________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૧૪૪
ગયા છે; કે તેને પેતાના સર્જના વિકસાવવાના કે ઉન્નત બનાવવાના કાઇ અવસર સાંપડતા નથી. કલાના યુરૉપીયન શિક્ષકોએ યુરોપના ધારણે હિન્દી વિદ્યાર્થી તે શિલ્પ અને ચિત્રકામ શીખવ્યા, અને એમને હિન્દુસ્તાનના મકાનોમાં ચિત્ર કરવાના કામમાં રોકયા. જાણે કે એ રીતે હિન્દુસ્તાનની લોકરૂચિને તે બહુ ઉન્નત કરી નાખતા હોય ! પશુ હિંદુસ્તાનની ઊંડી ધર્મસંસ્કૃતિ અને નૈતિક ભાવનાને તેકદી નહિ સમજ્યા હેવાથી એવા ચિત્રાના શું ફેજ થયા છે તે સમાવવું મુશ્કેલ નથી. દીલ્હીના સરકારી મહાલમાંનુ ચિત્રકામ હિન્દી જનતાતે શું સદેશે! આપી શકયું છે? અને છેલ્લામાં છેલ્લા મુંબઇના સિનેમાગૃહમાં કરેલા યુરોપીયન ચિત્રકામને પાદ હિન્દુસ્થાન માટે કયા પ્રકારનો છે તે સમજાવી શકશે ? છતાં તત્કાલપૂરતી તેની ખેલબાલા અને વાહવાહ કરતા પત્રકારોએ કલાનુ તેમાં શું નવું હાર્દ જોયુ છે તે આપણે પૂછવુ જોઇએ.
હિન્દુસ્તાન પાસે અનેક સૈકાએથી કલાકૃતિની એક મહાન કસેાટી ચાલી આવી છે અને તે છે કલાના સંસ્પારા જીવનનું ઉન્નતિકરણ, આત્માની રસસમાધિ, હૃદયની સંસ્કૃતિ, કષ્ટ કૃતિઓમાંથી તમને મળી રહી છે. એ જાણી શકે! એટલે એ કૃતિઓને તમારા જીવનની તમારી આરાધ્ય પ્રતિમા! બનાવા તમે જરાએ સકાચ માનતા નહિ. આજના યુરાપે તે આ બાબ તમાં હિન્દુસ્તાન પાસેથી શીખવવાને બદલે શીજવાનુ રહ્યું છે. યુરેાપની કલામાથી એમને નવે! સાહિત્યકલાયુગ આવ્યો ત્યારથી જ ભાવના અને સંસ્કૃતિનો નાશ થયા છે; પણ હિન્દમાં કયાંક કયાંક તેનાં થોડાં તત્વા મેાબૂદ છે. હિંદુસ્તાનની, કલામાં, સૌન્દર્યભાવના ઉપરાંત એક પ્રકારનું ધર્મબળ છે તે આજે કાઇ સમજતું નથી અને એને ઉપયોગ કરી જાણતું નથી. એ તત્ત્વને આજની કેળવણી, પુરાણ, સંસ્કૃતિ અને કલાનાં અભ્યાસને જુદાં પાડી જુદી દૃષ્ટિથી જુએ છે. દરેક દેશની કલાના પાયા એ દેશના ચારિત્ર્યંબળમાં નખાયેલા હાય છે. એટલે જ્યારે આપણે આજની બજાર્ કલા હિંદની સુપ્રસિધ્ધ શિલ્પસમૃદ્ધિ સાથે સરખાવીએ છીએ ત્યારે એમાં કર્યાંથી આ ભાવ અને દિવ્ય દૃષ્ટિ ઉતરી આવી તેનું આશ્રય માત્ર થાય છે. એ તે સાવ દેખીતું જ છે કે આપણે ગ્રીસ અથવા પ્રાચીન હિંદની સાથે સરખાવતાં આપણી આજની કેળવણી સાવ નમાલી છે, કારણ કે પ્લેટાના શબ્દોમાં કહીએ તે “જીવનને ઉન્નત કરનારા પૃથ્વીના સૌન્દર્ય સ્વરૂપોના પ્રયોગ આપણે સમજતા જ નથી. "Negle to use the beauties of Earth as Steps along which we mount upwards.” આજની કેળવણીથી અને આજની વ્યાપારખુધ્ધિમાં જન્મેલા હલકા આદર્શોથી ક્રગાળ બનેલા ભારતને ગુમાવેલી મનુષ્યજાતને પડેલી સૌન્દર્યુંપ્રતિષ્ઠાની ખેાટ કયારે પુરાશે! પેાતાના પાશ્ચિમાત્ય સસ્કારો અને ધારણાને વળગી રહીને કોઇપણ યુરેપીયન હિંદી સંસ્કૃતિ કે કલા સમજવાને દાવા કરે તે। તે મિથ્યા છે. હિંદી દૃષ્ટિ મેળવ્યા વિના હિંદી કલા ગ્રીસ રામના ઉતાર છે, છાયા કે પદ્યેા છે, એવું માનનારને શી રીતે સમજાય કે હિંદની સૌન્દયદૃષ્ટિ કાવ્ય, નાટક અને કલામાં સાવ અનેાખી છે અને જીવનના ગૂઢતમ રસાસ્વાદ અર્પનારી હાવાથી પશ્ચિમના કલાકારોને પણ અભ્યાસપાહરૂપ છે? ગુપ્તયુગની સાહિત્યસમૃધ્ધિ, ભરતનાટય, કથકલિ, મણિપુરી, કથકલી નૃત્યવૈવિધ્યના પડધે હિંદના વિરાટ શિલ્પે અને રૂપવિસ્તારમાં નથી શું?
મુગલ સમયના તહાલયા જોઇ આપણે. છક્ક થઇ એ છીએ. Àારાના પ્રચંડ શિલ્પ મુગ્ધ ભાવે તીરખીએ છીએ,
૧૫૧
તેનું ખંડેરપણું વીસારી તેમાં અહેાભાવ ધરીએ છીએ, છતાં દેશના બુદ્ધિમાના રાજ્ય અને શિક્ષાના તંત્રવાહકા તેની અસર વિસ્તારવાને શું કરે છે? મેકાલેના ચેલાએ ભલે માને કે હિંદી કલા માલ વગરની છે, પણ યુરોપીયન કલા કદી જ નહિ આપી શકે એવું આપનારી અમૂલ્ય પ્રતિભા હિંદીવાનાને ફાળે તે રહેશે જ. ભલે આજના મેકલેના વિદ્યાર્થીએ આ મહામૂલા વારસાથી વંચિત રહ્યા પણ હવે તેમની પ્રજા ન રહી જાય તે જ જોવાનું છે. આપણે તે હવે ઉગતી પ્રજાની તરફ્ જ આશાથી જોવાનું રહ્યું છે. તે પોતાના દેશની મહામૂલી કલાસપત્તિ આદર કરતાં શીખે, સાચા કલાકારને પિછાની સમાજમાં તેની પ્રતિષ્ઠા સ્વીકારે અને સ ંસારના વ્યવહાર–માત્રમાં કલાની સૌરભ અનુભવે, ત્યારે જ પ્લેટનું ઉપર્યુંકત વચન સાર્થક થાય. ખીજી તરફ કલાકારનો પરમ ધર્મ રહેશે કે તેણે પોતાની કલાકૃતિને જીવનને હીન કે અધમુખ કરનારા તત્ત્વોથી મુકત રાખી સમાજતે સજીવન અને ન પ્ફુલ્લતા આપે એવા સજ્જના કરી બતાવવા પડશે. એવા કલાસંસ્કારથી મી. એમસન કહે છે તેમ— "Function of Art is to give to pots and pans the grace of Romance.” વ્યવહારના રાચરચીલાં અને પદાર્થીમાં અદ્ભુત આકર્ષણ ઉત્પન્ન કરવુ એ કલાનુ પરમ કર્તવ્ય બનશે અને કલા પ્રત્યેક માણસના ધરમાં રાજરાણી થઇ તે મહાલશે, એટલે કે પ્રત્યેક મનુષ્યમાં રહેલે કલાવત આત્મા સચેત બની જીવનને અનેકવિધ દિશામાં તેજુસ્વી અને સસ્કારી
બનાવી શકશે.
ઘણાં કલાકારાના પાકાર છે કે, તેમની કદર થતી નથી. તેમનુ યોગ્ય મૂલ્યાંકન થતુ નથી, અને તેમના હક્કો કાઇ દબાવી પડયુ છે કે લૂટી જાય છે. તેમને આશ્વાસનરૂપે એટલું જ કહેવાનુ કે ભાઇ ! હિં'દમાં કળાનું ક્ષેત્ર તે બહુ બહેાળું પડયું છે પણ એ ક્ષેત્રમાં ઉભા રહેવાના પૂર્ણ અધિકાર મેળવવા જેટલુ આપણુ તપ થયું નથી; એટલે જ પાછળ પડીએ છીએ. રાજા રવિવર્મા પછી આજ સુધીના ઇતિહાસ તપાસે તે જણાશે કે આપણા રાજદરબારો અને રકારી સંસ્થાએ કલાની કૃતિઓ પાછળ અને તસવીરા પાછળ લખલૂટ ખર્ચ કર્યાં છે; પણ તેના લાભ યુરોપમાંથી આવેલા નિષ્ણાત ચિત્રકારોને જ સ્થાનિક રાજકર્તા અમલદારોની ચિઠ્ઠીથી મળ્યા છે. છતાં ય કાઠિયાવાડના એ બાહાશ તસવીરકારો એ તેમની હરીફાઇમાં ભાગ લઇ પોતાના ભાગ્યોદય કર્યાં હતા તે યાદ રાખવું જોઇએ. વઢવાણના પોટ્રેટ પેન્ટર શ્રી નાનાલાલ જાની અને રાજકોટના શ્રી હેટાલાલ તેજપાળના નામ મશરૂ છે. દિલગીરી એટલી જ કે પોટ્રેઇટ પેઈન્ટિંગ”ના ધીકતા ધંધામાં યુરોપીય કલાકારાની જોડમાં ઉભા રહેવા કાŪપણ તરૂણને યુરેાપની સંપૂર્ણ તાલીમ લેવાની તક મળી નથી. રાજ કેટમાં જ્યુબિલી મહેલમાં બ્રુકસની દરખારી તસવીર. જુઓ, ના. જામસાહેબના સંગ્રહ જુએ અને છેવટે અહીં વડાદરા રાહેરના મહેલો અને મ્યુઝિયમે જુએ, તે હિંદી કળા કાર કયા ખૂણે છે. તે શોધવું મુશ્કેલ પડશે; અને હવે તે યુદ્ધનિવૃત્ત થતાં યુરોપીયન, અમેરિકન કે ગમે તે મુલકના નિષ્ણાતા હિંદના સર રજવાડા અને શ્રીમત ગ્રાહકને હાથ કરવા આકાશપાતાળ એક કરશે. એક જર્મન આવીને કાશ્મીરથી કન્યાકુમારિ સુધીના રાજ્યમહેલના સુશાબને, ચિત્ર હાથ કરી શકયા હતા તે સુવિદિત છે. બજારની ખુલ્લી હરીફાઇમાં કામ · આપવાની શક્તિ આપણા કલાકારા કેળવી શકયા નહિ હાવાથી જ રાદણાં રાવાના રહે છે, જે પેાતાના ધંધાની તાલીમ અને શિસ્ત મેળવી કામની અરદાસ્ત કરી શકયા છે તેને વિજય મળ્યો છે.