________________
તા. ૧૬-૪૭
પ્રશુદ્ધ જૈન
ગુજરાતના જૈનધમ
એક અપ્રસિધ્ધ લેખના પુનરૂધ્ધાર ગુજરાતી તેમજ મરાઠી સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથકારોને નિમંત્રોને તેમની પાસે જુદા જુદા વિષયેા ઉપર તૈયાર કરેલાં વ્યાખ્યાના અપાવવાની એક યેાજના વડાદરા રાજ્ય તરફથી કેટલાંક વર્ષોં પહેલાં અમલમાં મુકવામાં આવી હતી અને એ યેાજના અનુસાર વડેદરા ખાતે ૧૯૩૪ તથા ૧૯૩૮ માં અંનુક્રમે ખે ગુજરાતી ગ્રંથકાર સ ંમેલને ભરવામાં આવ્યાં હતાં અને ૧૯૩૪ માં એક મરાઠી ગ્રંથકાર સંમેલન ભરવામાં આવ્યુ' હતુ. ૧૯૩૮ના ગુજરાતી ગ્રંથકાર સંમેલનમાં જે વ્યાખ્યાનમાળા ચેાજવામાં આવી હતી તેમાં એક વ્યાખ્યાતા મુનિ જીનવિજ્યજી હતા અને તેમણે ગુજરાતને જૈન ધર્મ' એ વિષય ઉપર વિદ્વતાપૂર્ણ અને અનેક માહીતીઓથી ભરપુર અને ગુજરાતના સંસ્કૃતિનિર્માણમાં જૈનએ આપેલ ગૌરવપૂખ્યુ` કાળાને બહુ સુન્દર રીતે રજી કરતું એક પ્રેરક વ્યાખ્યાન આપ્યુ’હું તું. આ વ્યાખ્યાન વડેદરાના પ્રાચ્ય વિધામંદિર તરફથી પ્રગટ કરવામાં આવેલ ‘ગુજરાતી ગ્રંથકાર સ ંમેલન ૧૯૩૮, વ્યાખ્યાનમાળા'માં સંગ્રહિત કરવામાં આવ્યું છે. આવુ' ઉપયાગી વ્યાખ્યાન બહુ.જ ઓછા લોકાના વાંચવામાં કે જાણવામાં આવેલુ હાવાથી અહિં તેને ક્રમશઃ પ્રગટ કરવાનું યોગ્ય ધાર્યું છે. મુનિ જિનવિજ્યજી જૈન સમાજની એક વિશિષ્ટ વ્યક્તિ છે. મુંબઇના ભારતી વિશ્વભુવનના તે આજે મુખ્ય સંચાલક છે. ગુજરાતના ઇતિહાસના તેમની જેવા જાણકાર પરમશ્રુત વિદ્રાન અન્ય કોઇ મળવા લગભગ મુશ્કેલ છે. સાહિત્ય-સંશોધન એ તેમને જીવનવ્યવસાય છે. જૈન ધમ અને જૈન ઇતિહાસ વિષે તેમના દિલમાં જે ઉડે અદર ભરેલે છે તે પ્રસ્તુત લેખના વાકયે વાકયે આપણને પ્રતીત થાય છે. આ લેખ વાંચીને આજતા જૈન સમાજ ભૂતકાળના જૈન ઇતિહાસમાં રહેલી અનેક ગૌરવભરી ધટના યથાસ્વરૂપે સમજશે અને આાજના વખત માટે તનુરૂપ પુરૂષાર્થ પ્રતિ પ્રેરાશે એવી આશા રાખવામાં આવે છે. પરમાનંદ સજ્જના ! પરાંધીનતા અને પામરતાના ભાગ થઈ રહ્યા છીએ તેનું કારણું, બીજું કાંઇ જ નહિ પણ આપણી પ્રજાતી એ અજ્ઞાનજન્ય ઉડી 'ધશ્રદ્ધા છે. ધર્મના કોઇ સિદ્ધાંત કે સમાજને કોઇ નિયમ ત્રિકાલાબાધિત હોઇ શકે જ નહુિ એ સિધ્ધાંતા અને નિયમે બનાવનાર કાઇ ઇશ્વર કે માનવેતર શકિત નહાતા, પણ આપણા જેવા જ શરીર અને સંસ્કાર ધારણ કરનારા માનવીએ જ હતા. પેાતાના દેશ–કાલની પરિસ્થિતિ પ્રમાણે પોતાન જનસમાના કલ્યાણ અર્થે તે તે પ્રકારના સિધ્ધાંત-નિયમો સ્થાપિત કરવાની તેમને આવશ્યકતા જણાંઇ અને તેમણે તેમ કર્યુ. જ્યાં સુધી એવી પરિસ્થિતિ ચાલુ રહી હોય અતે એ સિધ્ધાંત અને નિયમે પ્રજાને લાભકર્તા બની રહ્યા હાય ત્યાં સુધી પ્રજાએ તેમનું પાલન કરવું એ આવશ્યક છે. પણ જો પરિસ્થિતિ બદલાઇ જતી હાય અને એ સિદ્ધાંતા અને નિયમે લાભના બદલે ઉલટા હાનિકર્તા થઇ પડતા હાય તે, આપણે તેમાં પરિવતન કરવું જ જોઇએ અને આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણે નવા સિધ્ધાંતે કે નવા નિયમ ઘડી કાઢવા જોઇએ. પરિવર્તન એ તે પ્રકૃતિને અબાધિત નિયમ છે. વસ્તુમાત્રમાં રૂપાન્તર ભાવ ઉત્પન્ન કરવા એ તે કાલના મુખ્ય સ્વભાવ છે. સમગ્ર ચેતન-અચેતન સૃષ્ટિમાં પ્રકૃતિને એ નિયમ, કાલના એ સ્વભાવ-અભ્યાહતપણે પ્રવર્તે છે. જેની ઉત્પત્તિ છે તેનેા નાશ પણ અવશ્ય છે જ, અખંડ બ્રહ્માંડ એ મહાનિયમને વશવ છે, તે પછી આપણે આ ક્ષેત્ર માનવસમાજ તેમાં અપવાદ શી રીતે હાઇ શકે? પ્રકૃતિના એ નિયમથી આપણે વિરૂદ્ધ શી રીતે વર્તી શકીએ ? અને જો આપણી અજ્ઞાનતાને કારણે આપણે એ રીતે વર્તવા જઇએ, તા પ્રકૃતિ તે સહી પણુ` શી રીતે શકે ? અગ્નિને સ્વભાવ દાહ્ ઉત્પન્ન કરવાના છે. એના એ સ્વભાવને ન ગણુક:રી આપણે એની સાથે વિરૂદ્ધ વર્તન કરવા જઈએ તે એ પેાતાના સ્વભાવના પરચા ખતાવ્યા વિના રહે ખરા ? અજ્ઞાનમાં અજ્ઞાન બાળકને અને વિદ્યાનમાં વિદ્રાન વૃદ્ધને પણ અગ્નિ પેાતાના સ્વભાવ સરખી જ રીતે બતાવશે. તેવી જ રીતે પ્રકૃતિ પણ તેના નિયમથી વિરૂદ્ધ વનાર સમાજ કે ધમને પોતાના સ્વભાવના પરચા આપ્યા વગર ન રહે. એના નિયમને ઓળખી લઈ આપણે એના અનુકૂળ ભાવે. જીવનના સિદ્ધાંતા કે નિયમો બનાવીએ તે એ આપણા વિકાસને વૃદ્ધિ પામવા દેશે અને જો તેથી પ્રતિકૂળ ભાવે આપણે વન કરશું તે તે આપણો નાશ કરશે.
મે' મારા આજના વ્યખ્યાનના વિષય ગુજરાતને જૈનધમ એ રાખ્યા છે. જૈનધર્મના આધુનિક સ્વરૂપથી તે આપ બધા સારી પેઠે પરિચિત હશે જ. તેથી સ્વાભાવિક રીતે જ એવુ મનમાં થય કે જૈનધમ વિષે વળી ખાસ વ્યાખ્યાન આપવા જેવુ શું હાઇ શકે ? પણ મારો ઉદ્દેશ અહીં જૈનધર્મના વર્તમાન જીવન વિષે કાંઇ ખાસ કહેવાને નથી. પણ અતિહાસિક દષ્ટિએ એના ભૂતકાલીન વ્યક્તિત્વ વિષે કેટલીક મીમાંસા હું કરવા ઉચ્છું છું. જૈનધર્મે ગુજરાતમાંના સંસ્કૃતિજીવનમાં કેવા અને કેટલા કાળે આપ્યા એ વિષે ખુઃ જૈનાને પણ કશી વિશેષ કલ્પના નથી તે જૈનેતરને તે તે કયાંથી જ હાય !
૨૫
આપણને આપણા ધર્મ, સમાજ અને સંસ્કૃતિના ઇતિહાસનું ખરાખર જ્ઞાન નથી હેતુ અંતે તેથી આપણે અપણા પ્રજાકીય જીવનની દૃષ્ટિએ અનેક ભ્રમણાઓમાં અટવાઈએ છીએ. ધમ અને સમાજના જે વિદ્યમાન વાતાવરણમાં આપણે જીવીએ છીએ તેને જ આપણે શુધ્ધ અને સનાતન ધર્મ સમજી લખે છીએ. દેશકાળની પરિસ્થિતિના બળે ધમ અને સમાજની નીતિરીતિમાં સતત મેટાં પરિવર્તન થતાં આવ્યાં છે અને થયા જ કરે છે એ વિચારને હૃદયંગમ કરવા જેટલી આપણી પ્રજાની બુદ્ધિશક્તિ તત્પર નથી હોતી, અને તેથી આપણે આપણા પ્રજાકીય જીવનની સાચી સુધારણા અને ઉન્નતિના ઉપાયને પણ શકા અને ભયની દૃષ્ટિએ હુમેશાં જોયા કરીએ છીએ અને ધાર્મિક અને સામાજિક અધોગતિના ભાગ થઈએ છીએ. ધમ કે સમાજનાં કાઈ પણ સિદ્ધાંતા અને નિયમો અમુક ઐતિહાસિક પરિસ્થિતિના કારણે જ અસ્તિત્વમાં આવેલા હાય છે. પરિસ્થિતિ બદલાતાં સિદ્ધાન્તા અને નિયમા પણ બદલાય જ છે. તે એ રીતે બદલાતા સિદ્ધાન્તા કે નિયમેથી ધમ' કે સમાજને નાશ નહિ પણ વિકાસજ થાય છે, એ વસ્તુ આપણતે ત્યારે જ બુદ્દિગ્રાહ્ય થઇ શકે જ્યારે આપને એ ઐતિહાસિક પરિસ્થિતિનું યથાર્થ જ્ઞાન હ્વાય. આવા ઐતિહાસિક જ્ઞાનના અભાવે દરેક પ્રજા પોતાના ધર્મના સિદ્ધાંતા અને સમાજના નિયમેાને કાઇ ઇશ્વરપ્રેરિત દૈવી પુરૂષે સ્થાપિત કરેલા માને છે. અને તેમાં કાઇ પણ જાતના પરિવર્તનને અનિષ્ટ અને અક્ષમ્ય માને છે અને એ રીતે જે દવા રાગના નાશ માટે રામબાણુ ઉપાય તરીકે ગણાતી હાય તેને જ રાગની પેષક માની તેનાથી દૂર નાસવા પ્રયત્ન કરે છે. અને પરિણામે પોતાના જ નાશ વડુરી લે છે. આપણી જે ધાર્મિક અને સામાજિક અવનંતિ થઇ છે અને તેના કારણે આપણે જે રીતે આજે કેટલાયે સૈકાઓથી
ધમ અને સમાજની આધુનિક વિચારહીન પરિસ્થિતિના કારણે આપણી પ્રજાની નવી પેઢી અનેક રીતે અકળાવા લ.ગી છે. એ પેઢીને પ્રતિભાશાળી અને પ્રગતિગામી વર્ગ, વિદ્વેગે પરિ