________________
પ્રબુદ્ધ જૈન
सस्स आणाए उनदिए मेहानी सारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतां वदेद्वाचम्
મે ૧
જૈન શ્વે. મૂ. કાન્ફરન્સની પીછેહઠ
‘કાયદે આઝમ’ શેઠ કસ્તુરભાઇના દિગ્વિજય!
તા. ૧૫-૪-૪૪ ના રાજ સુરત ખાતે મળેલ શ્રી જૈન વે. મૂ. કાન્ફરન્સની અખિલ હિંદ સમિતિના અધિવેશનમાં પસાર થયેલ ઠરાવ આ અંકમાં અન્યત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ ઠરાવનુ મહત્વ સમજવા માટે કેટલીક અંતિનાસિક વિગતે અહિં' રજુ કરવાની આવશ્યકતા છે. ૧૯૨૦ થી ૧૯૩૦ દરમિયાન વે. મૂ. જૈન સમાજમાં અયેાગ્ય દીક્ષા અને ખાસ કરીને બાળદીક્ષા વિરૂધ્ધમાં ખુબ ઉગ્ર આંદેલન ચાલી રહ્યું હતું. તે માંદોલનને ૧૯૩૦ ના ફેબ્રુઆરી માસમાં મળેલ જીનૅરની કાન્ફરન્સમાં જબરજસ્ત પડધા પડયા હતા. જૈન સાધુએ ગમે તેને ગમે તે રીતે દીક્ષા આપે તેમાં કાંઇ પણ પ્રકારનું કાઇનું પણ નિયમન હેાવું ન જોઇએે એવા મત ધરાવનાર એક મોટા સ્થિતિચુસ્ત વર્ગ ઉભું થયે। હતા અને મુનિ રામવિજયજી જે હાલ વિજયરામચંદ્રસૂરીના નામે એળખાય છે. તેઓ તે વર્ષેના નેતા હતા. આ વર્ગમાંના કેટલાક લોકેા જીન્નર કેન્ફરન્સમાં અયોગ્ય દીક્ષા સબંધમાં કશે પણ ઠરાવ થવા ન દેવા તે હેતુથી સારી સખ્યામાં જીન્સેર કેન્દરન્સ ઉપર આવી પહુ ંચ્યા હતા, પણ પેાતાના હેતુ બર આવી શકે એમ નથી. એમ માલુમ પડવાથી નિરાશ બનીને પાછા ચાલી ગયા હતા અને જીન્ગેર કાન્સે યોગ્ય દીક્ષાને વિરાધ કરતા અને આ બાબતમાં સ્થાનિક સધાના નિયમનની આવશ્યકતાની ભલામણુ કરતા ઠરાવ કર્યો હતા. તે વખતથી સ્થિતિચુસ્ત વર્ગ જે શાસન પક્ષના નામથી એળખાવા લાગ્યા હતા તે કાન્ફરન્સથી વિમુખ બન્યા અને સુધારક વર્ગ જે યુવક પક્ષના નામે એળખાવા લાગ્યો તેનું કાન્ફરન્સની કાર્યવાહી ઉપર અમુક અંશે પ્રભુત્વ સ્થપાયું. ત્યારે પછી વડેદરા રાજ્યે બાળદીક્ષાની અટકાયત . કરનારા કાયદા તે રાજ્યની ધારાસભામાં રજુ કર્યાં અને કાન્ફરન્સની મુંબઇમાં મળતી સ્થાયી સમિતિએ કેટલાક સુધારાવધારા સુચવવા સાથે તે કાયદાને સમગ્રપણે અનુમેદન આપ્યું. ૧૯૩૧ માં વડાદરા રાજ્યે ઉપર જણાવેલ કાર્ય મંજુર કરી અમલમાં ચૂકયો. જૈન સમાજમાં એક બાજુ બાલદીક્ષા સામેના આન્દેલને ખુબ જોર પકડયું હતું. ખીજી બાજુએ આવી ધાર્મિક બાબતમાં કાઈ પણ રાજ્ય સ્તક્ષેપ કરે તે જૈન સમાજના મેાટા ભાગને અણુગમતી વાત થઇ પડી હતી. ૧૯૩૪ના માર્ચ માસમાં અમદાવાદ ખાતે વે. મૂ. સમાજના ઘણાખરા મુખ્ય આચા અને સાધુઓનુ એક સ ંમેલન ભરાયું. આ સમેલને વડેદરા રાજ્યના કાયદાનો વિરોધ કર્યો, પણ સાથે સાથે બાળદીક્ષા ઉપર અંકુશ મૂકતા કેટલાક નિયમા સ્વીકાર્યાં. મુનિ સ’મેશ્વનના આ બાબતને લગતા ઠરાવેા સુધારક અથવા તે યુવકપક્ષ જે પ્રકારના દીક્ષા સંબંધી સર્વાંગી નિયમનની અપેક્ષા રાખતા હતા તે ધોરણે તે પક્ષને ખીલકુલ સતૈષકારક નીવડયા નહિ. ખીજી બાજુએ જે
૧૯૪૪
તા. ૧-૫-૪૪
સાધુ વર્ગ આ બાબતમાં કશું નિય મન કે નિયંત્રણ જ ન જોઇએ એવી મનેદશા ધરાવતા હતા તે વર્ગે આટલું પણ નિયમન સ્વીકારવાની તૈયારી દાખવી એ જૈન સમાજના મેટા ભાગને બહુ આવકારદાયક લાગ્યું અને એ ધેારણે ૧૯૩૪ના મે માસમાં મુંબઇ ખાતે ડે. અમીચંદના પ્રમુખપણા નીચે મળેલ જૈન યુવક પરિષદે મુનિ સંમેલનના હરાવેાને અસતેાષકારક તેમ અસ્વીકાર્ય જાહેર કર્યો જ્યારે તે જ અરસામાં મળેલ જૈન શ્વે. મૂ. કેન્ફરન્સના અધિવેશને કેટલા સુધારાવધારા સૂચવવા સાથે મુનિ સ’મેનના હરાવાને આવકાર આપ્યા. આમ મુનિ સ ંમેલનને અને તેના ઠરાવેને ઠીક ઠીક મહત્વ આપવામાં આવ્યું. પણ કમનસીબે એ મુનિ સ ંમેલન અદ્વિતીય બન્યું એટલે કે તે સમેલનનુ' ત્યારથી આજ સુધીમાં જું અધિવેશન મળવા પામ્યું જ નહિ અને તે સ ંમેલનના ડરાવાના તા તે ઉપર સહી કરનારા કેટલાક મુખ્ય મુખ્ય આચાર્યોએ તુરત જ છડેચોક ભંગ કરવા શરૂ કર્યાં જે ભગ આજ સુધી ચાલુ જ છે. મુનિ સ ંમેલન અને તેના હરાવા આજે કેવળ ભૂતકાળની ઘટના અની ગઇ છે. સુરત ખાતે તાજેતરમાં ભરાયેલ જન શ્વે. મૂ. કેન્સની અખિલ હિંદ સમિતિના દીક્ષાને લગતા ઠરાવની આ પૂર્વ ભૂમિકા છે.
કાન્સના ૧૯૩૪ ની સાલના અધિવેશન પછી કેન્દ રન્સ લગભગ સુપ્તપ્રાય દશામાં શ્વાસ ખેંચી રહી હતી. કેટલાક જૈન સાધુઓએ સ્થળે સ્થળે કાન્ફરન્સ વિરૂધ્ધ સત્યાસત્યની જરા પણ અપેક્ષા રાખ્યા સિવાય વે તેવે ગદા પ્રચાર કર્યે રાખ્યા હતા. આણંદજી કલ્યાણજીની પેઢી અને તેના પ્રમુખ કાર્યકર્તાઓની કાન્ફરન્સ પ્રત્યે કરડી નજર એક સરખી ચાલુ હતી. કાન્ફરન્સના સૂત્રધારાની કાર્ય શકિત તેમ જ તે સંસ્થા ખાતર આત્મભેગ આપવાની શકિત બહુ જ મર્યાદિત હતી. પરિણામે કેાન્સ શીણું વિશીષ્ણુ દશામાં પોતાનું જીવનનાવ હંકારી રહી હતી. આખરે ૧૯૪૦ ના ડીસેમ્બરમાં નિ ંગાળા ખાતે કાન્ફરન્સનું અધિવેશન મળ્યું અને લોક લાગણીને પાતાને અનુકુળ બનાવવાના હેતુથી તે કાન્ફરન્સમાં કાઇ પણ વિવાદાસ્પદ રાવે હાથ ધરવામાં ન આવ્યા પણ માત્ર કેળવણીપ્રચાર અને એકારી નિવારણના પ્રશ્નો ઉપર જ એ કરન્સે પોતાનુ ધ્યાન એકત્રિત કર્યું. એ કોન્ફરન્સે જૈન સમાજમાં એકતા સાધવા માટેને અને કોન્ફરન્સથી વિમુખ બનેલા વર્ગને પોતા તરફ વાળવા માટે જરૂરી પ્રયત્ના હાથ ધરવાને હરાવ કર્યો. તે હરાવના અનુસધાનમાં માલેગાંવ ખાતે ૧૯૪૧ ના એપ્રીલ માસમાં સિદ્ધાચળજીના ચિત્રપટનું ઉદ્દઘાટન કરવાના પ્રસંગનું નિમિત્ત ઉપસ્થિત થતાં શ્વે. મૂ. સમાજના કેટલાક આગેવાન ગૃહસ્થને એકત્ર કરવામાં આવ્યા. આ માલેગાંવ વખતે મળેલી સભામાં યુવક પક્ષના કોઇપણ આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું નહાતુ. આ સભામાં શેઠ કસ્તુરભાઇ લાલભાઈના પ્રમુખપણા નીચે ઐકય સમિતિ ઉભી કરવામાં આવી. ઐકય સમિતિમાં શાસન પક્ષ અથવા તા યંગ મેન્સ જૈન સેસાયટી પક્ષના આગેવાના તેમજ કેન્ફરન્સના મધ્યસ્થ વૃત્તિના ગણાતા કેટલાક આગેવાનાને સમાવેશ કરવામાં આવ્યા પણુ આ ઐકય સમિતિમાં પણ યુવક પક્ષને સર્વથા બહિષ્કૃત રાખવામાં આવ્યા. પ્રસ્તુત ઐકય સમિતિ ૧૯૪૨ ના જાન્યુઆરી માસમાંની નવમી તારીખે મુબઈ ખાતે એકત્ર થઈ. તે સમિતિની સભા મહાજનના મેળા જેવી હતી. ચર્ચામાં કલાકાના કલાકો પસાર કર્યા બાદ આખરે બધાની વતી ઠરાવા ધડવાનું કામ શેઠ કસ્તુરભાઇ લાલભાતિ તથા શ્રી સુરચંદભાઇ પુરૂષોત્તમ બદામીને સોંપવામાં આવ્યું. એ બન્ને ગૃહસ્થાએ ખે ઠરાવ ધડયા અને હાજર રહેલી મંડળીની એ ઠરાવા ઉપર સહી