________________
તા. ૧૫-૬-૪૭
પ્રભુ
જેન
કેટલાક સમાચાર અને નોંધ શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદનું અધિવેશન
પાલીતાણા ખાતે શ્રી બારતીય જૈન સ્વયંસેવક પરિષદનું બીજું અધિવેશન તા. ૩૧-૫-૪૭ તથા તા. ૧-૬-૪૭ ના રોજ સફળતાપૂર્વક ભરાઈ ગયું. આ પરિષદનું પહેલું અધિવેશન આજથી ૨૧ વર્ષ પહેલા શેઠ અમૃતલાલ કાળીદાસના પ્રમુખપણા નીચે ઈ. સ. ૧૯૨૬ ને ઓગસ્ટ માસમાં ભરાયું હતું. તે અધિવેશનની કોઈ સંકલનબધ્ધ કાર્યવાહી અસ્તિત્વમાં આવી ન હતી. એ અધિવેશન માફક આ અધિવેશન પણ મુંબઈ જૈન સ્વયંસેવક મંડળની પ્રેરણા અને પ્રયાસના પરિણામે ઉપસ્થિત થયું હતું. શ્રી ધીરજલાલ જીવણલાલ પારેખે અનેક સદ્વિચારેથી ભરેલા પ્રવચનવડે સૌ કોઈનું સ્વાગત કર્યું હતું. પ્રમુખસ્થાને મહારાષ્ટ્રના જાણીતા કાર્યકર, મુંબઈની ધારાસભાના સભ્ય, જૈન સમાજના આગેવાન શ્રી પિપટલાલ રામચંદ શાહ હતા. તેમણે પ્રમુખસ્થાનેથી અમેધ વાણીને વરસાદ વરસાવીને આખી પરિષદને મંત્રમુગ્ધ બનાવી દીધી હતી અને મંદતા, શિથિલતા તેમજ ક્રિયાશુન્યતાના વાતાવરણમાં નવી ચેતના ઉત્પન્ન કરી હતી. આ અધિવેશનમાં સમાજના અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી પણ કાંઈ કાર્યકારી પરિણામ આવવું જોઈએ એ હેતુને લક્ષ્યમાં રાખીને આ અધિવેશનમાં નીચેના પાંચ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતાં.
ઠરાવ પહેલો-રચનાત્મક કાર્યક્રમદ્વારા જિન સમાજની સર્વાગી ઉન્નતિ સાધવા નીચેની પ્રવૃત્તિઓ વેગપૂર્વક હાથ ધરવા આ પરિષદ મકમ નિરધાર કરે છે. ' (અ) ગામેગામ સેવામંડળો અને સ્વયંસેવક-સેવિકાદળે સ્થાપવા (બ) જૈન સમાજની ઊગતી પ્રજામાં નિર્ભયતા, શિસ્ત અને શારી
રિક સમૃદ્ધિ કેળવવા તાલીમ કેન્દ્રો ઊભાં કરવાં. (ક) પરિષદના ઉદ્દેશ અનુસાર ઉપરોકત સંસ્થાઓનું એકીકરણ , કરી સમાજના પુનર્વધાન માટે પ્રચારકાર્યક્રારા સક્રિય પ્રયત્ન
કરવા, ' ઠરાવ બીજો:–આ પરિષદ શ્રી મુંબઈ જૈન સ્વયં સેવક મંડળ સ્થાપિત “ભારતીય જૈન સેવાસદન”ની લેજનાને આવકારે છે અને દરેક સેવામંડળને એ કાર્યમાં સક્રિય પૂર્ણ સહકાર આપવા આગ્રહભરી વિનંતી કરે છે.
ઠરાવ ત્રીજો:-હાલના કટોકટીના કાળમાં આપણું જિનાલયે, અમુલ્ય જ્ઞાનભંડારો અને ધાર્મિક સ્થળોને સંપૂર્ણ રક્ષણ મળે છે માટે આવી સંસ્થાઓના વ્યવસ્થાપકોએ સાથે મળી સવર સંગીન યોજના તૈયાર કરવી બહુ જ અગત્યની છે એમ આ પરિષદ માને છે અને તેને તુરત અમલ થાય તે માટે સ્થાનિક કેન્દ્રથ સમિતિ ઉભી કરવાની આગ્રહભરી વિનંતિ કરે છે. ' ઠરાવ ચોથે--બા પરિષદ જેનોના ચરમ તીર્થંકર પ્રભુ
મહાવીરના જન્મકલ્યાણકને દિવસ ચૈત્ર સુદ ૧૩ જાહેર તહેવાર તરીકે પાળવા હિંદની દરેક પ્રાંતિક સરકાર તથા દેશી રાજ્યોને આગ્રહપૂર્વક વિનંતિ કરે છે અને જે જે સ્થળોએ આ દિવસને તહેવાર તરીકે પાળવામાં આવે છે તેમને અભિનંદન આપે છે.
ઠરાવ પાચમે :-આજની મળેલ પરિષદ હાલતુરત નીચેનું પ્રાથમિક બંધારણ સ્વીકારે છે.
૧ નામ-આ પરિષદનું નામ “શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ’ રહેશે.
૨ ઉદ્દેશ-જૈનધર્મ, સમાજ અને રાષ્ટ્રની વિવિધ પ્રકારે સે કરવી અને આપણા જૈન તીર્થો, સ્થાનક તેમજ જૈન સિદ્ધાંતને માન્ય રાખનાર સેવકેનું સંગઠન કરવા જરૂરી સાધનો અને સગવડો સાથે આજીવન સેવકો તૈયાર કરવા અને એ માટે આવશ્યક યોજના તૈયાર કરી તેને અમલમાં મૂકવી.
૩ લવાજમ:- સભ્ય થનાર સંસ્થાને વાર્ષિક રૂ. ૨) લવાજમ આપવું પડશે
૪ સ્થાયી સમિતિ –પરિષદના ઉદ્દેશને માન્ય રાખી જોડાયેલી સંસ્થાઓમાંથી દરેકના એક એક ચુંટાયેલા પ્રતિનિધિની થાયી સમિતિ બનશે.
૫ કાર્યવાહક સમિતિઃ–પ્રમુખને યોગ્ય લાગશે તેવા વધુમાં વધુ ૧૧ સભ્યોની કાર્યવાહક સમિતિ એ પોતે નિયુક્ત કરશે.
તેમાં નિયુકત થનાર સભ્યોને વાર્ષિક લવાજમ રૂ. ૩) ભરવું પડશે . ને પરિષદને ઉદ્દેશ માન્ય રાખવો પડશે. આ સમિતિ પ્રમુખ,
ખજાનચી, બે મંત્રીઓ અને બાકીના સાત સભ્યોની બનશે. [મંત્રી ખજાનચી વગેરે હોદોદાની વરણી આ કાર્યવાહક સમિતિ કરશે.].
૬ કાર્યાલય-પ્રમુખ અને મંત્રીઓની અનુકુળતા પ્રમાણે કાર્યાલય રહેશે.
૭ ફડ: નિભાવ ફંડ માટેની વૈજના કાર્યવાહક સમિતિ ઘડી કાઢશે. - આ ઠરા વાંચતાં તેમ જ વિચારતાં માલુમ પડે છે કે પ્રસ્તુત ઠરાવો ઘડવામાં પરિષદના કાર્યકર્તાઓએ પિતાના સેવાના કાર્યક્ષેત્રની ઉચિત મર્યાદા એગ્ય રીતે સ્વીકારી છે. તેમ જ બહુ લાંબા અને સંખ્યાબંધ ઠરાવોને મેહ છોડીને સુશકય અને વ્યવહારૂ કાર્યક્રમ સૂચવી શકાય એવાજ ઠરાવો ઘડવા એ દષ્ટિબિન્દુને અપનાવ્યું છે. અલબત્ત આમાંથી કેટલું વાસ્તવિક કાર્યો પરિણમે છે એ જોવાનું રહે છે. એમ છતાં પણ આ પરિષદના સર્વ સૂત્રધારો, ઓછાવધતા અંશે સેવાની સાચી ભાવનાથી રંગાયેલા છે અને આજ સુધીમાં જન સમાજના પડે તેમણે અનેક સેવાઓ
ધાવેલી છે. તેથી આ અધિવેશનમાંથી સંગીન કાર્યા પરિણામની આપણે જરૂર આશા રાખી શકીએ. આ અધિવેકાનમાંથી સફળ કાર્યવાહી જન્મે એ હેતુથી લેકસેવક પિપટલાલ રામચંદ શાહે રૂ. ૨૫૦૦ ની પિતાની નાની સરખી મુડી આ પરિષદને ચરણે ધરી છે, જે માટે તેમને જે સમાજના અનેકાનેક ધન્યવાદ ઘટે છે. આ દાનની કીમત શ્રીમાનેના પાંચ પચ્ચીસ લાખની સખાવતે કરતાં ઘણી વધારે છે. પ્રસ્તુત અધિવેશનમાં હજારેક ભાઈ બહેનોએ હાજરી આપી હતી, અનેક જન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, તેમ જ પરિષદના કાર્યને સફળતા ઇચ્છતા સંખ્યાબંધ સંદેશાઓએ પરિષદના કાર્યને પ્રત્સાહિત બનાવ્યું હતું. આપણે આશા રાખીએ કે આ અધિવેશનની ધટનામે જે ખાશા અને અપેક્ષા જૈન સમાજના દિલમાં ઉભી કરી છે તે આશા અને અપેક્ષાને શ્રી પિપટલાલ રામચંદ શાહની દોરવણી નીચે ઉભી કરવામાં આવનાર પરિષદની કાર્યવાહક સમિતિ પાર પડે અને આજના વિકટ સમય અને કઠણુ સંગોને વીંધીને પણ કાંઈક સંગીન કાર્ય કરી બતાવે. કાઠિયાવાડ પ્રજા સંમેલન
મુંબઈમાં વસતા કાઠિયાવાડીઓનું એક ભવ્ય સંમેલન ચાલુ જુન માસની ૭મી તથા ૮ મી તારીખે મુંબઈ ખાતે ભરાઈ ગયું. મુંબઈમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની તેમજ દેશી રાજ્ય પરિષદની બેઠક આગળના ૨૫ વર્ષ દરિમયાન એક એક વાર ભરાઈ ગઈ હતી, પણ આવું સંમેલન તે પહેલી જ વાર ભરાયું હતું. અને આ સંમેલને, લોકોનો ઉત્સાહ અને જનતાની ભરતી જોતાં તેમજ તેને આ કાર્યક્રમ તથા પસાર થયેલા ઠરાનું રહસ્ય વિચારતાં ધોય કરતાં અનેકગણી વધારે સફળતા પ્રાપ્ત કરી હતી. સ્વાગત પ્રમુખ શ્રી. સામળદાસ ગાંધીએ પિતાની લાક્ષણિક શલિ વડે સંમીલિત સમાજ તથા નિમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમનું વ્યાખ્યાન ભાષાની ઝડઝમક, વાક્યોને અમ્મલિત પ્રવાહ, આવેશમયતા તેમજ પ્રેરકતા આવા વિશિષ્ટ ગુણો વડે અત્યન્ત રોચક બન્યું હતું. સંમેલનના પ્રમુખ ડો. પટ્ટાભિ સીતારા