________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૭-૪૭.
અમારા રાજ્ય વિશ્વ વિદ્યાલયને કમથી કમ ૬૮ લાખ રૂપી આની કિંમતની સંસ્થાઓ, મકાનો તથા સંપત્તિ અને ચીડમાં એક હજાર એકર જમીન ઉપરાન્ત બે લાખ પચીસ હજાર રૂપીઆની આરંભિક વાષિક સહાયતા આપવાનો નિશ્ચય કર્યો છે. શ્રી દેવસ્થાન નિધિની વધારાની આવક પણ પ્રતાપ વિશ્વવિદ્યાલયને પ્રાપ્ત થશે. ભવન નિર્માણને માટે દશ વર્ષના ગાળામાં વીસ લાખ રૂપીઆની વધુ સહાયતા આપવાને પણ અમે નિશ્ચય કર્યો છે. અમે વિશ્વ વિદ્યાલય ટેક્ષ પણ લાગુ કરવાનો નિશ્ચય કર્યો છે અને તેથી પણ આગામી તા. ૧ ઓકટોબરથી પ્રતાપ વિશ્વ વિદ્યાલયને દર વર્ષે સારી આવક થયા કરશે. આ સંસ્થા કેવળ મેવડની પણું નથી અને કેવળ રાજસ્થાનની પણ નથી, પણ અમે આ સંસ્થાને અખિલ ભારતીય વિશ્વ વિદ્યાલયની ભૂમિકાના સ્વરૂપમાં
સ્થાપિત કરી છે. અમને આશા છે કે-ટ્રસ્ટીઓના યોગ્ય માર્ગદર્શન દ્વારા આ વિશ્વ વિદ્યાલય જ્ઞાનનું એક એવું કેન્દ્ર બની જશે, કે જ્યાં આપણી સંસ્કૃતિને ઉત્તમત્તમ પ્રકાશ મેળવવાને માટે સમસ્ત દુનિયા આવી શકે. ' “આ શબ્દોની સાથે અમે મેવાડ વિધાનની અન્તર્ગત નિર્મિત મેવાડ સરકાર એકટ સને ૧૯૪૭ ને લાગુ કરીએ છીએ તેમ જ આ સાથે અમે પ્રતાપ વિશ્વ વિદ્યાલયનું ઉદ્દઘાટન કરીએ છીએ.”
[ ઉપર જણાવેલ દેવસ્થાન નિધિમાં અજમેરના જાણીતા દંગબર જૈન આગેવાન શ્રીમાન ભાગચંદ સેની પણ એક ટ્રસ્ટી તરીકે જોડાયા છે એમ સાંભળવામાં આવ્યું છે.
કેશરિયાજી ઠવજદંડ આરોહણ (ઉદેપુર રાજ્યની આ બાબતને લગતી તા. પ-૭-૧૯૪૭ ની અંગ્રેજી જાહેરાતને અનુવાદ તા. ૨૨-૬-૭ ના જૈનમાંથી સાભાર ઉધૂત કરવામાં આવેલ છે.)
૧. સંવત : ૧૯૯૦ ના વૈશાખ વદિ ૧ ના રોજ, નેકનામદાર મહારાણુ સાહેબ બહાદુરે નીચેના સભ્યોવાળી ધ્વજદંડ કમિટી નીમી હતી. ૧ વોરાના રાજા અમરસિંહ). ૩ મી. બી. એલ. ભટ્ટાચાર્ય. ૨ મી. સી. જી. શેન્ડીક્ષ ટ્રેન્ય: ૪ મી. આર. એમ. અન્તાણું.
આ કમિટીએ તા. ૧૦--૧૯૩૫ ના રોજ પિતાને અહેવાલ રજુ કર્યો હતો. - ૨. આ અહેવાલમાં નીચેની હકીકતો ફલિત થઈ છે. ક રૂષભદેવજીનું મંદિર મૂળ તે દિગમ્મરી મંદિર છે તો યે
તે કિગારી મંદિર છે તો યે અનાદિ કાળથી જ હિંદુઓ-જેમાં ભીલને સમાવેશ થાય છે–અને બધા જ જૈન સંપ્રદાયે તેની પૂજા કરતા આવ્યા છે.
ખ તેની મિલ્કત અને ફડે, દેવસ્થાનને જ ભાગ છે, અને હાલના તબકકે આના પર ઉદેપુરના મહારાણુનો ટ્રસ્ટી તરીકે કાબુ છે. બે સૈકા થયા તેઓ વ્યવસ્થા તેમજ અંકુશ-જેમાં મંદિરમાં કોઈ પણ વિધિ કરવાની રજા આપવાના હકનો સમાવેશ થાય છેતેને લગતી સત્તા ભોગવે છે.
ગ ધ્વજદંડ ચડાવવાની ક્રિયા, નીચે દર્શાવેલ વિધિઓ સાથે સંકળાયેલ એક મહત્વનો ભાગ છે.
(ક) મૂર્તિ કે વેદીની મંદિરમાં પ્રતિષ્ઠા કરવી. (ખ) મંદિરના કેઈ પણ મહત્ત્વના ભાગને જીર્ણોદ્ધાર
૭ ધ્વજદંડ ચડાવતી વખતે તારી અગર દિગમ્બરી જનને ક્રિયા કરવામાંથી અટકાવવામાં આવે છે એ પુરાવો મળ્યા નથી.
' ૩. ઉપર દર્શાવેલ અહેવાલ-જેનો મહારાણ સાહેબ સ્વીકાર કરે છે–તે મુજબ, એ સ્પષ્ટ છે કે દેવસ્થાન ખાતું કે જે ખાતું મંદિરના પૂજા કરનારાઓની વતી ટ્રસ્ટી તરીકે રહેલ મહારાણા સાહેબની વતી મંદિર પર અંકુશ રાખે છે અને તેની વ્યવસ્થા કરે છે તે ખાતાએ બધા જ પૂજા કરનારાઓને પિતાપિતાના ધાર્મિક રિવાજ મુજબ કોઈપણ જાતની દખલગીરી વિના પૂજા કરવાની સગવડ મળે તે જોવાનું છે. વળી નેક નામદાર મહારાણા સાહેબ બહાદુરે , તા. ૨૩--૪૭ ના રોજ, મંજુર કરેલું રાજ્યબંધારણ અનુસાર, આખું દેવસ્થાન મંદિર અને સંસ્થાઓ, અને તેને લગતી મિલકતજેમાં રૂષભદેવજીના મંદિરને સમાવેશ થાય છે તે સર્વ ટ્રસ્ટી તરીકે “દેવસ્થાન નિધિ ને રોપવામાં આવેલ છે.
૪, આ અહેવાલ અને ભવિષ્ય માટે કરવામાં આવેલી ભલામણ મુજબ, નામદાર મહારાણુ સાહેબે નીચે મુજબ ઠરાવેલ છે.
ક. કલમ ૨ ગ. (ક) અને ઇ. (ખ) માં સૂચવેલ કોઈપણ સંજોગ ઉભો થાય ત્યારે જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા અગર તે વજદંડ . ચડાવવાની ક્રિયા કરવા ઈચ્છનાર શખ્સ દેવસ્થાન નિધિની પરવાનગી મેળવવી, ' ( ખ. દંડ સલામત હોય અને માત્ર નિજને જ બદલવાનો હોય ત્યારે પણ ધ્વજદંડ ચડાવવાની ક્રિયા કરવી અને તે ધજા ચડાવ.
ગ. ધ્વજદંડ ચડાવવાની ક્રિયા વખતે, દેવસ્થાન નિધિએ પિતા પોતાના ખર્ચે પિતાની ક્રિયા કરવા માટે દરેક સંપ્રદાયને આમંત્રણ આપવું. ક્રિયાનું ધ્યાન રાખવા માટે દેવસ્થાન નિધિ એક અમલદાર નીમશે.
ઘ. ક્રિયા શરૂ કરવાના હક માટે બે પક્ષો વચ્ચે હરીફાઈ થાય તે, આ હકનું લીલામ કરી, વધારે રકમ આપનારને રાખો. તે જ પ્રમાણે બેથી વધારે પક્ષે હોય તે તે પછીના પક્ષોએ પણ પિતા પોતાના વચ્ચે આ હક માટે ઉપર મુજબ લીલામ કરવું. ( ડ. આ લીલામની જે કાંઈ રકમ આવે તે ટ્રસ્ટ ફંડમાં લેવી.
ચ. જે કોઈ પણ શમ્સ ક્રિયા કરવા માટે તૈયાર ન થાય તો દેવસ્થાન નિધિએ ચોગ્ય વિધિ મુજબ વજદંડ ચડાવો.
છે. આ બાબતને લગતી બીજી કોઈ પણ બાબતને નિર્ણય દેવસ્થાન નિધિએ કરવા.
પ. આ ફરમાન અનુસાર, દેવસ્થાન નિધિએ યોગ્ય દિવસે નો વજદંડ ચડાવે.
(સહી) મનહરસિંહ,
એકટીંગ મુખ્ય દિવાન, મેવાડ ગવર્નમેન્ટ (આ વિષથની સવિસ્તર સમાજના આવતા અંકમાં કરવામાં આવશે.)
હિંદીસ્તાન અને પાકીસ્તાન સમાધાનના રાજકીય અને આર્થિક પ્રત્યાઘાત
આખરે હિંદની રાજકીય મડાગાંઠ ઉકેલ કોઈ વચલા માગે સમાધાનથી નથી થઈ શક્ય, પણ લઘુમતી કોમની જે વધુમાં વધુ માંગણી હતી તે પાકીસ્તાનનો સિદ્ધાંત સ્વીકારવો પડે છે. છેલ્લા થોડા મહિનાઓથી હિંદમાં જે ખૂનરેજી ચાલી અને તેમાંથી રીતસર આંતરવિગ્રહ થવાને ભય ઉભો થયો હતો તે સ્થિતિને આના પરિણામે હાલ તુરત અંત આવ્યું દેખાય છે તેટલા પુરતું પ્રજાએ રાહતનો દમ ખેંચ્યા છે. બે કોમ વચ્ચેની અથડામણના પરિણામે પ્રાંતીય અને મધ્યસ્થ શાસન નીચે આર્થિક, સામાજીક અને રાજકીય પ્રગતિ સાવ અટકી પડી હતી. લડાઈમાં પરેશાન અને પાયમાલ બનેલી ગરીબ હિંદી પ્રજાની અધોગતી પરાકાષ્ટાએ પહોંચી રહી હતી. હવે ભલે ભાગલા પડે, પણ દરેક ભાગને પિતાની પ્રગતિને.
ઘ વજદંડ નીચેના સંજોગોમાં વિધિસર ચડાવવામાં આવે છે.
(ક) પેટાકલમ (ગ)માં દર્શાવેલ સંજોગોમાં. (ખ) જ્યારે ધ્વજદંડ નીચે પડી જાય ત્યારે.
(ગ) જ્યારે ધ્વજ ફાટી જાય છે અને ન લાવવામાં આવે છે ત્યારે આવા પ્રસંગે બધી ક્રિયા મંડપમાં દંડના મૂળના ભાગમાં કરવામાં આવે છે અને જુને વજદંડ તેમને તેમ રહે છે છતાંયે ખરું જોતાં આ વિધિ ધ્વજદંદ ચડાવવાની જ છે.