________________
૨૬
વને પામત્તી જગતની પરિસ્થિતિ સાથે આપણી પ્રજાકીય ગતિ— સ્થિતિના કયાં ચે મેળ મળતા નથી એ જોઇ ખૂબ મુંઝાઇ રહ્યો · છે; અને તેને આપણી આવી દશાના કારણમાં આપણુ વિદ્યમાન ધાર્મિક વાતાવરણ જ મૂળરૂપે દેખાય છે અને તેથી એ . વર્ગ ધર્મીના નામથી જ ભડકવા લાગ્યા છે.
એ વર્ષાંતે એમ લાગી રહ્યું છે કે આપણા સર્વ પ્રકારનાં સામાજિક અનિષ્ટોનું મૂળ ધર્મ છે. ધમે જ આપણને. મનુષ્યમનુષ્ય વચ્ચે ઊંચનીચપણાને ભયાનક ભેદભાવ ખતાન્યેા છે, ધમે' જ આપણુને એક જાતિના માનવસમૂહને બીજી જાતિના માનવસમૂહ માટે સ્પૃસ્યાસ્પૃશ્યતાની અધમ બુદ્ધિ કેળવવાની શિખામણ આપી છે. ધર્મજ એકબીજી માનવપ્રજાએ વચ્ચે શત્રુમાવ પેદા કરવાની અને પેષવાની ભાવના જગાડી છે. ધમે જ સ્ત્રી-સ્વાતંત્ર્યના વિરાધનું વિધાન કરી, ખાલ-લગ્ન, વૈધવ્યાધન આદિ અનિષ્ટ રૂઢિઓદ્રારા સ્ત્રીજાતિની સવાંગીણી ઉન્નતિને અવરોધી છે. ધમની સંકુચિત ભાવનાને લીધે હિંદુ જાતિ સેંકડા—હજારા પેટાવિભાગામાં વ્હેંચાઇ ગઇ છે, અને દુનિયાની દૃષ્ટિમાં તે સામર્થ્ય અને શક્તિ અને સંગઠનહીન માનવ–સમૂહ તરીકે ગણાય છે. ધર્માંની સકી વૃત્તિને લીધે આપણે જાતિજાતિ વચ્ચે અને કુટું‘બકુટુંબ વચ્ચે પશુ એકરાગ ઉત્પન્ન કરી શકતા નથી અને સધશક્તિ કેળવી શકતા નથી : તે પછી આખી મહાપ્રજાની તે વાત જ શી કરાય ?
આ અને આવી જાતના ખીજા અનેક વિચારો આજની વિચારશીલ અને ઉત્કર્ષાભિમુખ નવયુગીન પ્રજાને ધર્માંની વિદ્ધમાં ઉશ્કેરી રહ્યા છે અને તેથી ધર્માંના ક્ષેત્રમાં જે કાં સારભૂત અને લાભદાયક તવા છૂપાઈ રહેલાં છે તેના પશુ, સૂકા ભેગા લીલાના ન્યાયે, ઉચ્છેદ કરવા તેઓ ઉત્સુક થઇ રહ્યા છે. ખીજી બાજુએ, એના પ્રત્યાધાત રૂપે, ધર્મોના રૂઢ અને મૂઢ ઉપાસા, ધર્માંતે જે સારહીન, માત્ર બાહ્ય આવરણરૂપ, ભાગ છે તેને જ ધર્મના આત્માં માની, તેના જ રક્ષણમાં કૃતકૃત્યતા સમજી રહ્યા છે અને જે ફૂંકી દેવાની જ વસ્તુ છે તેને જ સાચવી રાખવામાં અને જે સાચવવાની વસ્તુ છે તેની ઉપેક્ષામાં જ ધમની રક્ષા માની રહ્યા છે !
ધર્મની આ વિડ ંબના, ધર્મના યથાય' તત્ત્વની જે વ્યાપક અજ્ઞાનતા આપણી પ્રજામાં સકાઓથી બહુમૂળ થઈ રહેલી છે તેને જ આભારી છે. જે વગ ધર્માંતે પ્રજાકીય પ્રગતિમા વિરાધક માને છે, તે ખરી રીતે ધર્મના કૅપ્ત શુદ્ધ આત્મા નથી, પણ તેની અંદર ઉત્પન્ન થએલા વિકાર છેઃ અને જે વર્ગ પેાતાને ધષ્ઠિ તરીકે ઓળખાવી ધમના જે સ્વરૂપનું પાતે આયરણુ કરી રહ્યો છે તે પણ ધર્મનું કેાઈ સનાતન તત્ત્વ નથી; પરંતુ પ્રસંગ આવ્યે કાઢી નાખવાલાયક કેળાના છીલકા જેવુ ધમ નુંએક નિઃસાર અંગ છે. પ્રકૃતિમાં વિકૃતિ ઉત્પન્ન કરવી એ કાળતા ધમ' છે. અને તે વિકૃતિને દૂર કરી ફરી પ્રકૃતિને શુદ્ધ કરવી એ મનુષ્યના પુરૂષાથ'તે ધમ' છે. એ નિયમાનુસાર ધમમાત્રના સ્વરૂપમાં કાળે કરીને વિકારભાવ ઉત્પન્ન થયાને જ અને એ વિકારભાવના વિચારશીલ પુરૂષાર્થીઓદ્વારા નાશ પણ થવાના જ. ભગવદ્ગીતાના
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् || આ સુપ્રસિદ્ધ શ્લાકમાં ભગવાન શ્રીકૃષ્ણે જે ભાવ વ્યક્ત કર્યાં છે.તે આ જ નિયમને લક્ષીને છે.
ધર્માંની શુદ્ધ પ્રકૃતિ કષ્ટ અને તેની વિકૃતિ કઇ એની ચર્ચામાં ઉતરવાના અહીં ઉદ્દેશ પણુ નથી, તેમ જ અવકાશ પણ નથી. આપણને એનુ યથાર્થ જ્ઞાન જગતના ધાર્મિક પ્રતિહ્રાસેાનુ નિરપેક્ષ અવલેાકન કરવાથી થઈ શકે છે એટલુ' જ અહીં કહેવુ ઉષ્ટિ છે.
શુ જેન
તા. ૧-૬-૪૭
પરિસ્થિતિને અનુકૂલ એવાં કશાય પરિવતા થાય તે તેને શંકા અને ભયની લાગણીથી જુએ છે અને રૂઢિચુસ્ત સત્તાપ્રિય વગ તેની સામે થાય છે. જૂનુ એટલું બધું જ સારૂં' અને ' સાચુ એવી તેની માન્યતા હાય છે. જૂના ગ્રંથામાં જે કાંઇ લખ્યુ હાય તે બધું ખુદ તીર્થંકર મહાવીરે જ કહેલું છે અને તેમાં કશાય પરિવતન કે સશોધનને અવકાશ નથી. જેમ દરેક ધમ માં છે તેમ જૈનધમ'માં પણ અનેક સ ́પ્રદાયે પેદા થાય છે અને તે દરેક એકખીજાને વધતા ઓછા પ્રમાણમાં જૈનાભાસ માતે--કથે છે અને તે પેાતાને જ ખુદ મહાવીરના સાચા અને શુદ્ધ અનુયાયી સમજે છે. આ બધું ઐતિહાસિક જ્ઞાનના અભાવનુ ફળ છે.
જેમ આપણા દેશના બધાય ધર્મો અને સમાજોની સ્થિતિ છે તેવી જ જૈન ધર્મ અને સમાજની પણ છે. જૈતા પણ આજે પેાતાના ધર્મના સિદ્ધાંતા અને સમાજના નિયમેામાં દેશકાલની
વળી, જૈનાના વિષયમાં જંતર ધર્મોનુયાયી વર્ગમાં કેટલીક જુદી જ જાતની ખેાટી કલ્પના અને ભ્રમણા રહેલી હેાય છે. ક્રાઇ તેને નાસ્તિક મત ગણે છે, કોઇ તેને બૌદ્ધ મતની શાખા સમજે છે અને કાઈ વળી તેને વિદેશી પણ કહેવાની ધૃષ્ટતા બતાવે છે. કેટલાક વિદેશી લેખકોના અંધ અનુકરણૢ કરનારા વિદ્વ'ના ઇસ્લામતી જેમ જૈનધર્માંતે પણ એક તદ્દન જુદા જ આચારવિચારવાળા અને તેથી હિંદુ પ્રજા કે જાતિથી તેને તદ્દન સ્વતંત્ર ભાવનાવાળા ધમ માની તે રીતે તેની ચર્ચા કરે છે. કેટલાકાના જનધર્મની સામે ભારે રાષ હાય છે. તેઓ એમ કહ્યા કરે છે કે એ અહિં‘સાની ભાવનાએ જ હિંદુસ્થાનમાં એક રીતે કાયરતા ઉત્પન્ન કરી છે અને તેના લીધે આ પ્રશ્ન પૌરૂષને ગુમાવી બેઠી અને તેથી વિધર્મી શત્રુએ સાથે બાથ ભીડી ન શકવાથી તે આજે પરાધીન બની છે. જૈનધમ' વિષે આવી આવી કેટલીક ખેાટી ભ્રમણા જે જનેતર વર્ષમાં રહેલી દેખાય છે તેનું કારણ પણ પણ એ જ ઐતિહાસિક જ્ઞાનના અભાવ છે.
.
આ બધી બાબતે વિષે વિગતવાર ચર્ચા કરવા જેટલેા આ વ્યાખ્યાનમાં અવકાશ નથી, તેથી આટલું સૂચન માત્ર કરી, હું ગુજરાતના જૈનધમ વિષે કેટલુક સિંહાવલેાકન કરી જવા પચ્છું છું.
ગુજરાત એ જૈનધમતું આજે વિશિષ્ટ કેન્દ્રભૂત સ્થાન છે. જતાની સંખ્યા અને શક્તિ જેટલી ગુજરાતમાં દેખાય છે. તેટલી હિંદુસ્થાનના બીજા પ્રદેશામાં નથી દેખાતી. જૈતાની ધાર્મિક અને સામાજિક એવી બધીય પ્રવૃત્તિમાં જે જાગૃતિ ગુજરાતમાં દેખાય છે તે ખીજા કાષ્ઠ પ્રદેશમાં નથી જણાતી. જૈન દૃષ્ટિએ ગુજરાતને આવું અગ્રેસરલ વ’માનકાળમાં જ પ્રાપ્ત થયું છે એમ નથી. એને ઇતિહાસ ગુજરાતના પ્રજાકીય વિકાસના ઇતિહાસ જેટલા જ જૂના છે. ગુજરાતના પ્રચીન સાંસ્કૃતિક વિકાસના અને જનમના વિકાસનેા પરસ્પર અગત્યના ગાઢ સંબંધ રહેલો છે. ગુજરાતે જૈનધમ'ના વિકાસમાં ત્રણે મેટા કાળે આપ્યા છે અને તેવી રીતે જૈનધમે પણ ગુજરાતના વિકાસમાં ઘણા અગત્યને ભાગ ભજવ્યો છે. ગુજરાતે જો જૈનધમતે વિશિષ્ટ રક્ષણૢ અને પેણુ ન આપ્યુ' હાત તા જૈનધર્મની આજે તેના કરતાં તદ્દન જુદી જ પરિસ્થિતિ હાત અને જો જૈનધમે પણ ગુજરાતના સંસ્કાર–વિકાસ માટે વિશિષ્ટ પ્રયત્ન ન કર્યાં હાત તે ગુજરાતની સ’સ્કૃતિ પશુ જે આજે છે તેના કરતાં કાઇક જુદા જ પ્રકારની હાત.
જૈનધમે ગુજ્જર પ્રજાને જે પ્રકારના અહિંસા, સંયમ,, અને તપના આદશ 'સ્કાર આપ્યા છે તેવા સંસ્કારે ખીજા પ્રદેશને નથી મળ્યા અને તેથી ગુર્જર પ્રજામાં સંસ્કાર-સમૃદ્ધિની જે એક પ્રકારની વિશિષ્ટ પ્રભા આપણે જોઇ શકીએ છીએ તેવી ખીજી પ્રજામાં નથી જોવાતી. મઘ, માંસ, મૃગયા, પ્રાણીહિસા અને વ્યભિચાર જેવા મહા દુગુ ણાથી ગુજર પ્રજા જે અનેક અ ંશે આજે મુત દેખાય છે અને એ સુસારિતાની જે સુંદર છાપ ખીજા બધા દેશોની સરખામણીમાં, વધારે સારી રીતે પડેલી જોવાય છે તેમાં જૈનધમના જૂના વારસાના ણે મોટા અશ રહેલો છે એમ આપણે માનવુ' ને’એ.