SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રબુદ્ધ જૈન મળતી નાની મોટી શિક્ષા-એ ક્રમમાં જ લગભગ પુરૂ થાય છે. આ અનિષ્ટ પરંપરા ઉભી થવાનાં મુખ્ય કારણા નીચે ગુજળ છે. (૧) આજની ન્યાયપદ્ધતિમાં કાઈ પણ ગુનાહના મૂળમાં જવાની અને ગુનેહગારના અંગત સયાગા લક્ષ્યમાં લેવાની અ વસ્થા નથી. (૨) જેલપદ્ધતિ પાછળ ગુનેહગારાને સુધારવાની અને સારા માનવી બનાવવાની કાઇ કલ્પના નથી. *(૩) નવા અને જીના ગુનેગારને અલગ રાખવાની કેમ્પ્ર સગવડ નથી. આ આંખી ન્યાયપધ્ધતિ અને જેલપધ્ધતિમાં શીઆએ પેાતાના સામ્યવાદી રાજ્યવહીવટમાં ઉપરના ધેારણે કેટલાક મૌલિક સુધારાએ કર્યાં છે જે જેલ સુધારણાના પ્રશ્નમાં રસ લેનારાઓએ જ માત્ર નહિ પણ માનવાતિની મૌલિક સુધારણામાં રસ લેન રા એ અભ્યાસ કરવા યોગ્ય છે અને તે મુજબ પેાતાના રાજ્યતંત્રમાં જરૂરી સુધારા દાખલ કરાવવાને, લગતી પ્રવૃતિ હાથ કરવાની ખાસ જરૂર છે. ઝીકાનેરમાં બાલદીક્ષા-પ્રતિબંધક ભીલ શ્રી. ચંપાલાલજી હીઆ જે બીકાનર રાજ્યની ધારા સભાના સભ્ય છે અને બીકાનેરના મ્યુનીસીપલ એર્ડના ઉપપ્રમુખ છે તેમણે બીકાનેરની ધારાસભામાં બાલદીક્ષા પ્રતિબંધક ીલ રજુ કર્યું છે. સાધારણ રીતે એવી માન્યતા હતી કે નાના છેકરાઓને ભાળવવા, ભગાડવા, સંતાડવા, અને સંયોગ પ્રમાણે જાહેર યા ખાનગી રીતે દીક્ષા આપી દેવી-આવા ચસકા શ્વેતાંબર સ ંપ્રદાયના જ કેટલાક આગેવાન સાધુએને લાગ્યા છે; પણ શ્રી ચંપાલાલજી મારફત મળેલી હકીકતો ઉપરથી માલુમ પડે છે કે તેરાપથી સાધુા પણ ચેલાયેલી વધારવાના મેહમાં એટલા જ કે એથી પણ વધારે ક્રુસેલા છે. અને એ બાજુએ પણ આજકાલ ખાલદીક્ષાની અનેક અનિષ્ટ ઘટનાએ બની રહી છે, કેટલાક ખ્રીસ્સા તે આખા જૈન સમાજને ખરેખર શરમાવે એવા બની રહ્યા છે, કેટલાક માબાપે પૈસાના લાભે પોતાનાં બાળકાને વેચી દે છે; કેટલાક માબાપ લગ્ન વગેરેનો ખર્ચ થાય.તેમાંથી બચવા માટે પોતાની નાની ઉમરની પુત્રીઓને સાધ્વી બનાવવામાં સંમતિ આપે છે. જૈન દીક્ષા એક આજીવન પાળવાનું અતિશય કાણુ સાધુવ્રત છે. કાઇ પણ વ્યકિત--નાની ઉમ્મરની કે ખોટી ઉમરની-દીક્ષા લીધા પછી સસારમાં પાછી ફરી શકતી નથી અને એમ છતાં પણ ગુરૂની આમન્યા તેાડીને ધારો કે કાઇ સાધુ સંસારમાં પાછા ફરે તે જૈન સમાજમાં ઉભા રહેવુ તેના માટે અશકય થઇ પડે છે. તેને સમાજના લેાકા હડધૂત કરે છે અને તેની સ્થિતિ અંતે ભ્રષ્ટ તતાભ્રષ્ટ જેવી થાય છે. જૈન દીક્ષા જેવુ ગંભીર જીવનવ્રત પુરી સમજણુ પૂર્વક લેવાવુ જોઇએ, અપરિપકવ ઉમ્મરની કાપણ વ્યકિતને આવી દીક્ષા માટે યોગ્ય ગણી શકાય જ નહિ. આજે અપાતી બાળદીક્ષા પાછળ અનેક અનથ' ઘટનાઓ બનતી જોવામાં આવે છે. વસ્તુતઃ જૈન દીક્ષાનાં ઉમેદવાર માટે પૂર્વ તાલીમ પુરી વ્યવસ્થા હાવી જાઇએ, અને તે તાલીમમાંથી જે કંઇ પસાર થાય, અને દીક્ષાની સર્વ જવા બદારી બરાબર સમજે તેવી યોગ્ય વ્યક્તિનેજ સગીર અવસ્થા પુરી થયા બાદ દીક્ષા અપાવી જોઇએ. કમનસીબે આપણા સમાજમાં આવી કોઇ વ્યવસ્થા છે જ નહિ, હાથમાં આવ્યા તા ચેલા બનાવતા બે કિડની પણ ઢીલ ન કરવી—આવી કેટલાક દીક્ષાઘેલા જૈન સાધુની મને દક્ષા હાય છે. મેટી ઉમ્મરના તેા જલ્દી ન ભેળવાય, પણ નાની ઉમ્મરના છેકરાએને દીક્ષા તરફ આકર્ષેવા બહુ સહેલી વાત છે. માબાપ વિરૂદ્ધ પડે તેા પૈસાથી તેનુ મોઢુ ભરી દેવું, એમ છતાં ન માને તે છેકરાને ભગાડવે અને કાઇ નાના ગામડાના ખુણે તેને મુંડી નાખવેા. મા બાપ ભરાતા કકળતા આવે તે કશી દાદ ન આપવી તેમજ તેના છેકરાને પત્તો ન આપવા. ગરીબ માબાપ રાષ્ટ કકળીને એસી રહે. તાલેવાન અને લાગવગ વાળા હાય. તે તે વળી છેાકરાતા કાંક પત્તો પામે. દીક્ષાધેલા સાધુઓની આજકાલ આવી લીલા ચાલે છે. થે।ડા વખત પહેલાં જોધપુર રાજ્યના એક ગામડામાં મેજીસ્ટ્રેટને મનાઇ હુકમ પહોંચે તે પહેલાં ભુવનવિજયજી નામના એક જૈન સાધુએ આવી રીતે એક નાના છોકરાને મુડી નાંખ્યા હતા. શ્રી. ચંપાલાલજી બાંઠીઆના ઉપર જણાવેલ ખીલને આશય સમાજમાં ચાલી રહેલ આ અનથ પર પરાને મૂળમાંથી અટકાવવાના છે. જૈન સમાજના આગળ પડતા વિચાર ધરાવનારાઓ તેમ જ જાણીતી - જૈન સંસ્થા શ્રી. ચંપાલાલજી ખાંઢીઆને પેસ્ટ ભીનાસર ખીકાનેર એ સરનામે આ બાબતમાં પાતાની હાર્દિક અનુમતિ દર્શાવનાર તારેા તેમ જ પત્રા વિના વિલએ મોકલે એવી વિનંતિ કરવામાં આવે છે. શ્રી. ચંપાલાલજી પેાતે ઉપાડેલ કાર્યમાં કૃતેહમદ નીવડે, ધારા સભા તેમનુ બીલ પસાર કરે અને બીકાનેરનરેશ તે ખીલને પેાતાની સંમતિ આપે એવી આ બાજુના સમાજના સમસ્ત પ્રગતિશીલ જૈન વર્ગની અત્તરની શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રમાન’દ. સધની રાહત પ્રવૃત્તિમાં મદદ શ્રી મુંબઇ જૈન યુવક સ ંધની રાહત પ્રવૃત્તિમાં નીચે મુજબ મદદ મળી છે. જે આભાર સ્વીકારવામાં આવે છે. ૬૦ શેર્ડ ભાળાભાઇ જેસ ગલાલ દલાલ ૧૦૦ શ્રી મણિલાલ મેકમચંદ શાહ ૧૦૦ '' તા. ૧૫-૫-૪૪ ૫૦ શંભુલાલ કલ્યાણજી ૫૦ પ્રેમચંદ વેલજી : ૧૦ પ્રેમચંદ વસનજી, વેરાવળ ' "1 ઘેલાભાઇ હાથીભાઇ (માત્ર બહેનોને મદદ આપવા માટે) ૯૧ ૦ રૂ. રેશન-રાહુતની જેમને અપેક્ષા હેાય તેમના માટે મુંબઇના અગ્નિસંકટને અંગે સંધની રાહત, યોજનાનો લાભ લેનારાઓમાંથી કેટલાક વતન તરફ ચાલી ગયા અને કેટલાકને આવી મદદની જરૂર ન રહી-આ કારણેાને લીધે સંધની રાહત ચેોજનાના લાભ લેનારાઓની સખ્યામાં થોડા ઘટાડા થયા છે તે જે કાઈ જૈન કુટુંબને રેશન રાહતની અપેક્ષા હોય તેણે સંધની રાહત-સમિતિના સભ્યને મળવું અથવા સંધના કાર્યોલયમાં ખબર કાઢવી. રાહતની યોગ્યતા ધરાવનાર કુટુ ખાને દીવાળી સુધી ૫૦ ટકા અને અસાધારણ કીસ્સામાં ૭૫ ટકા સુધી પણું, ફેશન રાહત આપનારાં કાર્યો કાઢી આપવામાં આવશે. મંત્રી, રાહત સમિતિ ભુલ સુધાર: ગર્ચા અંકમાં જણાવેલ .. ૫ શ્રી દીપચંદ શાહના પત્ની તરફથી નહિ પણ તેમનાં પુત્રી તારા બહેન તરફથી શ્રી મણિભાઈ સન્માન થેલીમાં મળ્યા છે એમ વાંચવુ. *
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy