SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ બુદ્ધ જન છે. મ`દિરના ચોકમાં જ ગંદા ખાવા પડેલા હાય, રાંધતા હાય, એવાડ નાખતા હોય, ત્યાં જ થુંકતા હાય-અરે પેશાબ પાણી પણ ત્યાં જ કરતા હોય. હું જ્યારે જ્યારે ત્યાં જઉં છું ત્યારે ત્યારે મને એ બધુ' જોઈને ભારેમાં ભારે દુ:ખ થાય છે અને આપણી આટલી બધી ધાર્મિક અધોગતિ જોઇ મનમાં અતિશય ગ્લાનિ થાય છે. કયાં એ અચલેશ્વરના તે ઉપાસકા જેમણે લાખે। મણુ સૂવ નાં ત્યાં દાન આપ્યાં હતાં ? કયાં તે અનેક ભાવિક નૃપતિગ્યે જેએ રાજપાટના વૈભવે ડી એ મહાયોગીના મહામદિરમાં દિવસ અને રાત ‘શિવ' શિવ'મા મહાધ્વનિ કરતા સમાધિની સાધનામાં તલ્લીન થઈને બેસી રહેતા હતા ? કયાં તે અનેક બ્રહ્મર્ષિ જેએ! એ પશુપતિના પુણ્ય સાંનિધ્યમાં પરબ્રહ્મની પ્રાપ્તિ કરવા વર્ષોનાં વર્ષો ચિતન અને ગાયત્રીંગાન કર્યા કરતાં હતા ? કર્યાં તે અનેક યાગીએ જેગ્માએ જ્યાંતીશ્વરના ગર્ભાગારના સુવર્ણઘટિત ઘંટનાદોથી ગુંજાયમાન થતી ગિરિમેખલાની એકાંત ક‘દરામાં યુગાના યુગા માત્ર કંદમૂળ અને ફૂલફૂલ ખાઇ, કઠોર તપ તપતા હતા અને ચેાગની દિવ્ય વિભૂતિઓ હરતંગત કરતા હતા. તે કાળે ભારતના ખૂણે ખૂણેથી લાખા નર–નારીએ અનેક પ્રકારનાં 'કટા અને કષ્ટા વેઠી એ ધામની યાત્રા કરવા આવતા હતા અને એ મહેશ્વરની શેષને માથે ચઢાવી, જીવનની કૃતકૃત્યતા અનુભવતા હતા. મારા મને અચલેશ્વર એ અમુક 'શે આખીય ગુજર સંસ્કૃતિ અને ગુર્જર‘પૌરૂષનુ પ્રેરક ધામ છે. ગુજરલેને એ કૈલાસ છે. અંતે ગુર્જર ક્ષાત્રધમની એ યજ્ઞવેદી છે. એવા એ પુણ્ય ધામની, ઉપર જણાવી તેવી આજે દુઃખદાયક દુર્દશા છે. શિરાહી મહારાજ ને બીકાનેર મહારાજ, જયપુર દરબાર ને ઉદયપુર દરબાર, ને તેવા બીજા કેટકેટલા રાજા, દરબારો આજેય એ અચલેશ્વરના દર્શને જાય છે: છતાં કોઇ પણ મહારાજ કે કાઇ પણુ દરબારને એ નથી સૂઝતુ` કે જે દેવને તેમના પૂર્વજોએ પોતાના દેહ સુદ્ધાં અર્પણ કરી દીધા હતા તે દેવને યેગ્ય એવા પૂજાપ્રક્ષાલનની તે કઇક ભાળ લે, તેના મદિરને કળીચુનાથી ધાળવવાની તે કાંઇક વ્યવસ્થા કરે. શિાહીના મહારાજાએ કાઈ ટ્રેવર નામના એક ગારાંગદેવની સ્મૃતિને અમર કરવા માટે લાખેક રૂપી ખર્ચી એ આબુ ઉપર એક ટ્રેવર ટાલર’ નામે પાણીના અધ બાંધી આપ્યા અને તેમાં માત્ર ગોરી ચામડીવાળા સેન્ટર - તે જ નાગા થઈ નાવા માટે અને તેમાં થતી માછલીઓને ખાવા માટે પુણ્યકારી વ્યવસ્થા કરી આપી ! પણ એ જ અચલેશ્વરના સેવક કહેવડાવતા એ રાજ્યના આ જમાનાના કાષ્ઠ રાજાએ ત્યાંના પવિત્ર ગણાતા મંકિની કુંડમાં શૌચ જતા લેાકાને અટકાવવાની પણ કશી દરકાર લીધી નથી. મહાધામ વળી, આવી જે દુર્વ્યવસ્થા મે મેવાડના એકલિ’ગેશ્વરમાં પણ કેટલેક અંશે જોઇ છે, અને ઉજ્જયિનીના મહાકાલેશ્વરમાં પણ જોઇ છે. એના મુકાબલામાં જૈનોના શત્રુંજય, ગિરનાર, તાર`ગા, કૈસરીઆછ વગેરે તીર્થી જુએ અને તેમની વ્યવસ્થા જુએ. એ એમાં આપણને એટલા તફાવત દેખાશે, જેટલા મુંબઈમાં વાલકેશ્વરમાં આવેલા ધનાના મહાલયામાં અને ભૂલેશ્વરમાં મહેતાએના માળામાં તફાવત જણાય છે. જૈન અને ચૈત્રમંદિરની વ્યવસ્થા વિષે કરેલી આ ટીકાને આપ એવો ઉલટ અ` તે નહિ લેશે કે આ કથન કરવામાં મારા આશય જૈનની બડાઈ હાંકવાના છે કે જૈનેતરાની હલકાઇ બતાવવાને છે. મારા આશય તો માત્ર એટલે જ છે કે જના જે રીતે પેાતાના દેવસ્થાનની પવિત્રતાં સાચવવા યથાશક્તિ પ્રયત્ન કરે છે તે રીતે જૈનેતર વર્ગ નથી. કરતા અને તેથી જૈનેતર દેવસ્થાનાની આજે જોઇએ તેવી ભવ્યતા નથી દષ્ટિગાચર થતી. હું આ વસ્તુસ્થિતિને આપણી પ્રજાકીય અને ધાર્મિક ભાવનાની ભારે ક્ષતિ સૂચવનારી બાબત સમજુ છું. જૈન હાય, શૈવ હોય, વૈષ્ણવ હાય, બૌદ્ધ હાય કે પછી -- તા. ૧૫-૪૬ ખ્રિસ્તી હાય કૈં ઇસ્લામી હેય, કાઇ પણ પ્રજાનાં ધર્મસ્થાનેાની અધગતિ એ તે પ્રજાજીવનની જ અધાતિ સૂચવનારી બાબત છે. આપણે જાણીએ છીએ કે ઇંગ્લાંડ, ફ્રાંસ કે જર્મની જેવા યુરેપીય જડવાદી દેશમાં આજે ધર્મના ભાવ આચરણને કશું જ મહત્ત્વ મળતુ નથી. ધર્મગુરુએ કે ધગ્રંથા ઉપર આજે ત્યાં કશીય બનિ કે શ્રદ્ધા જેવી વસ્તુ રહી નથી. છતાં ત્યાંના ધ સ્થાને -‘ચર્ચા'ની પવિત્રતા અને પ્રતિષ્ઠા તેટલી ને તેટલી જ જાળવવામાં આવે છે. ત્યાંના લેકા દેવળેતે-ચર્ચા'ને આજે મેક્ષ પામવાનુ દૈવી સ્થાન નથી માનતા, પણ તેમને પેતાની જાતીય સંસ્કૃતિ અને અસ્મિતાનાં પ્રેરક સ્થાન તરીકે ઘણા જ આદરથી સ્વીકારે છે. રાષ્ટ્રીય કલા અને કૌશલ્યના અન્ય સ્મારક તરીકે તે તેમની ખૂબ મહત્તા ગાય છે અને ગમે તેટલા ધન અને જનના ભેગે પણ તેમની રક્ષા કરવા તે સદા તત્પર રહે છે. ભૌતિક વિજ્ઞાનના સર્વોચ્ચ શિખરે પહેાંચેલી જમન પ્રજા આજે પણ્ જાતીય સંસ્કૃતિ અને સ્થાપત્યના ઉત્તમ નિર્દેશ'ક એવાં અનેક નવાં 'નવાં ‘ચર્ચા’ બધે છે, અને તેમાં લાખા કરોડા રૂપી પ્રતિવર્ષ રાષ્ટ્રીય ખજાનામાંથી ખર્ચે છે. ત્યાંની પ્રજા સમજે છે કે ચ’ એ ખાખી જાતિની સર્વ સાધારણું સંપત્તિ છે, આખાય રાષ્ટ્રની એ સયુક્ત મિલ્કત છે, દરેક પ્રજાજનને તે પેાતાની સ્વકીય વસ્તુ લ ગે છે અને તેથી દરેક જન તેના પ્રતિ મમત્વભાવ રાખે છે. દુર્ભાગ્યે, આપણા દેશમાં આવી પ્રજાકીય ભાવના જાગૃત નથી અને તેથી આપણે આપણી રાષ્ટ્રીય અસ્મિતાને ખીલવી શકતા નથી. ધમ,કેમ અને સ’પ્રદાયની સંકીણ' ભાવનાએ આપણા રાષ્ટ્રગૌરવને ગુ ંગળાવી, ગતપ્રાણ બનાવી દીધું છે. જંતાનાં ભવ્ય મંદિરને જોઇને કાષ્ઠ વૈષ્ણવને આનંદિ ઉપજે અને કઇ વૈષ્ણવ સુંદર ધામને જોઇ જનાને આહ્વાદ નિ આવે. શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ, જૈન બધાની આવી દશા છે એટલું જ નહિં પણ જનમાંયે શ્વેતાંબર ગદિર તરફ દિગમ્બરને દ્વેષભાવ હાય છે અને દિગ’બર મંદિર તરફ શ્વેતાંભરના અભાવ હોય છે. એ પ્રકારની આપણી સ’કી ભાવના આપણી રાષ્ટ્રીય એકતા અને અસ્મિતાની માટી ખાધક છે અને તેથી આપણી પ્રજાકીય ઉન્નતિની તે મેટી વિધાતક છે. ભલે આપણી ધાર્મિક માન્યતા જુદી હોય અને એ માન્યતા પ્રમાણે આપણે ધર્મનાં દેવસ્થાનને આપણા આધ્યાત્મિક કલ્યાણુના સાધનભૂત સ્થાન તરીકે ન પૂછો, પણ એ સ્થાન પણ આપણા જ દેશની એક બહુમૂલ્ય સપત્તિ છે, આપણા જ રાષ્ટ્રની એક ઉત્તમ વિભૂતિ છે, આપણા જ કારીગરનુ એક સુંદર કલાકમ છે, આપણા જ નિવાસસ્થાનનું એક મનેરમ આભૂષણ છે, અને આપણા જ પડેશીબંધુઓનુ એક પવિત્ર ધામ છે; એ દૃષ્ટિએ આપણે તે સ્થાન તરક્ મમત્વભાવ ન રાખીએ ? અને તેને જોઇને કેમ આલ્હાદ અન્ય કેમ ન પામીએ ? આપણે ધનસ'પાદન કરવામાં કોઇ કામ, ધ` કે સપ્રદાયને વિચાર કરતા નથી. પૈસા મળતા હાય તે જૈન વૈષ્ણવ સાથે ભાગીદારી કરવા તૈયાર હાય છે, વૈષ્ણવ શૈવ સાથે ભાગીદારી કરવા તૈયાર હાય છે, પગાર સારો મળતા હાય તે હિંદુ-મુસલમાનને ત્યાં. નેકરી કરવા તપર હેાય છે. ને મુસલમાન ખ્રિસ્તીને ત્યાં રહેવા તૈયાર હાય છે. આવી રીતે જ્યારે દુનિયાદારીની મતલબની બાબતમાં આપણને કાઇ કેમ કે ધના. સસ્કારો નડતા નથી તે પછી ધમ જેવી એક પારમાર્થિક બાબતમાં એ સ`સ્કારાં શા માટે આપણી આડા આવવા જોઇએ ? અને શા માટે પરસ્પર દ્વેષ અને દુશ્મ નાવટ કેળવવા જોઇએ ? એવા દ્વેષ અને દુશ્મનાવટથી નથી આપણી ભૌતિક પ્રગતિ થવાની કે નથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ થવાની. એથી, એકાન્ત . અવનિ અને અશાન્તિ જ પ્રાપ્ત થવાની છે. આપણી પ્રજાએ આ વસ્તુ સૌયા પહેલાં સમજવાંની જરૂર છે.
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy