________________
તા ૧-૫-૪૪
S
પસાર કર્યો ત્યાર પછી સાધુ સંમેલને અમદાવાદ મુકામે સને ૧૯૩૪ માં દીક્ષા સંબંધી ઠરાવ કરેલો છે, અને તે ઠરાવને શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સે મુંબઈમાં મળેલા સને ૧૯૩૪ ના અધિવેશનમાં સત્કાર્યો છે, તે લક્ષમાં લઈ, સ્થાયી સમિતિની આજની મળેલી સભા, વડોદરા રાજ્યના મજકુર કાયદા માટેની નિબંધ અંગેની પેટા સમિતિના રીપોર્ટ અનુસાર તા. ૧૭-૯-૩૧ ની કાર્યવાહી સમિતિએ તે કાયદાને અનુમોદન આપવાનો ઠરાવ કરેલો તે સંબંધી કેટલીક ગેરસમજુતી ઉત્પન્ન થઈ છે, તે ધ્યાનમાં લઈ અને એકય સમિતિએ કરેલ સુચના ધ્યાનમાં લઈ, આજની સભા તે ઠરાવ રદ કરે છે અને સાધુ સંમેલને કરેલ દીક્ષા સંબંધી ઠરાવને વધાવી લે છે.
લેવામાં આવી. ત્યાં હાજર રહેલા કોન્ફરન્સના આગેવાનોએ પણ આ ઠરાને સંમતિ આપી. આ ઠરા નીચે મુજબ હતા.
ઠરાવ ૧. શ્રી જૈન છે. મૂર્તિપૂજક કોન્ફરન્સ સને ૧૯૩૪ માં અમદાવાદ મુકામે સાધુ સંમેલને કરેલા દીક્ષા સંબંધી ઠરાવને વધાવી લે છે અને તેણે (કન્ફરંસે) અથવા તેની બીજી કોઈ પણ પેટા-મમિતિએ કરેલા વડોદરા રાજ્યના દીક્ષા સંબંધીના અને બીજા દીક્ષા સંબંધીના ઠરાવે આથી રદ કરે છે.” આ ઠરાવ શ્રી જન ભવે. કન્ફરંસે પાસ કરવાનું છે.
ઠરાવ ૨. એય સમિતિ જન સમાને ભારપૂર્વક ભલામણ કરે છે કે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મના સિદ્ધાન્ત અને પ્રચલિત અનુકને જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે તે પ્રમાણે જેના સંસ્થાએ તેને માન્ય રાખશે એટલું જ નહિં પણ તેના અધિકારી કે ધેદારો તરફથી તેને હિણપત પહોંચે તેવું બેલવામાં કે લખવામાં આવશે નહિં.” • આ ઠરાવ શ્રી જૈન શ્વે. કોન્ફરન્સ અને ધી યંગમેન્સ ન સાઈટીએ પાસ કરવાનું છે.
આ ઠરાવ કોન્ફરન્સના આગેવાનોએ કન્ફરંસની સ્થાયી સમિ- તિમાં પસાર કરાવવા અને પસાર ન થાય તે એ આગેવાનોએ રાજીનામું આપવું એવી પણ કબુલાત તેમની પાસેથી લેવામાં આવી હતી એમ જણાવવામાં આવે છે. ત્યાર બાદ ૧૮૪૩ ના એપ્રીલ માસમાં કામ કરન્સની સ્થાયી સમિતિની સભા બેલાવવામાં આવી. એ સભામાં આ હરાવે એના એ સ્વરૂપે પસાર કરવા સામે જાત જાતના વાંધાઓ રજુ કરવામાં આવ્યા. પહેલે ઠરાવ અગ્ય દીક્ષા સંબધે જુન્નર કોન્ફરન્સે પસાર કરેલ ઠરાવ રદ કરવાનું જણાવે છે. વળી એ ઠરાવ કોન્ફરન્સે પસાર કરે એમ માંગણી કરવામાં આવી છે. આ બધું સ્થાયી સમિતિના પ્રદેશની બહાર જતું માલુમ પડયું. વળી દીક્ષા સંબંધમાં કરેલા કરાવે રદ કરવા હોય તે કરે, પણ નામશેષ, રહેલ મુનિ સંમેલન અને તેના ઠરાનું ઓઠ શા માટે? બીજે ઠરાવ તે અણધારી દિશાએથી થયેલા ધડાકા જેવું હતું. સ્થિતિચુસ્ત વર્ગની મૂળ માંગણી તે મુંબઈની સ્થાયી સમિતિએ વડોદરાના બાળદીક્ષાને લગતા કાયદાને આપેલા અનમેદનને પાછું ખેંચી લેવા પુરતી જ હતી. પણ આ તે આંગળી આપતાં પંચે અને પાંચ આપતાં કાંડું કરડવા જેવી ઘટના બની હતી. આ રીતે ઐકય સમિતિના ઠરાવ ઘડનારાઓએ પિતાને સોંપાયેલા કાર્યને પુરેપુરો લાભ ઉઠાવ્યું હતું. માંગવું તે પછી અધુરૂં શા માટે માંગવુ? આ બીજે ઠરાવ કૅન્ફરન્સ સાથે જોડાયેલી વ્યકિતઓના વિચારસ્વાતંત્ર્ય ઉપર અણધાર્યો અને અણુચિ કાપ મૂકતો હતે. એવું નિયંત્રણ મૂકવાને સ્થાયી સમિતિને શું હકક છે? વળી પ્રચલિત અનુણાનોની વિરૂદ્ધ કાઈથી ટીકા થઈ શકે નહિ એ પણ ઘણાને અસ્વીકાર્યું હતું. જૈન સંસ્થાઓના અધિકારીઓ ઉપર આવું બંધન મૂકવાને કોન્ફરન્સની સ્થાયી સમિતિને શું હકક છે એ પ્રશ્ન પણ ઉભું કરવામાં આવ્યું.. આ બધું વિચારનાં સ્થાયી સમિતિ પિતાની મર્યાદામાં રહીને કરી શકે તેવા અને એમ છતાં એકય સમિતિના ઠરાવો પાછળ રહેલા મુદ્દાઓ અને ભાવનાનું જરૂરી સમર્થન કરે એવા બે ઠરાવ કોન્ફરન્સની મુંબઈની સ્થાયી સમિતિએ પસાર કર્યા જે નીચે મુજબ છે, ને
ગ ઠરાવ ૧, વડોદરા રાજ્ય સગીર સંન્યાસ દીક્ષા પ્રતિબંધક કાયદો
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સે આજ સુધી જેને ધર્મના સિદ્ધાંત અનુસાર કાર્યવાહી કરેલી છે, તેમ છતાં ઐકય સમિતિએ સુચના કરેલી છે તે ધ્યાનમાં લઈ આ સભા પણ જૈન સમાજને ભારપૂર્વક ભલામણ કરે છે કે જેન ધર્મના સિદ્ધાંતે જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે તે પ્રમાણે જૈન સંસ્થાઓ તેને માન્ય રાખશે અને તેની વિરૂદ્ધ કંઇ કરશે નહિં.
આ કરાવે શેઠ કરતુરભાઈ ઉપર રવાના કરવામાં આવ્યા અને ઐક્ય સમિતિના કાર્યને આગળ વધારવા શેઠ સાહેબને વિનંતિ કરવામાં આવી. સ્થાયી સમિતિએ દીક્ષાને લગતા ઠરાવમાં વડોદરાના કાયદાને પોતે આપેલું અનુમોદન પાછું ખેંચી લઈને એક મેટી પીછેહઠ કરી હતી જે યુવક પક્ષને કઈ રીતે માન્ય નહાતી અને એ રીતે કોન્ફરન્સે ઐકય સમિતિના કાર્યને સાથ આપવામાં પુરેપુરી તત્પરતા દાખવી હતી. પણ શેઠ કસ્તુરભાઈને આથી સંતોષ થાય તેમ નહોતું. શેઠ સાહેબે જોયું કે ઐક્ય સમિતિના ઠરાવો શબ્દ શબ્દ પસાર કરવામાં આવ્યા નથી. એટલે પછી તેમના માટે બીજું કર્તવ્ય રહેજ શાનું? કોન્ફરન્સ તરફથી આ બાબતમાં યાદી આપનારા કાગળો લખાયા પણ તેઓશ્રી જવાબ શેના આપે? કોન્ફરન્સની મુશ્કેલી સમજવા પ્રયત્ન કરે, ઉભી થયેલી મડાગાંઠમાંથી માર્ગ કાઢે અને સૌ વચ્ચે હળીમળીને સમન્વય સાધે એ બીજા. શેઠ કસ્તુરભાઈને કેન્ફરન્સ સાથે સંબંધ ધરાવતા ઐકય પ્રવૃત્તિના મુખ્ય સંદેશવાહકો તેમ જ બીજા - આગેવાને મળ્યા અને કોન્ફરન્સની અગવડ, બંધારણીય મુશ્કેલી તેમજ એક પક્ષને લેવા જતાં બીજા પક્ષને ગુમાવવાની સંભાવના વગેરે બાબતો તેમણે રજુ કરી. પણ શેઠ કસ્તુરભાઈએ બીજી કશી વાત સાંભળવાની ચોખ્ખી ના કહી. તેમણે તે એક જ જવાબ આપ્યો કે ઐકય સમિતિના હો અક્ષરશ: પસાર કરે અથવા તે એ ઠરાવને સંમતિ આપનારા કેન્ફરન્સના સભ્ય રાજીનામું આપે. આ તેમને એક અને અચુક આદેશ હતો. કાં તો કેન્ફરન્સનું નાક કાપ અથવા તે કેન્ફરન્સને ગળે ફાંસે ઘો. આ તેમના આદેશને સાર હતે. ઉત્તરોત્તર શીર્ણ વિશીર્ણ થતી જતી કોન્ફરન્સ આગળ પણ આખરે જાણે કે બે જ વિકલ્પ આવીને ઉભા રહ્યા હતા. કાં તો સ્વત્વની રક્ષા કરતાં આત્મવિસર્જન કરવું અથવા પિતાનું નાક કાપીને જીવાદોરી લંબાવવી. આ મનોદશામાં સુરત ખાતે જૈન વે. મે, કોન્ફરન્સની અખિલ હિંદ સમિતિનું અધિવેશન મળ્યું અને એ અધિવેશને ઐય સમિતિના ને અક્ષરશઃ ૫સાર કરવા કોન્ફરન્સને ભલામણ કરવાને હરાવ કર્યો અને એક ઠરાવ એકમત વિરૂધ્ધ લગભગ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા. આ રીતે જૈન વે. મૂ. કોન્ફરન્સ આજ સુધીના લાંબા આયુષ્ય દરમિયાન કદિ