________________
તા. ૧૫-૪૪
પ્રબુધ જૈન
અહંતા ટાળો (પ્રબુદ્ધ જૈનમાં પ્રગટ થયેલ “વ્યવહાર સાધક નિશ્ચય સાધ્ય’ અને ‘શુભ અને શુદ્ધનું પ્રતિ” એ બે લેખોમાં જે વિષયની ચર્ચા કરવામાં આવી છે તેના અનુસંધાનમાં શ્રી મુળજી ભગવાનજી ખારાએ મોકલેલ ચર્ચાપત્ર અહિં પ્રગટ કરવામાં આવે છે અને એ સાથે આ વિષયની ચર્ચા હાલ તુરત પ્રબુદ્ધ જન પુરતી બંધ કરવામાં આવે છે. ---તંત્રી)
૧ વ્યવહાર અને નિશ્ચય અથવા સંસાર અને વિણ. મુક્તિગામી પુરૂષે જે સંસારના વિષયને વળગી રહીને મુકિત મળશે એમ માને તે મુકિત મળવી અસંભવિત છે. આપણે પુનર્જન્મને માનીએ છીએ તે તે ચેડકસ છે. હવે જ્યારે આપણા જીવે અનંતા ભાવો કર્યા તેમાં સારા શુભ પ્રવૃત્તિના ધણા ભાવો કર્યા હશે. તેનાં ફળ પણ ચાખ્યાં હશે. છતાં હજુ આપણી મુક્તિ થઈ નથી તેજ આપણને બતાવે છે કે-મુકિતના ઇચ્છુક છએ તમામ સંસાર વિષયને લગતી પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ કેવી આભ-અભ્યાસી થવાની જરૂર છે. ત્યારે કેટલાક જ દયા, દાન, કરૂણા, સેવા વગેરેને અગ્રસ્થાન આપી રહ્યા છે.
૨ હવે જે તેટલાથી જ મુક્ત દશા થતી હોય તે આ ઇવે પણ મુક્તિ મેળવી છે. ત્યારે કાંઈક બીજી જરૂર રહે છે તેમ માનવું રહ્યું અને તે વિરતપણું. તે મેળવ્યા સિવાય કોઈ મુકિતને પામ્યા નથી. વિરક્ત પંથી છને સંસારના ઘણા પ્રસંગે આવે ત્યારે બધાં કામ કરવાં પડે છે, છતાં તે આત્માઓ તે કામે પિતાનાં માનતા નથી. ઉદાહરણ તરીકે કોઈ રોગીને દવા આપી સુશ્રષા કરી તેને છવાડે, કોઈ ભુખ્યાને અન્ન આપી તેની ભુખ મટાડે, છતાં “દરદી મારાથી જીવ્ય” કે ભૂખ્યાને મારાથી પોષણ મળ્યું તેમ ન માને, પરંતુ તે મહા–આમાં એમ જ માને કે હું તે માત્ર નિમિત્ત માત્ર છું. નિમિત્ત મુખ્ય વસ્તુ નથી પણ ગૌણ છે. ઉપાદાન પ્રાધાન્ય વસ્તુ છે. લીંડી પીપરને ખુબ પીસવાથી તેમાં તીખાશ આવી તેમાં પથ્થર એમ શા કે મારાથી આમાં તિખાશ આવી તે તે પથ્થરની માન્યતા હાસ્ય પાત્ર છે. તેમજ મહાન પુરૂષ પિતાને નિમિત્ત માને, પરંતુ મારાથી થયું કે મેં કહ્યું તેમ ન માને તેમજ આ મહદ્ કાર્યો કરવાથી મને મુક્તિ મળશે એમ પણ ન માને.
૩ મુક્તિ મેળવવાના રસ્તામાં પિતે વીતરાગ દશા પ્રાપ્ત ન કરી હોય ત્યાંસુધી શુભ પ્રસંગે ઘણું આવે અને પિતે સંસારની દૃષ્ટિથી શુભ કામ કરતા દેખાય પણ ખરે પરંતુ પિતાનું ધ્યેય તે મુકિતને લક્ષીનેજ હોય.
૪ સંસારનાં સુખ કે સ્વર્ગનાં સુખ મારે હવે જોઈતાં નથી તેમ માની શુભ કાર્યોમાં નિર્વાણ દશાને પ્રાપ્ત ન થાય ત્યાંસુધી જોડાયેલું રહે. આવાં શુભ કાર્ય કરે અને તેનાં ફળ રૂપે તેને બીન જમે પણ કરવા પડે.
' ૫ વિરક્ત પંથી જીવ શુભ કાર્યોને પણ પિતાના (આત્મા) માનતા નથી, ત્યાં અશુભ પ્રવૃત્તિ કે હિંસાને તે રથાન જ નથી. અંતર દશા અંશે વિરકત હોય અને બાહ્ય દેખાવે રોગવાળી દેખાતી હોય જેમંકે--
૬ કઈ શ્રીમંત વ્યાપારીને મુનિમ પગાર લઈ શેઠના વ્યાપારનાં કાર્યો કરતા હોય છે. પિતે (મુનિમ) જે જે વ્યાપાર કરે છે તેમાં નફો નુકશાન વખતે તેના મન ઉપર જુદિ જુદિ અસર થાય છે. પોતે ખરીદેલ માલમાં સારો ન મળતાં તેને આનંદ થાય છે અને કોઈ વખત નુકશાન જાય તે ગ્લાની અનુભવે છે. આમ છતાં તેના હૃદયમાં એક્કસ માન્યતા છે કે આ લાભ કે નુકશાન એક પણ ભારાં નથી. તેમજ મેક્ષગામી જી પિતાની શુદ્ધ પરિણતિ સિવાય બીજાને માનતા નથી.
કઈ સારાં અને શુભ કાર્યો કરે તેને વખોડવાનો કે તેની ટીકા કરવાને મારો લેશ માત્ર પણ આશય નથી. સારાં અને શુભ કાર્યો કરવાં તે પણ એક કર્તવ્ય છે. હિંસા અને અશુભથી બચવા માટે, મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે, શુભ કાર્યો કરવાં. મારું એજ કહેવાનું કે, “મેં આ કામ કર્યું, મારાથી આ સારૂં કામ થયું એમ માનવું તે યોગ્ય નથી. કોઈ પણ કાર્ય ન કરે તેના કરતાં સરખામણીમાં જરૂર અહંભાવ રાખીને પણ કાર્ય કરે તે સારે છે. પરંતુ કાર્યો કરનાર “હું પણું” બાદ કરે તો તેનું કર્તવ્ય બહુ જ વધારે પવિત્ર થાય છે. દાન આપનાર પિતાનું નામ આપીને હજારો કે લાખો રૂપિયાનું દાન આપે, તે દાતા, કાંઈ પણ દાન ન આપનાર કરતાં સારા છે, પરંતુ પિતાનું નામ ન આપે અને વધારે માણસે તે ન જાણે તે દાતા ઉત્તમ છે.
મૂળજી ભગવાનજી ખારા,
સંઘ સમાચાર સંધના સભ્યોના લવાજમ વિષે
સંધના કાર્યાલયમાં માણસેની કેરબદલીને લીધે આ વર્ષ દરમિયાન સજેના લવાજમની ઉઘરાણી બહુજ ઓછી વસુલ થઈ શકે છે. આ વર્ષથી પુરૂષ સભ્યનું વાર્ષિક લવાજમ રૂ. ૪ અને, સ્ત્રી સભ્યનું વાર્ષિક લવાજમ રૂા. ૩ નકકી કરવામાં આવેલ છે જે બાબતની આગળ ઉપર જાણ કરવામાં આવી છે. જે જે સભ્યોએ હજુ સુધી પિતાનાં લવાજમ સંઘમાં ભર્યા ન હોય તેમને પોતપોતાનું લવાજમ વિના વિલંબે સંધના કલાર્કની ઉઘરાણીની રાહ જોયા સિવાય –મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. તદુપરાન્ત જે જે સભ્ય પાસે સંધને કલાર્ક લવાજમ માટે આવે છે તે સભ્યોને પિતા ઉપર ચઢેલું લવાજમ તુરત જ ચુકવી આપવા અને કલાકને બીજો ત્રીજો ધકકે ખાવાની મુશ્કેલીમાં નહિ મૂકવા ખાસ વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. સંધના વહીવટી કામકાજમાં આ રીતે પુરો સાથ અને સહકાર આપવા દરેક સભ્યને અમારી પ્રાર્થના છે. પ્રબુદ્ધ જનના લવાજમ વિષે
પ્રબુધ્ધ જનના જે જે ગ્રાહકોના વાર્ષિક લવાજમ ચઢી ગયેલા હોય છે તેમને આગળથી ખબર આપવામાં આવે છે અને પછીના અંક વી. પી. કરવામાં આવે છે. લવાજમ ચઢી જવાની ખબર મળતાં તે તે ગ્રાહક મહેરબાની કરીને મનીઓર્ડરથી લવાજમના વાર્ષિક રૂ. ૩ મોકલી આપે. જે ગ્રાહકની પત્રને ચાલુ રાખવાની ઈચ્છા ન હોય તે મહેરબાની કરીને અમને વખતસર જણાવે અને આ રીતે વી પી. ના નકામાં ખર્ચમાંથી સંધને બચાવે. જેનું લવાજમ મનીઓર્ડરથી. મળતું નથી તેમજ જેઓ પત્ર બંધ કરવાનું જણાવતા નથી તેઓ ઉપર પ્રબુદ્ધ જૈનનું વી. પી. કરવામાં આવે છે. સભ્યતા અપેક્ષા રાખે છે કે આ વી. પી. તેમણે સ્વીકારવું જ જોઈએ. આ અગત્યની બાબત પુરેપુરી દયાનમાં લેવા પ્રબુદ્ધ જનના સવે ગ્રાહકને અમારી ખાસ વિનંતિ છે. નર્સ થવા ઈચ્છનાર બહેનને શિષ્યવૃતિ
બે પ્રેવીન્સીયલ નર્સીંગ એસોસીએશનને અભ્યાસક્રમ લઇને નર્સ થવા ઈચ્છતી કેઇ પણ જૈન બહેનને દર માસે રૂ. ૨૦ ની શિષ્યવૃતિ આપવા માટે શ્રી. મણિલાલ મકમચંદ શાહ તરફથી શ્રી. મુંબઈ જન યુવક સંધને રૂ. ૧૦૦૦ મળ્યા છે. જે કોઈ જૈન બહેનને ઉપરના અભ્યાસક્રમ લઈને ન થવાની ઈચ્છા હોય તેણે પિતાની ઉમર, આજ સુધી અભ્યાસ તથા આર્થિક પરિસ્થિતિની વિગતો સાથે સંધના મંત્રી ઉપર (૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ મુંબઈ ૩) એ સરનામે તુરત અરજી મોકલવી. આવેલી અરજીઓમાંથી સૌથી વધારે લેગ્યતા ધરાવતી બહેનને ઉપરની શિષ્યવૃતિ આપવામાં આવશે.
મંત્રી મુંબઈ જૈન યુવક સંધ,