________________
૩૪
પ્રબુદ્ધ જૈન
ઉંચી કક્ષા ઉપર જમાવી શકશે; કેળવણી તેમજ ઉદ્યોગ વિકાસના ક્ષેત્રમાં છૂટે હાથે કાર્યો કરી શકશે, સામાજિક તેમજ ધામિક ક્ષેત્રમાં જરૂરી સુધારાઓના અમલ કરી શકશે, ખેડુતે અને મજુરોના હિતને યથેચ્છપણે આગળ વધારી શકશે. મેસ્લેમ લીગને જ્યાં સાથ હાય એવી લેાકપ્રતિનિધિ સભા અને તે દ્વારા ઉભા થતા યુનીયનમાં– સમુહત ત્રમાં—આ બધું અશકય હતું.
પ્રશ્ન તેા એ છે કે જનાબ ઝીંણુાના ગળે આવુ ખંડીત પાકીસ્તાન કેમ ઉતરી શકયુ ? એને પણ આજની વાસ્તવિકતાનો વિચાર કર્યાં સિવાય ચાલે તેમ ન હતું. કાઈ પણ આકારનું પાકીસ્તાન કેંગ્રેસી નેતાએ કે શિખા કાઈ કાળે પણ સ્વીકારશે એવી તેને આશા નહિં હાય. પાકીસ્તાનની સીમા કરતાં સ્વતંત્ર આઝાદ પાકીસ્તાન એ બાબતને તેણે વધારે મહત્વની લેખી હાય. તેના મનમાં એમ પણ હાય કે આજે જેવું મળે તેવા પાકીસ્તાનને સ્વીકાર થવા ઘો. પછી આગળ વધવુ એ તે ખાવડાના ખાની વાત છે ને?
આ જ આશકા આપણામાંના ઘણાના દિલને પીડી રહી છે કે ઝીણુાની મહત્વાકાંક્ષા આટલેથી જ તૃપ્ત થશે એમ આપણે તેની આજ સુધીની નીતિરીતિથી શી રીતે સ્વીકારી શકીએ ? આટલુ' પાકુ થયા પછી બાકીના પંજાબ ઉપર અને બાકીના બંગાળા ઉપર તે આક્રમણ કેમ નહિ કરે ? આ અ` તેા એ થયે કે તે જેના ઉપર આક્રમણુ કરશે તે તે તેને મળી જ જવાનું એમ માનીને આપણે ચાલીએ છીએ. જો આમ હેાય તે તે ધીમે ધીમે આખું હિંદુસ્થાન પણ સર કેમ નહિ કરે એમ જ આપણે પૂછવુ' રહ્યું. ખરી વાત તે એમ છે કે આજના યોગમાં અનિવાય` સમજીને હિં’દના જે ભાગલા વિચારવામાં આવ્યા છે તે આપણે સ્વીકારવા રહ્યા. ત્યાર બાદ ઉપસ્થિત થતા હિંદુસ્થાન યુનીયનને આપણે એવુ મજબુત બનાવવુ રહ્યું અને તેમાં વસતી પ્રજાની તાકાતને એવી રીતે આપણે સર્હુિત કરવાની રહી કે પાકીસ્તાન યુનીયન હિંદુસ્થાન યુનીઅન સામે નજર સરખી પણ કરી ન શકે એટલું જ નહિ પણ કઋપણું ગડબડનું પરિણામ બાકીનુ પંજાબ અને બાકીનું બ’ગાળા ખાઇ એસવામાં જ આવશે એવે તેને ભય લાગે. એ તાકાત કેળવવામાં નહિ આવે તે આજે પણ જે કાંઇ આપણા હાથમાં છે તે પણ આપણે આવતી કાલે ગુમાવી બેસવાના છીએ એ આપણે ખરેખર સમજી લઇએ.
નવી રચના નીચે ઉભા થતા એ યુનીયનના પરિણામે દેશી રાજ્યાના પ્રશ્ન સમસ્ત હિંદુસ્થાનની દૃષ્ટિએ અત્યન્ત મુંઝવે સ્પેવે બન્યા છે. કેબીનેટ મીશનની યાજના પ્રમાણે . અંગ્રેજોના હિંદ ાડી જવા સાથે દરેક દેશી રાજા સ્વતંત્ર બને છે. આ રાજા હિંદમાં ઉભા થતા નવા મધ્યવતી ત ંત્રમાં જોડાઇ જશે. એવી આશા એ યેાજનામાં વ્યક્ત કરવામાં આવી હતી પણ એવા કઇ દબાણને એ યેજનામાં સ્થાન નહેતું. આપણે પણ આ બાબત સ્વીકારી લીધી હતી એમ સમજીને કે હિંદુસ્થાન આખાનું જ્યારે એક સ્વાધીન પ્રજાસત્તાક રાજ્યતંત્ર ઉભું કરવામાં આવશે ત્યારે દરેક દેશી રાજ્યને આ તતંત્રમાં જોડાવા સિવાય બીજો વિકલ્પ જ નહિ રહે. રાજ્યનુ પેાતાનું હિત, પેાતાની પ્રજાનું હિંત, તેમજ આસપાસના સવ ધટકાનુ દબાણુ તેને આવી ફરજ પાડશે. એમ છતાં કાઇ માથાભારી રાજ્ય સ્વતંત્ર રહેવાને આગ્રહ ચાલુ રાખશે તે તેને ચેોગ્ય સમયે જોઇ લેવાશે. આવા ખ્યાલેને વશ થને મીશનની યાજનાના આ મુદ્દાના કૉંગ્રેસે ખાસ વિરેાધ કર્યાં નહેતા.
નેટ
હવે આપણા દેશમાં ખે યુનીયન ઉભાં થવાની શકયતા સાથે દેશી રાજ્ય પુરતી આખી પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. એક યુનીયનની કલ્પનાના આધારે દેશી રાજ્યેા ઉપર આ યુનીયનમાં જોડાવાનું ખાણું લાવવાની જે શકયતા હતી તે શયતા હવે ખે યુનીયનના ઉદ્ભવ સાથે ધણી ધટી ગઈ છે. આ નવી યાજનાએ દેશી રાજાઓને પેાતાને કાવે તેમ વર્તવાની અને જેનામાં તાકાત
તા. ૧૫-૬-૪′
હાય તેને સ્વત ંત્રતા જહેર કરવાની એક અણધારી અને અનેક અનર્થીની શકયતાથી ભરેલી તક આપી છે. મૂળ યેાજના મુજબ હિંદી યુનીયનમાં આપણી સરતે દેશી રાજ્યને જોડાવાની ફરજ પડે એવા સ'યેાગા ઉભા કરી શકાય તેમ હતું. નવી રચનામાં દેશી રાજ્ય કાઇ પણ યુનીયનમાં પોતાને જ્યાં વધારે અનુકુળતા લાગે, પેાતાના અધિકાર જ્યાં વધારે સુરક્ષિત લાગે ત્યાં જોડાવાને સ્વતંત્ર અને છે, બન્ને બાજુએ સેદા કરી શકે છે અને ચાહે તે સ્વત ંત્રતા જાહેર કરી શકે છે. આ બાબતમાં પાકીસ્તાન યુનીયન અત્યન્ત અનકારી ભાગ ભજવી શકે તેમ છે. હિંદુસ્થાન યુનીયનની મુરાદ ખતે તેટલાં દેશી રાજ્યાને પાતામાં જોડાવાની અને એ રીતે તે તે રાજ્યની પ્રજાને મુક્ત કરવાની રહેવાની, પાકીસ્તાન યુનીયનની મુરાદ હિંદુસ્થાનના જેટલા બને તેટલા ભાગલા પાડવાની અને સ્વતંત્ર ઘટકો ઉભાં કરવાની રહેવાની. નવી યાજનામાં આ સૌથી મ।ટુ ભયસ્થાન રહેલુ છે. હૈદરાબાદ અને ત્રાવણકારે આ રસ્તે પેાતાની કુચ શરૂ કરી દીધી છે અને અંગ્રેજો જવા સાથે સ્વતંત્ર અનવાની જાહેરાત પણ વહેતી મુકી છે. જેમ મેસ્લમ લીગમાં ઝીણા તેમ દેશી રાજ્યાના પ્રશ્નમાં- સર્ સી. પી. રામસ્વામી આયરે દેશદ્રોહના ભયંકર પ્રકરણે નિર્માણ કરવા માંડયા છે. જે દેશમાં ઝીણા અને સી. પી. રામસ્વામી જેવા પાકે તે દેશની કમનસીબીને કયારે અને આવે તેના નિ ય કરવાનું માનવીની કલ્પના માટે અશકય છે. નવી વસ્તુસ્થિતિ આવી હાવાથી દેશી રાજ્યની પ્રજાને પે,તાના ઉદ્ધાર માટે પાર વિનાનાં યુદ્ધો ખેલવા પડશે. જો પ્રજા સુતી રહેશે તે। આજના સતાલેલુપ રાજ્યા કશા પણ ધરમ કરમની ખેવના સિવાય પોતાની આપખુદ સત્તાને બને તેટલી ચિરંજીવ બનાવવા માટે ફાવે તેવા સાદાઓ કરશે, જાતજાતનાં જોડાણ ઉંમાં કરશે, અનેક હિં ́દુ રાજ્યે પાકીસ્તાનમાં જોડાવા સુધીની પણ દુષ્ટતા દાખશે, જેનામાં તાકાત હશે તે સાર્વભૌમ સત્તા તરીકે પેાતાને જાહેર કરશે અને આ રીતે અનેક અનર્થોની પરંપરા શરૂ થશે, નવી યોજનામાં રહેલુ આ મેટામાં મોટુ ભયસ્થાન છે. આ ભયંકર ભાવીને ટાળવાનુ-વિદારવાનુ–તે જ બને કે જો દરેક દેશી રાજ્યની પ્રજા જાગૃત બને, સક્રિય બને અને સંગર્હુત તાકાતવડૅ જરૂર પડયે મેાટા પાયા ઉપર બળવા કરીને પણ પોતપોતાના રાજા મહારાજા, નવાબ કે નિઝામની બુદ્ધિ ઠેકાણે લાવે અને ખેતપેાનાને લાગતાવળગતા યુનીયનમાં પ્રત્યેક મુગટધારીને જોડાવાની ફરજ પાડે. હિંદુસ્થાનના બે ભાગલે પણ હિંદુસ્થાન માટે આશા છે, અને આન્તરરાષ્ટ્રીય જગતમાં પોતાનુ' વસ્ત્ર સ્થપાય એવી શક્યતા જીપશુ ભાગલાની પરંપરામાં તે હિંદુસ્થાનના આખરે વિનાશ જ છે.
પરમાનદ,
મુદ્રણ શુધ્ધિ
કરતે ‘છપ્પન વરસની ભૂખ' એ મથાળાને લેખ પ્રગટ થયે છે. પ્રબુદ્ધ જૈનના તા. ૧૫-૫-૪૭ના અંકમાં કાકાસાહેબ કાલેલતેમાં છેલ્લું વાકય નીચે મુજબૂ છપાયેલું છેઃ—
એ સુન્દર ભાવપૂણ ચિત્ર છપ્પન વરસની ભૂખ ભાંગ્યાના શુભ પ્રસંગનું સ્મારક તરીકે દીવાદાંડીનું. કાવ્ય આખરે પૂણુતાએ પહોંચ્યું. મે' પ્રસન્નતાથી સ્વીકાર્યું ?'
આ વાકય નીચે મુજબ સુધારીને વાંચવું:—
“એ સુન્દર્ ભાવપૂર્ણ ચિત્ર છપ્પન વરસની ભૂખ ભાંગ્યાના શુભ પ્રસંગના સ્મારક તરીકે મે’પ્રસન્નતાથી સ્વીકાર્યુ અને એ રીતે એ દીવાદાંડીનુ’કાવ્ય આખરે પૂણુતાએ પહાંચ્યું.” તત્રી પ્રબુધ્ધ જૈન,
અધ્યાપક ધર્માનંદ કાસમીનું જુન માસની ચેાથી તારીખે નીપજેલ અવસાન બદલ અમે અત્યન્ત શાકની લાગણી અનુભવીએ છીએ. જગ્યાના અભાવે આ અંકમાં પ્રગટ થઇ નહિ શકતી તેમની અવસાન નોંધ આવતા અક્રમાં પ્રગટ કરવામાં આવશે. તંત્રી પ્રબુધ્ધ જૈન