લેવા ? આવી વિપરીત દૃષ્ટિએ . આ આખા ઠરાવ ધડાયે છે અને આ જાહેરાત કરવામાં આવી છે. આમાં કેશરીઆજીની સાંપ્રદાયિકતાને અને જૈન સમાજના આ તીય અંગેના વિશિષ્ટ અધિકારાના લેાપ કરવામાં આવ્યું છે અને આ કારણે આ આખે હુકમ જૈન સમાજને અત્યત અરવીકાય' બને છે. ן, દુ:ખની વાત તે એ છે કે જે ધ્વજદંડ કમીટીના રીપેટના આ હુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે રીપે` તે હજુ રાજ્ય તરથી બહાર પાડવામાં આવ્યો નથી. એ કમીટીને કયા કયા મુદ્દા નિ યને માટે સાંપવામાં આવ્યા હતા અને એ સબંધે કમીટીએ વિગતવાર ચર્ચા કરી છે. તેની બહારના કાને કાંઇ ખબર નથી. તા. ૧૦-૪-૩૫ ના રાજ એ રીપેટ રજુ કરવામાં આવ્યા હતા એમ જે જણાવવામાં આવ્યું છે એ ખરેખર ખરેખર છે કે એ રીપેર્ટ પણ આજકાલમાં ઘડવામાં આવેલ છે અને તેની ઉપર ૧૦-૪-૩૫ ની તારીખ લગાડી દેવામાં આવી છે એ . પણ એક પ્રશ્ન છે. આવી શ’કા ઉઠાવવી સામન્યતઃ અનુચિત ગણાય, પણ દેશી રાજ્યામાં આવું કઇ કઇ બનતું આવ્યું છે, કાઇ પણુ હિસાબે આ રીપોર્ટની નકલા ઉદેપુર રાજ્યે જૈન સમાજને તુરતમાં પહોંચતી કરવી જ જોઇએ. ઉદેપુર રાજ્યના પ્રસ્તુત હુકમમાં દેવસ્થાનનિધિને ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ દેવસ્થાનનિધિ એટલે શું એ સમજવા માટે બીજી કેટલીક વિગત અહિં રજી કરવાની આવશ્યકતા છે. શ્રી. રાધવાચાય લગભગ છેલ્લા એપ્રીલ માસ સુધી ઉદેપુર રાજ્યનો દીવાન હતા. આ દીવાન અને ઉદેપુરના મહારાણા વચ્ચે સખ્ત મતભેદ ઉભા થતાં દીવાને રાજીનામુ આપ્યું અને રાજ્યથી છુટા થયા, આજના કટાકટીના વખતમાં કેાની સલાહુ લઈને આગળ વધવુ એ બાબતની મહારાણાને મુંઝવણ થઇ. શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીને રાજ્યને સાથે આગળને સારા સંબધ હાછંને તેમને સલાહ માટે મુંબઇથી ખેલાવવામાં આવ્યા અને કેટલીક મસલતના પરિણામે તેમને રાજ્યના બંધારણ વિષયક સલાહકાર નીમવામાં આવ્યા. શ્રી મુનશીએ રાજ્યની આગળ પાછળની સ પરિસ્થિતિના અભ્યાસ કરીને જવાબદાર રાજ્યતંત્રના કેટલાક તત્વોવાળુ' એક ખધારણ ઘડી આપ્યું', આ બંધારણુ સાથે શ્રી. મુનશીએ ‘પ્રતાપ વિશ્વ વિદ્યાલય’ અને ‘દેવસ્થાન નિધિ'ની એક સયુકત યેાજના પણ તૈયાર કરી આપી. રાણા પ્રતાપના પવિત્ર નામ સાથે જોડીને મેવાડમાં એક વિશ્વવિદ્યાલય ઉભું કરવું, આ વિધાલયને હિંદુ સંસ્કૃતિના પ્રચારનુ કેન્દ્ર બનાવવું અને હિંદીને સર્વ શિક્ષણુનુ માધ્યમ બનાવવું—આવી પ્રતાપ વિશ્વવિદ્યાલયની કલ્પના છે.
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy