SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શુદ્ધ જૈન ને બધું આવીને અટકે. જો આવી આવી સ્થિતિ ચાલ્યા કરવાની હય, આપણી કાય શક્તિનું આવું દારિદ્રય કાઇ પણ રીતે કભી થઇ શકે તેમ ન હેાય તે કેરન્સની પ્રવૃત્તિ ચાલુ રાખવાના કાઇ ખાસ અર્થ રહેતો નથી. સ્થિતિચુસ્ત વર્ગના ચાલુ વિરોધ, સામાન્ય સમાજની ઉદાસીનતા અને જેમના હાથમાં કેન્ફરન્સનુ સૂત્રસ'ચાલન છે. તેમની અતિ અલ્પ મર્યાદિત કા શક્તિ-આ સયેાગામાં—તેમાંથી એક પણ યાગમાં પલટા ન આવે ત્યાં સુધી જૈન શ્વે. મૂ. કાન્સે મૃતપ્રાય દશામાં જ જીવવાનુ રહ્યું અને જ્યારે અધિવેશના ભરાય ત્યારે જેની આગળ પાછળ કે ઈ મહત્વનું કાર્ય નિપજવાનુ ન હેાય એવા લાંબા લાંબા ઠરાવો કરીને જ સતેષ માનવો રહ્યો. આજના તીવ્ર સધના કાળમાં પોતપોતાના વ પુરતી સયેાજિત પ્રવૃત્તિ હાથ ધરવા માટે-પોતપોતાના સમુદાયની જરૂરિયાતને પહેાંચી વળવા માટે તેમજ પાર વિનાની હાડમારીઓ દૂર કરવા માટે કેાન્સ જેવી સસ્થાની ખુબ જરૂર છે એ વિષે એ મત હાઇ ન શકે. પણ એ કાન્ફરન્સને પુરા સાથ અને સહકાર આપવાની સમાજમાં વૃત્તિ જ જો ઉભી થઇ શકે તેમ ન હેાય તે। એવી કાન્ફરન્સનુ* હાલ તુરત માટે વિસર્જન કરવું એ જ વધારે ચેગ્ય છે. સભવિત છે કે એવા વિસર્જનમાંથી જ સમયાન્તરે સાચા અર્થવાળી નવી કાન્ફરન્સના જન્મ થવા પામે. પાનંદ હિંદુ એક અને અખંડ કે? હિંદુસ્તાનનું ભાવિ થે।ડા દિવસમાં નક્કી થશે, હિંદ એક અને અખડ રહેશે કે તેના ટુકડા થશે તે નક્કી કરવાની પળ આવી પહેાંચી છે. નવી દિલ્હીમાં ઐતિહાસિક નિર્ણયો માટે વાયસરોય અને હિંદી નેતાએ આવતે અઠવાડીયે મળશે. આ ભાવિ નિષ્ણુયા સ''ધે જે અવા અને અહેવાલ મળે છે તે નિરાશાજનક છે. રાજદ્વારી વાતાવરણુ અંધકારમય દેખાય છે. હિંદના ભાગલા અનેિવાયું છે અને આ અનિવાય`પરિસ્થિતિ કોંગ્રેસ વર્કીંગ કમીટીએ સ્વીકારી છે એમ કહેવાય છે. આ ગાઢ અંધકારમાં એક જ રૂપેરી ભાદળી છે તે છે ગાંધીજીની અખ’ડ હિંદુસ્તાનની શ્રદ્ધા અને તેને વળગી રહેવાને તેમને મક્કમ નિરધાર. છેલ્લા કેટલાક દિવસથી ગાંધીજી પ્રાથના સમયે ભારપૂર્વક કહી રહ્યા છે કે દુખીનેટ મીશનની યોજના એ જ હિન્દુસ્તાનના ભાવિ બંધારણ માટેના અંતિમ નિર્ણય છે અને તેમાં બધા પક્ષેાની સમતિ વિના કોઇ ફેરફાર કરવાના બ્રીટનને અધિકાર નથી. મહિનાની ગ'ભીર વિચારા પછી કેખીનેટ મીશન એ નિણૅય પર આવ્યું કે કાઇ પણ દ્રષ્ટિએ હિન્દુસ્તાનના ભાગલા શકય કે હિતાવહ નથી અને હિન્દુસ્તાનને એક સખળ રાષ્ટ્ર બનાવવુ હાય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેને મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરવુ' હાય તે હિન્દ એક અને અવિભાજ્ય રહેવુ જોઇએ, આ યોજના કૉંગ્રેસ અને મુસ્લીમ લીગ અન્તએ સ્વીકારી. બ્રીટન તે। તેથી બધાયેલુ છે જ. ત્યાર પછી કાંઈક સાચા ખાટા બહાના કાઢી લીગ કરી બેઠી અને છેવટ વિભાગીય રચના કેવી રીતે થવી જોઈએ તે સબંધે મતભેદ થતાં લીગ અને ક્રેગ્રેસના નેતાએ લંડન ગયા. બ્રીટીશ કેબીનેટે ૨૦ મી ડીસેમ્બરના નિવેદનથી લીગે કરેલ અથ મજુર રાખ્યા અને કોંગ્રેસે તેના સ્વીકાર કર્યાં. છતાં ન તે લીંગ લેાકપ્રતિનિધિ સમામાં જોડાઇ, ન તેા વચગાળાની સરકારમાંથી તેના સભ્ય છુટા થયા. લીગની આ ચાલ ખુલ્લી બેઇમાનદારી હતી. પશુ લીગે પેાતાના વચનની કીંમત જાણી નથી. બ્રીટને હેલી ૬ઠી ફેબ્રુઆરીના નિવેદનથી જુન ૧૯૪૮ સુધીમાં હિન્દુ છેૉડી જવાના પેાતાને ઐતિહાસીક નિણૅય જાહેર કર્યાં. તેમ કરતાં સત્તા કાને સાંપવી તે પ્રશ્ન રહ્યો અને ત્યાં નવી ચાલબાજી શરૂ થઇ. બ્રીટન માટે તે મા` ખુલ્લા છે કે કેબીનેટ મીશનની યોજના મુજબ લોકપ્રતિનિધિ સભા જે બંધારણ ઘડે તે તેણે માર રાખવુ. કાઇ પક્ષ—લીગ }, ૧૬-૪૭ કે રાજાએ તેમાં ન જોડાય તે તેનાં પરિણામે તે પક્ષ ભેગવે, પણ તેમ કરવાને ખદલે બ્રીટને એમ જાહેર કર્યુ કે જે પ્રાંત કે વિભાગે લેાકપ્રતિનિધિ સભામાં જોડાયા નિહ હાય તેના ઉપર ફરજ પાડવામાં આવશે. દ્ધિ અને તેવા પ્રાંત અને વિભાગોને સત્તા સાંપવામાં આવશે. આથી લીંગ અને કેટલાક રાજ્યને પેાતાના રાષ્ટ્રવિરાધી વળણમાં ટેકા મળ્યા અને લીગે મોટા પાયા ઉપર ગુંડાગીરી શરૂ કરી. તેના પરિણામે ખાસ કરી પ`જાબના શીખા અને બંગાળના હિન્દુઓએ તે તે પ્રાન્તાના ભાગલા પાડવાની માંગણી કરી, જેને કાંગ્રેસની વર્કીંગ કમીટીએ ટેકા આપ્યાનુ કહેવાય છે. તેને પરિણામે હિન્દના ભાગલા કરવાનું નક્કી થઈ ગયું. અને કૅખીનેટ મીશનની યેાજના જે એક ... અને અવિભકત હિન્દ માટે હતી તે ઉડી ગઈ. હવે આ ભાગલા કેવી રીતે કરવા તેજ જાણે નકી કરવાનું બાકી રહ્યું છે ! હિન્દ એક અને અખંડ રહે અને એક સબળ રાષ્ટ્ર અને તે કરાડેની ભાવના અને શ્રદ્ધા છે. હિન્દુસ્તાનના ભાગલા તેમને માટે અકલ્પ્ય છે. વર્કીંગ કમીટીએ શું કારણે આવો નિણૅય કર્યાં તે પ્રજા જાણતી નથી. સંભવ છે કે તેને માટે સબળ કારણા હશે જ. પણ આવા નિણૅય માટે પ્રજાને સાથ અને સંમતિ અનિવાય હાવાં જોઇએ. પણ સદ્ભાગ્યે ગાંધીજી આ નિયમાં પણ વિરૂદ્ધ છે. અને પ્રજાના કરેાડા માણુસેને ગાંધીજીને સાથે છે. ૫૦ વર્ષની હિન્દની લડતનું પરિણામ આવવાના સમયે હિન્દના ભાગલા થાય એ મહાન દુર્ભાગ્ય લેખાય. પ્રજાને માટે અને ક્રેગ્રેસ માટે એક જ માર્ગ છે. બ્રીટનને સાફ કહી દેવું જોઇએ કે અમારી સંપતિ વિના દેખીનેટ મીશનની યોજનામાં કાંઇ ફેરફાર થઈ શકશે નહિ. પ્રજાની સમતિ વિનાં તેમાં ફેરફાર કરવા તે વિશ્વ સધાત છે. તે યાજના અમલમાં મૂકવાની બ્રીટનની તાકાત ન હોય તેાં તેણે તુરત હિન્દ છેાડી જવું, પછી હિન્દનુ' ગમે તે થાય. પણ આપણી સ ́મતિથી હિન્દના ભાગક્ષા થાય છે એમ ન જ બને. આવી રીતે પ્રજા પોતાના મકકમ નિરધાર જાહેર કરે તેા બ્રીટનની તાકાત નથી કે પ્રજાની મરજી વિરૂદ્ધુ હિન્દના ભાગલા તે કરી શકે. કેબીનેટ મીશનની યાજનાથી બ્રીટન ધાયેલ છે. લીગની ગુ'ડાગીરીથી ડરી જઇ અથવા બ્રીટનને કોઇ ભાગે 'િદમાંથી કાઢવા માટે હિંદના ભાગલા કરવાનું આપણાથી કબુલ ન થવાય. તેમ કરતાં ગમે તે પરિણામ આવે—સ્વત ંત્રતા– જો ભાગલા પાડેલ હિંદ સ્વતંત્ર કહેવાતુ હાય તા એવી સ્વત ંત્રતાઆવતી હાય તો ભલે મેડી આવે. પણ તેમ થવાનું જ નથી.. . ગાંધીજીને આનિણૅય છે. આપણે આશા રાખીએ કે વર્કીંગ કમીટીને તેજ નિ ય હશે, પ્રજા તેને વધાવી લેશે. લીગની ગુડાગીરીને તામે નહિ થાય. ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી પાટણ જૈન મંડળ પટણી જૈન વિદ્યાર્થીઓ માટે હારટેલની સગવડ શ્રી પાટણ જૈન મંડળ તરફથી, મેટ્રિક અને તેથી ઉચ્ચ કેળવણી લેતા પટણી જૈન વિદ્યાર્થી અને તેમના અભાવે અન્ય જૈન વિદ્યાર્થીઓ માટે નીચે દર્શાવેલા સ્થળે એક હોસ્ટેલ શરૂ કરવામાં આવી છેઃ આ હોસ્ટેલમાં દાખલ થવા ઇચ્છતા વિધાર્થીઓએ મંડળના કાર્યાલયમાંથી ફામ મેળવી લઇ તાત્કાલીક અરજી કરવી. હેસ્ટેલનુ સ્થળ :~~નવનિધાન ભુવન, ૩૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. કાર્યાલય : છછ, મરીન ડ્રાઇવ મુંબઈ નં. ૧. તા. .૨૪-૫-૪૭. લી. ફત્તેહચંદ લલ્લુભાઈ શાહ ભગુભાઇ મણીલાલ શાહુ માનદ્ મૂત્રો.
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy