SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રબુદ્ધ જૈન તે આવ્યો પ્રચંડ રાષ્ટ્રયુગ! એણે તેા સદીનું કામ એક દાયકામાં કર્યું. ન કલ્પી શકાય તેવી જાગૃતિ અને સાવ દેશીય પ્રગતિ કરી. આ ભાવનાની શરૂઆત વીસમી સદીની શરૂઆતથી જ થયેલ, પણ પૂણુ વેગથી તે ૧૯૧૮ પછી, લાલ, બાલ અને પાલની ત્રિમૂતિ અને અંગભંગ, સ્વદેશીની ચળવળ અને તેની સામેના પરદેશીઓના દમનના દેારથી ઉત્પન્ન થયેલ એબ યુગના બંગાળ અને પંજાબના બળવાએ પ્રજા પાસે દેશની એક સમસ્યા જ્યારે રજુ કરી ત્યારે જ પ્રજાના મેાટા ભાગે પોતાના નાનકડા વર્તુળમાંથી, મંદીરના ગભારામાંથી, કેળવણીના સ્થાનમાંથી અને સમાજિક કુંજ ગલ્લીએામાંથી ડાકુ ઉંચુ કર્યુ.. ત્યારે જ પ્રભુ પ્રાથના જેવું જ પવિત્ર ઉન્નત “ રાષ્ટ્રગીત ’” સાંભળ્યુ ત્યારે જ જન્મભૂમિ પણ જનતી જેવી જ છે તે જાણ્યુ'. પહેલાં તે પસાર થતા એક બનાવ તરીકે જ તેને નિહાળ્યું, ત્યાં તે તુરતજ ૧૯૧૪ ના મહાયુધ્ધે પ્રજાની દૃષ્ટિને જગતવ્યાપી બનાવા તરફ ખેંચી અને તેમાંથી કઇં મેળવી શકાય તેમ છે એમ માની પ્રજા એક યા બીજા કારણે તેના અંતત પ્રવાહાને સમજતા શીખી. આ સ્થિતિ પછી તે તેમાં ધીમે ધીમે પ્રતિદિન ઉમેરા થતા જ ગયો. લેકાનુ મન ધર્માદ બીજા પ્રશ્નોમાંથી ખસીને રાજકારણ અને અર્થશાસ્ત્ર તરફ ત્યુ'. જે વખતે મુંઝાયેલી માનવાતને સાચા ધર્મના આધા સનની જરૂર હતી, જે વખતે તેને માગશેધવા માટે માનવતાના પ્રકાશનો ખપ હતા, જે વખતે પલટાતા જગતમાં સ્થિર રહે અને રાખે તેવા ઇશ્વરી આધારને દુનિયા જંખતી હતી અને જે વખતે સામાજિક, ધાર્મિક અને નૈતિક પુનઃટના કરી શક્તિ કેળવવાની જરૂર હતી તે વખતે સમાજના સૂત્રધારા, ધના સંચાલકો અને ન્યાયનીતિવિશારદા પેાતાના વાડામાંથી બહાર ન નીકળ્યા તેમજ પોતાની જુની જીવનરીતિને નવી દૃષ્ટિએ વિચાર પણ ન કર્યાં, પણ ભાન ભૂલી કરના ખૂણે ભરાઇ ભેઠા. ત્યારે આકળી થયેલી પ્રજાએ પેાતાનુ” સ્થાન ટકાવવા ધમ કરતાં અર્થને અને ખીજા પ્રશ્નો કરતાં રાષ્ટ્રને વધુ યોગ્ય માન્યા. દેશના પ્રશ્નના નિરાકરણ સાથે બીજા પ્રશ્નો આપોઆપ ઉકેલાઇ જશે એમ પ્રજાને લાગ્યું. પૂ. મહાત્માજીના હિન્દમાં પુનરાગમને તે રાષ્ટ્રીય પ્રશ્નને દેશના ખૂણે ખૂણામાં પંહોંચાડી દીધો. સમાજના બીજા બધા પ્રશ્નો તેમાં સમાઇ ગયા. આ કારણેજ હવે માણસનું માનસ નરી ધાર્મિક ક્રિયાકાંડી પ્રવૃત્તિ તરફ્ નથી વળતુ. એક દિવસે ધનાદ પ્રજાના પ્રાણ હતા. આજે રાષ્ટ્રવાદ એક મહાન પ્રશ્ન, ધ` કે જીવન સમસ્યા પ્રજા માટે થઇ પડી છે; અને જેમ ક્રિશ્ચિયાનીટી કે જે ખરી રીતે તે યાહુદી રાષ્ટ્રની ઉત્થાનનીજ પ્રવૃત્તિ હતી, પરદેશી પાસેથી માતૃભૂમિના વિમોચનનીજ ચળવળ હતી, તેમાં માત્ર યાહુદી કામની અસ્મિતા ાગૃત કરવાની પ્રેરણા હતી, પણ જેમ તેના નેતાની સરળતા, સારિત્ર અને માનવ પ્રેમે તે ચળવળમાંથી એક નવા ધમ ઉભા કરી નાંખ્યા. તેમ આજની આપણી રાષ્ટ્રીય ચળવળમાંથી, ચળવળની ગાંધીવાદની પતિમાંથી, આપણા મહાન નેતાની મહત્તામાંથી કદાપિ જાતે કાળે એક નવા જ માનવધમ ઉભા થઇ જાય તે નવાઇ નથી. પણ ત્યાં સુધી તે નવી પ્રજામાંથી જુની શ્રદ્દા અને જીતી ધર્મપ્રીતિ ગયાં તે ગયાં જ ! આજે વર્ષોના અનુભવ પછી લાગે છે કે જો ધમ, વન અને રાષ્ટ્રને એક બીનના પ્રેરક માન્યા હેાત અને ધર્માચાર્યોએ તે જાતની ભાવના પાષી ધમ, સમાજ અને રાષ્ટ્રીય વિકાસ માટે કોઇ સામાન્ય ભૂમિકા તૈયાર કરી હેત તે જેમ આજે રાષ્ટ્રીયતત્ત્વમાં ધામિ કતત્ત્વ તદ્દન દાઇને તા. ૧૫-૬-૪૪ વિસરાઇ ગયું છે. તેવી ધવિમુખતાની કપરી સ્થિતિ ન આવત, પણ ક' ખીજી જ સુંદર સ્થિતિ હેત ! અને રાષ્ટ્રત્ત્વ જેમ આજે ધન દારવે છે. તેમ ધમ રાષ્ટ્રને દોરતા હોત !– માત્ર નવી પ્રજામાં જ આ જાતને પલટા આવ્યો છે એમ તે નથી, પણ સામાન્યપણે માણસ વિશેષ ધથી ધીમેધીમે દૂર થતે જાય છે. આનો અર્થ એમ નથી કરી લેવાને કે તે ધમ વગરના થઈ ગયા છે! જરૂર તે ક્રિયાકાંડ અને નિયમીત કરવામાં આવતી ક્રિયાઓ કરતા કાંતા અટકી ગયા છે. અગર તે કમતી કરતૅ થયા છે અને માત્ર એળખ પૂરતા જ અમુક વિશેષ ધ અનુયાયી રહ્યો છે. બાકી તે તેમાં તેની શ્રદ્દા નથી રહી એમ તે સ્પષ્ટ દેખાય છે! હાઈસ્કુલમાં આવ્યા પછી જોયુ કે લગભગ ઘણાખરા વિધાર્થીઓની સમજ્યું કે અણુસમજ્યું પણ નિત્ય થતી ક્રિયા અટકી ગઈ હતી. શાળામાં નીતિ અને ધાર્મિક શિક્ષણ ફરજિયાત આપતું હતું: મર્ડ‘ગના વડા વારવાર મુનિ મહારાજો પાસે લઈ જતા હતા. તહેવારો આવના હતા છતાં પુછ્યુ. ધીમે ધીમે ધ પ્રીતિ પરવારતી ગ‚ દુ:ખપૂર્વક કહેવુ પડે છે કે આજે આટલા વર્ષે પણ તે પ્રીતિ પ્રમાણીકપણે કહુ તો પાછી નથી આવતી ! કઇ કઇ વખતે વ્યગ્ર મનને શાન્ત કરવા કે માનસિક આશ્વાસન મેળવવા પૂરાણી ધર્મપ્રીતિ જીવનમાં જગવવા પ્રયત્ન કરૂ' હું પણ વરવાર મન ડગી જાય છે અને દીલમાં ઘેર અધકાર દેખાય છે ! હૅલ્લા ત્રણ દાયકામાં પ્રજાનું સામાન્ય વાતાવરણુ આવુ રહ્યું. કાઇ કાઇ વખતે વાણી પ્રવાહ અને સાધુની પ્રતિભા થોડીક અસર જન્માવતી પણ તે અલ્પજીવી જ રહેતી. આ રીતે જ આપણી પ્રીતિ ધરી. આ રીતે જ આપણી જનસંખ્યા દિન પ્રતિદિન ઘટતી ચાલી. અને આ રીતે જ આપણી સાધુસંખ્યા ક્ષીણ થતી ગઇ! સસારી થને કાં ધમ નથી થતાં કે બાવા બનવુ′ પડે! ઘર આગળ કયાં ધમ નથી થતો કે ધર્મસ્થાનકમાં જવું જ પડે ! સ’સાર વ્યવહારમાં સરળતા, નીતિ અને દયા રાખીએ તા તેથી કયાં ધમ નથી થતા કે વળી મીત્તે કોઇ ધર્મ ધારવે પડે !” આવી માન્યતા પ્રજામાં પેઠી. આપણા ધર્મપ્રેરક તહેવારાની ઝળક ઝાંખી થઇ ગઇ અને સાથે જ તે માટેની તાલાવેલી તુટી ગઇ અને આપણા સ - એમાં કઇ શુક્રવાર વળે તેવું કે છાપ પડે તેવુ જ્ઞાન, પ્રતિભા, એજસ કે તાલાવેલી ન દીઠી, તેનામાં દી દ્રષ્ટિ ન દીઠી કે ન દીઠી નવીનતા કે વિશાળતા. જ્યારે રાષ્ટ્રિય સેવકોને ભીષણ ભાગ આપતા દીઠા. તેથી દુશ્મનને ડારતા દીઠા. પ્રેમથી પ્રજાને દારતા દીઠા. પડેલાના ભેરૂ થઈ ટેકો આપતા દીઠા. અને દીા પૂર્વજોના પાપનુ પ્રાયશ્ચિત કરતા અને રાષ્ટ્રની ખાતર વધસ્થંભ પર માથું મૂકતાં. એટલે પ્રજા તે તરફ્ આકર્ષી.. આ સ્થિતિ હજુ ચાલુ છે. બહુ મોડુ થઇ ગયા પછી પણ થોડાક ધગુરૂએ જાગ્યા. તેઓએ આ ધર્માં વિમુખતાની સ્થિતિ સુધારવાના પ્રયાસે। પણ કર્યાં. ધમ પરિષદ મળી. ધર્માંચાર્યાં એકા થયા. તેમાં દિનચર્ચામાં ક્રિયાકાંડમાં ફેરફાર કરવાની, શાસ્ત્રોના અર્થાના નિષ્ણુય કરવાની, તિથિ નિણૅયાની કે ચેતન અચેતનની સામાન્ય વાતા સિવાય સાચુ· જીવન ઉભું કરવાની, જગતભરમાં શાન્તિ, અભય અને પ્રેમનું સામ્રાજ્ય ક્રમ સ્થપાય તેવી સાધુતાને કે મ તે શાભતી રૂડી વિચારણા ન થઇઃ--અને વધું કષ્ટ અને ત્યાં તે। કાંતા ગાદી માટે તેવા ખીજા હકકના પ્રશ્નો પર પરિષદે અને ચર્ચાએ થંભી ગયાઃ–અને થોડાક સજાગ ( અનુસધાન પૃષ્ઠ ૩૪ નુએ)
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy