________________
પ્રબુદ્ધ જૈન
વ્યાપાર છે. એ વ્યવસાયારા ગુજરાતના જનાએ. આજ સુધીમાં અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરી છે. વ્યાપાર ઉપરાંત જાના એક વર્ગ, ઉપર જેમ આપણે જોયું તેમ, રાજકારભારમાં પણ જબરદરત સત્તા ભોગવી છે; અને એ સત્તાના પ્રતાપે પણ એમની પાસે લક્ષ્મીના ભંડારા ઉભરાણા ' છે. જૈન ધર્મગુરૂએ।એ, પ્રાપ્ત થયેલી એ લક્ષ્મીને સદુપયોગ કરવા માટે, જૈન શ્રાવકોને ઘણા ભારપૂર્વક વિવિધ પ્રકારના સતત ખેધ આપ્યા છે; અને એ મેધના બળે શ્રાવકએ પણુ દાનપુણ્ય' આદિ સુકૃત્યોમાં લક્ષ્મીને યયેષ્ટ વ્યય કર્યો છે. જનગૃહસ્થાનાં જીવનકૃત્યમાં સૌથી મુખ્ય સ્થાન, જનમ'દિરને આપવામાં આવ્યુ છે. અને તેથી દરેક લક્ષ્મીવાન જનગૃહસ્થની એ મહત્ત્વકાંક્ષા રહી છે કે જો શક્તિ અને સામગ્રી પ્રાપ્ત ઢાય તે નાનું મેલું. પણ એકાદુ નવુ. જૈન મંદિર બંધાવવુ', અગર જૂનું મંદિર સમરાવવું. અને જો તેટલી શિત ન હૈાય તે। પછી સમુદાય સાથે મળીને પણુ મંદિર, મૂર્તિ આદિ રચવામાં કે તેની પૂજા પ્રતિષ્ઠા આદિ કરવામાં યથાશિકન પેાતાને ફાળે આપવા અને એ રીતે લક્ષ્મીના કાંઇક પણ ઉપયેગ એ કૃત્ય માટે અવશ્ય કરવું. મદિરનિર્માણ પાછળ તે કાળના એ જૈનચાર્યોએ જે આટલા બધા વિશિષ્ટ ભાર આપ્યા અને આ કાર્ય દ્વારા પુણ્યપ્રાપ્તિની મહત્ત્વાકાંક્ષા જાગ્રત કરવા માટે શ્રાવકાને તેમણે જે સતતરૂપે લક્ષ્મીની સાČકતા ઉપદેશી તેના લીધે અને એ આજ સુધીમાં ગુજરાતમાં હજારા જૈનમદિરા અધાવ્યાં અને લાખા જનમૂતિ એ સ્થાપિત કરી કરાવી. ગુજરાતનાં ગામેગામ અને નગરેનગર નાનાંમોટાં અસખ્ય જૈનમંદિર બંધાયાં; અને એ રીતે ગુજરાતની સ્થાપત્ય કળાને અદ્ભુત વિકાસ સધાયા. એ સુદર અને સુરમ્ય મંદિરના અસ્તિત્વથી ગુજરાતનાં કેટલાંય ક્ષુદ્ર ગ્રામેાને પણ નગરની શોભાપ્રાપ્ત થઇ અને નગરેશને પેાતાની સુંદરતામાં સ્વર્ગ પુરીની વિશિષ્ટ આક કતા મળી. દુર્ભાગ્યે ગુજરાતનાં એ દિવ્ય દેવમંદિર અને ભવ્ય કળાધામને વિધર્મીના હાથે વ્યાપક વિધ્વંસ થઇ ગયા છે, અને આજે તે તેના હજારમે હિસ્સા પણ્ વિદ્યમાન નથી. છતાં જે કાંÙ થેાંડા ધણા અવશેષા બાકી રહ્યા છે તેમનાં દશનથી ગુજરાતની સ્થાપત્ય કળાને આજે
ા આપણને જે કાંઇક યુકિચિત સ્મૃતિસતાય યાય તેવા અજીત થઈ શકે છે તે માટે આપણે જૈનેના જ ઉપકાર માનવા જોઇએ.
શત્રુ ય, ગિરનાર, તારંગા, આબુ અને પાવાગઢ જેવાં ગુજ રાતનાં પર્વતશિખરા જે આજે જગતના પ્રવાંસીએને આકર્ષી રહ્યાં છે, તે પર જો જૈનેએ બાંધેલાં એ દેવમ ંદિરે ન હેત તે તેમનું નામ પણ કાણુ લેત ? અમદાવાદમાં મુસલમાનની મસીદે। સિવાય, જો ડીભાજીનુ જૈનમંદિર ન હેાત તે ત્યાં બીજું કયુ એવુ એક પણ હિંદુ સ્થાપત્યનું સુંદર કામ છે, જેને કાઇ પણ હિંદુ પેાતાની જાતીય શિલ્પકળાના સુન્દર સ્થાન તરીકે એળખાવી શકે? અવનતિના આ છેલ્લા યુગમાં પણ જડીયા, કાવી, છાંણી, માતર, ખારેજા, પેથાપુર, પાનસર, સેરીસા, સપ્તેશ્વર, ભાષણી, મેત્રાણા, ભિલડીયા આદિ ગુજરાતનાં અનેક નાનાં ગામડાંઓમાં અને દૂર જંગલામાં જેનાએ લાખ રૂપિઆ ખર્ચી ભવ્ય મંદિરા બંધાવ્યાં છે. અને તેમ કરી દેશની શૅભામાં સુંદર અભિવૃદ્ધિ કરી છે. સેરીસા, સપ્તેશ્વર, પાનસર અને ભેણી જેવાં અત્યંત ક્ષુદ્ર શ્રમે પશુ આજે ભવ્ય જનમદિરનાં શિખરેથી જાણે મુકુટધારી ગ્રામવર અન્યાં છે; અને યાત્રાર્થીઓના આરામ માટે ઉભી કરાયેલી વિશાળ ધમ શાળાઓથી એક નાનકડા સુંદર શહેરા દેખાવ ધારણ કરી રહ્યાં છે.
.
તા. ૧-૬-૪૭
ઉજ્જડ ગામડાંઓ જૈનમંદિરેશના પ્રતાપે પુણ્યધામ બન્યાં છે; અને સેકડા ભાવિક જૈના, પ્રતિ પ્રાતઃકાળ સેરીસરો સખેસર પચાસરા રે' એવા નામેઙીત નપૂર્વક, હિંદુએ જેમ કાશી, કાંચી, જગન્નાયપુરી જેવાં મહાન ધામેાની પ્રાતઃસ્તુતિ કરે છે તેમ, એમના મંગલપાઠ કરે છે. જૈનાએ આ આધુનિક મૉંદિરાદારા ગુજ રાતની શિલ્પકળ'ને જીવતી રાખી છે. જનાની મદિરરચનાની અદ્યાપિ ચાલુ રહેલી પ્રણાલીએ ગુજરાતના શિલ્પીને આજ સુધી પેતાના હુન્નરમાં જેમ તેમ પણ ટકાવી રાખ્યા છે, નહિ તે હિંદુ સ્થાપત્યના સિધ્ધાંત પ્રમાણે પત્થરને એક સાધારણ થાંમલે ઘડી આપનાર સલાટ પણ આપણુને ગુજરાતમાંથી મળવા દુર્લભ
થઇ પડત.
એ દેવમંદિરાના દર્શનાર્થે હિંદુસ્થાનના સ` ભાગામાંથી દર વર્ષે સેંકડા હજારે જનયાત્રીએ આવે છે અને એ ગ્રામોની ભૂમિને પુણ્ય સ્થળ ગણી તેમની ધૂળને મસ્તકે ચઢાવે છે. ગુજરાતનાં એ
દેવમંદિરની રચના પાછળ જે ઉદાર અને ઉદાત્ત ભાવભરેલાં ધ્યેયે રહેલાં છે, જે સસ્કાર અને સદાચારનાં પ્રેરક તત્ત્વો રહેલાં છે તે આપણે ભૂલી ગયા છીએ, અને તેથી આપણી આધુનિક મંદિરસસ્થા ઉપકારક થવાને બન્ને અનેક અંશે અપકારક થઇ પડી છે. આજનાં મંદિરને આપણે પુણ્યધામેાને બદલે એક પ્રકારનાં પણ્યાગારા જેવાં બનાવી મૂક્યાં છે. ધર્માજનના ટેકાણે તેમને વ્યાજનની દુકાને આપણે બનાવી દીધી છે. અને જતે। આ બાબતમાં વધારે દેષપાત્ર છે, એ પણ મારે જૈન બને રષ વહેરીને પણ, કટુ સત્ય કહેવું જોઇએ.
બાકી, વૈષ્ણવાનાં મદિશ તે આજે એમના નામ પ્રમાણે જ માત્ર ‘મહારાોની હવેલી' છે. એ મદિરામાં-હવેલીઓમાં-જતાં આપણને દેવમ'દિરના જરાય આભાસ આવતા નથી; પણ કોઇ વિલાસી ગૃહસ્થના ખેડાળ મકાનમાં આપણે આવી પહોંચ્યા હોઇએ તેવુ ભાન થાય છે. ગુજરાતના વૈષ્ણવ મદિરાને આ પ્રમાણે પાણીએનાં ધરે જેવાં આકાર-પ્રકારમાં કાણે અને કયારે ફેરવી દીધાં તેની મને કશી માહિતી મળતી નથી. મારવાડ, મેવાડ, માળવા આદિ દેશોમાં સેકડા વૈષ્ણુવ મ ંદિર છે, જે સ્થાપત્ય અને પાવિત્ર્યની દૃષ્ટિએ જૈન મંદિરો જેવાં જ ભવ્ય અને પ્રશસ્ત છે. કદાચ દ્વારકા, ડાકાર કે ગિરનાર જેવાં સ્થળાએ આવાં બે ચાર વૈષ્ણુવમં શિ હશે; તે સિવાય, ગુજરાતમાં કયાંયે આવાં મંદિર દેખાતાં નથી-
જ્યારે ગુજરાતના વૈષ્ણુવા, જેના કરતાં પણ વધારે ધનવાન અને ધર્મચુસ્ત દેખાય છે.
અને, ગુજરાતના શત્રધર્મ તે આજે તદ્ન શિથિલ દશામાં આવી પડયો હોય તેમ લાગે છે. આવા સમૃદ્ધ અને સસ્કારી દેશમાં એક માત્ર સે।મનાથ સિવાય શીજુ એક પણુ કાઇ મેટુ* શૈવધામ કે ભવ્ય શિવાલય દૃષ્ટિગોચર થતું નથી કે જેની ખ્યાતિ દૂરના દેશમાં ફેલાયેલી હોય. જે ચૌલુકયાના સમયમાં - ગુજરાતના ગામડે ગામડે અને સીમાડે સીમાડે સેંકડા સુંદર શિવાલયે।।ભતાં હતાં અને સંધ્યાકાલના સમયે એ શિવાલયોમાં થતા શખનિ અને ઘંટાનાદેથી ગુજરાતની ભૂમિનુ' સમસ્ત વાયુમંડળ શબ્દાયમાન થઇ રહેતું હતુ તે ભકનભૂમિને જાણે આજે ભગવાન શ'કર છેાડીને જતા રહ્યા છે, અને તેમની આ શ્રદ્ધાળુ ધરતીમાતા શોકગ્રસ્ત થઈ સધ્યાવંદનના માઁગલગાન-વાદનને સ્થગિત કરી, હતાશ ભાવે સ્તબ્ધ થઇ ખેસી ગઇ હોય તેમ લાગે છે. હરહર મહાદેવના જયઘેષ આજે ગુજરાતમાં કવચિત જ સંભળાય છે. ભૂદેવે માત્ર બ્રહ્મભોજન કસ્તી વખતે જ, માદક-દશ નથી પ્રમુદ્રિત થઇ, પેાતાના ઇષ્ટદેવનુ સ્મરણુ અને નામેાચ્ચારણ કરતા જોવા સાંભળવામાં આવે છે. તે સિવાય, શિવેાપાસના આજે એ શૈવ સમાજમાં નામની જ રહી છે, અને દેશમાંના શિવ-દેવકુલના મોટા ભાગ ઉપેક્ષાને પાત્ર થઈ અસ્તવ્યત્રસ્ત દશા ભોગવી રહ્યો છે.
( પૂ)
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી મુદ્રણુસ્થાન : સ કાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨
મુનિ જિનવિજ્યજી, સ્ટ્રીટ, મુંબઈ,