SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ *૨ संचस्स आणाए उबहिए मेहावी मारं तति । સત્યની અણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. જીન ૧ પ્રબુદ્ધ જેન सत्यपूत वदेद्वाचम् પ્રબુદ્ધ જૈન ૧૯૪૪ અધ:પતનની પરાકાષ્ટા શ્રી કસ્તુરબા સ્મારક કંડની યોજના અને ઉદ્દેશ એટલા ૨૫ છે અને એ યોજનાના મુખ્ય સંચાલકોની પ્રતિષ્ટા અને પ્રમાણીકતા એટલી ઉજ્જળ અને ઉચ્ચ કોટિની છે કે તે વિષે કોઈના દિલમાં કશી પણ આશંકા કે તર્કવિર્તકને સ્થાન જ ડ્રાઇ ન શકે એમ છતાં પણ થેડા સમય પહેલાં લંડનમાં નીકળતા ટાઇમ્સ' પત્રના દીલ્હીના ખબરપત્રીએ કસ્તુરબા સ્મારક કુંડ એક પ્રકારના છક્કા છે અને તેની પાછળ તા કોંગ્રેસી પ્રવૃત્તિ તે જ વેગ આપવાના આશય છે. એવા એક ગપગોળા ઉડાવ્યા અને એ રીતે કસ્તુરબા સ્મારક કુંડના કાર્યને ફટકા મારવાની હીલચાલ શરૂ કરી, તે વખતે આપણે માન્યું કે હિંદુસ્થાન, કોંગ્રેસ, ગાંધીજી અને દેશની એક યા મીજા પ્રકારની પ્રવૃત્તિને વિકૃત કાશ્માં રજી કરવી એ પરદેશી પત્રકારો આજે ધંધો થઇ પડયા છે અને એવે ગંદો પ્રચાર ખાસ કરીને ઇંગ્લાંડ તેમજ અમેરિકામાં ખુબ જ ચાલી રહેલા છે. તેથી ઉપરના ખળપત્રીએ મોકલેલા સમાચારથી આશ્રય પામવાને કે તે વિષે ખાસ દુઃખ ચિન્તવવાને કશું જ કારણ નથી, પણું આવે જ હુમલો જ્યારે દેશની એક આગેવાન ગણાતી વ્યકિત તરફથી કરવામાં આવે છે ત્યારે આપણને ભારે આશ્રર્યાં તેમજ આધાત થયા વિના રહેતા નથી. થોડા જ દિવસે પહેલાં હિંદુ મહાસભાના પ્રમુખ શ્રી વિનાયક દામેદર સાવરકરે એક તવા બહાર પાડયા છે અને તેમાં શ્રી કસ્તુરબા સ્મારક કુંડ કોંગ્રેસી ક્રૂડ જ છે એમ જાહેર કરીને તેમાં કશુ પશુ નહિ ભરવા હિંદુ જનતાને આદેશ કર્યો છે. તે વિશેપમાં જણાવે છે કે “ કસ્તુરબા સ્મારક કુંડ ભરવું એટલે હિંદુ જનતામાં રહેલા એક એવા વર્ગને મદદ કરવા અને મજબુત બનાવવા ખરેખર છે કે જેની નેમ અને પ્રતિજ્ઞા હિંદુ સગર્ટૂનને નાશ કરવાની છે અને હિંદુઓના નામથી જ હિંદુએસના હક્કોને જતા કરવાની છે.'' તેએ વિશેષમાં જણાવે છે કે “કસ્તુરબા સ્મારક ક્રુડ જે હિંદી સ્ત્રીઓએ દેશની ખાતર પેાતાનુ બલિદાન આપ્યુ છે તેમનું સન્માન કરવા અને મદદરૂપ થવા માટે નથી. કોંગ્રેસે આવી સ્ત્રીઓના ધણી અને ભાઇ ભાંડુઓને ધુતકારી નાંખ્યા છે અને આવી સ્ત્રીઓની જરા સરખી કદર કરવાની પરવા પણ કરી નથી.” શ્રી વિનાયક સાવરકરની કયાં ઉજ્જવળ અને રેશમાંચપ્રેરક ભૂતકાળ અને કયાં આજ તેમની કેવળ કામીવાદી અને કૉંગ્રેસ વિરેધી મનોદશા. અને આવી સ્થિતિ તે જનાબ્ ઝીણાની પણ છે, પણ તે પણ આ હદે ગયેલ નથી. આવી પ્રશસ્ય અને સ્ત્રી નૃતિની કેળવણી અને ઉદ્ધાર અર્થે યોજાયેલી પ્રવૃત્તિના અને તે પણ જેના વિષે આખા દેશ ગૌરવ અને અભિમાન લઇ રહેલ છે. અને જેણે અખંડ આત્મબલિદાનથી અને અપૂર્વ પતિપરાયણતાથી પૂર્વકાળની મહાસતીઓનુ આ યુગમાં આપણને દર્શન કરાવ્યું છે એવા કસ્તૂરબાના સ્મરણાર્થે યોજાયેલી હીલચાલને આવી રીતે વિરાધ કરીને શ્રી. સાવરકર તા. ૧-૬-૪૪ ઝીણા મીયાને પણ વટાવી ગયા છે. તેમણે આવુ વળણુ દાખવીને સામાન્ય સભ્યતા અને ખેલદીલીનુ તેા ઉલ્લંધન કર્યુ છે. એટલુજ નહિ પણ જે હિંદુ જનતાના હકકોની જાળવણીનો જાણે કે પેાતાને હસ્તક જ ઇજારા હ્રાય એમ પોતે માની રહ્યાં છે તે હિંદુ જનતાને જ તેમણે પોતાના આ વિચિત્ર કૃતવાથી ભારે હિણપત પહાંચાડી છે. કેવળ કામીવાદ માણસને ક કક્ષાએ ધરાડી જાય છે તેનુ આ દિશાસૂચક દૃષ્ટાન્ત છે. શ્રી સાવરકરની ચેતવણીથી કસ્તુરબા કુંડને જરા પણ ચ આવવાની નથી. કસ્તુરબાને દેશના હૃદયમાં જે સ્થાન મળેલું છે. તે કાઇથી ટાળ્યુ... ટળે તેમ નથી અને તેના સ્મરણ અર્થે ઉધરાવાતા ફાળામાં સૌ કાઇ ફુલ નહિ તે ઝુલર્ન પાંખડી આપવાના જ છે. પણ આવા પ્રસંગે આપણા જ દેશની એક યા બીજી અગ્રગણ્ય વ્યકિત જે વિકૃત મનોદશા પ્રદર્શિત કરે છે તે ભારે દુઃખ અને ગ્લાનિ ઉપજાવે છે અને આપને એમ થઇ આવે છે કે આ દેશ એવે તે કે હીનભાગી છે કે જ્યાં ઝીષ્ના અને સાવરકર જેવા કપુતેની પરપરાને છેડે જ આવત નથી ! પાન દ શ્રી પાટણ જૈન મંડળ. વિદ્યાથી ઓને સ્કોલરશીપ તથા પુસ્તકની મદદ. શ્રી પાટણ જૈન મંડળે ચાલુ વર્ષે માટે પાટણના જૈન વિદ્યાર્થી આ તેમજ વિધાર્થીનીઓ કે જે મુબઇમાં, પાટણુમાં કે અન્ય સ્થળાએ ભણુતા હાય, તેગ્નેને સ્કુલ શ્રી તથા પુસ્તકોની મદદ આપવાનું નકકી કર્યુ છે. તથા જેઓ કાલેજમાં ભણતાં હેય તેને મેશ મુળ વગર વ્યાજે લેાન આપી મદદ કરવાનું નક્કી કર્યુ છે. માટે જે લાભ લેવા ઇચ્છના હૈય તેઓએ તરત જ નીચેના સરનામે અરજી કરવી, ૩/૭ ધનજી સ્ટ્રીટ, લી. (ડાયમંડ મરચંટ, બાબુભાઈ મણીલાલ ચાકસી એસેસીએશનના ઉપર) કેસરીચ'દ જેસીગલાલ મુંબઈ, ન”, ૩. માનદ્ મંત્રી. રેશન–રાહતની જેમને અપેક્ષા હેાય તેમના માટે મુંબઇના અગ્નિસંકટને અંગે સબની રાહત યેાજાના લાભ લેનારાઓમાંથી કેટલાક વતન તરફ ચાલી ગયા અને કેટલાકને આવી મદદની જરૂર ન રહી- કારણોને લીધે સંધની રાત યોજનાના લાખ લેનારામાની સખ્યામાં થે,ડા ઘટાડા થયા છે તો જે કોઈ જૈન કુટુંબને રેશન રાહતની અપેક્ષા હોય તેણે સંધની રાહત-સમિતિના સભ્યોને મળવુ અથવા સત્રના કાર્યોલયમાં ખબર કાઢવી, રાહતની યોગ્યતા ધરાવનાર કુટુંબોને દીવાળી સુધી પ૦ ટકા અને અસાધારણૢ કીસ્સામાં ૭૫ ટકા સુધી પણ્ ફેશન રાહત આપનારાં કાર્ડ કાઢી આપવામાં આવશે. મંત્રી, રાહત સમિતિ નર્સ થવા ઈચ્છનાર મહેનને શિષ્યવૃત્તિ મેએ. પ્રેાવીન્સીલ નર્સીંગ એસસીએસનના અભ્યાસક્રમ લાઈને નર્સ થવા ઇચ્છતી બહેનને દર માસે રૂા. ૨૦ ની શિષ્યવ્રુતિ આપવા માટે શ્રી. મણિલાલ મેકમચંદ શાહ તરકથી શ્રી. મુંબઇ જૈન યુવક સધને રૂા ૧૦૦૦ મળ્યા છે. જે બહેનને ઉપરના અભ્યાસક્રમ લઈને નર્સ થવાની ઇચ્છા હાય તેણે પાંતાની ઉમ્મર, આજ સુધીના અભ્યાસ તથા આર્થિક પરિસ્થિતિની વિગતે સાથે સંઘના મંત્રી ઉપર ૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ એ સરનામે તુરત અરજી મોકલવી, આવેલી અરજીએમાંથી સૌથી વધારે યોગ્યતા ધરાવતી બહેનને ઉપરની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy