SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૪૪ પ્રબુધ જૈન ૨૧ ચોમાસામાં પ્રતિક્રમણ કરતાં. આ અમારૂં ધાર્મિક જીવન, ધાર્મિક જ્ઞાન અને ધર્મભાવના ! આમાંથી જાણે અજાણ્ય સમજવાળી કે સમજ વગરની શ્રદ્ધા કે અંધશ્રદ્ધા જન્મતી, ટકતી અને જીવનને દોરતી. આ વખતની કેટલીએક છાપ તે હજુ પણ મન ઉપર જેમની તેમ પડેલી છે, જેણે ભૂતકાળમાં ઘણી વખત નબળાઈમાંથી ઉગાર્યો છે અને સન્માર્ગે દોર્યો છે અને હજુ પણ દોરશે એવી શ્રદ્ધા છે. તે સાથે કેટલીએક શ્રદ્ધાના કે ક્રિયાના કડવા ફળ આજે પણ હું ભોગવું છું અને દુ:ખ અનુભવું છું. આ અરસામાં જ ઝાડ ઉપર ન ચડવાની અને ઘુંટણ કરતાં વધુ ઊંડા પાણીમાં ન ઉતરવાની બાધા અમને ગુરૂએ આપેલી તેથી ઝાડ ઉપર ચડવાની અને તરવાની કળા હજીવનમાં ન આવડી તે આજ દિન સુધી નું જ ખાવડા, - જે વખતે જીવનમાં ખરી સમજનો પાયો નાંખવાના હતા ત્યારે બાળક બુધ્ધિ ગ્રહણ કરી શકે તેવા ધર્મના સિધ્ધાંતને બદલે મૃત ભાષાના પાઠ ગોખાવી માર્યો. જેના પરિણામે સાચી વસ્તુ સમજવાને બદલ ડાક શબ્દો જ કંઠસ્થ થયા. અને વધુ જ્ઞાન મેળવવાની વૃત્તિ ઉડી ગઈ. આ ખેટ આજ સુધી ચાલે છે અને આ પેટમાંથી જ ઉગતી પ્રજાની ધર્મવિમુખતા જન્મી લાગે છે. - સાધુઓ પોથી પાનામાંથી અને કથામક રાસાઓમાંથી અર્ધ સ્પષ્ટ અને અ* અસ્પષ્ટ જુની શૈલીમાં સવારે વાંચતાં. કથાવાર્તાઓ કહેતા, બાધાઓ આપતા. વૃદ્ધો, વિધવાઓ અને બાળકોને રોકાયેલા રાખતાં. પિતે થેડુ ધણું દેહકષ્ટ સેવતા, પણ તે કરતાં વધુ બતાવતા અને સાધુને માગ દેહ કષ્ટ, ખાંડાની ધાર ઉપર ચાલવા જે છે એમ ગણાવ્યા જ કરતાં અને વધુમાં વધુ સગવડતા માણતા! સાધુઓને મેટો ભાગ લગભગ પિતાના પંડની કે ગુરૂની સેવા કરવાથી વિશેષ કંઈ કરતે નહિ. ગુરૂ તે નામના રહેતા. કાનમાં મંત્ર કુંક એટલે તે ગુરૂ બની જતા અને તેના બદલામાં છે ત્યાં સુધી સેવા અને સન્માન પામ્યા કરતા અને તે પામવાને પિતાનો અધિકાર છે એમ માન્યા જ કરતા. ટોળાના ટોળામાંથી એકાદ જણ સવારે કે બપોરે એકાદ કલાક કંઈ પ્રવચન કરે પણ બાકીને આ સાધુ સમાજ પરજીવી બની જીવન વીતાવે અને રંક સમાજને નીચેની ખાય ! આ સીવાય બીજું કંઈ પણ તણે કરવા જેવું નહોતું ! ખાસ ભદ્રિકતા અને પિતાના વાડાની મેહ મમતા સીવાય બીજી કંઈ વિશેષ્ય શકિત કે જ્ઞાન મેટા ભાગે તેનામાં નથી દેખાતા. છેલ્લા દોઢ બે સૈકા થયાં સાધુજીવન તદ્દન નિષ્ક્રિય થયું છે. તેણે નથી તે કરી કંઈ પ્રગતિ પિતાના જ્ઞાનમાં, સાહિત્યમાં કે જગતને અહિંસાને સંદેશ સુણાવવાના કાર્યમાં. કે નથી કરી કંઈ સમાજની ઉપગી સેવા, પણ બનાવ્યા છે માનવીઓને મેંઢા અને તેજવીહીત સંસારીઓએ શ્રદ્ધાથી તેની બધી ત્રુટીઓ નીભાવી લીધી પણ વધુ તે બુરું એ થયું કે આ જાતની અંધશ્રદ્ધા, સાધુભકિત કે સાંપ્રદાયિક ભકિતને પ્રજાએ કે સાધુઓએ આધ્યાત્મિકતા, કે ભકિત ધાર્મિકતાના નામે ઓળખી ! * સાધુઓ સંસારીની સામાજિક સ્થિતિ જોતા હતા. ત્યાં ખૂબ કાર્ય કરવાની જરૂર જાણતા હતા છતાં પણ તેઓ સમાજની સમશ્યાઓને-સુધારણુએ ને–દેખીતી રીતે સ્પર્શ કરતાં નહિ. તે કરવામાં પાપ માનતા. છતાં પણ તેના ઘણા કલહે અને જેમાં કારગુભૂત બની રહેતા એટલે આ સાધુઓએ ધર્મ કરતાં પણ સંપ્રદાયન, ધાર્મિક જીવન કરતાં ક્રિયાકાંડને, શ્રદ્ધા કરતાં અંધતાને અને જ્ઞાન કરતા અજ્ઞાનને જીવતાં રાખ્યાં છે. જગત ઉપર સદીઓ થયાં જ્ઞાનના થર પર થર જામતા જાય છે, પ્રતિદિન તેમાં અનુભવ ઉમેરાતા જાય છે, અનેક નિગુઢ-પ્રશ્નોના ઉકેલ સહજમાં થાય તેટલી તિષ્ણુતા બુદ્ધિમાં આવી છે એટલે જરૂર કલ્પી શકાય કે જગત આગળ આવ્યું હશે. પણ અનુભવથી તેમ નથી દેખાતું: આનું કારણ શું? મધય યુગમાં પહેલી વિષમતા, જડતાં, સંકુચિતતા અને નવું વિચારવાની શકિતને અભાવ ! આજે આપણે સમાજ કે ધર્મના સુંદર તવેથી બહુ જ વિમુખ છીએ. આનું પરિણામ એ આવ્યું કે જ્યારે આપણો વ્યવહાર વધ્યો, જન સંપર્ક વચ્ચે, દેશનો વિસ્તાર વધે, તેના પ્રશ્નો વધ્યા અને નવી પ્રજાની તુલનાત્મક બુદ્ધિ વધી ત્યારે કારમાં ઘર્ષણે ઉત્પન્ન થયાં. જેણે નવી શ્રદ્ધા તે ન જન્મવા દીધી પણ જુની અંધશ્રદ્ધાને પણ નાશ કર્યો. આજે આપણામાં નથી તે સાચી શ્રદ્ધા કે નથી અંધશ્રદ્ધા ! બનેથી ખૂબ દૂર છીએ અને આપણા સાધુ સમાજ પણ મોટે ભાગે નથી રહ્યો ખરો રાની, ઉપગી, ભાવિક કે પ્રેમાળ ! તે બને છે પાકે મેલો મુસદી. અને સંસારીઓના ભિન્ન ભિન્ન પક્ષોને અકાળી ખેલ ખેલનારે ખરો ખેલાડી ! છતાં પણ આ ધર્મવિમુખતા માટે દોષ દેવાય છે આજની કેળવણીને, યુવક માનસને, નવા વિચારને ! જ્યાં સુધી હાઇસ્કુલમાં ભણવા નહોતે ગમે ત્યાં સુધી ધર્મ અને સમાજ માટે, ક્રિયાકાંડ, ગુરૂભકિત, બાધા, આખડી અને તેના જેવા બીજા બાલીશ ખ્યાલ જ હતા. ધમ અને નિત્યના જીવનને, સમાજ, ધર્મ અને રાષ્ટ્રને અને માનવ માનવ વચ્ચે કંઈ વધુ નિકટને સબંધ છે અને અનેક માનવીઓને જોડનારી મધ્યસ્થ ભાવના ધર્મ અને સમાજમાંથી આવે છે તે ખ્યાલ પણ ન હતું. જ્ઞાતિ મહાજનને કંઇ વધુ ખ્યાલ તે નહોતો પણ તેઓ મને રાજા જેવી સત્તાવાળા ત્યારે તે લાગતા. તેઓ કોઈઈ વખતે મળત, ગરમાગરમ ચર્ચા કરતા, કોઈને દંડતા અને વપરાતા. સંવત્સરીના ભોજનમાં શાક કરવું કે નહિ તે માટે ચર્ચા પાછળ ખાસા ત્રણ કલાક બગાડતા-અને વિધવાની પુત્રીને, રંડીબાજ અને બાવણને ઘરમાં બેસાડનાર મુરતીયાથી ફારગતી આપવાની અને અઢી અઢી વર્ષ સુધી ખેર એ રાખી મુકવાના પ્રસંગે મેં જોયા છે. કોઈ કોઈ વખતે નાતની વાડીમાં સહભેજનમાં કે વડામાં જતાં ત્યારે થોડેક ખ્યાલ આવતો કે એક બીજા વચ્ચેનું કોઈ સામાન્ય તને આજે ભિન્ન ભિન્ન ઘરના, કુટુંબના કે સ્થિતિના માનવીઓને એકજ પંગતમાં બેસાડે છે અને વરડામાં ફેરવે છે. સાધુએ કે ધર્મમાં રહેલે સૌને સામાન્યભાવ આજે લોકોને એક સ્થાનમાં એકઠા કરે છે. તેથી વધુ કાઈ રાષ્ટ્રીયભાવ કે માનવતા જેવા ભાવે છે તે તે બહુ મોડું જાણ્યું. હાઈસ્કૂલમાં ગમે ત્યારે જાણ્યું કે જે ભાવ એક પંગતમાં બેસાડે છે, જે ભાવ એક વાડામાં ફેરવે છે, જે ભાવ એક સ્થાનમાં એકત્રીત કરી ધમાં પૂજા કરાવે છે તે જ ભાવ કોઈના છોકરા માટે ભણવાની સગવડતા પણ ઉભી કરે છે, પુસ્તકે મફત અપાવે છે અને બીજી રીતે મદદ કરે છે, આ ખ્યાલે મને ખરા સમાજને, સમાજના ઉપગ અને હેતુને અને સહધમાં પણ ખ્યાલ આપે. બીજી બાબતો તે ધીમે ધીમે જાણી. જેમ જેમ બીજાઓ સાથે પરિચય વધતો ગમે તેમ તેમ નવીન અનુકરણે અને અનુસરણે જીવનમાં પિસતા ગયા અને મૂળજીવનથી ખૂબ દૂર ખેંચતા ગયા. ઘરના એકજ જાતને ગુંગળાતા વાતાવરણથી દૂર થતા નવા વાતાવરણમાં આવ્યું. તેણે જીવનમાં નવા અને જુનાના મુકાબલા શરૂ કરાવ્યા, લા હાનીના આંકડા પૈસાડયા, ઉપગ અને નિરર્થકતાના ખ્યાલો જન્માવ્યા, ખરાખોટાની કલ્પના દાખલ કરાવી. વધુમાં એ પણ બતાવ્યું કે ધર્મ, જીવન અને રાષ્ટ્ર એક બીજાના પ્રેરક છે અને શુદ્ધ રાષ્ટ્રીય ભાવના વિશ્વ બન્ધત્વ, માનવતા પહેલાનું છેલ્લું પગથીયું છે. (અપૂર્ણ) ત્રજલાલ ધ, મેધાણી.
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy