________________
d'ell:
મણિલાલ મેાકમચંદ શાહ
૧૯૪૫ – ૨૩મ5]
શ્રી મુખઈ જૈન યુવકસ’ધનુ પાક્ષિક મુખપત્ર
વર્ષ ૬]
આ તે વાસ્તવિકતા કે કવિકલ્પના ?
પ્રબુદ્
મુબઈ : ૧ જાન્યુઆરી ૧૯૪૫ સેામવાર
(કેટલીક વાસ્તવિક હકીકતા કવિકલ્પનાને વટાવી સ્તય તેવી કાય છે. દલપત્તભાઇ શેઠનાં બાલ્યકાળના કેટલાક મરણેા નીચે આપવામાં આવે છે.
એક મિત્રે મારા છેલા લેખ વાંચેલા, તે વાંચીને મને એમણે ગયા રવિવારે કહ્યું કે તમે ત્રીશ રૂપિયાના પગારમાં નોકરી કરતા હતા, એ તે આજે વાંચ્યું ત્યારે જાણ્યું.'
હકીકત એમ છે કે મારા નામની પાછળ શેઠ' શબ્દ આવે છે તેને અંગે મારી સ્થિતિ સબધમાં ખોટી માન્યતાના ધાડાં ધુમ્મસ છવાયાં છે. નાર, મિત્રની ઉપર જણાવેલ ટીકા પણ એ જ પ્રકારની છે. એ બધાં ધુમ્મસ વિખેરી નાખવાના પ્રયાસ હું હુંમેશાં કરતા આવ્યો છું. પણ જાહેરમાં અને એક લેખ દ્વારા એમ કરવાની આજે હું તક લઉં છું. મારૂ' કુટુંબ લીંબડીનુ' શેઠ કુટુંબ છે. મારી ત્રણ પેઢી પહેલાં અમારૂં કુટુંબ સારૂં' પૈસાવાળું હતું. ચારેક પેઢીથી લીંબડીમાં માન, કુટુંબની સ'પત્તિ અને પ્રતિષ્ઠા ચાલ્યાં આવતાં હતાં. અમારૂ કુટુ’બ નાનજી ડુંગરસી શેવાળાનુ કુટુંબ કહેવાય છે દંતકયાએ તે એવી છે, અને ઇતિહાસથી અમુક પ્રકારે તેને સમન મળે છે, કે લી'બડીના રાજ્યકર્તાઓના અમે શે、 હતા. રાજા પોતે આવીને અમારે ત્યાં પૈસા માટે લાંધવા બેસતા. એક રાજકુમારીના લગ્ન પ્રસંગે એ કુમારીને કાપડામાં અમારા કુટુએ સવાલાખ રૂપિયા આપ્યાનું કહેવાય છે. અનેક પ્રકારની નકશીવાળા અમારા ધરાના થાંભલા અને ઝરૂખાએ જોવા માટે અનેક માણસે આવતા. મમ સર જસવ'સિ'હજી પાતાના યુરેપિયન મિત્રાને અમારા ધરાની કારીગીરી જોવા લઈ આવતા. આજે પણુ એ તોતીંગ દરવાજાવાળા અમારા ડેલા, એ જીણુ સ્તંભે, એ દંતકથા જેવા અમારા ઘરના બે ખા અને ઝરૂખાગ્મા અમારા કુટુંબની જૂતી જાહેાજલાલીની સાક્ષી પૂરે છે.
અમારી એ જૂની જાહેાજલાલીના અવશેષ રૂપ મારૂ ઘર મેં હમણાં જ વેચી નાંખ્યુ` છે. એક દેશી રાજ્યસ્થાનના પ્રજાજન તરીકેની મારી ગુલામી મને એટલી ત્રાસ-આપતી હતી કે મારા કુટુંબના તિહ્રાસ, મારા જૂના ઘર માટેના મારે મેહ, અને મારા પ્રિય વતન લીંબડી માટેની મારી ગાઢ મમતાને મેં તેાડીફાડી ફેંકી દીધાં છે. ભાવનાની આગમાં મમતાને બાળી મૂકી છે. સ્વાધીનપ્રિયતાના યજ્ઞમાં પુરાણુ પ્રેમને સળગાવી દીધું છે.
જેન
સ્થૂળ લીંબડી સામે મારા ચ ચક્ષુએ હું બધ રાખવા માંગુ છુ. છતાંયે મારૂં' વતન અને મારા વતનના બિરાદરાની યાદતાં અખંડ દીવા મારા જિંગરમાં સદાયે જલતે રહે એવું હું ઇચ્છું છું.
વળી પાછા હું આડા ઉતરી ગયા.
હું એમ કહેવા માગતા હતા કે મારા પિતામહ સુધી અમે શ્રીમંત હતા. મારા પિતાનું બાળપણુ શ્રીમંતાઇમાં પસાર થએલું'. પશુ પછી, સને ૧૮૬૪ ના અરસાના તેલના સટ્ટાએ અમારી સ’પત્તિ લૂંટી લીધી. લીંબડી, ધે.લેરા વગેરેની અમારી પેઢીએ સાક્ થઇ ગઇ. મારા પિતાએ પેાતાનુ યૌવન ગરીબાઇમાં શરૂ કર્યું. પેતાનું જીવન માસિક ચૌદ રૂપિયાના એક ગ્રામ શિક્ષક તરીકે પસાર કર્યું. મારૂ" બાળપણુ તે આજે પણ મને રીબાવતી ગરીબાની યાદ આપે છે.
મારા પિતા ધ્રાંગધ્રા રાજ્યમાં ગ્રામ શિક્ષક તરીકે નોકરી કરતા. હું અને મારા મેટાભાઇ લીંબડીમાં અને પછી વઢવાણમાં ભણુતા. મારા સદ્ગત માતુશ્રી પારકાં દળણાંપાણી કરી અમારા અભ્યાસ ચાલુ રખાવતા.
તે કાળમાં પ્રાથામક શિક્ષણ માટે લીંબડીની શાળાઓમાં માસિક એક આનાની શી હતી. ફી ભરવાતા દિવસ આવે ત્યારથી કંઇ દિવસે કે અમારે માટે નિત્તિના આવતા. એક પાઇનુ પાણીનુ એક ખેડુ'; એમ
Regd. No. B. 4266
લવાજમ રૂપિયા ૩
[અંક ૧૭
આ કાઉંટમાં આવતાં ધાડા સમય પહેલા પ્રવાસી'માં પ્રગટ થયેલાં શ્રી. અમૃતલાલ —ત*l)
ખાર ખેડાં પ ણી મારા ના ભરી આવે ત્યારે એક આા મળે. એ એક આના મળે ત્યારે મારી નિશાળની ફી અપાય ! અમારે ખાવા માટે શાક કે દાળા તે કર્યાંથી હોય ? એટલે છ!શ જોઇએ તે કાળમાં છાશ વેચાતી મળતી એક પાઇની એક ખેાવરણી; અથવા એક પૈસાનુ” એક એબરણુ છાશ મળે. એ પાઇ કે પૈસા આપવાની પણ અમારી તાકાત નહિ એટલે એ ખેાધરણી છાશને માટે એક પાલી દળવાનું મારા બા લઇ આવે. સ્કેટલુ' દળી આપી તેના બદલામાં છાશ લઈ આવે; તે ખાઇએ. દૂધ : તે તે વખતે . એક પૈસે શેર મળતું. પણ પૈસા લાવવા કયાંથી ? - લીંબડીની પ્રાથમિક શાળામાં ભણતી વખતે કોઇ વખત દૂધ ખાધાતુ મને યાદ આવતું નથી.
હું ગુજરાતી શાળાઓમાં ભણુતા ત્યાં સુધી તે। કાઇ વખત મ્હારે પહેરવા જોડા હું મેળવી શકયા ન્હોતા. જોડાની એક જોડના છ આના તે વખતે પડતા હેાવાનુ મને યાદ છે. એટલા પૈસા નહેાતા... મને યાદ છે ત્યાં સુધી અંગ્રેજી ધેારણુ ખીજામાં જ્યારે હું આવ્યું. ત્યારે મેં પહેલવહેલા જેડા પહેરેલા. અત્યારે આ લખું' છુ' ત્યારે પણ તે દિવસ મારી નજર આગળ જાણે તરી આવે છે. મારા પિતાશ્રી લી'બડી આવેલા. તેમણે બાર આનાખીને મને બૂટ શીવડાવી આપેલા. તે બૂટ પહેરીને મારભાઇના ડેલા પાસે હું રમવા ગએલે, મારા જેવી જ ગરીબી ધરાવતા મારા રમતના મિત્ર પાસે મારી સપત્તિનુ’ હું પ્રદર્શન કરતા હતા !
:
સંવત ૧૯૫૬ ની સાલમાં કાર્ડિયાવાડમાં દુષ્કાળ પડેલા. એની કારની યાદ છપ્પનિયા દુષ્કાળ તરીકે હજી પણ ચાલુ છે. તે કાળ આજે પણ મને બરાબર યાદ છે. તે વખતે મારી ઉમ્મર ૮-૯ વર્ષની હતી. અમારા ઘરનાં મારા મતુશ્રી, અમે ત્રણ ભાઇએ અને એક વ્હેન, એમ પાંચ જણા હતા. દુષ્કાળથી મૃત્યુ પામેલા મુડદાં તા જોએલા નહિ, કારણુંકે એ પ્રકારની સમજણુ, દૃષ્ટિ કે તક કયાંથી હોય.? આજના બાળકાને જે સમજણુ દૃષ્ટિ તક મળે છે, તે તે વખતે ન્હાતી. અમે તે ઘેર અંધકારમાં સબડતા હતા. પણ મારા ધરની વાત મને યાદ છે. મારા ખાએ ધરન: ખનુ બજેટ કરેલું. ધી દુધના પ્રશ્ન ન્હાતા. શાક દાળની પણ એ જ સ્થિતિ હતી. લાલ મરચાંના મસાલા બનાવીને તેમાં તાજા તેલનુ' ટીપુ' નાખવુ'. તે શાક થયું. તેમાં સ્હેજ સ્હેજ ખાળીને રાટલે ખાવે. એ માટે દર મહિને મે આનાનું તેલ લાવવું. બાકી પરચુરણુ ખર્ચના બે આના. બાજરી અને ખીચડી દર મહિને ૩-૪ રૂપિયાના મેળવવા. કુલ પચાસ રૂપિયામાં છપ્પનિયા કાઢયા હેાવાનુ મને યાદ છે. એ પૈસા પણ કરજે કાઢેલા; કારણ કે ધ્રાંગધ્રા રાજ્યે દુષ્કાળને કારણે નાકરીઆતાના પગાર જ ચુકવેલા નહીં!. એટલે મારા પિતાશ્રી માંડમાંડ પેાતાનુ ત્યાં નીભાવતા અને અહી સગાંવહાલાં ઓળખીતાઓ પાસેથી કરજે કાઢીને અમે નીભાવ્યું !
નિશાળમાં તદ્ન ફ્રી કે અર્ધી ફ્રી વિદ્યાર્થી તરીકે ગુજરાતી અને અંગ્રેજી હુ* ભ। . નવાં પુસ્તક ખરીદવાને કૈા દિવસે અમારી પાસે પૈસા ન્હાતા. આગળ ભણી ગએલા વિદ્યાર્થીઓ પાસેથી જૂનાં પુસ્તકા માંગી લાવીને કે ખેચાર પૈસામાં ખરીદ કરીને મારા પાંય પુસ્તકા હુ" મેળવતા.
આવી ગરીબાઈમાં હું જન્મ્યા, ઉછર્યાં, અને ફેળવાયો છુ. શેઠ' શબ્દ મારી સ્થિતિ સંબંધમાં ભ્રામક ખ્યાલ ઉત્પન્ન કરનારા છે, એ વસ્તુ સ્પષ્ટ કરવા આટલું પીંજણ મડ઼ે કર્યુ છે. અમૃતલાલ દલપતભાઇ શેઠ.