________________
તા. ૧-૬-૪૪
પ્રબુદ્ધ જૈન
ગાંધીયુગનુ
ગારીશ કર
(ગીશ કર એ હિમાલયનુ' 'ચામાં 'ચુ' શિખર છે. નીચેના લેખ શ્રી દક રચિત ‘પ્રેમ અને પૂત્ન'ની સ્વામી આનંદ અતીત અને અવલેાકન એ મથાળાથી લખેલી પ્રસ્તાવનામાંથી ઉધ્ધત કરવામાં આવ્યા છે. વામી આનંદ ગાંધીજી સાથે વર્ષોથી જેડાયેલા એક જાણીતા કાર્યકર્તા છે અને રાષ્ટ્રની આઝાદીની લડત સાથેના તેમને સબંધ તેથી પણ ઘણા જુના છે. પ્રસ્તુત લેખમાં વર્ષોંથી ચાલી રહેલ આઝાદી જંગને ગાંધીજીએ તે નવુ વળણું આપ્યું અને રાયજ્ઞમાં પાતાની જાતને ઝંપલાવતા નવયુવાન કાર્યકર્તાઓને જે નવું માર્ગદર્શન આપ્યું. તેનું ચાટ નિરૂપણ કરવામાં આવ્યુ છે અને એ રીતે ગાંધીયુગના જે માટામાં મોટા ફાળે છે તેના સ્વામી આનંદે પાતાની લાક્ષણિક શૈલિથી સરસ ખ્યાલ આપ્યો છે. ધાન’૬)
૧૯૨૦-૨૧ ની ચળવળ વેળાએ ગૂજરાત-કાયિાવાડને આ યુવકવર્ગ હજી ઉગતા હતા. ૩૬ ની લડત વેળાએ એણે વિશેષ સમજ વગર નર્યાં પુરૂષાથ-પરાક્રમના ખેંચાણના માર્યો, તેમજ ગાંધીજીના વિભૂતિમવથી અંજાને કાવ્યુ હતું. લાલપીળા ભૌગોલિક ભેદોને એ એળખતા નહાતા. પ્રાંતિક સકી તાની એમને સૂગ હતી. ભારતવર્ષ એમની આગળ એક અખંડ અવિભાજ્ય માતૃમૂર્તિ હતું. એની આઝાદીની ઝંખના એમના શ્વાસેાચ્છવાસ હતો. મંત્રમુગ્ધની જેમ જ્યાંથી હાકલ પડે ત્યાં ઉડીને જઇ પડવુ એટલી એક જ ઍમને ગમ હતી. સાધનમાની સમજ એમને એ કાળે ખાસ નહાતી. એની એમને વિશેષ કશી પડી પણ નહાતી. ક્રાંતિ કૂચ કરી રહી છે, આપણે એના મશાલચીએ છીએ, ગાંધીજીના સૈનિકા છીએ, એટલી જ એક ભાવનાથી તે તરભેળ હતા. બંગાળ પંજાબ અને દખ્ખણના પુરાગામી ક્રાંતિકનાં ચરિત્રા તથા સાહસકથાની પારાયણ કરતા. તેમનાં વીરકર્માંતી ગાથાએ ભણવા અને ગાવા ગુંથવા પાછળ, તેમને લગતી ગમ્યઅગમ્ય મળે તેટલી માહિતી એકઠી કરવા પાછળ, તેમનાં જીવનની મળેલી કે કલ્પેલી અનેક ઝીણી મોટી વિગતાથી ભરેલાં તેમનાં કલ્પનાચિત્રો દોરીને કે અતિરત કરીને તેમને પોતાની માનસપૂજાનાં આરાધ્ય બનાવવા પાછળ, તે મસ્ત હતા. આવી આવી સાધનામાં અને સ્વપ્નસૃષ્ટિમાં રંગાઇ ાળાઇને જે ઝુવાનાએ પોતાનું ખમીર પકવ્યું તેમણે '૩૨ની લડત વીત્યા બાદ પોતાના પુરૂષાને સારૂં નવાં ક્ષેત્ર શોધવા માંડયાં. એમના સાથીદારોમાં જે કેટલાક હંગામી હતા તે તે • આંદોલનની મેસમ વીત્યે શહેરમાં, નાનાં મેટાં વેપારવણુજનાં કે નોકરીઓનાં ક્ષેત્રોમાં એખટકે પેઠા ને થાળે પડી ગયા. એવા કેટલાકે પોતાની ત્યાગ—કુરબાનીની ટુકી કારકીર્દી વટાવી પણ ખરી. પશુ જે બત્રોસા હતા તેમન વન જોડે એવી કશી હીણી માંડવાળ કરવાની કલ્પના બે એમ નહેતુ. જીવન તેમને મન એક અખંડ આજીવન સાધનારૂપે અંકાઇ ચૂકયું હતું. ખાનગી આયુષ્યનો ખ્યાલ એમને સ્પર્શી શકયા નહિ.
એટલે એમણે તેા સેવાક્ષેત્રાજ શેાધ્યાં. પોતે એક અદમ્યઆદશ વાદને વરેલા છતાં એની સાધનાના ધારી માગ તરીકે તેમણે સ્વેચ્છાપૂર્વોક અદના ગ્રામ્યસેવકના દરો સ્વીકાર્યો; ને કયાંક ગામડાંનાં ગદાગેબરાં બાળકોને ધોઇ નવડાવી ખેલવનારા અને વાર્તા કહેનારા પરંતુષ્ટો તરીકે, તે કયાંક સાઇસેવક તરીકે, કયાંક ખાદીકેન્દ્રોમાં, તે કયાંક હરિજનવાસમાં, કયાંક દુબળા-ધારાળા વચ્ચે તે કયાંક કિસાન-મજૂરાના સેવકને નાતે, જ્યાં અને ત્યાં, ભાંગ્યાના ભેરૂ તરીકે, અન્યાય અને આતંક હેઠળ ભીંસાતી કચડાતી રાંક જનતાના આલંબન-આધાસન તરીકે, ગામડે ગામડે પોતાને રેપીને સુખનાં જીવતર એેમણે સાંધાં કરી મૂકયાં.
*
*
***
૨૩
'૩૩ પછીનાં ૫-૭ વર્ષ ગાંધીજીના લડાયક, પ્રવક તેમજ રચનાત્મક કાર્યક્રમેાથી લદબદ હતાં. હરિજનને હિંદુથી વેગળા કરવાના રાજ્યકર્તાએેમના ફૂડા કાવતરા સામે પેાતાની
જિંદગીને હેડમાં મૂકીને સલ્તનત સામે જે શાંત વિજય ગાંધીજીએ તાજો મેળવ્યો હતો તેણે એમની અહિંસક પ્રતિકારપ્રણાલિની શક્તિનું નવું દર્શન યુવાને કરાવ્યું હતું. વળી ગુજરાત-કાઠિયાવાડને યુવકવગ હવે તો ગળા સુધી ક્રાંતિકર માનસવાળું, છતાં જે નવી હવામાં એ ઉછર્યો તેમાં જૂની ક્રાંતિકારી પરંપરાના વ્યક્તિગત હત્યા, રક્તપાત, ધાડ-ડકૈટી, અગર તે। નૂહ, ગુપ્ત પાયત્ર, દાવપેચ, ઇ. તેમને માન્ય નહાતાં ચાહે તેવા ઉચ્ચ આશયથી એને આશ્રય લેવાયા હોય તો પણ એ વસ્તુઓ નિબંધ છે, નૈતિક મૂલ્યાની એવી શિથિલતા ચારિત્ર્યની દૃષ્ટિએ લપસણી છે, અને તેથી તે બધી પરિણામે માણસન તેજોવધ કરનારી, તેના પૌરુષને હણનારી અને ગાણુસાઇના તંતુને કમજોર કરનારી છે-એ માન્યતા એમને હસી ગઇ હતી. વળી ક્રાંતિકનાં ચરિત્રા, ઉધમો, જગત અને નિષ્ફળતાની કથાએની તેમણે પરાયણા કરી હતી તેમાંથી પણ એવી માન્યતાને દૃઢ કરનારી સામગ્રી તેમને મળી ગઇ હતી.
આમ આ નવા વર્ગના પુરુષ અને ક્રાંતિવાદનો પ્રત્યક્ષ અનુસરણીય આદર્શ તે સત્ય તથા સાધનશુદ્ધિના ભારાભાર આગ્રહી એવા ગાંધી∞ જ રહ્યા. એવા આગ્રહથી તેમજ ક્રાંતિકરા પ્રત્યેની અપરંપાર માયામમતાથી ઉભરાતો ગાંધીજીના અવિરત ક`યોગ' ૩૩ પછીનાં વર્ષો દરમ્યાન અખંડ ગતિએ ચાલી રહ્યો હતા. સત્ર જમાતા અને કામેના ક્રાંતિકરા પ્રત્યેની ગાંધીજીની અટલ આશા, એ બધા જોડે એમની બિરાદરી અને બેબધી, પોતાની ભૂમિકાપર અટલ રહીને તેમને દૂકું અને સાથ આપવાની અગર તે પોતાના સાધનમાગ તેમને સમજાવવાની ગાંધીજીની હરહમેશ ઈંતેજારી, તેમનાં દુ:ખે દુ:ખી અને સુખે સુખી થવા સારૂં ચાહે તે હદ સુધી અંગત ભાગ આપવાની અથવા તે હજાર કામ પડ્યાં મેલીને તેમના કાય · પાછળ બેસી જવાની તે પોતાનુ તમાબ નૈતિક વજન ખરી નાંખવાની એમની તૈયારી, આ બધું છેક આંદામાનના ઉપવાસી ક્રાંતિકરે સુધી પહોંચી ગયુ' ને દેશ બધામાં ફેલાયું, તે આજ કાળમાં.
આમ ક્રાંતિકારાની આલમમાં સુદ્ધાં ગાંધીજીના સાધનભાગ પ્રત્યે ઉપહાસ આથમી, તેની જગા જાણ્યેઅજાણ્યે આદર અને કાહાએ લેવા માંડી હતી. ઉપવાસી આંદામાનવાસી રાજદ્વારીઓ સારૂ તેમજ સમસ્ત બંગાળના નજરકેદીઓને સાર્ ગાંધીજીએ મધ્યસ્થી કરી અને બીનકૉંગ્રેસવિધી મંત્રીમંડળવાળી સરકાર પાસેથી પણ પોતાની અજબ સમજાવટકિત તથા અજાતશત્રુત્વને જોરે લગભગ આખા ક્રાંતિકર વના એમણે છૂટકારો મેળળ્યે, પૃથ્વીસિંગ જેવા પણ છતા ધને સ્વેચ્છાએ જેલ ગયા ને છૂટયા.
આ બધી ઘટનાઓની અસર પેલા સફાઇ, શિક્ષણ અને સંગઠનના કાર્યક્રમો લઈને ગામોગામ મેસી ગયેલા સેવાપર થયા વગર રહે એ અશક્ય હતું. તેમના પુરૂષાને અને તેમના ક્રાંતિવાદને ચેકસ દિશા મળી ગ. આરંભે સાધનની શુદ્ધતાં વિષે નિરાગ્રહી એવા આ સેવકા આમ ગાંધીજીનાં નૈતિક મૂલ્યાંકા અને આગ્રહોને સમજતાં તેમજ અપનાવતાં શીખીને (અનુસંધાન પૃષ્ટ ૨૬ જુઓ)