SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ ન ૧૫૦ ક્રે' ભવ્ય કૃતિઓ પ્રજાસન્મુખ ધરી શકયા નથી. આ રીતે કલાતત્ત્વેના વિચાર અને તૂલ્યાંકન યુરાપને મૂલ્યે કરાવવા જતાં આપણે અપમાનિત અને શૂન્ય પ્રતિભાવાળા ગણાયા છીએ; બલ્કે તેથી ઊલટુ જ જે કાળમાં પરદેશનાં કાપ સાધના અને સહ યોગ મળતાં નહિ. તેવે સમયે ભારતે નિજસસ્કાર બળે જે ભાવના અને કલાશિલ્પની વિરલ સમૃદ્ધિ ઉપજાવી છે તેના આંક સુધી હજુ કાઇ પહેાંચી મઠયું નથી, એ શું સુચવે છે? કલાનિર્માણ માટે અને કલાની રસલહાણુ માટે આપણુને યુરોપના દેશો અને મા કાઇ પણ રીતે ખપમાં આવી શકે તેમ નથી. વેદો, ઉપનિષદો, રામાયણ અને મહાભારત કે પુરાણા, નાટક કે મહાકાવ્યો સર્જનારી પ્રતિભા હિન્દમાં જેટલી બહુ પ્રમાણમાં હતી તેટલી જ નૃત્ય, સંગીત, ચિત્ર અને સ્થાપત્યની અપ્રતિમ સુષ્ટિ ભારતની ભૂમિ પર પાંગરી રહી હતી, અને આજે તેના પુરાવા માગનાર માણસ મૂર્ખજ ગણાવા જોઇએ. આપ પૂછશે કે એ સૃષ્ટિના મત્રગુરૂને કર્યા શોધવા ? યુરેાપના પાઠ્યપુસ્તકો અને વાર્ષિક વિના અમારૂ શુ થાય ? અમે શુદ્ધ ભારતીય કલારસ શી રીતે પ્રાપ્ત કરી શકીએ ? તે મારો જવાબ એ જ છે કે આપ યુરોપ અને યુરોપીય સામગ્રી પરથી દૃષ્ટિ પાછી ખેંચી લે, અને આપના યંત્રસામગ્રીથી સુસજ્જ થયેલા દોડધામ અને ધમાલિયા નગર છેાડી ભારતની સાચી જનતા અને ભારતભૂમિની સુંદરતા જોવા બહારગામ નીકળે. તમા " હૃદય શુદ્ધ હશે, તમારી વિચારશકિત શુદ્ધ હશે, તમે સાચા હિંદીજન હશેા તેા તમને ભારતીય જનતાનુ જીવન, સુંદરતા અને કલાના કુમકુમ પગલે રંગાયેલુ દેખાશે, જ્યાં જુએ ત્યાં કોઈ ખેડૂત, તેા કોઇ મહિયારી, તેા કોઈ ધાસચારા લઇ જતી સ્ત્રી, તે કાઇ પાવા વગાડી આનંદ લેતા ભરવાડ છેકરા, કે વૃક્ષ હીંડેળે રમતાં બાળક સુંદરતાને ખાળે અચૂક જોવા મળશે. આવા અસંખ્ય ચિત્રો કોઇ ફૂટપટ્ટીથી અકાશે નહિ. આ ચિત્રો કાઇ તમને બતાવશે નહિ, પણ મને વારવાર પૂછવામાં આવે છે કે આ બધું શિક્ષણ કયાંથી તમે મેળવ્યું ? એ કાર્ય શિક્ષણથી નથી બનતું. ભૂમિપરને પ્રેમ અને દરેક વસ્તુ કે પ્રસંગમાં એતપ્રેત થઇ રસ લેવાની ઊમિ મને ચિત્રોની ભરતી લાવે છે. મારા ઘણાં વિદેશી મિત્રોએ પણ એવા જ ચિત્રોની પ્રશંસા કરી છે. મારી જનતા મને સમજે છે, મારૂ હૃદય ઓળખે છે. અને મને દરેક જગાએ કે કાપણુ પદ્મ ચિત્રો દેખાયા વિના રહેતા નથી. કલાની પ્રદીપ્તિ મનુષ્યને એવા સસ્કાર આપે છે કે એ દ્વારા જીવનના અનેક રસે અને ઉલ્લાસના એ સહેજે ભક્તા ' બની શકે છે, સંગીત કે નાટક કે સિલ્પ કે ચિત્ર એ બધી કલાને એક મહાન ચેાજનામય રાસ તેને દેખાય છે, અને તેથી પ્રત્યેકમાં રહેલા તાલ અને ડાલનને ઉન્માદ તે અનુભવે છે. તેનુ ચિત્ત સમાધિયોગને પામે છે અને તેથી જે કૈા વસ્તુ, ક્રિયા કે પ્રવૃત્તિને તે વિચાર કરે છે. ત્યાં એ જ ડાલન અને સ્પન્દનથી નવા સ્વરૂપો, નવા આકારા જન્માવવાની શક્તિ ઉત્પન્ન થાય છે. આ સમાધિયેગ એટલે પરમાત્માની સર્જનશક્તિ સાથે સહયોગ એક રીતે કહે તે કલાકાર એ પ્રમાત્માને દૂત બની, તેની સુષ્ટિને સવિશેષ ણુગારથી વિસ્તારવાને અધિકાર મેળવે છે; એટલે નિરાકાર દેવસ્વરૂપે ને તે પાષાણુ, લાકડા, કે ચિત્રપટપર સાકાર બનાવે છે, પદાર્થો પર, વસ્ત્રો પર ક કાગળ પર ખાલી જગ્યામાં તે રંગ અને રૂપની નવી ભરતી ઉતારે છે અને માનવીના તિહાસમાં અમર આનન્દ્રની લહરીએ મૂકતાં જાય છે. તા. ૧-૧-૪૪ આવતી કાલની ઉષાના રંગો કલાકારની કલ્પના જરગશે, અને તેના સદ્ગુણી જ જગતમાં પવિત્ર ર્ગેથી ર'ગાયેલું ભવ્ય સર્જનરૂપે રહેશે. આજના કલાકાર આવતી કાલના નવી પ્રેરણા અને કલ્પનાસામગ્રીના અનુભવે આપી સમાજસસ્કૃતિને સ્વત ંત્રતાની ટોચે રાખશે જ. પરંતુ તે પહેલાં એને એ અધિકાર મેળવવાને તેને શાં શાં તપ, શાં શાં મનેમન્થના અને કેવી કેવી કૌશલ્યપરાયણતાનેા સંચય કરવા પડશે તેના ક્રમ માત્ર માનસશાસ્ત્રના અભ્યાસીઓને જ સમજાશે. જીવનનાં અંગે ચર આદર્શો પ્રથમ જોવા મથનાર, તેનો અનુભવ આપનાર અને જન્મ આપનાર કળાકારની મનેવ્યથા પ્રસવ કરનાર સ્ત્રીના કરતાં પણ અનેક ગણી વિશેષ હાય છે, અને એવાને કાજે જો સસારમાં યોગ્ય સાધના, સગવડે અને ` અવસરે ના મળે, તે કાઇક જ તેમાંથી સહીસલામત પાર ઉતરી શકે છે. એવા દુર્ભાગી કલાકારના જીવનમાં કાં તે ભાવનાના ગર્ભપાત, કાં તેા માનસ વિભ્રમ, અથવા નિરાશાની કાળી ખીણમાં તેને જીવનભર નિષ્ફળતાના ડખા ભાગવતા રહેવુ પડે છે. સ'સારની એપરવાઇ, એકદર અને દરિદ્રતા, દુ:ખામાંથી કાઈ પાર નીકળ્યા તા તેને ઉલ્લાસ અને ઉત્સાહના જીવનસંદેશ આપનાર પયગમ્બરનું સ્થાન જરૂર મળે છે; પણ પ્રજા સમસ્તની ઊઁડી મનાવાંછનાએ બળ પૂરે, ત્યારે જ તેવા બડભાગી કળાકાર પ્રજાને સાંપડે, એવા પુરૂષની શોધ માટે પ્રત્યેક દેશના સંસ્કારી મડળે! આખી પ્રજા માટે કાષ્ઠ એવી યેાજના ધરાવે છે કે દેશના કાઇ પણ ખૂણે સર્જ નશકિતને અકુર દેખાય તે તેને ગ્રામ,જીલ્લા કે પ્રાંતના અધિકારી યાગ્ય પ્રકાશ અને ઉત્સાહ આપી પ્રજાના મુખ્ય કલાકેન્દ્ર સુધી પહોંચાડવાનાં પૂરતા સાધના અને સહાય આપ્યા કરે ? એ સાથે જોઇએ તે આપણા પ્રાન્તમાં કલાના યાત્રિકને માટે કેટલા આશ્રયસ્થાના કે અવલંબનનાં સાધન છે ? જર્મની, ફ્રાન્સમાં કે અમેરિકામાં ગામેગામની શાળાએ કલારસિકાના કુલ ઉછેરવાને, સાચવવાને, હરીક્ષ કરતી જણાય છે; અને પ્રજામંડળેા તેની કૃતિઓનો આદર કરવાને માટે રસ્પર્ધા કરી રહ્યા હોય છે. ગામેગામ મુખ્ય મહાલયા કલાકારો પાસે નગરને ઇતિહાસ કે ઉદ્યોગના ઇતિહાસ ચિતરાવે છે, મહાન સંસ્કૃતિકાર પાસેથી કથા આલેખાવે છે. કુદરત અને જીવસૃષ્ટિના અદ્ભુત દૃસ્યા શાળાઓ, ઇસ્પિતાલા, નગરભુવને, રેલવે કે કારખાનાઓમાં કલાકારને હાથે રજુ થાય છે અને લોકો તેમની આંખે દેખાયેલુ નવુ' સત્ય અને નવુ' સૌન્દર્ય જોતાં અને સમજતાં શીખે છે. હવે આપણી દશા જુએ!! છેલ્લા વર્ષોમાં પણ સર્જન શું? આપણી આંગળીને વેઢે ગણીએ તેટલા પણ હાલનાં શિલ્પ પ્રતિમા કે ચિર'જીવ ચિત્રાના નામ આપી શકશે ? કા એવું ભવન કે મંદિર બુધાયું છે કે જેની રાજપૂત કે મોગલ ભવન સાથે સરખામણી કરી શકીએ ? રાજા રવિવર્મા જેવા સમર્થ કલાકારના ચિત્રા વીસરાવા લાગ્યા છે અને ભીંતે પરથી અદૃશ્ય થાય છે તેા પછી દિવાળી કાના તંત્રીની કલમે ગર્જના કરતા ચિત્રાના હિંસાભ કાં રહ્યો ? એવા કેટલા ચિત્રો આપણને મળ્યા છે કે જેની વાતા. આપણે દશ વર્ષે કરીશું ? તે પછી સકાએથી કલાની કસોટી ઝીલી રહેલા અજન્તા, ક્લેરા અને હિન્દના અનેકાનેક શિલ્પસ્વરૂપોની હાડ કાણુ કરી શકે ? એનું કારણ શોધશે તે જણાશે કે જનસમુદાયમાં કલાની અભિરૂચી અને રસિકના પોષનારી અને રક્ષનારી સંસ્થાએ લાપ થયા છે; અને એવી સંસ્થાઅને અભાવે સાચા મૂલ્યાંકના કરનારા માણસની ખેટ પડી છે. એટલે જ કલાકાર કે કારીગર એક બજારૂ આદી માત્ર બની
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy