________________
પ્રશુદ્ધ જૈન
વિપુલ વિદ્વત્તા અને વિસ્મયજનક સ`કુચિતતા !
સ્વ. ચંપતરાય જૈન દિગંબર સમાજના એક બહેાશ ધારાશાસ્ત્રી હતા. તેઓ ભારે વિદ્વાન અને તંત્રસાહિત્યના અભ્યાસી હતા. તેમનુ Key of Knowledge નામનુ` માટું દળદાર પુસ્તક. તેમના વિપુલ પાંડિત્યના પુરાવા છે. આ ઉપરાંત બીજું પશુ તેમણે ધણુ' લખ્યું' છે. શ્વેતાંબર તેમજ દિગમ્બરે વચ્ચે વર્ષોંથી ચાલી રહેલ સમેતશિખર તીય ને લગતા ઝગડે બહુ જાણીતા છે. દિગંબર પક્ષે તે જ હુંમેશના સલાહકાર અને ધારાશાસ્ત્રી તરીકે વગર મહેનતાણું કામ આવી વિપુલ વિદ્વત્તા અને દેશ પરદેશના બહેાળા અનુભવ ધરાવનાર “વ્યકિતના સંબંધમાં શ્રી કાવ્યપ્રસાદ જૈન તરફથી થોડા સમય ઉપર બહાર પડેલ બેરિસ્ટર શ્રી ચપતરાય જૈન' એ નામની એક પુસ્તિકામાં દિગંબર સમાજના જાણીતા આગેવાન સજ્જન શ્રી નાથુરામ પ્રેમીની નીચે મુજબની એક સ્મરણનોંધ જોવામાં આવે છે.
કરતા હતા.
એક વાર તેા મને લાગ્યું` કે સ્વ. ચંપતરાયજી માત્ર જૈન નથી. પાકા દિગબર જૈન છે. એ દિવસેામાં તે સુખાનંદ ધમ શાળામાં ઉતર્યાં હતા. મેં એમની સાથેની વાચિતમાં સૂચવ્યું કે જૈનધમ નુ પુરેપુરૂ ́ જ્ઞાન મેળવવું હાય તેા. એકલા દિગમ્બર જૈન સાહિત્યના અભ્યાસ પૂરતા નથી. શ્વેતાંબર આગમા અને બૌદ્ધ સાહિત્ય - પણ વાંચવુ જોઇએ. એ વિના શ્રમણ સંસ્કૃતિના ક્રમવિકાસને અને જૈનધમ ના સિદ્ધાન્તાની વિશેષતાઓનેા ખ્યાલ ન આવે.” મારા આ કથનના જવાબમાં શ્રી 'પતરાયજીએ કહ્યું કે “ના બાપુ ! શ્વેતાંબર આગમાદિ વાંચીને હું મારા સમ્યક્ત્વને મલીન કરવા નથી માંગતા” મે તે સાંભળીને ટકાર કરી કે “તે તે તમારૂ” સમ્યક્ત્વ બહુ સુકુમાર હશે. એને ખુબ સભાળજો.' શ્રી ચપતરાયજીતે એ ટકોર ન ગમી' કયાં શ્રી ચ’પતરાયની અગાધ વિદ્વત્તા અને કયાં પોતાનું સમ્યક્ત્વ શ્વેતાંબર આગમા વાંચવાથી મલીન થવાની ભીતીદ્રારા વ્યક્ત થતી તેમની સાંપ્રદાયિક સકીર્ણતા ! આ કોયડા ઉકેલ માંગે છે, આપણે એમ માનીએ છીએ કે વિશેષ અને વિશેષ જ્ઞાનપ્રાપ્તિથી માનવીનું મન હુંમેશા વધારે વિશાળ અને ઉદાર બને છે. પણ આ સંવ-સાધારણ નિયમ નથી. જ્ઞાનના ઉપયોગ આન્તર નિરીક્ષણ તરફ વળે અને સસ્કારપ્રાપ્ત અને પરંપરાગત અંગત અધ્યાસો અને અભિનવેશનુ પૃથક્કરણ અને પદચ્છેદ કરવા તરફ ઢળે તા જરૂર માનવીની દૃષ્ટિ વધારે વિશ, વિશાળ, વિવેકયુક્ત અને ઉદાર બને. પણ ઉત્તરોત્તર દ્ધિ પામતા જ્ઞાનના આત્મગત અધ્યાસા અને અભિનવેશેશના કેવળ સમથન અર્થે
જ જો ઉપયાગ કરવામાં આવે તે તેનુ પરિણામ તેની સકતાને જ સુદૃઢ કરવામાં આવે. આ ધેારણે જ્ઞાનસ ંચય કરનાર વ્યક્તિમાં કદિ સાચી ઉદારતા, વિશાળતા કે અનેકાન્ત વૃત્તિ જન્મે જ નહિ, તેનું જ્ઞાન તેની પેાતાની જ ખેડી અને બંધન બને. તેના પાંડિત્યમાં અને એક બુકસેલરના વિપુલ ગ્રંથ સંગ્રહમાં કશે! પણ ફરક ન રહે. ઉપર જષ્ણુાવેલ -પ્રંસગ દ્વારા સ્વ. ચંપતરાયજીમાં આપણને જે આશ્ચાર્યજનક સાંપ્રદાયિકતાનુ દર્શન થાય છે તેના આ રીતે ખુલાસા થઇ શકે છે. તમારૂ” નામ મતદાર પત્રકમાં નોંધાવે
તા. ૧૫-૯-૪૫
ખાસ
ખરેખર સમજી લઈને યોગ્ય વ્યકિતઓને મત આપવાની બાબતમાં પુરા જાગ્રત થવાની જરૂર છે અને જે કાઇ ભાઇ કે બહેન સરકારે નક્કી કરેલા ધેારણુ અનુસાર મત આપવાની ચગ્યતા ધરાવતા હોય એમ છતાં પણ જેમનુ નામ મતદાર પત્રકમાં નોંધાયલું ન હોય એ સવ કાઇએ વેળાસર પેાતાનું નામ સરકારી મતપત્રકમાં નોંધાઇ જાય એ માટે જરૂર અરજી કરવાની તેમજ તે માટે જરૂરી પ્રમાણુપત્ર મેળવી લેવાની કાળજી ધરવાની આવશ્યકતા છે. સરકારી મતપત્રકાની છેલ્લી યાદી પ્રસિદ્ધ થયાને આરે દશ વર્ષોં ઉપર મુદ્દત થવા આવી છે અને તેથી એ મતપત્રકમાં મતની યોગ્યતા ધરાવનાર અનેક ભાઇ બહેને!નાં નામ નોંધાયલાં નથી: આ બાબતની જરૂરી અરજી કરવાને છેવટને દિવસ સરકારે આગામી એક ટોબર માસની પદરમી તારીખને નકકી કર્યાં છે, તે મતપ્રદાનની યોગ્યતા ધરાવતા સર્વે ભાઇ બહેનને વિનતિ કે તેએ વિના વિલએ પેાતપેાતાના સ્થાન સાથે ધરાવતા મહાસભા સમિતિના કાર્યાલયમાં જને પોતાનું નામ સરકારી મતપત્રકમાં છે કે નહિ તેની તપાસ કરે અને પેાતાનું નામ નોંધાયલું નથી એમ જેતે માલુમ પડે તે આ સબંધમાં શુ કરવાનુ’ છે તેને લગતી પુરી માહીતી મેળવીને તે મુજબ અમલ કરવામાં જરા પણ વિલંબ ન કરે. મતપ્રદાનની ચૅગ્યતા સબંધમાં સર્વસામાન્ય એ બાબતે તે એ છે કે એક તા કોઇ પણ મત આપનાર સ્ત્રી કે પુરૂષની ઉમ્મર એકવીશ વર્ષની નીચે ન હાવી જોઇએ અને બીજું મત આપનાર મતદારના મતદાર ક્ષેત્રમાં છ માસથી વધારે સમયને નિવાસ હોવા જોઇએ. આ ઉપરાંત જે કોઇ વ્યક્તિ નીચેમાંની કાઇ પણ એક પ્રકારની ચાગ્યતા ધરાવતા હોય તે વ્યક્તિ મતદાર બની શકે છે.
પ્રાન્તિક તેમજ મધ્યસ્થ ધારાસભાની ચુંટણીએ જેમ બને તેમ જદ્ધિથી કરવામાં સરકારે નિર્ણય જાહેર કર્યો છે અને આ બન્ને ચુંટણીએ આગામી વર્ષના ભા` માસ પહેલાં પતાવી દેવામાં આવશે કે જેથી નવા વર્ષની ધારાસભામાં નવા ચુટાયલા સભ્યો ભાગ લઇ શકે આવી અટકળ કરવામાં આવે છે. આ ધારાસભામાં પ્રજા પેાતાની બહુમતીથી પોતાના પ્રીતિપાત્ર અને વિશ્વાસપાત્ર સજ્જને અને
સન્નારીઓને પોતાના પ્રતિનિધિ તરીકે મેકલી શકે છે. આ પ્રતિનિધિ હિંદના ભાવી રાજકારણમાં અસાધારણુ અગત્યના ભાગ ભજવવાના હાઇને આ વખતની ચુંટણી વિશિષ્ટ મહત્વ ધરાવે છે અને
તેથી પ્રત્યેક મતનુ પણ આ સમયે ખાસ મહત્વ છે. તેથી સરકારી મતદાર પત્રકમાં જેનું નામ નોંધાયલુ હોય તેણે પોતાના મતનું મહત્વ
(૧) મુંબઇ શહેરમાં માસિક રૂ।. ૫ અને બહાર ગામ કે ઉષનગરમાં માસિક રૂા. ૧૫ ભાડુ”. ભરતા હોય અગર તે.
(૨) જેમણે કાઇ પણ યુનીવર્સીટીની મેટ્રીક કે સ્કુલ લીવીંગની પરીક્ષા પસાર કરી હોય અગર તે
(૩) જે રીટાયડ પેન્શનર કે મુકત કરાયેલ મીલીટરી અધિકારી અગર તેાન–કમીશન્ડ અધિકારી હાય અગર તે
(૪) જેમણે આગલા હિસાખી વર્ષોંમાં ઇન્કમટેકસ ભર્યાં હાય
આ ઉપરાંત સ્ત્રીએ. સંબંધમાં મતપ્રદાનની યોગ્યતાનું ધેારણ નીચે મુજબ વધારે વ્યાપક રાખવામાં આવ્યુ છે. એકવીશ વર્ષોં ઉપરની અને મતદારક્ષેત્રમાં છ માસથી વધારે સમયથી રહેતી કા પણ સ્ત્રી મતદાર થઇ શકે છે, જો તે સ્ત્રી
(૧) કાઇ પણ ભાષામાં લખી વાંચી શકતી હાય અગર તે (ર) તેના પતિ મતદાર થવાની ઉપર જણાવેલ ધેારણે યોગ્યતા ધરાવતા હાય.
એ જ રીતે હરિજને સબંધમાં જે કાઈ હરિજન એકવીશ વ ઉપરના અને મતદાર ક્ષેત્રમાં છ માસથી વધારે સમયથી રહેતે હાય તે હરિજન કાઇ પણ ભાષામાં લખી વાંચી શકતા હાય તે તે હરિજન મતદાર બની શકે છે.
વિશેષમાં અવિભક્ત કુટુંબ માટે એવી ગોઠવણ છે કે જ્યાં એ કરતાં વધુ માણુસા એક ધરમાં રહેતા હૈાય ત્યાં દરેક માણુસ દીઠ ભરાતું ભાડુ આ પ્રમાણે ગણવામાં આવશે;–ધરનું જે ભાડું હાય. તેને ઘરમાંના માણસાની સંખ્યાવડે ભાંગવાનાં આવશે અને જે આંક આવે તે રકમ તે પ્રત્યેક માણુસ ભાડપેટે આપે છે એમ ગણુાશે.
આ બધી બાબતા ધ્યાનમાં લઇને જે કાઇ ભાઇ બહેન મતદાર થવાની યોગ્યતા ધરાવતા હાય તે પોતાનું નામ આગામી એકટેમ્બર માસની પદરમી તારીખ પહેલાં પાતપેાતાના સ્થાન, જીલ્લા કે પ્રાન્તને લગતા મતદાર પત્રકમાં દાખલ કરાવી લેવાનુ ન ચુકે.
પાન .