________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૭-૪૭
તેમનામાં એ સંસ્કાર બદલયલો જોયે. તેઓ પોતે ગુજરાતના જૈન અને જનતરોના આતિથ્ય વિષે જ્યારે પ્રશંસાના ઉદ્દગાર કાઢતા ત્યારે હું જોઈ શકતા કે તેમના ઉપર ગુજરાતના આતિથ્યની જેવી છાપ છે તેવી બીજા એકેય પ્રાન્તની નથી.
કૌશાંબીઝને નેતરવા કે તેમની પાસે બેસવું એટલે ટૂચકાં, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, રાજકારણ, સામાજિક જીવન વગેરે જ્ઞાનગંગાની અનેક ધારાઓ વચ્ચે સ્નાન કરવું; તેથી અનેક મિત્રો તેમને નેતરતા, અને તેમની પાસે ચર્ચા અર્થે જતા અને તેમનાથી સાવ જુદું દૃષ્ટિબિન્દુ ધરાવનાર પણ તેમની સાથેના વાર્તાલાપ માટે લલચાતો. કૌશાંબીજી જેટલા ઉગ્ર પ્રકૃતિ તેટલા જ સ્પષ્ટભાષી. એમને કાંઈ છૂપાવવાનું ન હતું. ગમે તેવી વિરોધી અને સમર્થ વ્યક્તિને પણ પિતાની વાત કખા શબ્દમાં સંભળાવતા. લેકમાન્ય તિલકે ગીતા-રહસ્યમાં ધમ્મપદના એક પદ્યને અર્થ અન્યથા કરેલ. તે કૌશાંબીજીએ તેમને પૂરી રીતે ઠીક ઠીક પકડ્યા અને ભૂલ કબુલ કરાવી. ત્રિપિટકાચાર્ય તરીકે પ્રસિદ્ધ શ્રી રાદૂલજીએ ધમ્મપદને. અનુવાદ કર્યો છે. જેમાં એમની મૌલિક ભૂલ રહી ગઈ છે. કૌશાંબીજીએ એમને એકવાર આડે હાથે લીધા અને રાહૂલ તેમને નમી પડયા તથા પિતાની ભૂલ પણ કબુલ કરી. લખાણ, ઉચ્ચારણ. વાચન, પ્રફ આદિ કોઈ પણ બાબતમાં પિતે સહેજ પણ ભૂલ ચલાવી ન લે. કોઈ એવી ભૂલ કરે તે તેને જરાય ન સાંખી લેતાં ચકખે ચેકનું કહી દે એટલી એમની એકસાઈ. મહ મ ગાયકવાડ મહા
જ સયાજીરાવ કૌશાંબીઝના અનન્ય ભક્ત. પણ એવા ચોર સમર્થ અને સહાયક રાજવી સુદ્ધાને કૌશાંબીજી તેમની ભૂલે કે કુટ વિષે ખખડાવી નાંખતા. શ્રીમંત સયાજીરાવ અને તેમના પત્ની ચીમનાબાઈ સાથેના અનેક કટું–મધુર સ્મરણો તેઓ મને ઠેઠ સુધી પ્રસંગે પ્રસંગે સંભળાવતા. તે ઉપરથી હું તેમની નિર્ભયતા, સત્યવાદિતા અને નિસ્પૃહતા પારખી જતા. - કાકા કાલેલકર તેમના અંગત મિત્ર અને સજાતીય, કાકા ને જ કૌશાંબીજીને પુરાતત્વમંદિરમાં લાવેલા અને સેવાગ્રામમાં તેમને જ હાથે કૌશાંબીજીને અગ્નિસંરકાર થયે. કાકા બહારગામથી આવ્યા અને કૌશાંબીએ મૌનપણે જેવા કે તરત જ ડી વારમાં પ્રાણ છે. આટલી નિકટતા છતાં એક પ્રસંગે કૌશાંબીજી કાકા સુદ્ધાંને નારાજ કરતા ખંચકાયા ન હતા, કૌશાંબીજી મને કહેતા કે “અમે- રિકામાં યંગ ઈન્ડિયા વાંચતે ત્યારે મને ઘણીવાર આંસુ આવી જતાં. ગાંધીજીના અહિંસા તેમજ વિશ્વપ્રેમના વિચારો નવા રૂપમાં વાંચી મને થતું કે આ એક અહેતુ છે. એ જ બુદ્ધિએ મને અમેરિકા છોડાવ્યું અને અમદાવાદમાં લાવી મૂ યે.” કૌશાંબીઝની ગાંધીજી પ્રત્યે ઠેઠસુધી કેવી અનન્ય શ્રધ્ધા હતી તે આપણે ટૂંકમાં આગળ ઉપવાસ પ્રસંગે જોઈશું. આમ છતાં ઘણી બાબતોમાં કૌશાંબીજી ગાંધીજીની ટીકા કરતા. કેટલીકવાર તેઓ એ ટીકા બહુ સંખ્તપણે પણ કરતા. ગાંધીજી ઉપવાસ અને બીજા દેહદમનો ઉપર જે ભાર મૂકે છે તેને કૌશાંબીજી બુદ્ધિની દૃષ્ટિએ નિહાળી અગ્ય લેખતા. અને તેથી ઘણી વાર કહેતા કે, ગાંધીજીમાં જે ત્યાગ, જે અહિંસાવૃત્તિ છે તેની સાથે આવા તપને કોઈ મેળ નથી. કૌશાંબીજી આ ટીકા સૌની સમક્ષ પણ કરતા. જેઓ ગાંધીજીના પ્રત્યેક વ્યવહાર અને વિચારને અક્ષરશઃ માનતા અને અનુસરતા તેઓ કેટલીકવાર ગાંધીજીની ટીકાથી કૌશાંબીજી પ્રત્યે અકળાતા પણ ખરાં, છતાં સૌમાં કૌશાંબીજીની નિષ્ઠા અને પ્રમાણિકતા વિષે એકસરખી શ્રધ્ધા જોઈ શકાતી. દરેક એમ સમજતા કે કૌશાંબીજી માને છે તેમ કહે છે અને કોઈની શેહમાં લેશ પણ આવે તેવા નથી. દરેક જણ એમ સમજો કે કૌશાંબીઝને બુદ્ધિથી સમજાવી શકાય, પણ દબાણ કે લાલચથી નહિ. ગાંધીછારા પ્રાર્થના ઉપર જે ભાર અપાતા અને ગીતાનું જે અનન્ય મહત્વ અંકાતું તેના સામે કૌશાંબીજી અને દલીલે સાથે મનોરંજક ટીકા કરતા.
કોઈ બચાવમાં ઉતર્યા કે એનું આવી બન્યું. તે વખતે કૌશાંબીજીની પ્રજ્ઞા અને દલીલશક્તિને પ્રવાહ કે વહેતા એ તે ત્યાં હાજર હોય તે જ સમજી શકે. કૌશાંબીજી માત્ર અન્ય સંપ્રદાય કે ધર્મોના જ ટીકાકાર ન હતા. તેઓ બૌદ્ધ હોવા છતાં બૌધ્ધ-પરંપરાની ત્રુટીઓની પૂર્ણ પણે ટીકા કરતાં. જેણે તેમનું “અહિંસા આણિ સંસ્કૃતિ' પુસ્તક વાંચ્યું છે તે જોઈ શકશે કે કૌશાંબીજી વહેમો અને ધાર્મિક દભોના કેટલા વિરોધી હતા; આ પુસ્તક તેમણે કાશીમાં લખેલું અને મને આખું મરાઠીમાં જ સંભળાવેલું. કાશીવિદ્યાપીઠના પ્રાણ શ્રી શિવપ્રસાદ ગુપ્તા તેમને બહુ માનતા. ગુપ્તાજીએ કહેલું કે તમારું પુસ્તક હુ હિન્દીમાં છપાવીશ, પણ કૌશાંબીજી મને હંમેશા કહેતા કે કપિઝીટર કે અનુવાદક, વિક્રેતા કે બીજા કોઈ જે હિન્દુ હશે અને વેદ-પુરાણ-સંસ્કૃતિને માનતા હશે તે મારૂં ખૂન ન કરે તે હું પાડ માનીશ. અને બન્યું પણ તેમજ. લગભગ ૧૨ વર્ષ વીતી ગયાં, એને ગુપ્તાજીએ કરાવેલ હિન્દી અનુવાદ પણ તૈયાર પડે છે, છતાં હજી લગી એને છાપનાર કોઈ મળ્યું નથી. જે એમાં વેદ-પુરાણ તેમજ ગીતાની સ્પષ્ટ સમાલોચના વાંચે છે તે જ છાપવા કે પ્રકાશિત કરવાની હિંમત કરી શકતા નથી. છેલ્લે છેલ્લે ૧૮૪૬ના જુલાઈમાં તેઓ જ્યારે સરયૂતટે દોરીધાટ ઉપર અનશન લેવા ગયા ત્યારે મને એ હિન્દી અનુવાદ સોંપી શ્રી નાથુરામ પ્રેમીજીને મેકલવાનું કહી ગયા. એમને વિશ્વાસ હતો કે પ્રેમીજી નિર્ભય અને વફાદાર છે, તેથી તેઓ અવસર આવ્યું છાપતાં કે છપાવતાં પાછા નહિ પડે.
શ્રી શિવસાદ ગુપ્તાએ કાશી વિદ્યાપીઠમાં કૌશાંબીજી માટે તેમની જ સૂચના પ્રમાણે નાનકડું પણ સગવડિયું મકાન બાંધી , આપેલું. તેમાં રહી કૌશાબીજી ‘અહિંસા આણિ સંસ્કૃતિ' એ પુસ્તક લખેલું. મેં તેમને પહેલેથી જ કહેલું કે આ પુસ્તક પૂરું થાય કે સ્થાનાંતર કરવું અને જોયું કે બહુ ચાહકે પણ એને પ્રગટ કરે. છે કે નહિં ? તેમણે એમજ કર્યું. શેઠ જુગલકિશોર બિડલા જેવી પૈસાદાર છે તેવી જ દાની અને ઉદાર છે. હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે તેમની અનન્ય નિષ્ઠા જાણીતી છે. બિડલા જ એક એવા છે કે જેમણે હિન્દુ પરંપરામાં બૌધ્ધોને સમ્મુિલિત કરી લેવાને સજીવ પ્રયત્ન કર્યો છે. બિડલાખ જેટલા ગીતાભકત તેટલા જ બૌદ્ધગ્રન્થના ભકત છે. બૌદ્ધગ્રન્થના હિન્દી અનુવાદે રસપૂર્વક વાંચે અને સારનાથ જેવા વિશ્વવિખ્યાત બધતીર્થમાં એકાન્તમાં બેસી તે ઉપર મનન પણ કરે છે એટલું જ નહિ પણ તેમણે કલકત્તા, દિલ્હી અને હિન્દુ યુનિવ રસીટીમાં બૌદ્ધશાસ્ત્રોના અધ્યયન માટે તેમજ બૌદ્ધ મંદિર અને ધર્મશાળા માટે અનેકવિધ એટલો મોટો ખર્ચ કર્યો છે અને હજી કરે છે કે તે જાણનાર જ બિડલાછની હિન્દુસ્તાનમાં ફરી બૌધ્ધ-પરંપરા પ્રતિષ્ઠિત કરવાની ધગશ જાણી શકે. આવી વૃત્તિ ધરાવનાર શ્રીયુત જુગલકિશોર બિડલાએ મુંબઇ-પરેલમાં એક બૌધ્ધ-વિહાર બંધાવી આ ને તેમાં કૌશાંબીઝને રહેવા તેમજ કામ કરવાની સગવડ કરી આપી. કૌશાંબીજી ગરીબ અને દલિત જાતિઓની સેવા કરવા ઇચ્છતા, તેથી તેઓ એ વિહારમાં રહ્યા અને તેમણે તેનું . બહુજન વિહાર” એવું નામકરણ કર્યું.. બહુજન’ શબ્દની પસંદગી તેમણે પાલી–ગ્રન્થને આધારે કરેલી, જેને આધુનિક ભાષામાં સાધારણ જનતા અથવા લોકસમાજ એ અર્થ થઈ શકે. કૌશાંબી એ વિહારમાં રહી પરેલા લત્તામાં વસતા મજુરો અને હરિજનોમાં સંસ્કાર સિંચવાનું કામ કરતા. કૌશાંબીઝના એ કાર્ય માં અનેક જૈન ગૃહસ્થોને આર્થિક તેમજ બીજા પ્રકારને સક્રિય સહગ હતા. આવું સેવામય વાતાવરણ જામેલું, છતાં તેમાં પેલા
ઘહિંસા શાgિ હંઋતિ'એ પુસ્તક વિન ઉપસ્થિત કર્યું. કૌશાંબીએ જ્યારે જાણ્યું કે ઉકત પુસ્તકમાં તેમણે કરેલ ગીતા આદિ વૈદિક ગ્રન્થની નિર્દય સમાલોચનાથી બીડલા સહેજ નારાજ