________________
તા. ૧૫-૫-૪૪
પ્રબુધ્ધ જૈન
બચુલી
( પંડિત જવાહરલાલનાં બહેન શ્રીમતી કૃષ્ણા હઠીસી ગે પાતાના આજ સુધીના જીવનનાં સારાં માઠાં અનેક સ’સ્મરણા રજુ કરતું 'With No. Regrets' એ નામનું પુસ્તક પ્રગટ કર્યું છે. આ પુરતકમાંથી સુવિખ્યાત નહેરૂ કુટુંબ અને પ'ડિત જવાહરલાલના જીવનને લગતી અનેક નવી હકીકત આપણો ભણવા મળે છે. વળી પુસ્તકની ભાષા બહુ જ સાદી, સરળ અને એમ છતાં પ્રસાદપૂર્ણ છે. એ પુસ્તકના એક પ્રકરણમાં ૧૯૩૦-૩૨ ની સત્યાગ્રહની લડત દરમિયાન પેાતાનાં ભાગે આવેલ જેલવાસના કેટલાં સ્મરણા આપવામાં આવ્યાં છે, તેની અંદર બચુલી' નામની-જન્મટીપ પામેલી-એક પ’દર વર્ષની બાળાના રોમાંચક કીસો છે જે આજની શિક્ષાપદ્ધતિને એક ઝુદા જ આકારમાં રજી કરે છે. તે વિભાગને નીચે અનુવાદ આપવામાં આવ્યેા છે.
પરમાન’૬)
બચુલી નામની છોકરી મને ખુબ ગમી ગઇ હતી.. એ ગેરી ભુરી આંખાવાળી ભરાવદાર છેકરી હતી. તેણે જાડાં વસ્ત્રો પહેરેલાં હતાં અને તેને દેખાવ પણ બહુ સ્વચ્છ નહાતા. એમ છતાં પણ એ સુંદર લાગતી હતી. મેં એને પહેલ વહેલી જેલની ગમગીન વાલા આગળ ગુંથવાનું શીખવાના પ્રયત્ન કરતી જોઇ, એની નાની વય અને નિર્દોષ દેખાવ જોઇ મને નવાઇ લાગી કે એ કયા કારણે જેલમાં આવી હશે ? આ જૅક બાળક સમી દેખાતી બાળાએ એવા તે કયા મહાન અપરાધ કર્યો હશે? જ્યારે હું એની પાસે ગઇ ત્યારે તે ઉત્તર હિન્દના પહાડામાં ગવાતા ગંભીર ગીતને ગણગણી રહી હતી. મેં એને પૂછ્યું, “તારૂં નામ શું ?” એણે મારી સામે શકાભરી નજરે જોયુ અને સભ્યતાથી પણ અચકાતાં સામે પ્રશ્ન કર્યાં, “તમે કાણુ છે અને અહિં કેવી રીતે આવ્યા છે ?” “હું પણ કંદી છું.” મે જવાબ આપ્યો, આ સાંભળી તેહસી પડી. ‘‘કયા કારણે’’ એણે ફરી પૂછ્યું. મે તેને કહ્યું કે “હું રાજદારી કંદી છું.' જો કે એણે માથુ હલાવ્યું છતાં, હું ધારૂ' છું કે એ આ અર્થ બરાબર સમજી નહાતી; ગમે તેમ પણ એને લાગ્યું કે હુ જેલની કાઇ સત્તાધારી વ્યકિત નથી અને તેની સાથે મિત્રભાવે વર્તવા માગુ છું, ત્યારે તેણે મને પેાતાનું નામ કહ્યું. મીઠા હાસ્ય સાથે એણે શરમાતાં મારી સામે જોયુ અને પછી નિશ્વાસ નાંખી તે પોતાનું કામ કરી શરૂ કરવા લાગી. “તું કયા ગુન્હા માટે અહિં આવી છે બચુલી ?” મેં પૂછ્યું. તેની એ ભાળી આંખાયે મારી આંખે સામે તાંકીને જોયુ અને એણે સરળપણે જવાબ આપ્યા “ખુન માટે.” “ખુન માટે ?” મે માન્યામાં ન આવતું હોય તેમ કહ્યુ. એણે પોતાનુ માથુ મક્કમતાથી હલાવ્યું. મારી આંખ અને કાન આ માનવા ભાગ્યેજ તૈયાર હતા. વીશ વર્ષની અંદરની આ બાળાએ કોઇનું ખૂન કર્યું... હાય એ માન્યામાં કેમ આવે? કઇંક ભૂલ હેવી જોઇએ. ચુંલી, તને શા માટે કાષ્ઠનુ ખુન કરવાની જરૂર પડી ?”મ પુછ્યુ... ‘‘તુ નાની છે. કદાચ તું શું કરે છે તેનુ ભાન તને નહિ હોય. કોઇ અકસ્માત બન્યો હશે !” એણે ધીમેથી પાતાનુ માથુ ઉચુ કર્યું અને ફરી મારી સામે જોયું. એની આખામાંથી હાસ્ય અદૃશ્ય થયું' અને તેનુ સ્થાન ભય અને ધૃણુાએ લીધું કે જેથી એના હુ ંમેશના સૌમ્ય દેખાવ કઠોર અન્યો.
એની હકીકત આ પ્રમાણે છે.—
“મેં મારા પતિનુ ખુન કર્યું.” એણે ધોમેથી કહ્યું. “એ મારી સાથે ઘણી ક્રૂરતાથી વર્તતા અને ઘણીવાર મને મારા અને પૂરી મૂકો. ઘરમાં પૂરતું ખાવાનું હોવા છતાં એ મને ભૂખે મારતા. મારા ભાગનું પેતે ખાઇ જતા યા ફેંકી દેતા. બને દુખી કરવાના નવા માર્ગો એ વાર ંવાર શેાધતા મે એને ખુશી કરવા ઘણા પ્રયત્નો કર્યાં. એ દેખાવડા હતા. હું અને પરણી ત્યારે ફક્ત ચૌદ વર્ષની હતી, મને એ ગમો અને મે દેવીદેવતાઓની સાક્ષીમે પ્રતિજ્ઞા કરી હતી કે હું એક સારી પત્ની થઈશ અને એની સેવા કરીશ અને તેને આજ્ઞાધીન બનીને રહીશ. કારણ કે મારી માએ મને આ શિખામણ આપી હતી.
૧
પણ અમારા લગ્ન પછી થોડા જ મહીનામાં એણે ક્રૂરતા બતાવવા માંડી. મને પોતાથી ખીતાં જોઇ એ ખુશી થવા લાગ્યા. એણે મને કહ્યું કે મને સતાપવામાં એને ગમત પડતી હતી. આથી હું ખુબ ભયભીત બની. લગભગ એક વર્ષ સુધી હું તેનુ ધાતકી વન સહેતી આવી. મારે પતિ મને મારા માબાપને ત્યાં પણ જવા દેતે 'નહિ. મેં એને મારા મા-બાપ પાસે જવા દેવા માટે વિનવ્યા. હું વધુ ને વધુ દુ:ખી થવા લાગી. હું એને ગમું તે માટે મેં પ્રયત્ન કર્યો; પણ કશાથી એ ખુશી થયા નહિ. એક દિવસ એણે મને એટલા માટે ઝુડી કે જે કાટ એને પહેરવા હતા તે મેં ધાયા નહાતા. મને માર્યાં પછી મને પીડાતી મૂકી એ બહાર જતો રહ્યો. થોડા કલાક પછી નવા કપડા પહેરી ગળાની આસપાસ લાલ રેશમી રૂમાલ વીટાળી એ પાછા ફર્યાં. હું કંઇંક કામ કરતી હોવાથી મેં એ પાછા ફર્યાં ત્યારે વળીને જોયું નહિ. એટલે એણે મને ખેલાવી. અહિં આવ મુખ્ય ’ એણે કહ્યું. “જો મારાં કપડાં ? હું આમાં સુંદર લાગું છું કે નહિ ?' મેં જવાબ આપ્યો નહિ. પણ મારા પોતાનાં વસ્ત્રો સામે જોયુ કે જે મેલાં અને કાટેલાં હતાં. “ખેલે છે કે નહિ ?”’-એણે બરાડે પાડયો. ધૃ તને મારા કપડાંની અદેખાઇ આવે છે ? હું તાણ શાંત રહી. એટલે એણે મારી નજીક આવી મારા મોં પર બે તમાચા માર્યાં. અને મારૂ કાંડુ મરડયુ. ‘મને છેડા.” મે ચીસ પાડી. “નહિ. તેા એક દિવસ હું તમને મારી નાંખીશ. હું શા માટે તમારાં કપડાંના વખાણુ રૂ. જ્યારે તમે આખા દિવસ ખાવ છે। અંતે બને ભૂખે મારા છે. શા માટે...... અને હું આ પુરૂં કરૂ અને ખીજુ કંઇ કહું તે પહેલાં એણે લાકડી લઇ મને ગાળે આપતાં મારવા માંડી. ત્યાં સુધી મારી કે છેવટે હું લગભગ મૅભાન અની ગઇ. પછી મને એક બાજુએ ફેંકી દીધી. હવે મને નારી શકે તે માર.” એમ કહી એણે પાતાની લાકડી દૂર ફેંકી દીધી અને શાંતિથી સુતા અને થોડીવારમાં ઉંધી ગયો. થોડા કલાક પસાર થયા બાદ મેં હાલવાની 'કાશીષ કરી. પશુ, મારૂ’ આખુ શરીર દુ:ખતુ હેવાથી હું પડી રહી. એકાએક મે મારા પતિને ખૂણામાં સુતેલો જોયો. ઍણે પોતાનાં નવાં કપડાં ઉતારીને ટાંગી મૂક્યાં હતાં. પરંતુ નવા રેશમી રૂમાલ એના ગળામાં વીંટળાયેલા પડયા હતા. મેં એની સામે જોયુ. એના વિષે મને ખુબ ધિકંકાર છૂટયા અને ગેતે મારી નાખી બધા દુ:ખનો અંત આણુવા હું અધીરી બની. પણ એ કેવી રીતે બને? મેં આસપાસ નજર કરી, પણ એવુ કશુ જેયું નહિ કે જેનાથી એને હું મારી નાખી શકું. મારી નજર પેલા ચમકતા લાલ રૂમાલ પર પડી. હું તરતજ ઉભી થઇ અને મારા પતિના ગળાની આસપાસ વીંટળાયેલા કમાલને વધારેને વધારે. જોરથી બાંધવા લાગી. આ બધુ ક્રમ બન્યું તે હું જાણતી નથી. પહેલ દબાણ આવતાં એ જાગી ઉયો, અને તેણે તરફડતાં બૂમ પાડવા પ્રયત્ન કર્યાં, પણ મેં વધારે જોરથી રૂમાલ ખેંચવા માંડયો. છેવટે એના ડેાળા બહાર નીકળી પડયા અને એ શાંત થઇ ગયા. મેં થાકીને મૂકી દીધું અને મારા પતિ ઉભા થઇ કી મને
18 F
.